android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan : HNGUમાં 15% ફી વધારા સામે કુલપતિની ઓફિસમાં માં એબીવીપીનો હલ્લાબોલ, VC પર નકલી નોટો ઉછાળી કર્યો વિરોધ
calendar_today June 10, 2026

Patan : HNGUમાં 15% ફી વધારા સામે કુલપતિની ઓફિસમાં માં એબીવીપીનો હલ્લાબોલ, VC પર નકલી નોટો ઉછાળી કર્યો વિરોધ

ઉત્તર ગુજરાતના મુખ્ય શૈક્ષણિક કેન્દ્ર ગણાતી પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) કેમ્પસ આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના ભારે હોબાળા અને વિરોધ પ્રદર્શનથી ગુંજી ઉઠ્યું હતું. યુનિવર્સિટી પ્રશાસન દ્વારા વિવિધ કોર્સોની ફીમાં એકઝટકે 15 ટકાનો તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવતા વિદ્યાર્થી આલમમાં રોષ ફાટી નીકળ્યો છે. આ આકરા ફી વધારાના વિરોધમાં એબીવીપીના કાર્યકરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ લાલઘૂમ થઈને સીધા કુલપતિની ઓફિસમાં ધસી ગયા હતા અને જોરદાર હલ્લાબોલ કર્યું હતું.કુલપતિની સામે જ 500 ના દરની નકલી નોટો હવામાં ઉછાળી કુલપતિની ચેમ્બરમાં ઘૂસેલા એબીવીપીના કાર્યકરોએ કથિત મનસ્વી નિર્ણય સામે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શને ત્યારે અત્યંત ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું જ્યારે કાર્યકરોએ યુનિવર્સિટી વહીવટી તંત્રના વેપારીકરણના વિરોધમાં કુલપતિની સામે જ 500 ના દરની નકલી નોટો હવામાં ઉછાળી દીધી હતી. નોટો ઉછાળીને વિદ્યાર્થી નેતાઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે યુનિવર્સિટી પ્રશાસન શિક્ષણનું ધામ ચલાવવાને બદલે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યું છે. ઓફિસમાં બનેલી આ ઘટનાના પગલે યુનિવર્સિટીના સુરક્ષા કર્મચારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. અન્યાયી ફી વધારો ઝીંકવામાં આવ્યો એબીવીપીએ યુનિવર્સિટી સત્તાધીશો પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે, પ્રશાસન ગરીબ અને મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓના હિતોને નેવે મૂકીને ખાનગી સેલ્ફ-ફાઇનાન્સ કોલેજોને છાવરી રહ્યું છે અને તેમને આર્થિક ફાયદો કરાવવા માટે આ પ્રકારનો અન્યાયી ફી વધારો ઝીંકવામાં આવ્યો છે. વિદ્યાર્થી સંગઠને સ્પષ્ટ ચીમકી આપી છે કે સામાન્ય પરિવારોના બાળકોના ભવિષ્ય સાથે ચેડાં સહન કરવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં આ 15 ટકાનો ફી વધારો તાત્કાલિક અને કોઈપણ ભોગે પાછો ખેંચવામાં આવે. જો આગામી દિવસોમાં આ નિર્ણય રદ કરવામાં નહીં આવે, તો સમગ્ર ઉત્તર ગુજરાતમાં યુનિવર્સિટી સામે આંદોલન વધુ તેજ કરવાની ચીમકી આપવામાં આવી છે.  આ પણ વાંચો----     Gujarat Latest News Live : અમદાવાદમાં આરએસએસ કાર્યાલય, સીએમઓ અને એએમસી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Read Full Story arrow_forward
Jamnagar : રિલાયન્સ અને મેટા જામનગરમાં બનાવશે ભારતનું સૌથી મોટું AI ડેટા સેન્ટર
calendar_today June 10, 2026

Jamnagar : રિલાયન્સ અને મેટા જામનગરમાં બનાવશે ભારતનું સૌથી મોટું AI ડેટા સેન્ટર

ભારતના ડિજિટલ અને ટેકનોલોજીકલ ઇતિહાસમાં એક નવા અને ઐતિહાસિક પ્રકરણનો આરંભ થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને ગ્લોબલ ટેક જાયન્ટ 'મેટા'એ સંયુક્ત રીતે ગુજરાતના જામનગરમાં ભારતનું પ્રથમ અને અત્યંત આધુનિક AI ડેટા સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક માઈલસ્ટોન સાબિત થશે.પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓઆ ડેટા સેન્ટરની પ્રારંભિક ક્ષમતા 168MW નક્કી કરવામાં આવી છે, જેને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તબક્કાવાર વધારવામાં આવશે. રિલાયન્સ આ સમગ્ર પ્રોજેક્ટના એન્ડ-ટુ-એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાર્ટનર તરીકે કાર્ય કરશે. જેમાં ડિઝાઇનથી લઈને બાંધકામ, પાવર સપ્લાય, રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ અને ઓપરેશનલ સેવાઓ જેવી તમામ જવાબદારી રિલાયન્સ નિભાવશે. આ સુવિધા મુખ્યત્વે મેટાની વિશાળ AI કમ્પ્યુટિંગ જરૂરિયાતોને ટેકો આપવા માટે ડિઝાઇન કરવામાં આવશે.જામનગરની પસંદગી પાછળના વ્યૂહાત્મક કારણોજામનગરની આ વ્યૂહાત્મક પસંદગી પાછળ ઘણા મહત્ત્વપૂર્ણ કારણો રહેલા છે. આ સ્થળ પાણીની ઉપલબ્ધતા, પૂરતા પ્રમાણમાં રિન્યુએબલ એનર્જીના સ્ત્રોતો અને પશ્ચિમ કિનારે સમુદ્રની અંદર રહેલા ઇન્ટરનેટ કેબલ લેન્ડિંગ સ્ટેશનોની નજીક છે. ઉપરાંત, Jioનું અત્યાધુનિક અને વ્યાપક ફાઇબર નેટવર્ક આ ડેટા સેન્ટરને વૈશ્વિક કનેક્ટિવિટી પૂરી પાડવામાં મદદરૂપ થશે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને, આ સેન્ટરને સંપૂર્ણપણે નવીનીકરણીય ઉર્જા પર ચલાવવામાં આવશે અને તેને ઠંડુ રાખવા માટે ટ્રીટેડ દરિયાઈ પાણીનો ઉપયોગ કરવામાં આવશે.નિષ્ણાતો અને નેતૃત્વના મંતવ્યોરિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ આ ભાગીદારીને ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સીમાચિહ્નરૂપ ગણાવી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જામનગર આગામી સમયમાં હાઇપરસ્કેલ AI કમ્પ્યુટિંગ માટેનું વૈશ્વિક કેન્દ્ર બનશે. મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે પણ આ પ્રોજેક્ટ પ્રત્યે ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભારત જેવા દેશમાં આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું તે મેટાના લાંબા ગાળાના વિઝન સાથે સુસંગત છે.આત્મનિર્ભર બનવાની દિશા તરફ વધુ એક પગલુંઆ પ્રોજેક્ટ માત્ર ટેકનોલોજીકલ પ્રગતિ નથી, પરંતુ તે ભારત સરકારની રાષ્ટ્રીય વ્યૂહાત્મક માળખાગત સુવિધાને મજબૂત કરવાની પ્રાથમિકતા સાથે પણ સીધો જોડાયેલો છે. આ ભાગીદારીથી ભારતમાં વૈશ્વિક AI રોકાણોનો પ્રવાહ વધશે અને દેશ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની દિશામાં વધુ એક મજબૂત પગલું ભરશે. આગામી બે વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થવાની ધારણા છે.આ પણ વાંચોઃ PF ફંડના નિયમોમાં મોટો બદલાવ, હવે 100% ઉપાડી શકશે પૈસા! જાણો કેવી રીતે?

Read Full Story arrow_forward
Surat : સેપ્ટિક ટેન્કમાં 4 શ્રમિકોના મોતની માનવ અધિકાર આયોગે લીધી ગંભીર નોંધ, મુખ્ય સચિવ અને CPને ફટકારી નોટિસ
calendar_today June 10, 2026

Surat : સેપ્ટિક ટેન્કમાં 4 શ્રમિકોના મોતની માનવ અધિકાર આયોગે લીધી ગંભીર નોંધ, મુખ્ય સચિવ અને CPને ફટકારી નોટિસ

સુરત જિલ્લામાં આવેલા દાગીના બનાવવાના એક મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ગત 7 જૂનના રોજ સેપ્ટિક ટેન્ક સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકોના ઝેરી ગેસના કારણે થયેલા મોતના મામલાને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એ અત્યંત ગંભીરતાથી લીધો છે. મીડિયા અહેવાલોના આધારે આયોગે આ સમગ્ર ઘટના અંગે 'સુઓ મોટો' સંજ્ઞાન લઈને ગુજરાત સરકારના મુખ્ય સચિવ ( અને સુરત પોલીસ કમિશનરને આકરી નોટિસ ફટકારી છે. આયોગે બંને ઉચ્ચ અધિકારીઓ પાસે આગામી બે સપ્તાહની અંદર આ મામલે વિગતવાર અહેવાલ સબમિટ કરવા કડક આદેશ આપ્યો છે. સુરક્ષાના સાધનો વિના આ શ્રમિકોને ટેન્કમાં ઉતર્યા હતા અહેવાલો અનુસાર, જ્વેલરી ફેક્ટરીમાં દાગીના સાફ કરવાની પ્રક્રિયા દરમિયાન જે કેમિકલયુક્ત કચરો અને પ્રવાહી નીકળે છે તેને આ સેપ્ટિક ટેન્કમાં એકઠો કરવામાં આવતો હતો, જેના કારણે અંદર અત્યંત ઘાતક અને ઝેરી વાયુઓ જમા થયા હતા. 7 જૂનના રોજ કોઈપણ પ્રકારના સેફ્ટી પ્રોટોકોલ કે સુરક્ષાના સાધનો આપ્યા વિના જ આ શ્રમિકોને ટેન્ક સાફ કરવા માટે અંદર ઉતારી દેવાયા હતા. ટેન્કમાં પ્રવેશતાની સાથે જ ઝેરી ગેસ શ્વાસમાં જતાં ચારેય શ્રમિકો બેભાન થઈ ગયા હતા. રેસ્ક્યૂ ટીમ દ્વારા તેમને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અત્યંત ગંભીર અને ચિંતાજનક કિસ્સો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે અવલોકન કર્યું છે કે જો મીડિયા અહેવાલોની વિગતો સાચી હોય, તો આ ઘટના માનવ અધિકારોના સરેઆમ ઉલ્લંઘનનો એક અત્યંત ગંભીર અને ચિંતાજનક કિસ્સો છે. 2 સપ્તાહમાં રિપોર્ટ મંગાવાયો આથી, NHRC દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે આગામી બે અઠવાડિયામાં સોંપવાના થતા રિપોર્ટમાં આ કેસની વર્તમાન પોલીસ તપાસની સ્થિતિ અને મૃતક શ્રમિકોના આશ્રિત પરિવારોને વળતર ચૂકવવામાં આવ્યું છે કે કેમ, તેની સંપૂર્ણ વિગતો સામેલ હોવી અનિવાર્ય છે. સુરતમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર શ્રમિકોની સુરક્ષા સામે મોટા સવાલો ઉભા કર્યા છે.આ પણ વાંચો----     Gujarat Latest News Live : સુરતમાં ચાર કામદારોના મૃત્યુના કેસમાં NHRCએ મુખ્ય સચિવ અને સુરત સીપીને ફટકારી નોટિસ

Read Full Story arrow_forward