android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand News: અંબિકા ડેરીમાંથી 400 કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
calendar_today June 10, 2026

Anand News: અંબિકા ડેરીમાંથી 400 કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો

ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે સરકારે કડક વલણ અપનાવ્યું છે. આણંદના મોગર નજીક આવેલી અંબિકા ડેરીમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમોએ એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન ડેરીમાંથી મોટા પાયે શંકાસ્પદ ખાદ્ય સામગ્રીનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે.400 કિલો શંકાસ્પદ માવો જપ્તઅંબિકા ડેરી પર કરવામાં આવેલા આ રેડ દરમિયાન તપાસ ટીમોને આશરે 400 કિલો જેટલો શંકાસ્પદ માવાનો જથ્થો મળી આવ્યો હતો. તહેવારોની સિઝન પહેલા કે સામાન્ય દિવસોમાં આ માવાનો ઉપયોગ મીઠાઈઓ બનાવવામાં થવાનો હતો કે, કેમ તે અંગે તપાસ ચાલી રહી છે. ભેળસેળની પ્રબળ આશંકા હોવાને કારણે અધિકારીઓએ આ 400 કિલો માવાનો આખો જથ્થો સ્થળ પર જ સિઝ કરી લીધો છે.FSLની મદદથી વૈજ્ઞાનિક તપાસ શરૂખાદ્ય પદાર્થોની ગુણવત્તા સાથે કોઈ સમજૂતી ન થાય તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ શંકાસ્પદ માવાના જરૂરી સેમ્પલ (નમૂના) મેળવ્યા છે. આ માવામાં કયા કેમિકલ કે હાનિકારક પદાર્થોની ભેળસેળ કરવામાં આવી છે તેની ચોક્કસ માહિતી મેળવવા માટે એફએસએલ (FSL) ની મદદ લેવામાં આવી રહી છે અને વૈજ્ઞાનિક ઢબે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.ભેળસેળિયા તત્વોમાં ભારે ફફડાટઆણંદ પંથકમાં અંબિકા ડેરી પર તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીને પગલે નકલી અને શંકાસ્પદ ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આગામી સમયમાં પણ જિલ્લાની અન્ય ડેરીઓ અને મીઠાઈની દુકાનો પર તપાસ તેજ રાખવાનો સંકેત આપ્યો છે.રિપોર્ટ આવ્યા બાદ કડક પગલાં લેવાશેઅધિકારીઓના જણાવ્યા અનુસાર, લેબોરેટરીમાંથી માવાના સેમ્પલનો ટેસ્ટિંગ રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો આ માવો સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થશે, તો ડેરીના સંચાલકો અને જવાબદાર તમામ લોકો સામે ફૂડ સેફ્ટી એક્ટ અને અન્ય કડક કલમો હેઠળ ગુનો નોંધીને જેલ ભેગા કરવામાં આવશે.આ પણ વાંચો - Anand : થાઈલેન્ડમાં નોકરીની લાલચ આપી આણંદની બે બહેનોને લાઓસમાં વેચી દીધી, આર્મીની મદદથી દિલધડક રેસ્ક્યુ

Read Full Story arrow_forward
Ahmedabad News: મેટ્રો ટ્રેનમાં શરૂઆતથી અત્યાર સુધીમાં 13.95 કરોડથી વધુ લોકોએ મુસાફરી કરી
calendar_today June 10, 2026

Ahmedabad News: મેટ્રો ટ્રેનમાં શરૂઆતથી અત્યાર સુધીમાં 13.95 કરોડથી વધુ લોકોએ મુસાફરી કરી

કેન્દ્રિય કેબિનેટે અમદાવાદ મેટ્રોના બીજા ફેઝને મંજૂરી આપી દીધી છે. આ પરિયોજના મુજબ કોટેશ્વર રોડથી અમદાવાદ સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ સુધી 6 કિમી લાંબો મેટ્રો કોરિડોર બનશે. વડાપ્રધાનના વડપણ હેઠળ મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અમદાવાદ મેટ્રો ટ્રેનના બીજા ફેઝના વિસ્તરણને સત્તાવાર રીતે મંજૂરી આપી દેવામાં આવી છે. બીજી તરફ વડાપ્રધાન મોદીએ શરૂ કરાવેલી આ મેટ્રો ટ્રેનમાં શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં કુલ 1395.68 લાખ મુસાફરોએ મુસાફરી કરી છે.  મેટ્રો અમદાવાદની લાઈફ લાઈન બનીઅમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો ટ્રેન સેવા હવે નાગરિકોની જીવાદોરી સમાન બની ગઈ છે.છેલ્લા આંકડાઓ અનુસાર અમદાવાદ મેટ્રોમાં અત્યાર સુધીમાં કુલ 1395.68 લાખ (13.95 કરોડથી વધુ) મુસાફરોએ મુસાફરી કરીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.અમદાવાદમાં મેટ્રો ટ્રેન રૂપે પબ્લિક ટ્રાન્સપોર્ટના એક નવા યુગની શરૂઆત ઓક્ટોબર 2022માં થઈ હતી શરૂઆતના ટૂંકા ગાળામાં જ આ સેવાએ લોકોના દિલ જીતી લીધા હતા.ત્યારબાદ મેટ્રો નેટવર્કનો વિસ્તાર કરવામાં આવ્યો અને સપ્ટેમ્બર 2024માં અમદાવાદને પાટનગર ગાંધીનગર સાથે જોડતો મહત્વકાંક્ષી રૂટ શરૂ કરવામાં આવ્યો હતો.મુસાફરો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યોગાંધીનગરને જોડતા આ ફેઝ-2 રૂટને પણ મુસાફરો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે.આ રૂટ શરૂ થયાના ટૂંક સમયમાં જ 46.65 લાખ મુસાફરોએ ગાંધીનગર મેટ્રો સેવાનો લાભ લીધો છે.જે દર્શાવે છે કે બંને શહેરો વચ્ચે અપડાઉન કરતા નોકરિયાતો અને વિદ્યાર્થીઓ માટે આ સેવા કેટલી આશીર્વાદરૂપ સાબિત થઈ છે.મેટ્રોના ઈતિહાસમાં સૌથી મોટો ઉછાળો તાજેતરમાં જ જોવા મળ્યો છે.મે 2026ના મહિનામાં સૌથી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી હતી.આ એક જ મહિનામાં રેકોર્ડબ્રેક 48.37 લાખ લોકોએ મેટ્રો સફરનો આનંદ માણ્યો હતો.જે અત્યાર સુધીનો કોઈપણ એક મહિનાનો સૌથી મોટો આંકડો છે.આ પણ વાંચોઃ Delhi : હવે અમદાવાદ મેટ્રો એરપોર્ટ સુધી પહોંચશે, કેન્દ્રિય કેબિનેટે આપી મંજૂરી

Read Full Story arrow_forward
TMCમાં સર્જાયેલા આંતરિક વિવાદ વચ્ચે Mamata Banerjeeની શું છે આગામી યોજના?, જાણો
calendar_today June 10, 2026

TMCમાં સર્જાયેલા આંતરિક વિવાદ વચ્ચે Mamata Banerjeeની શું છે આગામી યોજના?, જાણો

પક્ષની અંદરનો બળવો હવે મ્યુનિસિપલ કોર્પોરેશનોથી વિધાનસભા અને હવે સંસદ સુધી ફેલાઈ ગયો છે. ટીએમસીને શું નુકસાન ? ટીએમસીના 28 લોકસભા સાંસદોમાંથી 20 અને રાજ્યસભાના 13 સાંસદોમાંથી 2, કુલ 22, અલગ થઈ ગયા છે. 3 જૂનના રોજ, બંગાળના 80 ધારાસભ્યોમાંથી 58 ધારાસભ્યોએ અલગ જૂથ બનાવ્યુ હતુ. જેમાં ઋતાબ્રત બેનર્જીને તેમના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ઉત્તર દમદમના 21 કાઉન્સિલરોએ પણ રાજીનામું આપ્યું હતુ. 58 બળવાખોર ધારાસભ્યોએ હાંકી કઢાયેલા ઋતાબ્રત બેનર્જીને તેમના નેતા તરીકે ચૂંટ્યા હતા. મમતા બેનર્જી હવે શું બાકી ? ટીએમસી પાસે કુલ 28 લોકસભા સાંસદ હતા. જેમાંથી 20 અલગ થયા છે. મમતા બેનર્જી પાસે હવે લોકસભામાં ફક્ત 8 સાંસદો બાકી છે. રાજ્યસભામાં, 13 સાંસદોમાંથી બેએ રાજીનામું આપ્યું છે, જેના કારણે રાજ્યસભાના 11 સાંસદો બાકી છે. આ વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીએ 80 બેઠકો જીતી હતી. 58 ધારાસભ્યોએ અલગ જૂથો બનાવ્યા છે. પરિણામે, મમતા બેનર્જી પાસે ફક્ત 22 ધારાસભ્યો બાકી છે. મમતા બેનર્જીની પકડ નબળી પડી ? તાજેતરના દિવસોમાં તૃણમૂલ કોંગ્રેસમાં અસંતોષ સતત વધી રહ્યો છે. કાકોલી ઘોષ દસ્તીદારનો દાવો આ કટોકટીને વધુ ખરાબ કરી રહ્યો છે. કાકોલી ઘોષે જણાવ્યું હતું કે, જો આટલી મોટી સંખ્યામાં સાંસદો NDAમાં જોડાવાનો નિર્ણય લે છે, તો તે ફક્ત સંસદીય સંખ્યાનો વિષય રહેશે નહીં. આ મમતા બેનર્જીના રાજકીય પ્રભાવ પર પણ પ્રશ્નો ઉભા કરશે. કાકોલી ઘોષ દસ્તીકર, શર્મિલા સરકાર, પ્રસૂન બેનર્જી અને સુખેન્દુ શેખર રે જેવા કેટલાક નામોની ચર્ચા થઈ છે. અલગ જૂથ બનાવવા માટે બે તૃતીયાંશ બહુમતી, એટલે કે 19 સાંસદોની જરૂર છે. મમતા બેનર્જી પાસે પાર્ટી બચાવવા કયા શસ્ત્રો ? મમતા બેનર્જીની સૌથી મોટી તાકાત TMCનું ગ્રાસરુટ કેડર નેટવર્ક છે. પશ્ચિમ બંગાળમાં પંચાયતો, મ્યુનિસિપલ સંસ્થાઓ અને સ્થાનિક એકમો પર પાર્ટી લાંબા સમયથી મજબૂત પકડ ધરાવે છે. સાંસદો અસંતુષ્ટ હોઈ શકે છે. પરંતુ બૂથ સ્તરના કાર્યકરો અને તેમના મતવિસ્તારમાં સ્થાનિક નેતાઓ હજુ પણ પાર્ટી નેતૃત્વ સાથે જોડાયેલા રહી શકે છે. આ કોઈપણ બળવાખોર જૂથ માટે સૌથી મોટો પડકાર છે. આ પણ વાંચોઃ Xi Jinping અને Kim Jong Unની મિત્રતા બની અમેરિકા માટે ચિંતાનું કારણ, જાણો શું છે મામલો

Read Full Story arrow_forward