android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dhoraji: પોલીસ ટીમને જોઈને ભાગવા જતાં દારૂ ભરેલી કાર પલટી, બે બુટલેગરો કસ્ટડીમાં
calendar_today June 11, 2026

Dhoraji: પોલીસ ટીમને જોઈને ભાગવા જતાં દારૂ ભરેલી કાર પલટી, બે બુટલેગરો કસ્ટડીમાં

રાજકોટ ગ્રામ્ય પોલીસ કમિશનરની પ્રોહિબિશન નાબૂદીની સખત સૂચનાઓ વચ્ચે ભાયાવદર પોલીસની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (ERSS - 112) પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન સાતવડી-પડવલા રોડ પરથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ લક્ઝરી કાર પર પોલીસની નજર પડી હતી. પોલીસે કારચાલકને ઉભા રહેવા ઈશારો કર્યો હતો, પરંતુ અંદર બેઠેલા બુટલેગરોએ પોલીસને જોઈને ગાડી ઉભી રાખવાને બદલે પાનેલી તરફ જવાના રસ્તે પૂરપાટ ઝડપે ભગાવી મૂકી હતી.પોલીસે વછૂટેલા તીરની જેમ પીછો કર્યોબુટલેગરો ભાગતા જ 112 નંબરની પોલીસ ટીમે પણ સરકારી વાહનની સાયરન ચાલુ કરીને ફિલ્મી ઢબે આ કારનો પીછો શરૂ કર્યો હતો. પોલીસની સ્પીડ અને સતત પીછો જોઈને કાર ચલાવી રહેલા બુટલેગરના મનમાં ભારે ભય પેસી ગયો હતો. પડવલા ગામ નજીક વળાંક પાસે કારની ઓવરસ્પીડના કારણે ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. ક્ષણભરમાં જ દારૂ ભરેલી આ કાળી કાર રોડ પરથી ઉતરીને ગોથા ખાતી પલટી મારી ગઈ હતી.કારમાંથી204 બોટલ દારૂ નીકળ્યોઅકસ્માત થતાં જ પોલીસની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કાર પલટી મારવાના કારણે અંદર બેઠેલા બે પૈકી એક બુટલેગરને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી પોલીસે માનવતા દાખવી તેને તાત્કાલિક સારવાર માટે ઉપલેટાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યારે પોલીસે કારની અંદર તપાસ કરી તો મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ ઓડિટ અનુસાર કારમાંથી ₹1,52,434 ની કિંમતની 204 બોટલ ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો. ભાયાવદર પોલીસે રણજીત ભૂતિયા અને અરજણ ઉર્ફ લાલો ઉર્ફ ભૂરી ભારવાડીયા નામના બંને ઇસમો વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, દારૂ અને કાર સહિત કુલ 3,17,434 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાનૂની કાર્યવાહી તેજ કરી છે.આ પણ વાંચો: Narmada: નર્મદા ડેમમાંથી કેનાલમાં 15,000 ક્યુસેક પાણી છોડાયું, ઉનાળુ પાકની ચિંતા સતાવતા લાખો ખેડૂતોમાં હર્ષોલ્લાસ

Read Full Story arrow_forward
Gandhinagar : ગુજરાતમાં હેલ્મેટ ડ્રાઈવ, 1 મહિનામાં 1. 88 લાખ વાહનચાલકો પાસેથી 5.21 કરોડની પેનલ્ટી વસૂલાઇ
calendar_today June 11, 2026

Gandhinagar : ગુજરાતમાં હેલ્મેટ ડ્રાઈવ, 1 મહિનામાં 1. 88 લાખ વાહનચાલકો પાસેથી 5.21 કરોડની પેનલ્ટી વસૂલાઇ

ગુજરાતમાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિશેષ ટ્રાફિક ઝુંબેશ હવે પૂર્ણ થઈ છે. મે માસ દરમિયાન સમગ્ર રાજ્યમાં એક મહિના સુધી ચાલેલી આ મેગા હેલ્મેટ ડ્રાઈવના આંચકાજનક આંકડા આજે સામે આવ્યા છે. આ અભિયાન અંતર્ગત ટ્રાફિક પોલીસ અને આરટીઓ તંત્ર દ્વારા નિયમભંગ કરનારા વાહનચાલકો સામે અત્યાર સુધીની સૌથી મોટી કડક કાર્યવાહી કરવામાં આવી છે.સરકારી કર્મીઓ પણ દંડાયા આ ડ્રાઈવ દરમિયાન માત્ર સામાન્ય નાગરિકો જ નહીં, પરંતુ કાયદાનું પાલન કરાવનારા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ મોટા પાયે દંડાયા છે.  1 લાખ 88 હજારથી વધુ વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી સત્તાવાર આંકડાઓ અનુસાર, એક મહિનાના આ હેલ્મેટ અભિયાન દરમિયાન રાજ્યભરમાં કુલ 1 લાખ 88 હજારથી વધુ વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ આક્રમક ચેકિંગના પરિણામે તંત્ર દ્વારા વાહનચાલકો પાસેથી કુલ 5 કરોડ 21 લાખ રૂપિયાથી વધુનો માતબર દંડ વસૂલવામાં આવ્યો છે.  સરકારી બાબુઓ પર પણ તવાઇ આ ડ્રાઈવની સૌથી મોટી ખાસિયત એ રહી કે સચિવાલય અને અન્ય સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા સરકારી બાબુઓ પર પણ ખાખીએ કોઈ રહેમ નજર રાખી નથી.  5123 સરકારી કર્મીઓ પણ ઝડપાયા સમગ્ર રાજ્યમાં હેલ્મેટ વગર બબૂચકની જેમ ફરતા 5123 સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને પકડી પાડીને દંડ ફટકારવામાં આવ્યો છે. આ નિયમભંગ કરનારા સરકારી કર્મચારીઓ પાસેથી જ માત્ર ૧૬ લાખ ૫૮ હજાર રૂપિયાથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ડ્રાઈવનો મુખ્ય હેતુ દંડ વસૂલવાનો નહીં પરંતુ લોકોમાં સ્વયં શિસ્ત અને હેલ્મેટ પહેરવાની જાગૃતિ લાવવાનો હતો, જેથી માર્ગ અકસ્માતમાં થતા મોતના પ્રમાણને ઘટાડી શકાય. આ ડ્રાઈવ પૂર્ણ થઈ હોવા છતાં આગામી દિવસોમાં પણ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે રૂટીન ચેકિંગ ચાલુ જ રહેશે.આ પણ વાંચો----     Gujarat Latest News Live : સુરતના ભૂતિયા ડિમોલિશનમાં મોટો ખુલાસો, તંત્રએ મૌન તોડ્યું

Read Full Story arrow_forward
Ahmedabadમાં બ્લાસ્ટની ધમકીનો મામલો, તપાસમાં મોટો ઘટસ્ફોટ
calendar_today June 11, 2026

Ahmedabadમાં બ્લાસ્ટની ધમકીનો મામલો, તપાસમાં મોટો ઘટસ્ફોટ

અમદાવાદને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની મળેલી ધમકીને પગલે સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે આ સમગ્ર મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને યુદ્ધના ધોરણે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જ આ ધમકીભર્યા ઈમેલ પાછળ કોઈ સ્થાનિક નહીં, પરંતુ વિદેશી ધરતી પરથી રચાયેલું મોટું આંતરરાષ્ટ્રીય કાવતરું હોવાના પુરાવા મળ્યા છે. સાયબર એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, આ ચોંકાવનારો ઈમેલ ફ્રાન્સના આઈપી (IP) એડ્રેસનો ઉપયોગ કરીને મોકલવામાં આવ્યો હતો.ઇ મેઇલ વર્ષ 2012 માં બનાવવામાં આવ્યું હતું તપાસ દરમિયાન જે વિગતો સપાટી પર આવી છે તે મુજબ, આ ધમકી Elenap.Artist@gmail.com નામના ઈમેલ આઈડી પરથી મોકલવામાં આવી હતી. ટેકનિકલ એનાલિસિસ કરતા માલૂમ પડ્યું છે કે આ ચોક્કસ ઈમેલ એકાઉન્ટ આજકાલનું નહીં, પરંતુ વર્ષ ૨૦૧૨માં બનાવવામાં આવ્યું હતું.અમેરિકન આઈપી એડ્રેસનો ઉપયોગ એટલું જ નહીં, આ ઈમેલ આઈડી બનાવવા માટે અમેરિકન આઈપી (IP) એડ્રેસનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો દાવો પણ તપાસ એજન્સીઓ દ્વારા કરવામાં આવ્યો છે. એટલે કે અમેરિકામાં બનેલા એકાઉન્ટથી ફ્રાન્સના આઈપી નેટવર્કનો ઉપયોગ કરીને અમદાવાદને નિશાન બનાવવામાં આવ્યું છે.20 હજાર શીખોના મોતનો બદલો લેવા માટે મેઇલ કરાયો હોવાનો દાવો આ ઈમેલના મટીરિયલમાં અત્યંત ભડકાઉ અને ડરામણી વાતો લખવામાં આવી છે. ઈમેલમાં સીધો બ્લાસ્ટ કરવાની ધમકી આપવાની સાથે આતંકી માનસિકતા દર્શાવતા લખાયું છે કે, ' 20 હજાર શીખોના મોતનો બદલો લેવા માટે' આ હુમલો કરવામાં આવશે. આ પ્રકારના લખાણથી સ્પષ્ટ થાય છે કે દેશમાં કોમી સૌહાર્દ બગાડવા અને દહેશતનો માહોલ ઊભો કરવા માટે કોઈ સંગઠિત આંતરરાષ્ટ્રીય મોડ્યુલ કામ કરી રહ્યું છે. અમદાવાદ સાયબર ક્રાઈમની તપાસ શરુ હાલમાં અમદાવાદ સાયબર ક્રાઈમે કેન્દ્ર સરકારની સુરક્ષા એજન્સીઓ અને ઈન્ટરપોલની મદદથી આ ઈમેલ મોકલનાર અસલી ભેજાબાજ સુધી પહોંચવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ લંબાવી છે અને શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા અભેદ્ય કરી દેવામાં આવી છે. આ પણ વાંચો---    Gujarat Latest News Live : સુરતના ભૂતિયા ડિમોલિશનમાં મોટો ખુલાસો, તંત્રએ મૌન તોડ્યું

Read Full Story arrow_forward