android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath : તાલાલામાં હોસ્ટેલમાં આવ્યાના માત્ર બે જ દિવસમાં માસૂમ વિદ્યાર્થીનું ત્રીજા માળેથી પટકાતા શંકાસ્પદ મોત
calendar_today June 11, 2026

Gir Somnath : તાલાલામાં હોસ્ટેલમાં આવ્યાના માત્ર બે જ દિવસમાં માસૂમ વિદ્યાર્થીનું ત્રીજા માળેથી પટકાતા શંકાસ્પદ મોત

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને સ્તબ્ધ કરી દેનારી ઘટના સામે આવી છે. તાલાલાની એક સ્થાનિક હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા 14 વર્ષીય માસૂમ વિદ્યાર્થીનું ત્રીજા માળેથી નીચે પટકાવાના કારણે શંકાસ્પદ સંજોગોમાં કરૂણ મોત નીપજ્યું છે. હોસ્ટેલમાં એડમિશન લીધાના અને આવ્યાના માત્ર બે જ દિવસમાં આ દુઃખદ ઘટના આકાર લેતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતક વિદ્યાર્થીની ઓળખ નાવદ્રા ગામના ક્રિશ પાતળ (ધોરણ-8) તરીકે થઈ છે, જેનું ગંભીર ઈજાઓના કારણે સારવાર મળે તે પહેલાં જ દમ તોડી દીધો હતો.પોલીસ તપાસ શરુ આ ઘટના અકસ્માત છે, આત્મહત્યા છે કે પછી તેની પાછળ અન્ય કોઈ શંકાસ્પદ કારણ છુપાયેલું છે, તે દિશામાં તાલાલા પોલીસે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બનાવની ગંભીરતાને જોતાં પોલીસે હોસ્ટેલ પરિસરમાં લાગેલા તમામ સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને હોસ્ટેલના સ્ટાફ, ગૃહપતિ તેમજ અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ શરૂ કરી દીધી છે. પોલીસ આ મામલાને રેગિંગ, બુલિંગ અથવા તો નવા વાતાવરણના કારણે ઉદ્ભવેલા માનસિક તણાવના એંગલથી પણ તપાસી રહી છે. સુરક્ષા વ્યવસ્થા અને સેફ્ટી ગ્રીલ સામે ગંભીર સવાલો બીજી તરફ, માસૂમ ક્રિશના મોતના સમાચાર મળતા જ તેના આક્રંદ કરતા પરિવારજનો અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી આવ્યા હતા. હોસ્ટેલના ત્રીજા માળેથી બાળક કેવી રીતે નીચે પડ્યો, તેને લઈને હોસ્ટેલ તંત્રની સુરક્ષા વ્યવસ્થા અને સેફ્ટી ગ્રીલ સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે ઘટના બાદ વાલીઓમાં ભારે રોષ આ ઘટના બાદ વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જિલ્લાભરની તમામ હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે તાત્કાલિક 'સેફ્ટી ઓડિટ' કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. હાલમાં તાલાલા પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી કાયદાકીય તપાસ લંબાવી છે. આ પણ વાંચો---   Gujarat Latest News Live : ICC પુરુષોની ODI રેન્કિંગમાં ભારત ટોચ પર, પાકિસ્તાન પછડાયું

Read Full Story arrow_forward
Vadodara News: સાવલી-કાલોલ બિસ્માર રોડ મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત, આંદોલનની ચીમકી
calendar_today June 11, 2026

Vadodara News: સાવલી-કાલોલ બિસ્માર રોડ મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત, આંદોલનની ચીમકી

વડોદરા જિલ્લાના સાવલી-કાલોલ માર્ગની બિસ્માર હાલતને લઈને સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ધનતેજ અને રતનપુરા વચ્ચેનો આશરે 3 કિલોમીટરનો રોડ અત્યંત ખખડધજ બની ગયો છે, જેના કારણે દરરોજ અહીંથી પસાર થતા હજારો વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર સમસ્યા અંગે સાવલી તાલુકા પંચાયતના સભ્ય જયેશ બાકરોલાએ મુખ્યમંત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે. આ સાથે ચોમાસા પહેલા યોગ્ય ઉકેલ નહીં આવે, તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.મોટા ખાડાઓથી વાહનચાલકો અને દર્દીઓ પરેશાનસાવલી-કાલોલ માર્ગ પર આવેલા ધનતેજ, નારપુરા, દીપાપુરા અને મેવલી ગામના લોકો લાંબા સમયથી આ ખરાબ રસ્તાનો ભોગ બની રહ્યા છે. રસ્તા પર ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા હોવાથી અકસ્માતનો ભય સતત મંડરાતો રહે છે. આ માર્ગ પરથી દરરોજ આશરે 1000થી વધુ વાહનોની અવરજવર થાય છે. રસ્તો એટલો બિસ્માર છે કે, કટોકટીના સમયે દર્દીઓ કે પ્રસુતિ મહિલાઓને હોસ્પિટલ પહોંચાડવામાં ભારે વિલંબ થાય છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે. આ ઉપરાંત શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ પણ આ માર્ગ પરથી પસાર થતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.અગાઉ વિરોધ છતાં તંત્ર નિષ્ક્રિયસ્થાનિક ગ્રામજનો દ્વારા અગાઉ પણ આ રોડના સમારકામ માટે અનેકવાર વિરોધ પ્રદર્શન અને રજૂઆતો કરવામાં આવી ચૂકી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. જેથી હવે લોકપ્રતિનિધિ જયેશ બાકરોલાએ આ મામલે સીધો હસ્તક્ષેપ કર્યો છે.તાત્કાલિક સમારકામ અને નવા ડામર રોડની માગમુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવેલી અરજીમાં માગ કરવામાં આવી છે કે, આગામી ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલાં આ 3 કિમીના પટ્ટાનું તાત્કાલિક ધોરણે સમારકામ કામ કરવામાં આવે અને ત્યારબાદ કાયમી ઉકેલ રૂપે નવો ડામર રોડ બનાવવામાં આવે. જો વહીવટી તંત્ર દ્વારા આ લોકપ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવવામાં નહીં આવે, તો સ્થાનિક ગ્રામજનોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે, તેવી ચીમકી પણ આપવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ રજૂઆત બાદ સફાળું જાગે છે કે કેમ!આ પણ વાંચો - Vadodaraમાં ખુલ્લામાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનારાઓ સામે આરોગ્ય તંત્રની લાલ આંખ, તપાસ તેજ

Read Full Story arrow_forward
Banaskantha News: મુંબઈની રૂ.3.60 કરોડની હીરા ચોરીનો ભેદ ઉકેલાયો, માસ્ટરમાઇન્ડની પાલનપુર હાઈવેથી ધરપકડ
calendar_today June 11, 2026

Banaskantha News: મુંબઈની રૂ.3.60 કરોડની હીરા ચોરીનો ભેદ ઉકેલાયો, માસ્ટરમાઇન્ડની પાલનપુર હાઈવેથી ધરપકડ

બનાસકાંઠા જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચને પ્રોફેશનલ ક્રાઈમ ડિટેક્શનના ભાગરૂપે એક બહુ મોટી સફળતા મળી છે. મુંબઈના પોશ વિસ્તાર ગણાતા બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ ખાતે થયેલી રૂપિયા 3.60 કરોડથી વધુની કિંમતી હીરાની ચોરીના કેસમાં બનાસકાંઠા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી છે. એલસીબી પોલીસે આ ચકચારી ચોરીના મુખ્ય માસ્ટરમાઇન્ડ આરોપીને પાલનપુર હાઇવે વિસ્તારમાંથી આયોજનબદ્ધ રીતે ઝડપી પાડ્યો છે.વિશ્વાસ કેળવી આચરી હતી કરોડોની ચોરીમૂળ ડીસા તાલુકાના છત્રાલા ગામનો વતની અને હાલ મુંબઈના ભોલેશ્વર કબુતરખાના ખાતે રહેતો દિલીપગર બાબુગર ગોસ્વામી મુંબઈની એક પ્રતિષ્ઠિત લોજિસ્ટિક કંપનીમાં કામ કરતો હતો. તેણે કંપનીના માલિકનો સંપૂર્ણ વિશ્વાસ જીતી લીધા બાદ એક દિવસ મોકો જોઈને કુલ રૂપિયા 3,60,48,683ની કિંમતના હીરાની ગેરકાયદેસર ઉઠાંતરી કરી નાસી છૂટ્યો હતો. કરોડોની હીરા ચોરીની આ ઘટનાને પગલે મુંબઈના હીરા બજાર સહિતના વેપારી આલમમાં ભારે સનસનાટી મચી ગઈ હતી.બનાસકાંઠા LCBએ ઓપરેશન પાર પાડ્યુંચોરીની ઘટના આચરીને આરોપી દિલીપગર ગોસ્વામી પોતાના વતન બનાસકાંઠા પંથકમાં ભાગી આવ્યો હતો અને નાસતો ફરતો હતો. આ અંગે મુંબઈ પોલીસે ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરીને બનાસકાંઠા એલસીબી પોલીસનો તાત્કાલિક સંપર્ક સાધ્યો હતો અને મહત્વના ઇનપુટ્સ શેર કર્યા હતા. બાતમીના આધારે એક્શનમાં આવેલી બનાસકાંઠા એલસીબીની ટીમે પાલનપુર હાઇવે પર વોચ ગોઠવીને આરોપી દિલીપગરને દબોચી લીધો હતો. પકડાયેલા આરોપીને કાયદેસરની પ્રાથમિક પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આગળની તપાસ અને મુદ્દામાલ રિકવરી માટે મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward