android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Cancer Medicines Expensive: કેન્સર કીમોથેરાપીની દવાઓ થઈ મોંઘી, સરકારે આપી કિંમત વધારાને મંજૂરી
calendar_today June 10, 2026

Cancer Medicines Expensive: કેન્સર કીમોથેરાપીની દવાઓ થઈ મોંઘી, સરકારે આપી કિંમત વધારાને મંજૂરી

સિસ્પ્લેટિન અને કાર્બોપ્લેટિનના ભાવમાં હવે વધારો જોવા મળશે. આરોગ્યસંભાળ વ્યવસ્થામાં વિક્ષેપ દેશભરમાં લાખો લોકો કેન્સર સામે લડી રહ્યા છે. દેશભરની હોસ્પિટલોમાં હવે સ્ટોક ખતમ થવાના આરે છે, અને કટોકટી વધુ વણસી રહી છે. તેથી, સરકારે દવાઓના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી આરોગ્યસંભાળ વ્યવસ્થામાં નોંધપાત્ર વિક્ષેપ પડ્યો છે, અને જનતા આ વધારાથી ખૂબ જ વ્યથિત છે. દેશભરની ઘણી કેન્સર હોસ્પિટલો પણ દર્દીઓની સારવાર કેવી રીતે કરવી તે અંગે ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહી છે. સરકારે કેન્સરની દવાઓના ભાવ કેમ વધાર્યા? સરકારે ઉત્પાદન ખર્ચમાં વધારો થવાને કારણે કેન્સરની દવાઓના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દવા ઉત્પાદકોએ કાચા માલના ભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે. જેના કારણે સરકારે 82 દવાઓના ભાવ અંગે અધિકારીઓનો સંપર્ક કરવો પડ્યો છે. જેના કારણે ખર્ચમાં વધારો થવાને કારણે ઉત્પાદન બંધ થયું છે. આ દવાઓને ધ્યાનમાં લેતા, ફક્ત બે દવાઓ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવતી હતી, અને બાકીની બે દર્દીઓ માટે બાકી રહી ગઈ હતી, તેથી કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. આ બે દવાઓ સિસ્પ્લેટિન અને કાર્બોપ્લેટીન કેન્સરના દર્દીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. કેન્સરના દર્દીઓ પર શું અસર ? કેન્સરની દવાઓના વધતા ભાવ કીમોથેરાપી કરાવતા દર્દીઓ પર ગંભીર અસર કરી શકે છે. ડોકટરો કહે છે કે, આને કારણે હોસ્પિટલો અસંખ્ય સમસ્યાઓનો સામનો કરી રહી છે. દર્દીઓ અને તેમના પરિવારો આ દવાઓની શોધમાં દૂર દૂર સુધી મુસાફરી કરે છે. તે સમયે પણ આ દવાઓ શોધવી મુશ્કેલ હતી, અને વધતી કિંમતો સાથે, તે હવે વધુ મુશ્કેલ બની ગયું છે. હોસ્પિટલોમાં કીમોથેરાપી સુધી પહોંચવામાં વિલંબ દર્દીઓ માટે સમસ્યાઓનું કારણ બની શકે છે. વધતા ભાવ સારવારનો ખર્ચ પણ વધારી શકે છે. દર્દીઓને સારવાર મેળવવામાં ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ પણ વાંચોઃ TMCમાં સર્જાયેલા આંતરિક વિવાદ વચ્ચે Mamata Banerjeeની શું છે આગામી યોજના?, જાણોDisclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. 

Read Full Story arrow_forward
Gujarat Latest News Live Update: કેન્સરના દર્દીઓને મોટો ઝટકો, કીમોથેરાપીની દવાઓ મોંઘી થશે, કેન્દ્ર સરકારે કિંમતો વધારવા આપી મંજૂરી
calendar_today June 10, 2026

Gujarat Latest News Live Update: કેન્સરના દર્દીઓને મોટો ઝટકો, કીમોથેરાપીની દવાઓ મોંઘી થશે, કેન્દ્ર સરકારે કિંમતો વધારવા આપી મંજૂરી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 10JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Surat News: ભૂતિયા ડિમોલિશનનો ખેલ કયા અધિકારીએ કર્યો?, બિલ્ડર વૃદ્ધાના ઘરમાં ગયા બાદ એક વીડિયો વાયરલ
calendar_today June 10, 2026

Surat News: ભૂતિયા ડિમોલિશનનો ખેલ કયા અધિકારીએ કર્યો?, બિલ્ડર વૃદ્ધાના ઘરમાં ગયા બાદ એક વીડિયો વાયરલ

સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશનનો મામલો હવે ભારે ગરમાયો છે. આ સમગ્ર ઓપરેશનમાં સુરત મહાનગરપાલિકાના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા હોવાના સવાલો ઉઠ્યા બાદ હવે તપાસનો દોર અત્યંત તેજ કરવામાં આવ્યો છે. પાલિકા કમિશનર એમ. નાગરાજન દ્વારા એસએમસીના ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં એક હાઈપાવર તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં કુલ 6 સભ્યોની નિયુક્તિ કરાઈ છે. આ સમિતિ ડિમોલિશન દરમિયાન કયા નિયમો નેવે મૂકાયા અને કયા કર્મચારીઓની શું લિંક હતી તેની ઝીણવટભરી તપાસ કરશે.  અધિકારીઓ પર શંકાની સોય ચીંધાઈ રહી છેસુરતમાં સામે આવેલા ભૂતીયા ડિમોલિશનના મામલામાં મહાનગરપાલિકાના અધિકારીઓ પર શંકાની સોય ચીંધાઈ રહી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર,એક ખાનગી બિલ્ડરના ઈશારે મનપાના કથિત ભૂતિયા અધિકારીઓએ મળીને આ આખું ડિમોલિશન પાર પાડ્યું હતું. આ ઘટનાના દિવસે સવારે જ બિલ્ડર SMC ઓફિસ ખાતે અધિકારીઓને મળ્યો હોવાની પણ ચર્ચા છે.વાસ્તવમાં,બિલ્ડરના એક પ્રોજેક્ટ માટે 40 ફૂટનો રસ્તો કાઢવાનો હતો,જેની આસપાસ ઝુંપડપટ્ટીનો મોટો જમાવડો હતો.આ રસ્તો ખુલ્લો કરવાની બદ દાનતથી બિલ્ડરે તંત્રનો દુરુપયોગ કરીને નાસીર નગરામાં આવેલા 100થી પણ વધુ મકાનોને એક જ ઝાટકે જમીનદોસ્ત કરાવી દીધા જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે વિવાદ વકર્યો છે.વિવાદિત જમીનના માલિક અને બિલ્ડર વચ્ચે બેઠકઆ સમગ્ર વિવાદ જે જમીનને લઈને થયો છે તે જગ્યા અને પ્રોજેક્ટ વાળી જમીન મૂળ ગુલીબેન પાલિયા નામની મહિલાની હોવાનું સામે આવ્યું છે.આ જમીન પર મોટા પાયે ઝૂપડપટ્ટી આવેલી હતી.ઘટનાની ગંભીરતાને જોતાં સંદેશની ટીમ સીધી જમીન માલિક ગુલીબેન પાલિયાના ઘરે પહોંચી હતી.જ્યાં વિવાદિત જમીનના માલિક અને બિલ્ડર્સ વચ્ચે એક મહત્વની બેઠક યોજાઈ હોવાનું જાણવા મળ્યું છે.હાલમાં આ મામલે મનપાના ભ્રષ્ટ અધિકારીઓ સામે કાયદાકીય તલવાર લટકી રહી છે અને બિલ્ડર તથા જમીન માલિક વચ્ચેની આ ગોઠવણની સચ્ચાઈ બહાર લાવવા તપાસ તેજ બને તેવી પૂરેપૂરી શક્યતા છે.વૃદ્ધાનો વીડિયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલબીજી તરફ આ ઘટનામાં એક વૃદ્ધાનો વીડિયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બિલ્ડર સંજય લાખાણી મહિલાના ઘરમાં ગયા બાદ આ વીડિયો વાયરલ થયો છે. વાયરલ થયેલા આ કથિત વીડિયોમાં વૃદ્ધાએ એક નિવેદનમાં એવું કહ્યું હતું કે, પાલિકાએ જમીનનો કબજો લેવા માટે આ ડિમોલિશન કર્યું છે. આખા ઘરમાં આ વૃદ્ધા એકલા જ રહે છે. તે વિરોધ કરનારાઓની વિરૂદ્ધમાં અલગ અલગ પ્રકારના નિવેદન આપી રહ્યાં છે. તે વીડિયોમાં એવું કહે છે કે, સુરત જિલ્લાના બ્રિજ પાસે અમારી જમીન છે. અમે અમારી જમીન સ્કૂલ બનાવવા કોર્પોરેશનને દાનમાં આપી હતી. વૃદ્ધાનું આ નિવેદન ઘણું શંકા ઉપજાવનારૂ છેવાયરલ થયેલા કથિત વીડિયોમાં વૃદ્ધા એવું પણ કહે છે કે, હાલમાં જે ઓહાપોહ ચાલી રહ્યો છે તેમાં સમાજના કહેવાતા આગેવાનો પોતાની રોટલી શેકવાનો પ્રયાસ કરી રહ્યાં છે. વૃદ્ધાનું આ નિવેદન ઘણું શંકા ઉપજાવનારૂ છે. વાયરલ થયેલા વીડિયોમાં પણ ઘણા રીટેક લેવાયા હોવાનું જાણવા મળ્યું છે. બિલ્ડરે આ વીડિયો બળજબરીથી બનાવ્યો હોવાની શંકા સ્પષ્ટ દેખાઈ રહી છે. બિલ્ડર ઘરમાં ગયા બાદ વૃદ્ધાનો મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી દેવાયો હતો. આસપાસના લોકોએ સંપર્ક કરતાં વૃદ્ધાનો ફોન બંધ આવતો હતો.  આ પણ વાંચોઃ Anand News: મહિલા પોલીસ કર્મીએ લાંચના પૈસા સફાઈ કામદારના ખાતામાં નંખાવ્યા,આખરે ACBની ટ્રેપમાં ફસાઈ

Read Full Story arrow_forward