android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Indian Railways : ભારતીય રેલવેનો મોટો નિર્ણય, દેશભરના રેલવે સ્ટેશનો પર થશે 'ફાયર સેફ્ટી ઓડિટ
calendar_today June 10, 2026

Indian Railways : ભારતીય રેલવેનો મોટો નિર્ણય, દેશભરના રેલવે સ્ટેશનો પર થશે 'ફાયર સેફ્ટી ઓડિટ

રેલવે સ્ટેશનો પર મુસાફરોની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે ભારતીય રેલવેએ એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દેશભરના રેલવે સ્ટેશનો પર સુરક્ષા વ્યવસ્થામાં સુધારો કરવાના હેતુથી ટૂંક સમયમાં જ વ્યાપક સ્તરે 'ફાયર સેફ્ટી ઓડિટ'કરવામાં આવશે. આ ઓડિટ અંતર્ગત સ્ટેશનો પર હાલની ફાયર સેફ્ટી સિસ્ટમ્સની ઝીણવટભરી સમીક્ષા કરાશે અને જ્યાં પણ ખામી જણાશે ત્યાં તાત્કાલિક સુધારા કરવામાં આવશે.કઈ-કઈ બાબતોની તપાસ કરવામાં આવશે?આ સ્પેશિયલ ઓડિટ માત્ર ઉપરછલ્લું નહીં હોય,પરંતુ સ્ટેશનની તમામ મહત્વપૂર્ણ પ્રણાલીઓની ઊંડાણપૂર્વક તપાસ કરશે.જેમાં ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ,એર કન્ડીશનીંગ અને વેન્ટિલેશન સિસ્ટમ્સ,ઇમરજન્સી એક્ઝિટ,ફાયર ફાઇટીંગ સિસ્ટમ્સ,પાણીની ઉપલબ્ધતા,પમ્પિંગ અને સ્પ્રિંકલર સિસ્ટમ્સ સહિતની તમામ મહત્વપૂર્ણ સલામતી સિસ્ટમ્સની તપાસ કરશે.ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે રેલવે સ્ટેશનો કોઈપણ આગની કટોકટીનો અસરકારક રીતે જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.ખામીઓ મળવા પર ત્વરિત એક્શન લેવાશે આ ઓડિટનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈપણ આગની કટોકટી વખતે રેલવે સ્ટેશનો સંપૂર્ણપણે તૈયાર હોય. તપાસ દરમિયાન જો કોઈ પણ સ્ટેશન પર સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કે ખામી જોવા મળશે, તો સુરક્ષા વધારવા માટે પ્રાથમિકતાના ધોરણે તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવામાં આવશે.સંયુક્ત ટીમો કરશે નિરીક્ષણસ્ટેશનોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવા માટે રેલવેના અલગ-અલગ વિભાગોની એક 'સંયુક્ત ટીમ'બનાવવામાં આવશે.આ સિવાય જો જરૂર પડશે તો ટેકનિકલ નિષ્ણાત એજન્સીઓ અને જે-તે રાજ્યના ફાયર ડિપાર્ટમેન્ટની પણ મદદ લેવામાં આવશે.ભારતીય રેલવે મુસાફરોની મુસાફરીને સુરક્ષિત બનાવવા માટે સતત કાર્યરત છે, અને આ ફાયર સેફ્ટી ઓડિટ તે દિશામાં એક અત્યંત પ્રશંસનીય અને મજબૂત પગલું સાબિત થશે.આ પણ વાંચો - PM Modiએ 12 વર્ષના કાર્યકાળ પૂર્ણ થવા અંગે કહ્યુ, 'NDA સરકારના આગમન સાથે બદલાયુ દેશનું ભાગ્ય'

Read Full Story arrow_forward
વાંચો 11 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે
calendar_today June 10, 2026

વાંચો 11 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે

11 જૂનના રોજ દેશમાં મોટી હલચલ જોવા મળશે. જેમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક તેમજ કોંગ્રેસનું મંથનનું આયોજન થશે. આ સાથે દેશભરમાં હવામાનનો મિજાજ બદલાશે!PM મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક11 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે 'નીતિ આયોગ'ની ગવર્નિંગ કાઉન્સિલની એક મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. સવારે 9.30 થી સાંજના 5 વાગ્યા સુધી ચાલનારી આ બેઠક વડાપ્રધાનના ‘ટીમ ઈન્ડિયા’ વિઝનને આધીન રહેશે. આ વર્ષની બેઠકનો મુખ્ય વિષય ‘વિકસિત ભારત@2047 માટે સમાવેશી માનવ વિકાસ’ રાખવામાં આવ્યો છે, જેમાં દેશના સર્વાંગી વિકાસ રોડમેપ પર ચર્ચા થશે.કોંગ્રેસ હેડક્વાર્ટરમાં સંગઠનાત્મક ફેરબદલ અંગે મંથનબીજી તરફ, રાજકીય મોરચે કોંગ્રેસ પક્ષ પણ એક્શન મોડમાં જોવા મળશે. 11 જૂને સવારે 11 વાગ્યે કોંગ્રેસ મુખ્યાલય 'ઈન્દિરા ભવન' ખાતે પક્ષના મહાસચિવો અને પ્રભારીઓની એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં સંગઠનમાં સૂચિત ફેરફારો અને વર્તમાન કાર્યોની સમીક્ષા કરવામાં આવશે. આ મહત્વની બેઠકમાં વિવિધ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોને પણ ખાસ હાજર રહેવા જણાવાયું છે.ભારત-બાંગ્લાદેશ બોર્ડર સમિટનો અંતિમ દિવસભારત અને બાંગ્લાદેશ બોર્ડર પર ફેન્સિંગ (તારની વાડ) લગાવવાની ચર્ચાઓ વચ્ચે દિલ્હીમાં ચાલી રહેલી ભારતની બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) વચ્ચેની ડીજી (DG) કક્ષાની સરહદ સમન્વય પરિષદનો 11 જૂને છેલ્લો દિવસ છે. આ ઉચ્ચ સ્તરીય વાર્તાલાપમાં બંને દેશોના ટોચના કમાન્ડરો સરહદ વ્યવસ્થાપન, ગેરકાયદેસર ઘૂસણખોરી અને 'પુશ-ઈન' જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર આખરી નિર્ણય લેશે.દિલ્હીમાં 13મું બ્રિક્સ શહેરીકરણ ફોરમઆ ઉપરાંત, રાજધાની દિલ્હીમાં 11 અને 12 જૂન દરમિયાન 13મા 'બ્રિક્સ શહેરીકરણ મંચ' (BRICS Urbanisation Forum) નું આયોજન કરવામાં આવશે. આ ફોરમમાં સભ્ય દેશો વચ્ચે સામાન્ય શહેરી પડકારોનો સામનો કરવા અને જન-કેન્દ્રિત, લવચીક તેમજ ટકાઉ (સસ્ટેનેબલ) શહેરોને પ્રોત્સાહન આપવા માટે પરસ્પર સહયોગને વધુ મજબૂત બનાવવાની આશા સેવાઈ રહી છે.શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ સાથે વિરોધ પ્રદર્શનજ્યારે શૈક્ષણિક અને વહીવટી મુદ્દે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા 11 જૂનથી દેશવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 11 જૂનના રોજ પુણેમાં સાંજે 4 વાગ્યે આ વિરોધ પ્રદર્શન યોજાશે. દેશભરમાં પરીક્ષાઓમાં ગેરરીતિ, પેપર લીક, ટેકનિકલ ખામીઓ અને વહીવટી નિષ્ફળતાઓને કારણે વિદ્યાર્થીઓને નુકસાન થયું હોવાનો આક્ષેપ કરીને પાર્ટી દ્વારા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવી છે.11 જૂને દેશભરમાં કેવું રહેશે હવામાન?ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, 11 જૂને દેશના વિવિધ ભાગોમાં હવામાનનો મિજાજ બદલાશે. દિલ્હી, હરિયાણા, પંજાબ, યુપી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં વાવાઝોડા અને વરસાદના સંકેત છે. આ વિસ્તારોમાં 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. હિમાચલ અને જમ્મુ-કાશ્મીરના પહાડી વિસ્તારોમાં કરા પડવાની પણ આશંકા છે, જેનાથી લોકોને ગરમીમાંથી મોટી રાહત મળવાની આશા છે.આ પણ વાંચો - 10 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર

Read Full Story arrow_forward
Ahmedabad News: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વે વિશેષ યોગ શિબિરનું આયોજન
calendar_today June 10, 2026

Ahmedabad News: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વે વિશેષ યોગ શિબિરનું આયોજન

દર વર્ષે 21મી જૂનના રોજ ઉજવાતા 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની પૂર્વતૈયારીના ભાગરૂપે અમદાવાદ શહેરમાં એક અનોખા અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે શહેરના સફાઈ કર્મચારીઓ માટે એક વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.વસ્ત્રાપુરમાં 2000 સફાઈકર્મીઓ એકઠા થયાઆ વિશેષ યોગ શિબિર અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં યોજાઈ હતી. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આશરે 2000 જેટલા સફાઈ કર્મચારીઓ ખૂબ જ ઉત્સાહભેર જોડાયા હતા. સામાન્ય રીતે વહેલી સવારથી શહેરની ગલીઓ અને રસ્તાઓ સાફ રાખતા આ શ્રમિકોએ આજે સવારે એકસાથે વિવિધ આસનો અને પ્રાણાયામ કરીને વાતાવરણને યોગમય બનાવી દીધું હતું.સ્વચ્છતા સાથે નિરોગી શરીરનો સુંદર સંદેશઆ શિબિર દ્વારા સમાજને 'સ્વચ્છતા સાથે નિરોગી શરીર'નો એક ખૂબ જ સુંદર અને મજબૂત સંદેશ આપવામાં આવ્યો હતો. તબીબો અને યોગ ટ્રેનર્સના મતે, સફાઈ કર્મચારીઓ દિવસ-રાત ધૂળ-માટી અને પ્રદૂષણ વચ્ચે કામ કરતા હોવાથી તેમના સ્વાસ્થ્યની સંભાળ રાખવી અતિ આવશ્યક છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કર્મચારીઓ રોજિંદા જીવનમાં યોગ અપનાવીને તંદુરસ્ત જીવનશૈલી જીવે તે માટે પ્રેરિત કરવાનો હતો.કર્મચારીઓને પ્રોત્સાહિત કરાયાકાર્યક્રમ દરમિયાન હાજર રહેલા ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા સફાઈ કર્મચારીઓની અવિરત સેવાઓની સરાહના કરવામાં આવી હતી અને તેમને શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રકારના આયોજનથી સફાઈ કર્મચારીઓમાં પણ ભારે ખુશી અને ગર્વની લાગણી જોવા મળી હતી.આ પણ વાંચો - Ahmedabad News: કઠવાડાની ફેક્ટરી પર રેડ, 452 લીટર શંકાસ્પદ ઘી જપ્ત

Read Full Story arrow_forward