android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : અમદાવાદમાં આરએસએસ કાર્યાલય, ગાંધીનગરમાં સીએમઓ અને એએમસી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
calendar_today June 10, 2026

Ahmedabad : અમદાવાદમાં આરએસએસ કાર્યાલય, ગાંધીનગરમાં સીએમઓ અને એએમસી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અમદાવાદ મહાનગરપાલિકાની દાણાપીઠ સ્થિત મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળતા આખું સરકારી તંત્ર અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. આ ધમકીભર્યો મેલ સ્થાનિક કારંજ પોલીસ મથકના સત્તાવાર ઈમેલ આઈડી પર આવ્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ, આ ધમકીભર્યા મેલમાં મોકલનારે પોતાનું કનેક્શન 'ખાલિસ્તાન' સાથે હોવાનો અને તે ખાલિસ્તાન સમર્થિત હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે, જેને પગલે મામલાની ગંભીરતા વધી ગઈ છે.  અમદાવાદમાં આરએસએસ કાર્યાલય, ગાંધીનગરમાં સીએમઓ અને એએમસી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.ગાંધીનગરમાં CMની ઓફિસને બોમ્બથી ઉડાવાની ધમકી બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકીભર્યા મેઈલ મળ્યા છે. જેમાં સ્વર્ણિમ સંકુલ-1ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઇ છે. અજાણ્યા ઇમેલ આઈડી પરથી આ ઇમેલ આવેલો છે. ઉલ્લેખનિય છે કે સ્વર્ણિમ સંકુલ-1ના ત્રીજા માળે CM ઓફિસ છે.પોલીસ એલર્ટ થઈ ગઈધમકીભર્યો ઈમેલ મળતાની સાથે જ કારંજ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી અને ઉચ્ચ અધિકારીઓને વાકેફ કર્યા હતા. તુરંત જ સુરક્ષાના પગલાં રૂપે દાણાપીઠ એએમસી કચેરીના આખા પરિસરને ખાલી કરાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી હતી. કચેરીમાં કામ કરતા હજારો કર્મચારીઓ અને પોતાના કામે આવેલા સામાન્ય નાગરિકોને તાબડતોબ સુરક્ષિત બહાર કાઢી આખી બિલ્ડિંગને કૉર્ડન કરી લેવામાં આવી છે. ઓચિંતા પરિસર ખાલી કરાવવાના આદેશથી થોડીવાર માટે લોકોમાં ભારે ફફડાટ અને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.  સર્ચ ઓપરેશન શરુ ઘટનાની જાણ થતાં જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ , સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ , સ્થાનિક કારંજ પોલીસની ટીમો અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. આ સાથે જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા સ્નિફર ડોગ્સ અને આધુનિક મેટલ ડિટેક્ટર મશીનોની મદદથી એએમસી કચેરીના ખૂણે-ખૂણામાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ તપાસ શરુ  બીજી તરફ, સાયબર ક્રાઈમની ટીમ સક્રિય થઈ ગઈ છે અને કારંજ પોલીસ મથકના આઈડી પર ક્યાંથી અને કોના દ્વારા આ ડિજિટલ ધમકી મોકલવામાં આવી છે, તેનું આઈપી એડ્રેસ ટ્રેસ કરીને તપાસ આગળ ધપાવી રહી છે. આ પણ વાંચો--- Gujarat Latest News Live : અમદાવાદમાં વસ્ત્રાપુરની લાડ સોસાયટીમાં પાલતુ શ્વાને 9 વર્ષના માસૂમ પર કર્યો હુમલો

Read Full Story arrow_forward
Rajkot : 21મી સદીનું કલંક, પતિના મોત બાદ સાસુ-નણંદે બળજબરીથી વિધવાનું કરાવ્યું મુંડન, મિલકત હડપવા અત્યાચાર ગુજાર્યો
calendar_today June 10, 2026

Rajkot : 21મી સદીનું કલંક, પતિના મોત બાદ સાસુ-નણંદે બળજબરીથી વિધવાનું કરાવ્યું મુંડન, મિલકત હડપવા અત્યાચાર ગુજાર્યો

રાજકોટ શહેરમાંથી માનવતાને શર્મસાર કરતી અને કુરિવાજોના નામે વિધવા મહિલા પર થતા અત્યાચારની કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. અહીં એક પીડિત વિધવા મહિલાએ પોતાના જ સાસરિયાઓ વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપવા તેમજ બળજબરીપૂર્વક અમાનવીય પ્રથા થોપવા બદલ રાજકોટ મહિલા પોલીસ મથકમાં ન્યાય માટે પોકાર કર્યો છે. મહિલાનો આરોપ છે કે પતિના મોતના આઘાત વચ્ચે સાસુ અને નણંદે ભેગા મળીને કાવતરું રચ્યું હતું અને પતિની કરોડોની મિલકતમાંથી ભાગ ન આપવો પડે તે માટે ક્રૂરતાની તમામ હદો પાર કરી દીધી હતી.પતિનું કેન્સરમાં અવસાન થયું હતું મળતી વિગતો અનુસાર, પીડિત મહિલાના પતિ ચંદ્રેશનું વર્ષ 2025માં 11 નવેમ્બરના રોજ કેન્સર જેવી જીવલેણ બીમારીના કારણે અવસાન થયું હતું. પરિવાર હજુ આ આઘાતમાંથી બહાર આવ્યો ન હતો ત્યાં પતિના મોતના માત્ર ત્રીજા જ દિવસે સાસુ અને નણંદે ભેગા મળીને વિધવા મહિલા પર દબાણ કર્યું હતું.  મહિલાનું બળજબરીથી માથું મુંડન કરાવ્યું સાસુ અને નણંદના કડક આદેશ બાદ સમાજના જૂના કુરિવાજોના બહાને મહિલાનું બળજબરીથી માથું મુંડન કરાવી દેવામાં આવ્યું હતું. આ અમાનવીય ઘટના આશરે ૬ મહિના પહેલા બની હતી, જેનો વિરોધ કરવા છતાં પીડિતાનું કોઈએ સાંભળ્યું ન હતું. ધાર્મિક પ્રથા નહીં પરંતુ આર્થિક લોભ પીડિત મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, આ ક્રૂરતા પાછળનો અસલી હેતુ ધાર્મિક પ્રથા નહીં પરંતુ આર્થિક લોભ હતો. સાસરિયાઓ તેના સ્વર્ગસ્થ પતિ ચંદ્રેશની માલિકીની કોઈ પણ સંપત્તિ કે કિંમતી મિલકત પીડિતાને આપવા માંગતા ન હતા. મિલકત હડપવા અને તેને ઘરમાંથી કાઢી મૂકવા માટે જ આ કુરિવાજનો સહારો લેવાયો હતો. મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આખરે સાસરિયાઓના ત્રાસથી કંટાળીને વિધવા મહિલાએ હિંમત ભેગી કરી પોલીસનો સંપર્ક સાધ્યો છે. રાજકોટ મહિલા પોલીસે આ મામલે સાસુ અને નણંદ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની તપાસ અને ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો----    Gujarat Latest News Live : અમદાવાદમાં વસ્ત્રાપુરની લાડ સોસાયટીમાં પાલતુ શ્વાને 9 વર્ષના માસૂમ પર કર્યો હુમલો

Read Full Story arrow_forward
Surat : સુમુલ ડેરીની ચૂંટણી પહેલા મોટો ગરમાવો, પૂર્વ ડિરેક્ટર જયેશ દેલાડનું મતદાર યાદીમાંથી નામ કપાતા આક્રોશ, હાઈકોર્ટના દ્વાર ખખડાવશે
calendar_today June 10, 2026

Surat : સુમુલ ડેરીની ચૂંટણી પહેલા મોટો ગરમાવો, પૂર્વ ડિરેક્ટર જયેશ દેલાડનું મતદાર યાદીમાંથી નામ કપાતા આક્રોશ, હાઈકોર્ટના દ્વાર ખખડાવશે

દક્ષિણ ગુજરાતની સહકારી રાજનીતિના પાવર હાઉસ ગણાતી સુમુલ ડેરીની આગામી ચૂંટણી પૂર્વે એક બહુ મોટો રાજકીય ગરમાવો આવી ગયો છે. સુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર અને તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટી માં જોડાયેલા કદાવર નેતા જયેશ દેલાડને લઈને એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. સુમુલ ડેરીની સત્તાવાર મતદાર યાદીમાંથી જયેશ દેલાડનું નામ રદ કરી દેવામાં આવ્યું છે. આ આકરા પગલા બાદ સુરત અને તાપી જિલ્લાના સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે અને આને એક મોટો રાજકીય આંચકો માનવામાં આવી રહ્યો છે.'રાજકીય કાવાદાવા' ગણાવ્યા મતદાર યાદીમાંથી નામ કપાતા જ પૂર્વ ડિરેક્ટર જયેશ દેલાડે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે અને સમગ્ર મામલાને વિરોધીઓ દ્વારા રચવામાં આવેલા 'રાજકીય કાવાદાવા' ગણાવ્યા છે. દેલાડે આક્ષેપ કર્યો છે કે, વહીવટી તંત્ર અને સત્તાધીશો દ્વારા લોકશાહીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તેમને પોતાનો પક્ષ રજૂ કરવાની કે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવાની સાદી તક પણ આપવામાં આવી નથી. કોઈ પણ પૂર્વ નોટિસ આપ્યા વિના લેવાયેલો આ નિર્ણય સંપૂર્ણપણે પક્ષપાતી અને એકતરફી છે. આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારશે જયેશ દેલાડે વહીવટી તંત્રના આ એકતરફી નિર્ણયને સ્વીકારવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે અને આ અન્યાય સામે કાયદાકીય લડત લડવાની જાહેરાત કરી છે. તેઓ ખૂબ જ ટૂંક સમયમાં આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારશે. આ ઉપરાંત તેમણે સુમુલ ડેરીના વર્તમાન શાસકોને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે, ડેરીમાં ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શક વહીવટ લાવવા માટે તેઓ ચૂંટણી મેદાનમાંથી પાછા હટશે નહીં. નવી પેનલ મેદાનમાં ઉતારશે આગામી સુમુલ ડેરીની ચૂંટણીમાં શાસક પક્ષને ટક્કર આપવા માટે તેઓ પોતાની એક મજબૂત અને નવી પેનલ મેદાનમાં ઉતારશે. આ રાજકીય ધડાકા બાદ આગામી દિવસોમાં સુમુલ ડેરીનું રાજકારણ વધુ ગરમાય તેવી પૂરી સંભાવના છે.આ પણ વાંચો----    Gujarat Latest News Live : અમદાવાદમાં આરએસએસ કાર્યાલય, સીએમઓ અને એએમસી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Read Full Story arrow_forward