android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara-સાવલી માર્ગ પર અજાણ્યા વાહનની અડફેટે દુર્લભ વન્યજીવ 'વનયાર' થયું લોહીલુહાણ
calendar_today June 9, 2026

Vadodara-સાવલી માર્ગ પર અજાણ્યા વાહનની અડફેટે દુર્લભ વન્યજીવ 'વનયાર' થયું લોહીલુહાણ

વડોદરા જિલ્લાના સાવલી-ડેસર પંથકમાંથી વન્યજીવ પ્રેમીઓને ચિંતામાં મૂકી દે તેવા સમાચાર સામે આવ્યા છે. સાવલીના ઝવેરીપુરા ગામ નજીક પસાર થતા વડોદરા-સાવલી મુખ્ય માર્ગ પર એક અજાણ્યા વાહનની ટક્કરે દુર્લભ ગણાતા વન્યપ્રાણી 'વનયાર' (શાહ wilds/જંગલી બિલાડી પ્રજાતિ) ને જોરદાર અડફેટે લીધું હતું. પૂરપાટ ઝડપે દોડતા વાહનની ટક્કર વાગતાં આ મૂંગું જીવ રોડ કિનારે ગંભીર હાલતમાં પછડાયું હતું અને લોહીલુહાણ થઈ ગયું હતું.ગ્રામજનોની ત્વરિત જાગૃતતા અને વન વિભાગની દોડધામઅકસ્માત બાદ માર્ગ પરથી પસાર થતા ઝવેરીપુરા ગામના સ્થાનિક રહીશોની નજર રોડ કિનારે તરફડિયા મારી રહેલા આ અજાણ્યા વન્યજીવ પર પડી હતી. વનયારને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જોતાં જ ગ્રામજનોએ માનવતા દાખવીને તાત્કાલિક વન વિભાગ (Forest Department) ને ફોન પર જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા સમજીને વન વિભાગની રેસ્ક્યુ ટીમ સત્વરે ઘટનાસ્થળે દોડી આવી હતી. વનકર્મીઓએ ભારે જહેમત બાદ ઘાયલ વનયારનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું અને તેને તાત્કાલિક વેટરનરી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યું હતું.હાઈવે પર વન્યજીવોની સુરક્ષા સામે ઉઠ્યા સવાલોઆ અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ વન વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેની શોધખોળ શરૂ કરી છે. હાલમાં વન્યજીવ નિષ્ણાતો અને ડોક્ટરોની ટીમ દ્વારા વનયારની તબિયત પર સતત દેખરેખ (મોનિટરિંગ) રાખવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે જંગલ વિસ્તારની આસપાસથી પસાર થતા હાઈવે પર વન્યપ્રાણીઓની માર્ગ સલામતી અને વાહનોની ગતિમર્યાદા પર અંકુશ રાખવા અંગે સ્થાનિકો અને પર્યાવરણવાદીઓ દ્વારા ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : અમદાવાદ ધરપડાના સરપંચના પતિ .1.10 લાખની લાંચ લેતા ACB ટ્રેપમાં ઝડપાયા
calendar_today June 9, 2026

Gujarat Latest News Live : અમદાવાદ ધરપડાના સરપંચના પતિ .1.10 લાખની લાંચ લેતા ACB ટ્રેપમાં ઝડપાયા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 09JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Surat : રહસ્યમય ઘોસ્ટ ડિમોલિશનનો ડખો છેક ગાંધીનગર પહોંચ્યો, બિલ્ડર સાથે મનપા-પોલીસની 'સોપારી'ની ચર્ચા
calendar_today June 9, 2026

Surat : રહસ્યમય ઘોસ્ટ ડિમોલિશનનો ડખો છેક ગાંધીનગર પહોંચ્યો, બિલ્ડર સાથે મનપા-પોલીસની 'સોપારી'ની ચર્ચા

સુરતના કતારગામ વેડ દરવાજા નજીક આવેલા નાસીરનગર વિસ્તારમાં કોઈ પણ પ્રકારની પૂર્વ લેખિત નોટિસ આપ્યા વિના જ એકાએક 100થી વધુ મકાનો પર બુલડોઝર ફેરવી દેવાનો વિવાદ હવે અત્યંત ગંભીર વળાંક લઈ ચૂક્યો છે. આ આખી ઘટના કોઈ સરકારી ઓર્ડર વિના જ 'મિસ્ટર ઈન્ડિયા' સ્ટાઈલમાં થઈ હોવાથી તેને 'ઘોસ્ટ ડિમોલિશન' તરીકે જોવામાં આવી રહ્યું છે. આ સમગ્ર વિવાદના તાર હવે છેક સચિવાલય ગાંધીનગર સુધી જોડાતા રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી છે અને ગુપ્ત રાહે તપાસના આદેશો છૂટ્યા છે. ઘર તોડી પાડવાની મોટી 'સોપારી' ફોડી હોવાની આશંકા સૂત્રો પાસેથી મળતી ચોંકાવનારી વિગત મુજબ, વહીવટી તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને પોલીસ વિભાગે મળીને સ્થાનિક ખાનગી બિલ્ડરના ઈશારે ગરીબોના ઘર તોડી પાડવાની મોટી 'સોપારી' ફોડી હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ગંભીર કૌભાંડનો પર્દાફાશ કરવા માટે ગાંધીનગરે સુરત શહેર પોલીસને આખી તપાસ પ્રક્રિયાથી તદ્દન બહાર રાખીને રેન્જ આઈજી ને ગુપ્ત અહેવાલ સોંપવા આદેશ કર્યો છે. એટલું જ નહીં, આ મામલે સરકાર કક્ષાએથી સુરતના નવનિયુક્ત પદાધિકારીઓને તાત્કાલિક ગાંધીનગર તેડાવીને બંધ બારણે સખત પૂછપરછ અને વિગતો મેળવવામાં આવી છે. તપાસનો અહેવાલ મંગાયો બીજી તરફ, સ્થાનિક સ્તરે એસએમસી કમિશનર એમ. નાગરાજને આ મામલે આકરી તપાસ સમિતિ નીમીને જવાબદાર અધિકારીઓ પાસેથી ખુલાસો માગ્યો છે, પરંતુ હજી સુધી સંપૂર્ણ રિપોર્ટ ન મળતા તંત્રની ધીમી ગતિ પર સવાલો ઉઠ્યા છે. વિવાદીત ઇજનેર રજા પર ઉતરી ગયા આ દરમિયાન વિવાદોમાં ઘેરાયેલા સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર જયાંગ જીવન રામજીવાલા અચાનક લાંબી રજા પર ઉતરી જતાં, તેઓ પોતાની ચામડી બચાવવા ભાગી રહ્યા હોવાના આક્ષેપો વિપક્ષ અને જનતા દ્વારા થઈ રહ્યા છે.  પ્રોજેક્ટને પ્લાન મંજૂરી ન હોવાનો ભાંડો ફૂટ્યો આ કેસમાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ડિમોલિશનમાં વપરાયેલા જેસીબ મશીનના માલિક અને 'શ્રી રામ એજન્સી' ના તેજુ ભાઈ રાજપૂતે ખુલાસો કર્યો કે, તેઓ મનપાના કામ માટે જ કોન્ટ્રાક્ટ હેઠળ 4 ફોકલેન અને 3 જેસીબી લાવ્યા હતા. આ તરફ જે બિલ્ડરના કન્સ્ટ્રકશન પ્રોજેક્ટને આલીશાન રસ્તો આપવા માટે આ આખું પાપ કરાયું, તેના જ પ્રોજેક્ટને પ્લાન મંજૂરી ન હોવાનો ભાંડો ફૂટ્યો છે. હાલ આ મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે અને આગામી દિવસોમાં સુરત મનપા અને પોલીસના મોટા માથાઓ જેલભેગા થાય તેવી પૂરેપૂરી સંભાવના છે.આ પણ વાંચો---     Gujarat Latest News Live : ખુશખબર, દેશમાં ચોમાસાએ રોકેટ ગતિ પકડી, ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી

Read Full Story arrow_forward