android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat : 'ભૂતિયા ડિમોલિશન' પર પાલિકાએ તોડ્યું મૌન,  "કોઈ ભૂતિયા કામગીરી નથી, આ તો રૂટીન કાયદાકીય ડિમોલિશન હતું"
calendar_today June 11, 2026

Surat : 'ભૂતિયા ડિમોલિશન' પર પાલિકાએ તોડ્યું મૌન, "કોઈ ભૂતિયા કામગીરી નથી, આ તો રૂટીન કાયદાકીય ડિમોલિશન હતું"

સુરતના કતારગામ વિસ્તારના નાસીરનગરમાં થયેલા કથિત 'ભૂતિયા ડિમોલિશન'ના વિવાદે છેલ્લા કેટલાય દિવસોથી સમગ્ર શહેરમાં ભારે હોબાળો મચાવ્યો છે. બિલ્ડરોની શંકાસ્પદ ભૂમિકા અને તંત્રની ગુપ્તતાને કારણે સવાલો ઉઠી રહ્યા હતા, ત્યારે હવે સુરત મહાનગરપાલિકાના તંત્રએ આ મામલે પોતાનું મૌન તોડ્યું છે.ડિમોલિશન પાલિકા દ્વારા જ કરવામાં આવ્યું આ મામલે સેન્ટ્રલ ઝોનના ચીફ આશિષ નાયકે એક મોટું સત્તાવાર નિવેદન આપીને મોડે મોડે એ વાત સ્વીકારી લીધી છે કે આ ડિમોલિશન પાલિકા દ્વારા જ કરવામાં આવ્યું છે. આ સાથે જ અત્યાર સુધી ચાલી રહેલી તમામ અટકળો અને 'ભૂતિયા ડિમોલિશન'ના દાવાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. કોઈ ગેરકાયદે કે ભૂતિયા ડિમોલિશન થયું નથી ઝોનલ ચીફ આશિષ નાયકે સ્પષ્ટતા કરી છે કે નાસીરનગરમાં કોઈ ગેરકાયદે કે ભૂતિયા ડિમોલિશન થયું નથી, પરંતુ પાલિકાના નિયમો અને કાયદાકીય પ્રક્રિયા મુજબ જ આખી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તે રૂટીન વહીવટી કામગીરી મણે જણાવ્યું કે, ગત 30 તારીખે પાલિકાની ટીમ રોડ લાઇન ખુલ્લી કરવા અને ડીમાર્કેશન (જમીન માપણી) ના કામ માટે જ ઘટનાસ્થળે ગઈ હતી. રોડ પરના નડતરરૂપ દબાણો હટાવવા માટે આ પાલિકાની એક રૂટીન વહીવટી કામગીરી હતી. આ ઓપરેશન માટે પાલિકા તંત્ર દ્વારા જ નિયમ મુજબ પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી હતી અને પોલીસને અગાઉથી લેખિત જાણ પણ કરાઈ હતી.  અંગત સ્વાર્થ અને રાજકીય રોટલી શેકવા ગેરસમજ ઉભી કરાઇ આશિષ નાયકે આક્રોશ વ્યક્ત કરતા ઉમેર્યું કે, કેટલાક તત્વો દ્વારા પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય રોટલી શેકવા માટે આ કાયદેસરની કામગીરી બાબતે બજારમાં ખોટી ગેરસમજ ઊભી કરવામાં આવી રહી છે. ખોટા વિવાદો અને આક્ષેપોને કારણે પાલિકાના નિર્દોષ કર્મચારીઓ ભારે માનસિક ત્રાસનો અનુભવ કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, હાલમાં આ સમગ્ર ડિમોલિશન બાબતે જે પણ તપાસ ચાલી રહી છે, તેમાં પાલિકા તંત્રનો સંપૂર્ણ અને હકારાત્મક સહયોગ છે. આ ખુલાસા બાદ હવે વિરોધીઓ અને બિલ્ડરો વચ્ચે ચાલી રહેલી આક્ષેપબાજીમાં નવો વળાંક આવવાની પૂરેપૂરી શક્યતા છે.

Read Full Story arrow_forward
Patan: સમી PHC ના આઉટસોર્સિંગ ક્લાર્કે આચર્યું 48 લાખથી વધુનું સરકારી કૌભાંડ, THO એ નોધાવી પોલીસ ફરિયાદ
calendar_today June 11, 2026

Patan: સમી PHC ના આઉટસોર્સિંગ ક્લાર્કે આચર્યું 48 લાખથી વધુનું સરકારી કૌભાંડ, THO એ નોધાવી પોલીસ ફરિયાદ

પાટણ જિલ્લાના સરકારી આરોગ્ય કેન્દ્રોમાં ગરીબ દર્દીઓની સુવિધા અને વહીવટી ખર્ચ માટે આવતી ગ્રાન્ટમાં લાખો રૂપિયાની ઉચાપત થઈ હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. સમી તાલુકા મથકે આવેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) માં આઉટસોર્સિંગ એજન્સી મારફતે ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ભરતભાઈ પસાભાઇ નાડોદા (રહે. ભામાથળ, સમી) એ સરકારી નાણાંની ઉચાપત કરી હોવાનો મામલો સામે આવ્યો છે. વર્ષ 2024-25ના નાણાકીય વર્ષ દરમિયાન આ ક્લાર્કે બેંક ખાતાઓ અને સરકારી ચોપડાઓમાં મોટા પાયે ચેડાં કરીને કુલ રૂપિયા 48,60,400 ની રકમ પોતાની અંગત સુખ-સાહ્યબી માટે બારોબાર વાપરી નાખી હતી કે પોતાના મળતિયાઓના ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી.ઓડિટમાં ભાંડો ફૂટ્યો, તપાસ કમિટી રચાતા ફફડાટવાર્ષિક હિસાબો અને સરકારી ફંડના ઓડિટ (Audit) દરમિયાન બેંક બેલેન્સ અને સરકારી ચોપડાના આંકડા મેળ ખાતા ન હોવાથી ઉચ્ચ અધિકારીઓને શંકા ગઈ હતી. જિલ્લા કક્ષાએથી તપાસનો આદેશ છૂટતાં જ આઉટસોર્સિંગ ક્લાર્ક ભરતભાઈ નાડોદાના હોશ ઊડી ગયા હતા. પકડાઈ જવાના ડરથી તેણે કૌભાંડની સ્વીકારાત્મક ભૂમિકા ભજીને કુલ ઉચાપતમાંથી રૂપિયા 21,40,500 ની રકમ તાત્કાલિક સરકારી ખાતામાં પરત જમા કરાવી દીધી હતી, જેથી કાયદાકીય કાર્યવાહીમાંથી બચી શકાય.27 લાખથી વધુની છેતરપિંડી બદલ ગુનો દાખલઆરોપીએ અડધી રકમ પરત ભરી હોવા છતાં, બાકીની રૂપિયા 27,19,482 ની સરકારી રકમ લાંબો સમય વીતવા છતાં પણ તેણે જમા કરાવી ન હતી અને વહીવટી તંત્રને ગોળ-ગોળ જવાબો આપતો હતો. સરકારી નાણાં પર તરાપ મારવાની આ ગંભીર ગુનાહિત પ્રવૃત્તિને પગલે આખરે ઉચ્ચ સત્તાવાળાઓની લીલી ઝંડી મળતા જ, સમી તાલુકા હેલ્થ ઓફિસર (THO) એ આ મામલે સમી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફોજદારી ફરિયાદ (FIR) દાખલ કરાવી છે. પોલીસે વિશ્વાસઘાત, છેતરપિંડી અને સરકારી નાણાંની ઉચાપતની કલમો હેઠળ ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા કૌભાંડી ક્લાર્ક ભરતભાઈ નાડોદાની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આરોગ્ય વિભાગના જ અન્ય કોઈ મોટા અધિકારીની આમાં સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે.આ પણ વાંચો: Surat: બગુમરા ગામે પાળી પર બેઠેલા યુવકને બેકાબૂ ટેમ્પોએ કચડ્યો, રાજુ કોટે નામના યુવકનું કમનસીબ મોત

Read Full Story arrow_forward
Narmada: નર્મદા ડેમમાંથી કેનાલમાં 15,000 ક્યુસેક પાણી છોડાયું, ઉનાળુ પાકની ચિંતા સતાવતા લાખો ખેડૂતોમાં હર્ષોલ્લાસ
calendar_today June 11, 2026

Narmada: નર્મદા ડેમમાંથી કેનાલમાં 15,000 ક્યુસેક પાણી છોડાયું, ઉનાળુ પાકની ચિંતા સતાવતા લાખો ખેડૂતોમાં હર્ષોલ્લાસ

ગુજરાતના ખેડૂતો લાંબા સમયથી પોતાના ઉનાળુ પાકને બચાવવા માટે નર્મદા નહેરમાંથી સિંચાઈનું પાણી છોડવાની માંગ કરી રહ્યા હતા. રાજ્યના અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમી વચ્ચે ઊભા પાકને પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્યના કેટલાય ધારાસભ્યો અને સાંસદોએ મુખ્યમંત્રી સમક્ષ સંયુક્ત રજૂઆતો કરી હતી. જનતા અને ખેડૂતોની આ વેદનાને સમજીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે નર્મદા નિગમ અને પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી અને આયોજન કરતાં વહેલા એટલે કે 11 જૂનથી જ કેનાલમાં પાણી છોડવાના કડક આદેશો આપ્યા હતા.નર્મદા ડેમમાં પૂરતો જળજથ્થો, ચિંતા ટળીચોમાસાની શરૂઆત પહેલા જ સરદાર સરોવર ડેમની સ્થિતિ અત્યંત મજબૂત અને સંતોષજનક જોવા મળી રહી છે, જે ખરા અર્થમાં ગુજરાતની જીવાદોરી સાબિત થઈ રહી છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 127.64 મીટર પર પહોંચી ગઈ છે, જે સિંચાઈ અને પીવાના પાણીની આગામી મહિનાઓની જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતી છે. આ સિવાય, ડેમના ઉપરવાસમાંથી પણ સતત 5,491 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. આ સાનુકૂળ સ્થિતિના કારણે નર્મદા નિગમે નર્મદા મેઈન કેનાલમાં 15,000 ક્યુસેક કરતાં પણ વધુ પાણી છોડવાનું શરૂ કર્યું છે.કચ્છના છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચ્યુંસરકારના આ ત્વરિત એક્શનના કારણે નર્મદાના નીર માત્ર મધ્ય કે ઉત્તર ગુજરાત જ નહીં, પરંતુ કચ્છના છેવાડાના ગામડાઓ સુધી સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યા છે. કેનાલોમાં પાણી આવતા જ સૂકાભઠ્ઠ વિસ્તારોમાં પીવાના પાણીની તંગીનો સામનો કરી રહેલા લોકોને મોટી રાહત મળી છે. કૃષિ નિષ્ણાતોના મતે, આ યોગ્ય સમયે મળેલા પાણીના કારણે કપાસ, મગફળી અને અન્ય ઉનાળુ પાકને જીવનદાન મળશે અને ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો નહીં આવે.આ પણ વાંચો: Patan: સમી PHC ના આઉટસોર્સિંગ ક્લાર્કે આચર્યું 48 લાખથી વધુનું સરકારી કૌભાંડ, THO એ નોધાવી પોલીસ ફરિયાદ

Read Full Story arrow_forward