android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: મવડી વિસ્તારમાં પાર્ક કરેલા ટુ-વ્હીલરમાં આગ લાગી, અફરાતફરીનો માહોલ
calendar_today June 11, 2026

Rajkot News: મવડી વિસ્તારમાં પાર્ક કરેલા ટુ-વ્હીલરમાં આગ લાગી, અફરાતફરીનો માહોલ

રાજકોટ શહેરમાં વાહનોમાં અચાનક આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે શહેરમાં ટુ-વ્હીલરમાં આગ લાગવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના જાણીતા મવડી વિસ્તારમાં આવેલા બાપાસીતારામ ચોક પાસે એક પાર્ક કરેલા ટુ-વ્હીલરમાં અચાનક જ ભયાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે આખા વાહનને લપેટમાં લઈ લીધું હતું. આ ઘટનામાં વાહન બળીને ખાખ થઈ ગયું હતું.સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલઘટનાની મળતી માહિતી અનુસાર, બાપાસીતારામ ચોક નજીક રોડની સાઈડમાં એક ટુ-વ્હીલર પાર્ક કરેલું હતું, જેમાં અચાનક જ ધુમાડા નીકળ્યા બાદ મોટી જ્વાળાઓ ઉઠવા લાગી હતી. ધોળા દિવસે જાહેર રોડ પર બાઇક ભડભડ સળગવા લાગતા આસપાસના લોકો અને વાહનચાલકોમાં થોડીવાર માટે ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે, સ્થાનિકો કંઈ સમજે તે પહેલાં જ આખું વાહન આગની ચપેટમાં આવી ગયું હતું.આગનું કારણ અકબંધ, વાહન બળીને ખાખઆ શોર્ટ સર્કિટના કારણે કે અન્ય કોઈ ટેકનિકલ ખામીને લીધે આગ લાગી છે, તેનું ચોક્કસ કારણ હજૂ સુધી જાણી શકાયું નથી. જોકે, સદનસીબે વાહન પાર્ક કરેલું હોવાથી અને કોઈ તેના પર સવાર ન હોવાને કારણે મોટી જાનહાનિ ટળી ગઈ છે. પરંતુ આ ભીષણ આગમાં ટુ-વ્હીલર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું છે. ઉનાળાની સિઝન અને વધતા તાપમાન વચ્ચે વાહનોમાં આગ લાગવાની આ પ્રકારની ઘટનાઓએ વાહનચાલકોમાં ચિંતા વધારી દીધી છે.આ પણ વાંચો - Rajkot News: જ્વેલર્સની દુકાનમાં ચાંદીના દાગીના ચોરતી 3 મહિલાઓ રંગેહાથ ઝડપાઈ

Read Full Story arrow_forward
Valsad News: ઉમરગામના ભીલાડમાં કેનાલમાં ખાબકી ઇકો કાર, સ્થાનિકોએ ચાલકને આબાદ બચાવ્યો
calendar_today June 11, 2026

Valsad News: ઉમરગામના ભીલાડમાં કેનાલમાં ખાબકી ઇકો કાર, સ્થાનિકોએ ચાલકને આબાદ બચાવ્યો

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાંથી એક મોટી અકસ્માતની ઘટના સામે આવી છે. ભીલાડ-સંજાણ રોડ પરથી પસાર થઈ રહેલી એક ઇકો કાર અચાનક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં રોડ કિનારે આવેલી કેનાલમાં ખાબકી હતી. કાર કેનાલના પાણીમાં પલટી મારી જતાં આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, ઘટનાના પગલે સ્થાનિક લોકોની ત્વરિત સક્રિયતાના કારણે એક મોટી દુર્ઘટના ટળી છે.કાર ચાલકે કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માતભીલાડ-સંજાણ રોડ પરથી પસાર થતી વખતે ઇકો કારના ચાલકે અચાનક જ કોઈ કારણોસર ગાડી પરનો કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે કાર સીધી કેનાલના ઊંડા પાણીમાં જઈ પડી હતી. કાર પાણીમાં ખાબકતા જ ચાલક અંદર ફસાઈ ગયો હતો. આ દ્રશ્ય જોઈને આસપાસના સ્થાનિક રહીશો તાત્કાલિક કેનાલ તરફ દોડી આવ્યા હતા અને પોતાની જાનના જોખમે પાણીમાં ઉતરીને કાર ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધો હતો. સ્થાનિકોની આ સમયસૂચકતાના લીધે કાર ચાલકનો આબાદ બચાવ થયો છે.પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચીઅકસ્માતની આ ઘટના અંગે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ બંને ટીમો તાત્કાલિક કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરની ટીમે સ્થિતિની સમીક્ષા કર્યા બાદ તાત્કાલિક ભારે ભરખમ ક્રેન મંગાવી હતી. ક્રેનની મદદથી કેનાલના પાણીમાં ડૂબેલી ઇકો કારને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી. સદ્દનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જેને પગલે તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Porbandar News: વર્લ્ડ ક્લાસ ફર્નિચર પાર્કના વિકાસ માટે 13 જૂને ઉદ્યોગજગત સાથે યોજાશે ઉચ્ચસ્તરીય સમિટ
calendar_today June 11, 2026

Porbandar News: વર્લ્ડ ક્લાસ ફર્નિચર પાર્કના વિકાસ માટે 13 જૂને ઉદ્યોગજગત સાથે યોજાશે ઉચ્ચસ્તરીય સમિટ

પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય શ્રમ રોજગાર યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ.મનસુખ માંડવિયાના સઘન પ્રયાસો અને વિકાસલક્ષી અભિગમના પરિણામે પોરબંદર આજે ઝડપી વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે.પોરબંદરને ઔદ્યોગિક,આર્થિક અને આધુનિક માળખાકીય વિકાસના નવા શિખરો સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે ડૉ.માંડવિયાએ અનેક મહત્વાકાંક્ષી યોજનાઓને ગતિ આપી છે.સ્વપ્નદ્રષ્ટા લોકસેવક તરીકે તેઓ પોરબંદરનું કાયાકલ્પ કરવા સતત કાર્યરત છે.પોરબંદર ફર્નિચર પાર્ક સમિટનું આયોજનઆગામી તા.13 જૂનથી બે દિવસીય વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.આ સમિટ દરમિયાન પોરબંદરમાં સૂચિત મેગા ફર્નિચર પાર્કની સ્થાપના, વિકાસની સંભાવનાઓ, રોકાણની તકો તથા ભવિષ્યની વ્યૂહાત્મક દિશા અંગે ઉદ્યોગજગત સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.ફર્નિચર ઉત્પાદન અને તેની સાથે સંલગ્ન ક્ષેત્રોના ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ સંગઠનો તથા વ્યાપારિક મંડળોના પ્રતિનિધિઓ સહિત રાજ્યભરમાંથી 50થી વધુ પ્રતિનિધિઓને આ સમિટમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તથા પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ પણ નોંધપાત્ર રહેશે, જેમાં અમદાવાદ સ્થિત બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનના પ્રતિનિધિ સ્ટીવ હીકલિંગ, તેમજ IKEA, Dato Sanso, Hettich, Merino, Royal Touch Laminates, Medoc અને Aemor સહિત ગુજરાત ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન, ગુજરાત ટિમ્બર ઓક્શન એસોસિએશન, ગુજરાત ગ્રીન ઇકોનોમિક ચેમ્બર તથા પોરબંદર ખાતે સ્થિત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેવાના છે.સ્થળ નિરીક્ષણ અને સ્થાનિક વ્યવસ્થાફર્નિચર પાર્કની સંભવિત સ્થાપના માટે જરૂરી સંકલિત અભિગમને ધ્યાનમાં રાખીને, ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ, બંદર વિભાગ સહિત સ્થાનિક વહીવટી કચેરીઓના ઉચ્ચ અધિકારીઓ પણ આ સમિટમાં ભાગ લઈ અને જરૂરી રૂપરેખા પ્રસ્તુત કરશે. વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધી ભવિષ્યની કાર્યવાહી માટે માર્ગદર્શક ચર્ચા કરવામાં આવશે.સમિટમાં ભાગ લેવા આવેલા દેશ-વિદેશના પ્રતિનિધિઓ 14 જૂન,2026ના રોજ પોરબંદરમાં ફર્નિચર પાર્ક માટે સૂચિત સ્થળોની મુલાકાત પણ લેશે. પોરબંદર નજીક સ્થિત ભારવાડા ખાતે આ પાર્ક નિરીક્ષણ દ્વારા પ્રોજેક્ટની સંભાવનાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે તેમજ સ્થાનિક સ્તરે વિકસાવાની થતી માળખાકીય સુવિધાઓ અંગે અવલોકન કરવામાં આવશે.આ અવસરે પોરબંદરની આગવી મહેમાનગતિનો અને સૌરાષ્ટ્રની કલા સંસ્કૃતિનો પરિચય કરાવવા માટે તંત્ર દ્વારા પ્રતિનિધિઓના સ્વાગત અને જરૂરી સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરની હદ બહાર ફાયર ચાર્જમાં વધારો, સિંધુભવન રોડ પર મલ્ટિલેવલ પાર્કિંગનો મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીમાં મુકાયો

Read Full Story arrow_forward