android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Morbi News: હળવદમાં પાણીના ટેન્કર બાબતે ભાજપ નેતાએ કર્મચારીને માર માર્યો, આપી જાનથી મારી નાખવાની ધમકી!
calendar_today June 10, 2026

Morbi News: હળવદમાં પાણીના ટેન્કર બાબતે ભાજપ નેતાએ કર્મચારીને માર માર્યો, આપી જાનથી મારી નાખવાની ધમકી!

મોરબીના હળવદમાંથી નગરપાલિકાના સભ્યની દાદાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હળવદ નગરપાલિકાના સેનીટેશન ચેરમેન અને ભાજપના નેતા ભરતભાઈ કરોતરા દ્વારા પાણી પુરવઠા વિભાગના એક કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જે કારણે હળવદ શહેરમાં ચકચાર મચી ગઈ છે.જાહેરમાં બિભત્સ ગાળો આપીઘટનાની મળતી માહિતી અનુસાર, પાણીના ટેન્કર મોકલવા બાબતે હળવદ નગરપાલિકાના સભ્ય ભરતભાઈ કરોતરા અને પાણી પુરવઠાના કર્મચારી તુષારભાઈ ગઢવી વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈ જઈને પાલિકા સભ્ય ભરતભાઈએ કર્મચારી તુષારભાઈને જાહેરમાં બિભત્સ ગાળો આપી હતી.જાનથી મારી નાખવાની ધમકી આપીવાત આટલેથી ન અટકતા, ભાજપના નેતાએ સત્તાના નશામાં ભાન ભૂલીને કર્મચારી તુષારભાઈ ગઢવી સાથે મારામારી કરી હતી, અને તેમના પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં, આરોપી સભ્યએ કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું સામે આવ્યું છે.ભરત કરોતરા વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાઈઆ ઘટના બાદ ભયભીત અને આક્રોશિત થયેલા પાણી પુરવઠાના કર્મચારી તુષારભાઈ ગઢવી તાત્કાલિક હળવદ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને પાલિકા સભ્ય ભરત કરોતરા વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. સરકારી કર્મચારીઓ પર શાસક પક્ષ ભાજપના નેતાઓ દ્વારા થઈ રહેલા આવા હુમલાઓને પગલે સ્થાનિક કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો - Morbi : હળવદમાં ભાજપનું ‘સાવરણા નાટક’: સાંસદ પાસે કરાવ્યું ફોટો સેશન, પછી એ જ જગ્યાએ સ્વીપર મશીન ફેરવતા વિવાદ

Read Full Story arrow_forward
Ahmedabad News: સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બની ધમકીનો ભેદ ઉકેલાયો, સુરતના વેપારીના પુત્રએ ધુરંધર ફિલ્મ જોઈને ખેલ કર્યો
calendar_today June 10, 2026

Ahmedabad News: સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બની ધમકીનો ભેદ ઉકેલાયો, સુરતના વેપારીના પુત્રએ ધુરંધર ફિલ્મ જોઈને ખેલ કર્યો

નવરંગપુરા વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ ક્લબને બોમ્બથી ઉડાવી દેવાની લેખિત ધમકી મળતાં સમગ્ર પરિસરમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. આ ઘટનાની તપાસ ચાલુ છે ત્યાં જ આજે ફરીવાર અમદાવાદ અને ગાંધીનગરમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઈલ મળ્યા હતાં. સ્પોર્ટ્સ ક્લબની ઘટનામાં ધુરંધર મૂવી જોઈને બાળકે બોમ્બની ધમકી આપી હોવાનો ખુલાસો થયો છે. લોકરમાંથી એક અજાણી ચિઠ્ઠી મળી આવીસ્પોર્ટ્સ ક્લબના કર્મચારીઓને ચેકિંગ દરમિયાન રૂમ નંબર 119માં આવેલા એક લોકરમાંથી એક અજાણી ચિઠ્ઠી મળી આવી હતી.આ ચિઠ્ઠીને ખોલીને વાંચતા જ સ્ટાફના હોશ ઉડી ગયા હતા.કારણ કે તેમાં ક્લબને બોમ્બથી ઉડાવી દેવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.ક્લબના સંચાલકોએ મોડું કર્યા વિના આ અંગે તાત્કાલિક કંટ્રોલ રૂમ દ્વારા પોલીસને જાણ કરી હતી.પોલીસ દ્વારા ક્લબના ખૂણે ખૂણાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તેમજ લોકર સુધી આ ચિઠ્ઠી કોણે પહોંચાડી તે જાણવા માટે ત્યાંના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતાં. પેન્સિલથી બોમ્બ થ્રેટનો મેસેજ લખ્યોઆ ઘટનામાં હવે મોટો ખુલાસો સામે આવ્યો છે. તાજેતરમાં જ રીલિઝ થયેલી ધુરંધર ફિલ્મ પરથી પ્રેરણા લઈને સુરતના એક વેપારીના 12 વર્ષના પુત્રએ મજાક કરવા આ ચિઠ્ઠી લખી હતી. તેણે ધુરંધર મૂવી જોયા બાદ પેન્સિલથી બોમ્બ થ્રેટનો મેસેજ લખ્યો હતો. સ્પોર્ટ્સ ક્લબની જે રૂમમાંથી ચિઠ્ઠી મળી તે રૂમમાં 3 વિદેશી વેપારીઓ રોકાયા હતા. ચિઠ્ઠીમાં લશ્કર એ તોયબા તેમજ દાઉદનો ઉલ્લેખ કરાયો હતો. આ બાળકે પત્ર લખીને લોકરમાં મુક્યો હતો અને આખરે લોકરમાં જ રહી ગયો હતો. હાઉસકિપિંગ સ્ટાફે જ્યારે રૂમની અંદર કામગીરી કરી ત્યારે આ લેટર મળી આવ્યો હતો.  આ પણ વાંચોઃ Delhi : હવે અમદાવાદ મેટ્રો એરપોર્ટ સુધી પહોંચશે, કેન્દ્રિય કેબિનેટે આપી મંજૂરી

Read Full Story arrow_forward
West Bengal News: મમતા બેનર્જી TMCને કોંગ્રેસમાં ભેળવવા તૈયાર!, અભિષેક બેનર્જીએ Rahul Gandhi સમક્ષ મૂકી શરતો
calendar_today June 10, 2026

West Bengal News: મમતા બેનર્જી TMCને કોંગ્રેસમાં ભેળવવા તૈયાર!, અભિષેક બેનર્જીએ Rahul Gandhi સમક્ષ મૂકી શરતો

મમતા બેનર્જીએ અભિષેક બેનર્જી દ્વારા રાહુલ ગાંધી સમક્ષ કેટલીક શરતો પણ મૂકવા જણાવ્યુ છે. કોંગ્રેસના પ્રતિભાવ પર નજર સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને પ્રસ્તાવ મૂક્યો કે, ટીએમસી પર ભાજપના રાજકીય હુમલાઓને ધ્યાનમાં રાખીને, તેમણે તેમના પક્ષને કોંગ્રેસમાં ભેળવી દેવો જોઈએ, નહીંતર ભાજપ તેમને આમ આદમી પાર્ટીની જેમ હેરાન કરશે. અભિષેક બેનર્જીએ રાહુલ ગાંધી સાથેની મુલાકાતમાં આ અંગે ચર્ચા કરી હતી. ટીએમસી નેતાએ માંગ કરી છે કે મમતા બેનર્જીને રાજ્યસભામાં મોકલવામાં આવે અને રાજ્યસભામાં વિપક્ષના નેતાનું પદ આપવામાં આવે. જોકે, આ અંગે કોંગ્રેસનો પ્રતિભાવ જાહેર કરવામાં આવ્યો નથી. સોનિયા ગાંધીએ પોતે આ ઓફર કરી સોનિયા ગાંધીએ વ્યક્તિગત રીતે મમતા બેનર્જીને ફોન કરીને ટીએમસીનું કોંગ્રેસમાં વિલય કરવાની ઓફર કરી હતી. સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને ટીએમસીનું ભેળવવા કહ્યું હતું, જેના બદલામાં તેમને કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવશે. વધુમાં, તેમના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જીને પણ મહાસચિવ પદ આપવામાં આવશે. કોંગ્રેસ સંસદીય પક્ષના નેતાએ મમતા બેનર્જીને પ્રસ્તાવ મૂક્યો હતો કે, TMC પર ભાજપના રાજકીય હુમલાઓને ધ્યાનમાં રાખીને, તેમણે તેમના પક્ષને કોંગ્રેસમાં ભેળવી દેવો જોઈએ, નહીં તો ભાજપ તેમને આમ આદમી પાર્ટીની જેમ હેરાન કરશે. વધુમાં, તેમના પક્ષના આંતરિક સભ્યો પણ અભિષેક બેનર્જીની વિરુદ્ધ છે, જેના કારણે તેમના માટે પરિસ્થિતિ મુશ્કેલ બની છે. રાહુલ-અભિષેકની મુલાકાત દોઢ કલાક ચાલી હતી મમતા બેનર્જીએ છેલ્લા બે દિવસમાં કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીને તેમના નિવાસસ્થાન, 10 જનપથ ખાતે બે વાર મળ્યા ત્યારે કોંગ્રેસમાં TMCના વિલયની અટકળોને જોર મળ્યું. બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે ગરજોશી સાથે મુલાકાત થઇ હતી. મમતા અને સોનિયાએ એકબીજાને ગળે પણ લગાવ્યા હતા. બાદમાં, રાહુલ ગાંધી અને અભિષેક બેનર્જી પણ મળ્યા હતા. 10 જનપથ ખાતે રાહુલ ગાંધી અને અભિષેક બેનર્જી વચ્ચેની મુલાકાત લગભગ દોઢ કલાક ચાલી હતી. આ પણ વાંચોઃ જોહાનિસબર્ગના ક્લેવલેન્ડમાં ફાયરિંગ, 12 લોકોના મોત, નવ ઘાયલ

Read Full Story arrow_forward