android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Child Rights: બેરોજગારીનું બહાનું કાઢી પિતા બાળકોને ભરણપોષણ આપવાથી બચી શકે નહીં, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો
calendar_today June 11, 2026

Child Rights: બેરોજગારીનું બહાનું કાઢી પિતા બાળકોને ભરણપોષણ આપવાથી બચી શકે નહીં, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો

બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે બાળકોના ભરણપોષણને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, કોઈ પણ પિતા બેરોજગારી કે કમાણી ન હોવાનું બહાનું બતાવીને પોતાના બાળકોને गुजારો ભથ્થું (ભરણપોષણ) આપવાની કાનૂની અને નૈતિક જવાબદારીમાંથી મુક્ત થઈ શકે નહીં. હાઈકોર્ટે ફેમિલી કોર્ટના આદેશને પડકારતી પિતાની અરજીને સખત શબ્દો સાથે ફગાવી દીધી છે.શું હતો સમગ્ર મામલો?આ કેસ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાનો છે. અહીંની સ્થાનિક ફેમિલી કોર્ટે એક વ્યક્તિને તેના બે બાળકો (પુત્ર અને પુત્રી)ના ભરણપોષણ માટે દર મહિને ₹4,000-4,000 (કુલ ₹8,000) ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ સામે પિતાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. પિતાએ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે તે વ્યવસાયે ઓટો રિક્ષા ચાલક હતો, પરંતુ તાજેતરમાં જ તેણે પોતાની રિક્ષા વેચી દીધી છે. હાલ તે બેરોજગાર હોવાથી બાળકોને પૈસા ચૂકવવામાં અસમર્થ છે.હાઈકોર્ટની આકરી ટિપ્પણીજસ્ટિસની ખંડપીઠે પિતાની આ તમામ દલીલોને અમાન્ય રાખતા કડક વલણ અપનાવ્યું હતું. હાઈકોર્ટે નોંધ્યું કે બંને બાળકોની ઉંમર હાલમાં માત્ર 10 અને 7 વર્ષની છે. આટલી નાની ઉંમરે તેમના ઉછેર, શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યની ઉપેક્ષા ન કરી શકાય. અદાલતે ઉમેર્યું કે, "બેરોજગારી કે ઓછી આવક એ બાળકો પ્રત્યેની જવાબદારીઓમાંથી પલ્લો ઝાડી લેવાનું કોઈ નક્કર કારણ હોઈ શકે નહીં. બાળકોનું ભરણપોષણ કરવું એ પિતાની વ્યક્તિગત અને કાનૂની ફરજ છે."બાળકોનો કાનૂની અધિકાર સર્વોપરીભારતીય કાયદા અનુસાર, 18 વર્ષથી ઓછી ઉંમરના તમામ બાળકો કાનૂની રીતે ભરણપોષણ મેળવવાના હકદાર છે. માતા-પિતા વચ્ચેના પરસ્પર વિવાદો અથવા છૂટાછેડાને કારણે બાળકોના શિક્ષણ, સ્વાસ્થ્ય અને મૂળભૂત અધિકારો પર કોઈ નકારાત્મક અસર ન પડવી જોઈએ. બોમ્બે હાઈકોર્ટના આ ચુકાદાથી ફરી એકવાર સાબિત થયું છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય, બાળકોના મૂળભૂત અધિકારો સાથે કોઈ સમાધાન થઈ શકે નહીં.આ પણ વાંચો:Saudi Arabia: સૌદી શાહી પરિવારની આ રાજકુમારી સંભાળશે FIIની કમાન, વિદેશી રોકાણ લાવવાની મળી મોટી જવાબદારી

Read Full Story arrow_forward
PM Modi Slovakia Visit: વડાપ્રધાન સ્લોવાકિયાની મુલાકાતે,  નાના યુરોપીય દેશની પ્રથમ મુલાકાત કેમ છે ખાસ?, જાણો
calendar_today June 11, 2026

PM Modi Slovakia Visit: વડાપ્રધાન સ્લોવાકિયાની મુલાકાતે, નાના યુરોપીય દેશની પ્રથમ મુલાકાત કેમ છે ખાસ?, જાણો

સ્લોવાકિયા આ પ્રવાસમાં સૌથી ઓછો પ્રચારિત પરંતુ મહત્વપૂર્ણ સ્થળ છે. મધ્ય અને પૂર્વી યુરોપમાં નવી ભાગીદારી યુરોપની આ મુલાકાત ફક્ત વેપાર પૂરતી મર્યાદિત નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારતે યુરોપ સાથે તેના સંબંધો તેના પરંપરાગત ભાગીદાર દેશોથી આગળ વધાર્યા છે. ફ્રાન્સ, જર્મની અને ઇટાલી ઉપરાંત, હવે મધ્ય અને પૂર્વી યુરોપના દેશો સાથે નવી ભાગીદારી પર ભાર મૂકાઇ રહ્યો છે. સ્લોવાકિયાને તે વ્યૂહરચનાનો એક ભાગ માનવામાં આવે છે. પીએમ મોદીની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે. યુરોપીય અર્થતંત્રમાં મહત્ત્વની ભૂમિકાસ્લોવાકિયાની વસ્તી આશરે 5.5 મિલિયન છે. પરંતુ યુરોપીય અર્થતંત્રમાં તેની ભૂમિકા તેના કદ કરતા ઘણી વધારે છે. આ દેશ વિશ્વના અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદન કેન્દ્રોમાંનો એક છે. અને લાંબા સમયથી માથાદીઠ કાર ઉત્પાદનની દ્રષ્ટિએ અગ્રણી દેશોમાં સ્થાન ધરાવે છે. ઘણા વૈશ્વિક ઓટોમેકર્સ પાસે અહીં મોટા પ્લાન્ટ છે.સ્લોવાકિયા ભારત માટે મહત્વનું ભારત એવા સમયે સ્લોવાકિયા સાથે સંબંધ બનાવી રહ્યુ છે. જ્યારે તે તેની ઉત્પાદન ક્ષમતાને વિસ્તૃત કરવા, વૈશ્વિક પુરવઠા શૃંખલામાં મોટી ભૂમિકા ભજવવા અને યુરોપ સાથે તેના આર્થિક સંબંધોને પુનર્જીવિત કરવા પ્રયાસ કરી રહ્યું છે. ઓટોમોબાઇલ્સ, એન્જિનિયરિંગ અને અદ્યતન ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં સહયોગની સંભાવના બંને દેશોને નજીક લાવે છે. આ મુલાકાત દરમિયાન ફ્રાન્સ, જર્મની અને ઇટાલી ઉપરાંત, હવે મધ્ય અને પૂર્વી યુરોપના દેશો સાથે નવી ભાગીદારી પર ભાર મૂકાઇ રહ્યો છે. સ્લોવાકિયાને આ વ્યૂહરચનાનો ભાગ માનવામાં આવે છે.મધ્ય યુરોપમાં પ્રભાવ બનાવવાના પ્રયાસોસ્લોવાકિયા યુરોપિયન યુનિયન અને નાટોનો સભ્ય છે. તેથી, તેની સાથે મજબૂત સંબંધો ભારતને મધ્ય યુરોપમાં તેની હાજરી વધારવા અને યુરોપિયન બજારોમાં વધુ સારી પહોંચ મેળવવામાં મદદ કરી શકે છે. પ્રધાનમંત્રી મોદીની મુલાકાત એવા સમયે થઈ છે. જ્યારે ભારત અને યુરોપિયન દેશો વચ્ચે વેપાર, ટેકનોલોજી, સંરક્ષણ અને નવીનતાના ક્ષેત્રોમાં સહયોગ ઝડપથી વિસ્તરી રહ્યો છે. તેથી, સ્લોવાકિયાની આ મુલાકાત ફક્ત એક ઔપચારિક રાજદ્વારી ઘટના નથી, પરંતુ તેને ભારતની વ્યાપક યુરોપ વ્યૂહરચનાનો એક ભાગ છેઆ પણ વાંચોઃ ઓમાનની ખાડીમાં અમેરિકી હુમલામાં 3 ભારતીય નાવિકોના મોત

Read Full Story arrow_forward
Monsoon 2026: ઉત્તર બિહારમાં ચોમાસાની એન્ટ્રી, આગામી 3 દિવસમાં અહી પડશે વરસાદ
calendar_today June 11, 2026

Monsoon 2026: ઉત્તર બિહારમાં ચોમાસાની એન્ટ્રી, આગામી 3 દિવસમાં અહી પડશે વરસાદ

દેશના વિવિધ વિસ્તારોમાં ચોમાસાની ગતિ હવે વધુ તેજ બની રહી છે. હવામાનની તાજી સ્થિતિ મુજબ ચોમાસાએ આજે ઉત્તર બિહાર વિસ્તારમાં પ્રવેશ કરી લીધો છે, જેના કારણે આગામી દિવસોમાં અહીં વરસાદની પ્રવૃત્તિમાં વધારો થવાની શક્યતા છે. ખેડૂતો તેમજ સામાન્ય લોકો માટે આ સારા સમાચાર માનવામાં આવી રહ્યા છે, કારણ કે લાંબા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી. ચોમાસુ હવે ક્યાં આગળ વધશેહવામાન વિભાગના અનુમાન મુજબ આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન ચોમાસું વધુ વિસ્તારો તરફ આગળ વધશે. પૂર્વ અને મધ્ય ભારતના અનેક રાજ્યોમાં તેની અસર જોવા મળશે. ખાસ કરીને ઓડિશા, ઝારખંડ અને છત્તીસગઢમાં ચોમાસું ઝડપથી આગળ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાતા તાપમાનમાં ઘટાડો થઈ શકે છે અને ગરમીથી લોકોને રાહત મળી શકે છે.દક્ષિણ ભારતમાં વરસાદની સંભાવના દક્ષિણ ભારતના કેટલાક મહત્વપૂર્ણ રાજ્યોમાં પણ ચોમાસાની સક્રિયતા વધવાની ધારણા છે. કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા જેવા રાજ્યોમાં આગામી થોડા દિવસોમાં ચોમાસું સંપૂર્ણ રીતે આવરી લે તેવી શક્યતા છે. જેના પરિણામે અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે.હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાતી અનુકૂળ પરિસ્થિતિઓના કારણે ચોમાસાની પ્રગતિને વેગ મળી રહ્યો છે. જો વર્તમાન પરિસ્થિતિ યથાવત રહેશે તો આગામી દિવસોમાં દેશના વધુ વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ વધશે.ખરીફ પાકની વાવણીની તૈયારીઓ ચોમાસાના આગમનથી કૃષિ ક્ષેત્રને પણ મોટો ફાયદો થવાની અપેક્ષા છે. ખેડૂતોએ ખરીફ પાકની વાવણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને સારો વરસાદ મળતા ખેતીને નવી ગતિ મળશે. બીજી તરફ શહેરોમાં ગરમી અને ઉકળાટથી પરેશાન લોકોને પણ વરસાદ રાહત આપશે.આગામી દિવસોમાં ચોમાસાની ગતિ અને વરસાદની સ્થિતિ પર હવામાન વિભાગ સતત નજર રાખી રહ્યો છે. લોકો અને ખેડૂતોને હવામાન સંબંધિત સત્તાવાર સૂચનાઓ પર ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે.આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ? 

Read Full Story arrow_forward