android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Breaking News : મમતા બેનરજીની TMCએ 19 બાગી સાંસદોનું લિસ્ટ જાહેર કર્યું, શત્રુઘ્ન સિંહાનું નામ પણ સામેલ
calendar_today June 10, 2026

Breaking News : મમતા બેનરજીની TMCએ 19 બાગી સાંસદોનું લિસ્ટ જાહેર કર્યું, શત્રુઘ્ન સિંહાનું નામ પણ સામેલ

મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ દ્વારા પોતાના બાગી સાંસદોની એક યાદી જાહેર કરવામાં આવી છે.જેને પગલે રાજકીય ગરમાવો આવી ગયો છે.આ યાદીમાં કુલ 19 સાંસદોના નામ સામેલ છે.જેમાં પક્ષના કેટલાક જાણીતા અને દિગ્ગજ ચહેરાઓનો સમાવેશ થાય છે.બાગી જાહેર કરાયેલા આ નેતાઓમાં સયાની ઘોષ, શર્મિલા સરકાર, અરૂપ બિસ્વાસ, શતાબ્દી રોય, રચના બેનર્જી અને કાકોલી ઘોષ જેવા અગ્રણી નામો છે.આ ઉપરાંત,પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાન અને બોલિવૂડના દિગ્ગજ અભિનેતા તેમજ નેતા શત્રુઘ્ન સિન્હા જેવા હાઈ-પ્રોફાઈલ સાંસદોના નામ પણ આ યાદીમાં સામેલ હોવાથી ટીએમસીની અંદર ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે સપાટી પર આવી ગયો છે.ટીએમસી પાસે માત્ર 9 સાંસદો જ બચ્યાસૂત્રોના જણાવ્યા પ્રમાણે,તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના બાગી સાંસદોએ લોકસભા અધ્યક્ષને હસ્તાક્ષર કરેલો એક પત્ર સોંપી દીધો છે,જેમાં 19 સાંસદોની સહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કાકોલી ઘોષ દસ્તીદારના નેતૃત્વમાં આ આખું જૂથ એનડીએ (NDA)ને સમર્થન આપવાની તૈયારી કરી રહ્યું છે.જેમાં સયાની ઘોષ, શત્રુઘ્ન સિન્હા અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાન પણ સામેલ હોવાનું કહેવાય છે. પાર્ટીમાં આ મોટા ભંગાણ બાદ હવે મમતા બેનર્જીની ટીએમસી પાસે માત્ર 9 સાંસદો જ બચ્યા છે.મમતા બેનરજીએ કોંગ્રેસ સાથે મુલાકાત કરીમમતા બેનર્જી સાથે મજબૂતીથી ઊભા હોય તેવા માત્ર 8 સાંસદો જ રહ્યા છે. જેમાં અભિષેક બેનર્જી, મહુઆ મોઇત્રા, કીર્તિ આઝાદ, સૌગત રોય, કલ્યાણ બેનર્જી અને શતાબ્દી રોયનો સમાવેશ થાય છે.આ રાજકીય સંકટ વચ્ચે મમતા બેનર્જી પોતાના બાકી બચેલા સાંસદોના સંપર્કમાં રહીને આગળની વ્યુહરચના ઘડી રહ્યા છે, જેના ભાગરૂપે મમતા બેનર્જીએ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી સાથે અને અભિષેક બેનર્જીએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે.

Read Full Story arrow_forward
Gujarat Latest News Live Update: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ટેકાના ભાવે અનાજ ખરીદીની મર્યાદામાં કરાયો વધારો
calendar_today June 10, 2026

Gujarat Latest News Live Update: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ટેકાના ભાવે અનાજ ખરીદીની મર્યાદામાં કરાયો વધારો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 10JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Anand News: મહિલા પોલીસ કર્મીએ લાંચના પૈસા સફાઈ કામદારના ખાતામાં નંખાવ્યા,આખરે ACBની ટ્રેપમાં ફસાઈ
calendar_today June 10, 2026

Anand News: મહિલા પોલીસ કર્મીએ લાંચના પૈસા સફાઈ કામદારના ખાતામાં નંખાવ્યા,આખરે ACBની ટ્રેપમાં ફસાઈ

ગુજરાતમાં લાંચિયા બાબુઓને પકડવા માટે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. રોજ બરોજ લાંચ લેતા કર્મચારીઓના કેસ સામે આવતા હોય છે. ત્યારે આણંદમાં લાંચ લેવાના બનાવમાં બે મહિલા પોલીસ કર્મીઓને પકડી પાડવામાં આવી છે. અહીં ગઈ કાલે જ એક ફિલ્ડ એન્જિનિયર પણ લાંચ લેતા પકડાયો છે. ત્યારે આજે બે મહિલા પોલીસ કર્મીઓ પકડાતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.  ASI ગીતાબેન દોઠા અને પુષ્પાબેન લાંચ લેતા ઝડપાયા પ્રાપ્ત વિગતો પ્રમાણે ફરિયાદીના પુત્રવધુએ તેમના પરિવાર સામે ઘરેલુ હિંસાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદના નિકાલ માટે ફરિયાદીના પુત્રનો પાસપોર્ટ જમા નહીં લેવા અને પરિવારને હેરાન નહીં કરવાના બદલામાં આણંદ મહિલા પોલીસ સ્ટેશનના એએસઆઈ ગીતાબેન દોઠા અને હેડ કોન્સ્ટેબલ પુષ્પાબેને 2.50 લાખની લાંચ માંગી હતી. આ મહિલા પોલીસ કર્મીઓએ અગાઉ એક સફાઈ કામદારના બેંક ખાતામાં ડિજિટલ માધ્યમથી એટલે કે ગૂગલ પે દ્વારા પાંચ હજાર રૂપિયાની લાંચ એડવાન્સ પેટે સ્વીકારી હતી. ત્યાર બાદ બાકીના પૈસા માટે દબાણ કરાતુ હતું.  ACBની ટ્રેપમાં લાંચ લેતા 2 મહિલા પોલીસ કર્મી ઝડપાયા જેથી ફરિયાદી પોલીસ કર્મીઓને લાંચ આપવા માંગતા નહીં હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીની ટીમે ફરિયાદીની ફરિયાદના આધારે લાંચનું છટકુ ગોઠવ્યું હતું. આણંદ રેલવે ગોદી વિસ્તાર પાસે એએસઆઈ ગીતાબેન દોઠા ફરિયાદી પાસેથી 1.10 લાખ રૂપિયાની રોકડ લાંચ લેતા રંગેહાથે ઝડપાઈ ગયા હતાં. એસીબીએ ગીતાબેન અને હેડકોન્સ્ટેબલ પુષ્પાબેન વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.  આ પણ વાંચોઃ Delhi : હવે અમદાવાદ મેટ્રો એરપોર્ટ સુધી પહોંચશે, કેન્દ્રિય કેબિનેટે આપી મંજૂરી

Read Full Story arrow_forward