android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vaishno Devi: વૈષ્ણોદેવીમાં ભક્તોનું ઘોડાપૂર, અઠવાડિયામાં જ 3 લાખ ભક્તોએ કર્યા દર્શન
calendar_today June 10, 2026

Vaishno Devi: વૈષ્ણોદેવીમાં ભક્તોનું ઘોડાપૂર, અઠવાડિયામાં જ 3 લાખ ભક્તોએ કર્યા દર્શન

યાત્રામાં વધતી ભીડને કારણે હેલિકોપ્ટર સેવા, બેટરી કાર, રોપવે તેમજ ભવન ખાતે રહેવાની સુવિધાઓ લગભગ સંપૂર્ણપણે બુક થઈ ગઈ છે. તેથી યાત્રાળુઓને પ્રવાસ પહેલાં ઉપલબ્ધ સુવિધાઓ અને હાલની સ્થિતિ અંગે માહિતી મેળવીને જ પ્રવાસનું આયોજન કરવાની સલાહ આપવામાં આવી રહી છે.જૂન મહિનામાં યાત્રાળુઓની સંખ્યા વધી શ્રાઇન બોર્ડના આંકડા મુજબ જૂન મહિનાની શરૂઆતથી જ યાત્રાળુઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 1 જૂને 37,100 ભક્તોએ દર્શન કર્યા હતા, જ્યારે 2 જૂને આ આંકડો વધીને 40,200 થયો હતો. ત્યારબાદ 3 જૂને 40,300, 4 જૂને 40,000, 5 જૂને 42,500, 6 જૂને 47,500, 7 જૂને 48,300 અને 8 જૂને 48,500 શ્રદ્ધાળુઓ માતાના દર્શન માટે પહોંચ્યા હતા. આ વધતી સંખ્યા છેલ્લા કેટલાક વર્ષોના રેકોર્ડને પડકારતી જોવા મળી રહી છે.વધતી ભીડને કારણે નોંધણી કેન્દ્રો સમય પહેલાં બંધયાત્રાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને અનેક વખત નોંધણી કેન્દ્રો નિર્ધારિત સમય પહેલાં બંધ કરવાની ફરજ પડી હતી. 6 જૂને નોંધણી પ્રક્રિયા રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખવાની હતી, પરંતુ ભારે ભીડને કારણે તેને રાત્રે 8 વાગ્યે જ બંધ કરી દેવામાં આવી. એ જ રીતે રવિવારે પણ તમામ નોંધણી કેન્દ્રો સાંજે લગભગ 7 વાગ્યે બંધ કરવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ના માર્ગદર્શિકા મુજબ એક દિવસમાં 50 હજારથી વધુ યાત્રાળુઓને યાત્રા માર્ગ પર મોકલવાની મંજૂરી નથી. આ કારણે જ્યારે સંખ્યા નિર્ધારિત મર્યાદાની નજીક પહોંચે છે ત્યારે નોંધણી પ્રક્રિયા અટકાવવામાં આવે છે.સુવિધાઓ પર પણ ભીડની અસરયાત્રાળુઓની રેકોર્ડબ્રેક સંખ્યાની સીધી અસર વિવિધ સુવિધાઓ પર જોવા મળી રહી છે. હેલિકોપ્ટર સેવા, બેટરી કાર, રોપવે તેમજ ભવન ખાતે રહેવા માટેના રૂમ આગામી ઘણા દિવસો સુધી લગભગ સંપૂર્ણપણે બુક થઈ ગયા છે. પરિણામે પૂર્વ બુકિંગ વગર પહોંચતા ભક્તોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.શ્રાઇન બોર્ડ દ્વારા ભીડનું યોગ્ય સંચાલન કરવા માટે દર્શન માટે ઉપલબ્ધ ત્રણેય ગુફાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી વધુમાં વધુ ભક્તોને ઝડપથી દર્શન કરાવી શકાય અને લાંબી કતારોને નિયંત્રિત કરી શકાય.કટરાના વેપારીઓમાં ખુશીની લહેરવૈષ્ણો દેવી યાત્રામાં વધેલી ભીડનો સૌથી મોટો લાભ કટરાના સ્થાનિક વેપારીઓને મળી રહ્યો છે. હોટલ, ગેસ્ટ હાઉસ, ઢાબા, રેસ્ટોરન્ટ અને અન્ય વેપારી એકમોમાં સારી એવી ચહલપહલ જોવા મળી રહી છે.સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે ગયા વર્ષે વિવિધ કારણોસર યાત્રા પર અસર પડી હતી, જેના કારણે વ્યવસાયને નુકસાન થયું હતું. જોકે, આ વર્ષે મોટી સંખ્યામાં આવી રહેલા શ્રદ્ધાળુઓએ વેપારમાં ફરીથી નવી ઊર્જા ભરી છે. વેપારીઓને આશા છે કે આગામી દિવસોમાં પણ આ જ ગતિ યથાવત રહેશે, જેના કારણે પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્રને વધુ મજબૂતી મળશે.આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ? 

Read Full Story arrow_forward
Gujarat Latest News Live Update: અમદાવાદ RSS ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સઘન ચેકિંગ બાદ તંત્રે લીધો રાહતનો શ્વાસ
calendar_today June 10, 2026

Gujarat Latest News Live Update: અમદાવાદ RSS ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સઘન ચેકિંગ બાદ તંત્રે લીધો રાહતનો શ્વાસ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 10JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad News: બોમ્બની ધમકી અંગે અમદાવાદ અને ગાંધીનગરમાં બે ગુના દાખલ
calendar_today June 10, 2026

Ahmedabad News: બોમ્બની ધમકી અંગે અમદાવાદ અને ગાંધીનગરમાં બે ગુના દાખલ

આજે અમદાવાદ અને ગાંધીનગરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-1ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.બ્લાસ્ટની ધમકીના મેઈલ મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી.સ્વર્ણિમ સંકુલ-4માં મુખ્યમંત્રીનું કાર્યાલય આવેલું છે.બીજી તરફ અમદાવાદમાં મહાનગર પાલિકાની કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. પોલીસે ત્યાં પણ તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી હતી. સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં બોમ્બની ધમકી મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં કોઈજ શંકાસ્પદ ચીજ નહીં મળતાં હાશકારો અનુભવાયો છે. અજાણ્યા ઈમેલ આઈડી પરથી ધમકીનો મેઈલ આવ્યો હતો. CM ઓફિસને બપોરે 1.11 વાગ્યે ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ઉપરાંત RSS કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ધમકીઓ મળતાં જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.  પોલીસની તપાસ પૂર્ણ થતાં હાશકારોઅમદાવાદમાં પણ દાણાપીઠ AMC કચેરીને બોમ્બથી ઉડાવાની ધમકી મળતાં પોલીસે તપાસ કરી હતી. પોલીસની તપાસમાં કોઈ જ સંદિગ્ધ વસ્તુ નહીં મળતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. કારંજ પોલીસના ઈમેલ પર ધમકીનો મેઈલ આવ્યા બાદ DDS, SOG, સ્થાનિક પોલીસની ટીમે તપાસ કરી હતી. કોર્પોરેશન ઓફિસને બપોરે 3 વાગ્યે બ્લાસ્ટની ધમકી મળતાં જ સમગ્ર પરિસર ખાલી કરાવાયું હતું. પોલીસની તપાસ પૂર્ણ થતાં હાશકારો અનુભવાયો હતો. અમદાવાદ અને ગાંધીનગરમાં બોમ્બની ધમકીના બે ગુના દાખલઆ બંને ઘટનાને લઈને રાજ્યના પોલીસ વડા જી.એસ. મલીકે કહ્યું હતું કે, અમદાવાદ અને ગાંધીનગરમાં બોમ્બની ધમકી અંગેના બે ગુના દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં સાયબર સેલમાં ગુનો નોંધાયો છે અને ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ધમકી આપનારા અજાણ્યા લોકોએ VPNનો ઉપયોગ કરી ઇમેલ કર્યો હતો. ખાલિસ્તાની પેટર્ન પર તપાસ ચાલુ કરવામાં આવી છે.  આ પણ વાંચોઃ Delhi : હવે અમદાવાદ મેટ્રો એરપોર્ટ સુધી પહોંચશે, કેન્દ્રિય કેબિનેટે આપી મંજૂરી

Read Full Story arrow_forward