android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?
calendar_today June 10, 2026

પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?

પાણીપુરીની પૂરી એકદમ ક્રિસ્પી (કડક) હોય છે. તેની અંદર જ્યારે બાફેલા બટાકા અને ચણાનો સોફ્ટ (નરમ) મસાલો ભરીએ, ત્યારે મોઢામાં ક્રિસ્પી અને સોફ્ટ બંને ટેક્સચરનો એકસાથે અનુભવ થાય છે.

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :  હવે અમદાવાદ મેટ્રો એરપોર્ટ સુધી પહોંચશે, કેન્દ્રિય કેબિનેટે આપી મંજૂરી
calendar_today June 10, 2026

Gujarat Latest News Live : હવે અમદાવાદ મેટ્રો એરપોર્ટ સુધી પહોંચશે, કેન્દ્રિય કેબિનેટે આપી મંજૂરી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 10JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Delhi :  હવે અમદાવાદ મેટ્રો એરપોર્ટ સુધી પહોંચશે, કેન્દ્રિય કેબિનેટે આપી મંજૂરી
calendar_today June 10, 2026

Delhi : હવે અમદાવાદ મેટ્રો એરપોર્ટ સુધી પહોંચશે, કેન્દ્રિય કેબિનેટે આપી મંજૂરી

કેન્દ્રિય કેબિનેટે અમદાવાદ મેટ્રોના બીજા ફેઝને મંજૂરી આપી દીધી છે. આ પરિયોજના મુજબ કોટેશ્વર રોડથી અમદાવાદ સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ સુધી 6 કિમી લાંબો મેટ્રો કોરિડોર બનશે અમદાવાદ મેટ્રો સીધી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી દોડશેઅમદાવાદના પબ્લિક ટ્રાન્સપોર્ટ અને કનેક્ટિવિટીના ઇતિહાસમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે. ટ્રાફિકની સમસ્યાથી પીડાતા અને એરપોર્ટ જવા માટે મોંઘા ભાડા ચૂકવતા અમદાવાદીઓ માટે કેન્દ્ર સરકાર તરફથી મોટી ભેટ મળી છે. વડાપ્રધાનના વડપણ હેઠળ મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અમદાવાદ મેટ્રો ટ્રેનના બીજા ફેઝના (Phase 2) વિસ્તરણને સત્તાવાર રીતે મંજૂરી આપી દેવામાં આવી છે. આ નવી મંજૂરી અંતર્ગત હવે અમદાવાદ મેટ્રો સીધી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી દોડશે. કોટેશ્વર રોડથી શરૂ કરીને અમદાવાદ એરપોર્ટ સુધીનો નવો રૂટ તૈયાર કરવામાં આવશેઆ મંજૂર થયેલી નવી પરિયોજનાની રૂપરેખા જોઈએ તો, કોટેશ્વર રોડથી શરૂ કરીને અમદાવાદ એરપોર્ટ સુધીનો નવો રૂટ તૈયાર કરવામાં આવશે. આ મેટ્રો કોરિડોર અંદાજે ૬ કિલોમીટર (6 km) લાંબો હશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાંની સાથે જ ગાંધીનગર અથવા અમદાવાદના અન્ય કોઈ પણ ખૂણેથી મુસાફરી કરતા લોકો ખૂબ જ આરામથી અને ટ્રાફિકના ઝંઝટ વિના સીધા એરપોર્ટની અંદર પહોંચી શકશે. આ રૂટ પર અત્યાધુનિક સ્ટેશનો બનાવવામાં આવશે, જ્યાં એરપોર્ટના મુસાફરોની સુવિધા માટે સામાન (Luggage) વહન કરવાની પણ વિશેષ વ્યવસ્થા રાખવામાં આવે તેવી સંભાવના છે. 6 કિલોમીટરના રૂટ માટે ટેન્ડરિંગ અને જમીન સંપાદન સહિતની આગળની વહીવટી પ્રક્રિયાઓકેન્દ્ર સરકારની આ મંજૂરી બાદ હવે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા આ 6 કિલોમીટરના રૂટ માટે ટેન્ડરિંગ અને જમીન સંપાદન સહિતની આગળની વહીવટી પ્રક્રિયાઓ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવશે. મેટ્રો લાઇન એરપોર્ટ સુધી લંબાવાના કારણે માત્ર સ્થાનિક પ્રવાસીઓ જ નહીં, પરંતુ વિદેશથી આવતા એનઆરઆઈ (NRI) અને બિઝનેસમેનોને પણ વર્લ્ડ ક્લાસ ટ્રાન્સપોર્ટ સુવિધા મળશે. આ પ્રોજેક્ટથી અમદાવાદના રીઅલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને પણ એક નવી ગતિ મળશે.આ પણ વાંચો---   Gujarat Latest News Live : સુરતમાં ચાર કામદારોના મૃત્યુના કેસમાં NHRCએ મુખ્ય સચિવ અને સુરત સીપીને ફટકારી નોટિસ

Read Full Story arrow_forward