android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
10 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર
calendar_today June 10, 2026

10 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો1. West Bengal : મમતા બેનરજીની TMCએ 19 બાગી સાંસદોનું લિસ્ટ જાહેર કર્યું, શત્રુઘ્ન સિંહાનું નામ પણ સામેલ2. Surat News: ડિમોલિશન થયેલી જમીનના માલિકના ઘર પાસે MLAની કાર જોવા મળી, મોટા માથાઓની અવરજવરથી ચર્ચાઓ તેજ3. Gandhinagar News: સરકારે મકાઈ, બાજરી અને જુવારની ટેકાના ભાવે ખરીદીની મર્યાદામાં વધારો કર્યો4. ENG vs NZ 2nd Test: નાઈટ ક્લબ વિવાદ બાદ બેન સ્ટોકને પડતો મૂકાયો, હવે નવો કેપ્ટન કોણ?5. Global Peace Index:આ છે દુનિયાના 10 સૌથી સુરક્ષિત દેશો, ભારત કયા ક્રમે?6. PoJKમાં પાકિસ્તાની સેનાનો બર્બરતા ભર્યો અત્યાચાર,પ્રદર્શનકારીઓ પર ફાયરિંગ7. England vs india : ઈંગ્લેન્ડ સામે ભારત હાર્યું, ઋચા ઘોષની શાનદાર ઈંનિગ એળે ગઈ8. PM Modiએ 12 વર્ષના કાર્યકાળ પૂર્ણ થવા અંગે કહ્યુ, 'NDA સરકારના આગમન સાથે બદલાયુ દેશનું ભાગ્ય'9. FIFA World CUP 2026: શેડ્યુલથી ટાઈમિંગ સુધીની તમામ વિગત, વાંચો એક ક્લિકમાં...10. TMCમાં સર્જાયેલા આંતરિક વિવાદ વચ્ચે Mamata Banerjeeની શું છે આગામી યોજના?, જાણો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live Update: 'વૈશ્વિક કટોકટી વચ્ચે પણ વર્ષ 2025-26માં ભારતનો વિકાસ દર 7.7% રહ્યો, આ સ્થિર સરકારની તાકાત છે' – PM મોદી
calendar_today June 10, 2026

Gujarat Latest News Live Update: 'વૈશ્વિક કટોકટી વચ્ચે પણ વર્ષ 2025-26માં ભારતનો વિકાસ દર 7.7% રહ્યો, આ સ્થિર સરકારની તાકાત છે' – PM મોદી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 10JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Anand News: એકસાથે 18 PIની આંતરિક બદલી, પોલીસ બેડામાં ખળભળાટ!
calendar_today June 10, 2026

Anand News: એકસાથે 18 PIની આંતરિક બદલી, પોલીસ બેડામાં ખળભળાટ!

આણંદ જિલ્લા પોલીસ વિભાગમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત અને સુદ્રઢ બનાવવાના ભાગરૂપે એક ખૂબ જ મોટો વહીવટી ફેરબદલ કરવામાં આવ્યો છે. આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) જી. જી.જસાણી દ્વારા જિલ્લામાં ફરજ બજાવતા 18 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ની એકસાથે આંતરિક બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે.મહત્વના પોલીસ સ્ટેશનોના અધિકારીઓ બદલાયાપોલીસ વડા દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીમાં જિલ્લાના અનેક મહત્વના અને સંવેદનશીલ પોલીસ સ્ટેશનોના પીઆઈની અરસપરસ બદલી કરવામાં આવી છે. જેમાં આણંદ ગ્રામ્ય, ઉમરેઠ, પેટલાદ, આંકલાવ તેમજ ખંભાત પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. આ તમામ મહત્વના સ્ટેશનો પર હવે નવા પોલીસ ઇન્સ્પેક્ટરોને જવાબદારી સોંપવામાં આવી છે.વિવિધ શાખાઓમાં પણ નવી નિમણૂકોમાત્ર પોલીસ સ્ટેશનો જ નહીં, પરંતુ જિલ્લા પોલીસની વિવિધ મહત્વની શાખાઓમાં પણ મોટા પાયે ફેરફાર કરાયા છે. પોલીસ અધિક્ષકના આદેશ અનુસાર મહિલા પોલીસ સ્ટેશન, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ જેવી અતિ મહત્વની શાખાઓના પીઆઈની પણ બદલી કરીને ત્યાં નવા અધિકારીઓની તાત્કાલિક અસરથી નિમણૂક કરવામાં આવી છે.પોલીસ બેડામાં ચર્ચાનો માહોલવહીવટી સુગમતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને આખરી ઓપ આપવા માટે કરવામાં આવેલી આ સામૂહિક બદલીઓને પગલે સમગ્ર આણંદ જિલ્લાના પોલીસ બેડામાં ભારે ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. એસપી જીજી જસાણીએ તમામ બદલી પામેલા અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાના નવા સ્થાને ચાર્જ સંભાળી લેવા માટે કડક સૂચના આપી દીધી છે.આ પણ વાંચો - Anand News: અંબિકા ડેરીમાંથી 400 કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો

Read Full Story arrow_forward