android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kutch News: પૂર્વ કચ્છ પોલીસે 43 કરોડના સાયબર ફ્રોડનો કર્યો પર્દાફાશ, શ્રીલંકા સુધી જોડાયેલા છે તાર!
calendar_today June 10, 2026

Kutch News: પૂર્વ કચ્છ પોલીસે 43 કરોડના સાયબર ફ્રોડનો કર્યો પર્દાફાશ, શ્રીલંકા સુધી જોડાયેલા છે તાર!

ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવી રહેલા "ઓપરેશન મ્યુલ હંટ 2.0" અંતર્ગત પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને ગાંધીધામ અને આસપાસના વિસ્તારમાં ચાલતા બેંક એકાઉન્ટ ભાડે આપવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કરી ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ મામલે તપાસ દરમિયાન 105 બેંક ખાતાઓમાં કુલ રૂપિયા 43.93 કરોડથી વધુની શંકાસ્પદ બેંક ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. ગરીબ, મજૂર અને જરૂરિયાતમંદ લોકો ટાર્ગેટસરહદી રેન્જ ભુજના આઈજી ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન જાણવા મળ્યું કે, આરોપીઓ ગરીબ, મજૂર અને જરૂરિયાતમંદ લોકોને કમિશનની લાલચ આપી તેમના દસ્તાવેજો મેળવતા હતા. ત્યારબાદ તેમના નામે વિવિધ બેંકોમાં બચત તથા કરંટ ખાતા ખોલાવી તે ખાતાઓ સાયબર ગુનેગારો સુધી પહોંચાડવામાં આવતા હતા.કુલ 105 બેંક ખાતાઓમાં રૂ. 43,93,80,113 જેટલી રકમ જમાતપાસમાં સામે આવ્યું છે કે, આ નેટવર્ક મારફતે કુલ 105 બેંક ખાતાઓમાં રૂ. 43,93,80,113 જેટલી રકમ જમા થઈ હતી. આ નાણાં ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, પાર્ટ ટાઈમ જોબ ફ્રોડ, કોલર આઈડી ફ્રોડ, ફેક યોનો એપ્લિકેશન ફ્રોડ, OLX ફ્રોડ, વોટ્સએપ APK હેકિંગ ફ્રોડ, ફેક ક્લોથિંગ વેબસાઈટ ફ્રોડ તથા AI આધારિત ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ સહિતના વિવિધ સાયબર ગુનાઓમાંથી મેળવવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.કુલ 90 ફરિયાદો નોંધાઈ ભારત સરકારના નેશનલ સાયબર ક્રાઈમ સમન્વય પોર્ટલ પર આ ખાતાઓ સાથે સંકળાયેલી કુલ 90 ફરિયાદો નોંધાઈ છે. કર્ણાટક, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર અને તેલંગાણા સહિતના અનેક રાજ્યોના ભોગ બનનારાઓના નાણાં આ ખાતાઓમાં ટ્રાન્સફર થયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.શ્રીલંકા સુધી પહોંચાડવામાં આવતી હતી માહિતીસાયબર ક્રાઈમ પોલીસની તપાસમાં વધુ ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગાંધીધામ વિસ્તારમાંથી સંચાલિત આ નેટવર્ક દ્વારા બેંક કીટ, ઇમેઇલ આઈડી તથા પાસવર્ડ જેવી મહત્વની માહિતી કુરિયર અને વોટ્સએપ મારફતે શ્રીલંકા સુધી પહોંચાડવામાં આવતા હતી.ટેકનિકલ સર્વેલન્સના આધારે ચાર આરોપીઓની ધરપકડસાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ચાર આરોપીઓને ઝડપી લઈને તેમની સામે ભારતીય ન્યાય સંહિતા તથા આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.કુલ 7 મોબાઇલ ફોન કબ્જે કરાયાપકડાયેલા આરોપીઓમાં દિવ્યરાજસિંહ અનિરૂદ્ધસિંહ રાણા, જયનીતભાઈ ભરતભાઈ કાર, ચિરાગસિંહ બલવંતસિંહ ઝાલા તથા શબ્બીર અકબર લુઠારનો સમાવેશ થાય છે. જ્યારે જયરાજસિંહ જીતેન્દ્રસિંહ રાણા, રાજભા ગાંડુજી વાઘેલા, કિંગ ડેવિડ ઉર્ફે કનૈયાલાલ ઠક્કર અને દીપક ઠક્કર હજુ પોલીસ પકડથી દૂર હોવાનું જણાવાયું છે. પોલીસે આરોપીઓ પાસેથી અલગ-અલગ કંપનીના કુલ 7 મોબાઇલ ફોન કબ્જે કર્યા છે.જનતાને અપીલસાયબર ક્રાઈમ પોલીસે જનતાને અપીલ કરી છે કે કોઈપણ વ્યક્તિએ પોતાનું બેંક ખાતું, ATM કાર્ડ, ચેકબુક, સિમકાર્ડ, નેટબેંકિંગ યુઝર આઈડી અથવા પાસવર્ડ કોઈપણ વ્યક્તિને કમિશન કે આર્થિક લાભની લાલચમાં આપવું નહીં. આવા કૃત્યો સાયબર ગુનેગારોને મદદરૂપ બનતા હોવા ઉપરાંત કાયદેસર ગુનો પણ બને છે.આ પણ વાંચો - Kutch : ઓવરબ્રિજ પ્રોજેક્ટ સામે ખેડૂતોનો ઉગ્ર આક્રોશ, ભુજના રેલડીમાં પોલીસ અને ધરતીપુત્રો વચ્ચે ભારે ઘર્ષણ

Read Full Story arrow_forward
12 Years Of PM Modi: રોમમાં થયેલી મુલાકાત...PM Modiને જ્યોર્જિયા મેલોનીએ પાઠવી શુભકામના
calendar_today June 10, 2026

12 Years Of PM Modi: રોમમાં થયેલી મુલાકાત...PM Modiને જ્યોર્જિયા મેલોનીએ પાઠવી શુભકામના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી લાંબા સમય સુધી સતત વડાપ્રધાન તરીકે કાર્યકાળનો નવો રેકોર્ડ બનાવ્યા બાદ વિશ્વભરમાંથી અભિનંદન સંદેશાઓનો વરસાદ થઈ રહ્યો છે. ઇટાલીના વડા પ્રધાનજ્યોર્જિયા મેલોનીએ પણ પીએમ મોદીને શુભેચ્છા પાઠવી. મેલોનીએ ટિપ્પણી કરી કે નરેન્દ્ર મોદી ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડા પ્રધાન બન્યા તે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.મેલોનીએ શું કહ્યું ? રોમમાં તેમની તાજેતરની મુલાકાતનો ઉલ્લેખ કરતા, તેમણે ભારત અને ઇટાલી વચ્ચેના સંબંધોને આગળ વધારવા વિશે પણ વાત કરી. આ સંદેશ એવા સમયે આવ્યો છે જ્યારે કેન્દ્ર સરકારના સુકાનમાં પીએમ મોદીના 12 વર્ષ પૂર્ણ થવા અંગે ઘણી ચર્ચા થઈ રહી છે.જ્યોર્જિયા મેલોનીનો ખાસ સંદેશઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પીએમ મોદીને સોશિયલ મીડિયા પર ટેગ કરીને અભિનંદન પાઠવ્યા. તેમણે નરેન્દ્ર મોદીને ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડા પ્રધાન બનવા બદલ શુભેચ્છાઓ પાઠવી. મેલોનીએ થોડા અઠવાડિયા પહેલા રોમમાં યોજાયેલી તેમની દ્વિપક્ષીય બેઠકને પણ પ્રેમથી યાદ કરી. વધુમાં, તેમણે તેમના સંદેશમાં બંને રાષ્ટ્રો વચ્ચેના મજબૂત સંબંધો પર પ્રકાશ પાડ્યો, નોંધ્યું કે દેશોએ એક ખાસ વ્યૂહાત્મક ભાગીદારી શરૂ કરી છે. આ ભાગીદારી ભવિષ્યને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે અને બંને રાષ્ટ્રોના નાગરિકો માટે પ્રગતિ માટે ઉત્તમ નવી તકો ઊભી કરવા માટે તૈયાર છે.26મે, 2014એ લીધા પીએમ પદના શપથબુધવારે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય રાજકારણમાં એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો. 26 મે, 2014 ના રોજ પહેલી વાર શપથ લીધા પછી, મોદીએ હવે સત્તામાં સતત 4399 દિવસ પૂર્ણ કર્યા છે. આ સાથે, તેઓ બંધારણ અપનાવ્યા પછી સતત કાર્યકાળમાં ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાન બન્યા છે. તેમણે દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુના રેકોર્ડને તોડી નાખ્યો, જેમણે 1952 માં પ્રથમ સામાન્ય ચૂંટણી પછી સતત 4398 દિવસ સુધી ચૂંટાયેલા વડા પ્રધાન તરીકે સેવા આપી હતી.વિશ્વના અનેક દેશોએ પાઠવી શુભકામનાઆ ખાસ પ્રસંગે, ભારત અને વિશ્વભરના અસંખ્ય અગ્રણી નેતાઓએ પણ પીએમ મોદીને શુભેચ્છાઓ પાઠવી છે. આ નેતાઓએ આ સીમાચિહ્નને જનતાના વિશ્વાસ અને તેમની લાંબી રાજકીય સફરમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે ગણાવી છે. આ સિદ્ધિ પર પ્રતિક્રિયા આપતા, પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે જાહેર સેવા એ સુશાસનની ઓળખ છે. તેમણે ટિપ્પણી કરી હતી કે જે વ્યક્તિ સતત નમ્રતા, સમર્પણ અને ફરજની ભાવના સાથે કામ કરે છે તે જ લોકોનો વિશ્વાસ જીતી શકે છે.

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : સુરતમાં ચાર કામદારોના મૃત્યુના કેસમાં NHRCએ મુખ્ય સચિવ અને સુરત સીપીને ફટકારી નોટિસ
calendar_today June 10, 2026

Gujarat Latest News Live : સુરતમાં ચાર કામદારોના મૃત્યુના કેસમાં NHRCએ મુખ્ય સચિવ અને સુરત સીપીને ફટકારી નોટિસ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 10JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward