android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha News: દાંતામાં ચાલકે કાબુ ગુમાવતા જીપ સીધી જ પીક અપ સ્ટેન્ડમાં ઘૂસી, એકનું મોત 7 ઈજાગ્રસ્ત
calendar_today June 9, 2026

Banaskantha News: દાંતામાં ચાલકે કાબુ ગુમાવતા જીપ સીધી જ પીક અપ સ્ટેન્ડમાં ઘૂસી, એકનું મોત 7 ઈજાગ્રસ્ત

રાજ્યમાં અવારનવાર સર્જાતા માર્ગ અકસ્માતોની વણઝાર વચ્ચે બનાસકાંઠા જિલ્લાના દાંતા પંથકમાંથી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.દાંતા રપટ પાસે મુસાફરો ભરેલી એક કમાન્ડર જીપને ભયાનક અકસ્માત નડ્યો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલી જીપના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા આ ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી.ચાલકે કાબુ ગુમાવતા જ અનિયંત્રિત બનેલી જીપ સીધી રોડ કિનારે આવેલા મુસાફરોના પિક-અપ સ્ટેન્ડમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતઆ ભયાનક ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનાસ્થળે જ ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં 1 વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે,જ્યારે 7 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. તમામ ગંભીર રીતે ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરીહોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર અમુક ઈજાગ્રસ્તોની હાલત અત્યંત નાજુક હોવાથી મોતના આંકડામાં હજુ પણ વધારો થવાની આશંકા સેવાઈ રહી છે.ઘટના અંગેની માહિતી મળતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચોઃ Surat : રહસ્યમય ઘોસ્ટ ડિમોલિશનનો ડખો છેક ગાંધીનગર પહોંચ્યો, બિલ્ડર સાથે મનપા-પોલીસની 'સોપારી'ની ચર્ચા

Read Full Story arrow_forward
NDAનો  રાજ્યસભામાં પણ દબદબો! ક્યાંક બિનહરીફ જીત તો ક્યાંક તોડજોડની આશંકાથી ગરમાયું રાજકારણ
calendar_today June 9, 2026

NDAનો રાજ્યસભામાં પણ દબદબો! ક્યાંક બિનહરીફ જીત તો ક્યાંક તોડજોડની આશંકાથી ગરમાયું રાજકારણ

પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડા, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને દિગ્વિજય સિંહ જેવા દિગ્ગજ નેતાઓની મુદત પૂરી થવાના કારણે આ ચૂંટણી યોજાઈ રહી છે. મધ્યપ્રદેશમાં વધારાના ઉમેદવારથી સર્જાયેલું સસ્પેન્સમધ્યપ્રદેશની 3 બેઠકો માટે ભાજપે બે નિયમિત ઉમેદવારો ઉપરાંત મહેશ કેવટેના રૂપમાં ત્રીજો વધારાનો ઉમેદવાર ઉતારીને કોંગ્રેસની મીનાક્ષી નટરાજન માટે મુશ્કેલીઓ ઊભી કરી છે. રાજ્યની વિધાનસભાની વર્તમાન સ્થિતિ જોતાં ભાજપ પાસે બે બેઠકો અને કોંગ્રેસ પાસે એક બેઠક સરળતાથી જીતવા જેટલું સંખ્યાબળ છે. કોંગ્રેસ પાસે જીતવા માટે જરૂરી 58 મતો કરતાં 4 ધારાસભ્યો વધુ છે, જ્યારે ભાજપ પાસે બે બેઠકો જીત્યા પછી 48 મતો વધે છે. ભાજપને પોતાની ત્રીજી બેઠક જીતવા માટે વધુ 10 મતોની જરૂર છે, જે માત્ર કોંગ્રેસના ધારાસભ્યોના ક્રોસ-વોટિંગ (પક્ષ વિરોધી મતદાન) દ્વારા જ શક્ય બની શકે છે. જો કોંગ્રેસના ધારાસભ્યો તૂટે તો જ ભાજપની આ રણનીતિ સફળ થાય, જેના કારણે મધ્યપ્રદેશની ચૂંટણીમાં સસ્પેન્સ ચરમસીમાએ પહોંચ્યું છે. ઝારખંડમાં ઉદ્યોગપતિની એન્ટ્રી અને હોર્સ-ટ્રેડિંગનો ભયઝારખંડની ૨ બેઠકો માટે શાસક ગઠબંધન (JMM અને કોંગ્રેસ) પાસે 56 ધારાસભ્યોનું સંખ્યાબળ છે, જે બંને બેઠકો જીતવા માટે પૂરતું છે. પરંતુ ભાજપ અને NDA ના સમર્થન સાથે અપક્ષ ઉમેદવાર તરીકે જાણીતા ઉદ્યોગપતિ પરિમલ નથવાણીની એન્ટ્રીએ આખી રમત બદલી નાખી છે. NDA પાસે પોતાના 24 ધારાસભ્યો છે અને નથવાણીને જીતવા માટે વિપક્ષી છાવણીમાંથી ઓછામાં ઓછા 4 વધુ મતો તોડવા પડે તેમ છે. બેઠકો કરતાં ઉમેદવારોની સંખ્યા વધી જતાં ઝારખંડ અને મધ્યપ્રદેશ બંને રાજ્યોમાં ધારાસભ્યોની ખરીદ-વેચાણ (હોર્સ-ટ્રેડિંગ) અને હેરાફેરીનો ભય ખૂબ વધી ગયો છે. જો પ્રથમ પસંદગીના મતો પૂરા ન થાય, તો બંને રાજ્યોમાં પરિણામોનો નિર્ણય બીજી પસંદગીના મતોના આધારે લેવામાં આવશે. અન્ય રાજ્યોમાં ભાજપનું વર્ચસ્વ અને 2/3 બહુમતીનું લક્ષ્યમધ્યપ્રદેશ અને ઝારખંડમાં ભલે રસાકસી હોય, પણ ગુજરાત જેવા રાજ્યોમાં ભાજપનું સંપૂર્ણ વર્ચસ્વ છે. ગુજરાતની 4 બેઠકો પર ભાજપે રાજુભાઈ શુક્લા અને મુકેશ રાઠવા સહિત ચાર ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યાં વિપક્ષે કોઈ ઉમેદવાર ન ઉતારતા ભાજપનો બિનહરીફ વિજય નક્કી છે. આ ઉપરાંત, આંધ્રપ્રદેશમાં ટીડીપી-જનસેનાના મજબૂત પ્રદર્શન, ઓડિશામાં સત્તા પરિવર્તન અને મહારાષ્ટ્રમાં મજબૂત જોડાણને કારણે પણ રાજ્યસભામાં NDA ની શક્તિ સતત વધી રહી છે. જો આગામી સમયમાં રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત થતા ૧૨ સભ્યોના સમર્થન સાથે NDA 164 બેઠકોનો ઐતિહાસિક આંકડો પાર કરી લેશે, તો દેશમાં બંધારણીય સુધારાઓ અને મહત્વના બિલ પસાર કરવા માટે તેમની પાસે અભૂતપૂર્વ રાજકીય શક્તિ આવી જશે. આ પણ વાંચો: UN: અફઘાનિસ્તાનમાં હુમલો નરસંહાર, પાખંડ.. UNમાં ભારતે પાકિસ્તાનને ખુલ્લુ પાડ્યુ

Read Full Story arrow_forward
Monsoon 2026: સિક્કિમ અને નોર્થ બંગાળ પહોંચ્યુ ચોમાસુ, આ 4 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
calendar_today June 9, 2026

Monsoon 2026: સિક્કિમ અને નોર્થ બંગાળ પહોંચ્યુ ચોમાસુ, આ 4 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

દેશભરમાં આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે તે ચોમાસું હવે પૂરઝડપે આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના તાજા અહેવાલ મુજબ, દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ પૂર્વ ભારતના રાજ્યોમાં સત્તાવાર રીતે દસ્તક આપી દીધી છે. આજે મેઘરાજા સિક્કિમ અને પશ્ચિમ બંગાળના ઉત્તરીય ભાગોમાં પહોંચી ગયા છે, જેના કારણે આ વિસ્તારોમાં વાતાવરણ આહલાદક બની ગયું છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, દેશના અન્ય ભાગોમાં પણ ચોમાસાને આગળ વધવા માટે સાનુકૂળ વાતાવરણ સર્જાયું છે.આગામી 4થી 5 દિવસમાં આ રાજ્યો ભીંજાશેચોમાસાની વર્તમાન ગતિને જોતા હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 4 થી 5 દિવસમાં ચોમાસું બિહાર અને ઝારખંડના વિસ્તારોને આવરી લેશે. આ ઉપરાંત, પૂર્વીય અને મધ્ય ભારતના રાજ્યો જેવા કે ઓડિશા, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના બાકીના ભાગોમાં પણ આગામી થોડા દિવસોમાં ચોમાસાની એન્ટ્રી થવાની પ્રબળ સંભાવના છે. આ વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ ગઈ છે.ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ IMD એ આગામી 5 થી 7 દિવસ માટે દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.  હવામાન વિભાગના અંદાજ મુજબ આ સમયગાળા દરમિયાન વિવિધ વિસ્તારોમાં 7 સેમીથી લઈને 20 સેમી સુધીનો ધોધમાર વરસાદ વરસી શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે.મુખ્યત્વે આ રાજ્યો માટે વિશેષ ચેતવણી જાહેર દક્ષિણ ભારત: કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ તમિલનાડુમાં આગામી એક સપ્તાહ સુધી મુશળધાર વરસાદની આશંકા છે.પૂર્વ ભારત: સિક્કિમ અને ઉત્તર બંગાળના પહાડી વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદને પગલે તંત્રને એલર્ટ રહેવા જણાવાયું છે.આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?

Read Full Story arrow_forward