android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : ખુશખબર, દેશમાં ચોમાસાએ રોકેટ ગતિ પકડી, ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી
calendar_today June 9, 2026

Gujarat Latest News Live : ખુશખબર, દેશમાં ચોમાસાએ રોકેટ ગતિ પકડી, ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 09JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Rajkot : બાબા બાગેશ્વરના દરબારમાં ધૂણવાની ઘટના મુદ્દે સીએમ, ગૃહવિભાગ અને કોર્ટમાં અરજી, ધીરેન્દ્ર શાસ્ત્રી સામે FIRની માગ
calendar_today June 9, 2026

Rajkot : બાબા બાગેશ્વરના દરબારમાં ધૂણવાની ઘટના મુદ્દે સીએમ, ગૃહવિભાગ અને કોર્ટમાં અરજી, ધીરેન્દ્ર શાસ્ત્રી સામે FIRની માગ

રાજકોટ શહેરમાં યોજાયેલા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારને લઈને નવો વિવાદ આક્રમક બન્યો છે. કથા દરમિયાન દરબારમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન મળતું હોય તે પ્રકારે ધૂણવાની બનેલી ઘટના સામે આવતા અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કામ કરતી સંસ્થા 'ગુજરાત વિજ્ઞાન જાથા' લાલઘૂમ થઈ છે. વિજ્ઞાન જાથા દ્વારા આ સમગ્ર મામલે આયોજકો અને કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી સામે કાયદાકીય સકંજો કસવા માટે સત્તાવાર મોરચો ખોલી દેવામાં આવ્યો છે.સરકાર સમક્ષ કરી અરજી વિજ્ઞાન જાથાના પ્રમુખ દ્વારા આ મામલે છેક મુખ્યમંત્રી કાર્યાલય, રાજ્યના ગૃહ વિભાગ અને સ્થાનિક કોર્ટ સુધી લેખિતમાં અરજી પાઠવીને કડક પગલાં લેવાની માગ કરવામાં આવી છે. અરજીમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે, આ કાર્યક્રમ દરમિયાન સરકારી જાહેરનામાનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો છે તેમજ વહીવટી તંત્ર દ્વારા નક્કી કરાયેલા નિયમોની પણ ભારે અવહેલના થઈ છે. કથાના નામે લોકમાનસમાં અંધશ્રદ્ધા અને વહેમ ફેલાવવાનો આયોજનબદ્ધ પ્રયાસ થયો હોવાનો દાવો પણ અરજીમાં કરાયો છે. ફોજદારી ગુનો દાખલ કરવાની માગ જાથાએ પોતાની અરજીમાં સ્પષ્ટ માગ કરી છે કે, સનાતન ધર્મના નામે કથિત ચમત્કારોના પ્રચાર-પ્રસારને રોકવામાં આવે અને નિયમ ભંગ બદલ કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી તેમજ રાજકોટના સ્થાનિક આયોજકો સામે ફોજદારી ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, બાબા બાગેશ્વરના કાર્યક્રમોમાં અગાઉ પણ આવા વિવાદો સામે આવતા રહ્યા છે, પરંતુ રાજકોટમાં મામલો સીધો કોર્ટ અને ગૃહવિભાગ સુધી પહોંચતા વહીવટી તંત્ર અને આયોજકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હવે જોવું રહ્યું કે આ હાઈપ્રોફાઈલ કેસમાં સરકાર કે કોર્ટ દ્વારા કેવા આકરા પગલાં લેવામાં આવે છે. આ પણ વાંચો----      Gujarat Latest News Live : અમદાવાદમાં સુરેન્દ્રનગરના કુખ્યાત આરોપીને પોલીસ પકડવા જતા ચોથા માળેથી પટકાતા મોત

Read Full Story arrow_forward
Sabarkantha: રણાસણ-ગાંભોઈ રોડ પર કાર-રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 મહિલાઓના કમકમાટીભર્યા મોત
calendar_today June 9, 2026

Sabarkantha: રણાસણ-ગાંભોઈ રોડ પર કાર-રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 મહિલાઓના કમકમાટીભર્યા મોત

સાબરકાંઠા જિલ્લાના હાથરોલ ગામની સીમમાંથી પસાર થઈ રહેલી એક મુસાફરોથી ભરેલી રિક્ષાને કાળ બનીને આવેલી એક કારે એટલી જોરદાર ટક્કર મારી હતી કે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી અને હાઈવે પર ચીસાચીસ મચી ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર 3 મહિલાઓ રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.ગઈકાલની દુર્ઘટના પછી પણ સ્પીડ પર કાબૂ નહીંનોંધનીય છે કે, હજુ ગઈકાલે જ સાબરકાંઠામાં એક મોટો અકસ્માત થયો હતો જેમાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને 15 જેટલા મુસાફરો લોહીલુહાણ થયા હતા. આ ઘટનાના માત્ર 24 કલાકની અંદર જ આજે બીજો મોટો અકસ્માત થતાં સ્થાનિક તંત્રના પ્રી-સેફ્ટીના દાવાઓ પર સવાલ ઉઠી રહ્યા છે. આજની ઘટનામાં ભોગ બનનાર મહિલાઓ મજૂરી અથવા પોતાના ઘરના કામે જઈ રહી હતી ત્યારે જ રસ્તામાં જ કાળ ભેટી ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં હાઈવે પર દોડી આવ્યા હતા અને રિક્ષામાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.પોલીસે ગુનો નોંધી કાયદાનો સકંજો કસ્યોઅકસ્માતની જાણ થતાં જ ગાંભોઈ પોલીસ મથકનો કાફલો એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ત્રણેય મૃતક મહિલાઓના શબને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યા છે અને અન્ય ત્રણ ગંભીર ઘાયલોને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે. હિંમતભેર ઊભા રહીને ઘાયલોની મદદ કરવાને બદલે કારચાલક સ્થળ પરથી ગાડી ભગાડી મૂકી હતી. પોલીસે અજાણ્યા કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધી હાઈવેના સીસીટીવી (CCTV) ફૂટેજ અને વાહનના નંબરના આધારે તેને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. એક સાથે 3 મહિલાઓના મોતથી સમગ્ર પંથકમાં માતમ છવાઈ ગયો છે.આ પણ વાંચો: Junagadh: આજથી 2 દિવસ સુધી ગિરનાર અભયારણ્યમાં વસ્તી ગણતરી, 150 થી વધુ વનકર્મીઓ તૈનાત

Read Full Story arrow_forward