android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vav-Tharad News: આકોલી ગામમાં પાણી માટે મહિલાઓનો ઉગ્ર વિરોધ
calendar_today June 10, 2026

Vav-Tharad News: આકોલી ગામમાં પાણી માટે મહિલાઓનો ઉગ્ર વિરોધ

વાવ થરાદ જિલ્લાના વાવ-થરાદ પંથકમાં આવેલા આકોલી ધરણીધર તાલુકા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી માટે ટીપા-ટીપા વલખાં મારી રહેલા ગ્રામજનોના ધીરજનો અંત આવતા બુધવારે ગામમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. પાણી ન મળતા રોષે ભરાયેલી મહિલાઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવી હતી.મહિલાઓએ માટલા ફોડી વિરોધ દર્શાવ્યોલાંબા સમયથી પાણીની તંગી વેઠી રહેલી મહિલાઓએ તંત્ર સામે પોતાનો આક્રોશ ઠાલવવા માટે રસ્તા પર જ માટલા ફોડીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગ્રામજનોનો આક્ષેપ છે કે, આ બાબતે સ્થાનિક સરપંચથી લઈને પાણી પુરવઠા વિભાગ સુધી અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ વહીવટી તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.દલિતવાસ અને ઠાકોરવાસમાં હાલાકીગામની ભૌગોલિક સ્થિતિ અંગે સ્થાનિકોએ જણાવ્યું કે, આકોલી ગામના દલિતવાસ અને ઠાકોરવાસ વિસ્તારમાં પીવાના પાણીની સ્થિતિ સૌથી વધુ દયનીય છે. આ વિસ્તારોમાં અઠવાડિયા સુધી પાણીના દર્શન થતા નથી, જેના કારણે ગરીબ અને શ્રમિક પરિવારોને પૈસા ખર્ચીને પાણીના ટેન્કરો મંગાવવા અથવા દૂર-દૂર સુધી પાણી લેવા જવાની ફરજ પડી રહી છે.માસૂમ બાળકો અને મૂંગા પશુઓ પણ તરસ્યાગામમાં પાણીની કટોકટી એટલી હદે વણસી છે કે, ગામની આંગણવાડીમાં આવતા નાના બાળકો માટે પણ પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ નથી, જે અત્યંત ચિંતાનો વિષય છે. બીજી તરફ, ગામના હવાડા ખાલીખમ પડ્યા હોવાથી ગાયો સહિતના મૂંગા પશુઓ પણ તરસ્યા રહેવા મજબૂર બન્યા છે, જેના કારણે પશુપાલકોમાં પણ ભારે ચિંતા જોવા મળી રહી છે.તંત્રને આખરી ચીમકીમહિલાઓએ મીડિયા સમક્ષ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે, જો આગામી દિવસોમાં આકોલી ગામના તમામ વિસ્તારોમાં નિયમિત અને પૂરતું પીવાનું પાણી પૂરું પાડવામાં નહીં આવે તો આગામી સમયમાં આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને સરકારી કચેરીઓનો ઘેરાવ કરવામાં આવશે.આ પણ વાંચો - Tharad: ધાનેરા પંથકમાં મોટી દીકરીનો પતિ સગીર સાળીને ભગાડી ફરાર થઇ ગયો

Read Full Story arrow_forward
Surat News: ડિંડોલીમાં સાડા 4 વર્ષનો માસૂમ રમતા-રમતા કાચની લખોટી ગળી ગયો!
calendar_today June 10, 2026

Surat News: ડિંડોલીમાં સાડા 4 વર્ષનો માસૂમ રમતા-રમતા કાચની લખોટી ગળી ગયો!

નાના બાળકો ઘરમાં રમતા હોય, ત્યારે તેમના પર સતત નજર રાખવી કેટલી જરૂરી છે, તે દર્શાવતો એક ચોંકાવનારો કિસ્સો સુરત શહેરમાંથી સામે આવ્યો છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં એક સાડા ચાર વર્ષનું માસૂમ બાળક રમતા-રમતા કાચની લખોટી ગળી ગયું હતું. આ ઘટનાને પગલે બાળકના પરિવારજનોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા અને ઘરમાં ભારે દોડધામ મચી ગઈ હતી.રમતમાં બની મોટી બેદરકારીઘટનાની મળતી માહિતી અનુસાર, સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતો સાડા ચાર વર્ષનો બાળક ઘરમાં કાચની લખોટીઓથી રમી રહ્યો હતો. આ દરમિયાન રમતમાં ને રમતમાં તેણે એક લખોટી મોઢામાં મૂકી દીધી હતી, અને જોતજોતામાં તે લખોટી ગળી ગયો હતો. બાળક લખોટી ગળી ગયું હોવાની જાણ થતાં જ માતા-પિતા ભારે ગભરાઈ ગયા હતા, કારણ કે લખોટી શ્વાસનળીમાં અટકી જવાનો મોટો ખતરો હતો.નવી સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવારપરિવારજનોએ જરાય સમય બગાડ્યા વિના બાળકને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો. સિવિલ હોસ્પિટલના તબીબોએ પણ ઘટનાની ગંભીરતા સમજીને બાળકને તાત્કાલિક ઇમરજન્સી સારવાર આપી હતી. સમયસર તબીબી સારવાર મળી જતાં એક મોટી દુર્ઘટના ટળી હતી અને હાલ બાળકની સ્થિતિ સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.તબીબોની વાલીઓને ખાસ અપીલઆ ઘટના બાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ નાના બાળકોના માતા-પિતાને ખાસ અપીલ કરી છે કે, ઘરમાં સિક્કા, કાચની લખોટી, નાના રમકડાં કે સોય-બટન જેવી નાની વસ્તુઓ બાળકોના હાથમાં ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું. આવા કિસ્સાઓમાં જો વસ્તુ શ્વાસનળીમાં ફસાઈ જાય તો બાળકનો જીવ જોખમમાં મુકાઈ શકે છે, જેથી વાલીઓએ હંમેશા સતર્ક રહેવું જરૂરી છે.આ પણ વાંચો - Surat News: ભૂતિયા ડિમોલિશનનો ખેલ કયા અધિકારીએ કર્યો?, બિલ્ડર વૃદ્ધાના ઘરમાં ગયા બાદ એક વીડિયો વાયરલ

Read Full Story arrow_forward
17 વર્ષની ઉંમરે ફિલ્મ.. 28ની ઉંમરે રાજકારણમાં એન્ટ્રી, જાણો કોણ છે સયાની ઘોષ
calendar_today June 10, 2026

17 વર્ષની ઉંમરે ફિલ્મ.. 28ની ઉંમરે રાજકારણમાં એન્ટ્રી, જાણો કોણ છે સયાની ઘોષ

પશ્ચિમ બંગાળના રાજકારણમાં સૌથી અગ્રણી ચહેરાઓમાંના એક, સયાની ઘોષને લાંબા સમયથી મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીની નજીકની સહયોગી માનવામાં આવતી હતી, પરંતુ સત્તાની ગતિશીલતામાં પરિવર્તન બાદ તેમણે પક્ષ બદલી નાખ્યો છે. તે હવે બળવાખોર ટીએમસી સાંસદોની હરોળમાં જોડાઈ ગઈ છે જેમણે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને ગૃહમાં અલગ બેસવાનો અને એનડીએને ટેકો આપવાનો નિર્ણય જાહેર કર્યો છે.

Read Full Story arrow_forward