android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર: 11 જૂનથી સિંચાઈ માટે અપાશે નર્મદાનું પાણી
calendar_today June 9, 2026

Gujarat રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર: 11 જૂનથી સિંચાઈ માટે અપાશે નર્મદાનું પાણી

ગુજરાતના જગતના તાત માટે ખેતીની સીઝન શરૂ થાય તે પહેલાં જ એક અત્યંત આનંદના અને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી (CM) દ્વારા ખેડૂતોના હિતમાં એક ઘણો જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 11 જૂનથી રાજ્યના ખેડૂતોને પાકની સિંચાઈ માટે નર્મદાનું પાણી આપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીના આ લોકાભિમુખ નિર્ણયને કારણે ચોમાસાની વાવણીની તૈયારી કરી રહેલા હજારો ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને મળશે સીધો લાભસરકારના આ નિર્ણયથી નર્મદા કમાન્ડ વિસ્તાર હેઠળ આવતા તમામ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓના ખેડૂતોને સીધો મોટો ફાયદો થશે. સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત પહેલાં વાવણી લાયક વરસાદ ન થાય ત્યાં સુધી ખેડૂતોને કૂવા કે બોરના પાણી પર આધાર રાખવો પડતો હોય છે. પરંતુ હવે 11 જૂનથી જ નર્મદાની મુખ્ય નહેરો અને શાખા નહેરો મારફતે સિંચાઈનું પાણી છોડવામાં આવનાર હોવાથી ખેડૂતો સમયસર અને કોઈપણ ચિંતા વગર પોતાના ઊભા પાકને બચાવી શકશે તેમજ આગોતરી વાવણીનું આયોજન પણ કરી શકશે.ધારાસભ્યો અને સાંસદોની રજૂઆતના પગલે લેવાયો નિર્ણયચોમાસાની સીઝન બિલકુલ માથે હોવા છતાં કેટલાય વિસ્તારોમાં પૂરતો વરસાદ ન થવાને કારણે ખેડૂતો ચિંતાતુર હતા. આ અંગે રાજ્યના વિવિધ પંથકના ધારાસભ્યો અને સાંસદો દ્વારા મુખ્યમંત્રી સમક્ષ ખેડૂતો વતી નર્મદાનું પાણી વહેલી તકે છોડવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. જનપ્રતિનિધિઓની આ પ્રજાલક્ષી રજૂઆતોને મુખ્યમંત્રીએ તુરંત ગ્રાહ્ય રાખીને સંબંધિત નર્મદા વિભાગના અધિકારીઓને 11 જૂનથી પાણી છોડવાની કડક સૂચના આપી દીધી છે. સરકારના આ આગોતરા આયોજનથી ચાલુ વર્ષે રાજ્યમાં કૃષિ ઉત્પાદન વધવાની પણ ઉજ્જવળ સંભાવનાઓ સેવાઈ રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Agriculture News : અમરેલીના ગીરમાં જાપાનની મિયાઝાકી કેરીનું ઉત્પાદન શરૂ, એક કિલોનો ભાવ જાણીને આંખો પહોળી થઈ જશે
calendar_today June 9, 2026

Agriculture News : અમરેલીના ગીરમાં જાપાનની મિયાઝાકી કેરીનું ઉત્પાદન શરૂ, એક કિલોનો ભાવ જાણીને આંખો પહોળી થઈ જશે

અમરેલી જિલ્લાના ગીર વિસ્તારમાં કેસર કેરી બાદ હવે વિશ્વપ્રસિદ્ધ જાપાનની મિયાઝાકી કેરીનું સફળ ઉત્પાદન શરૂ થતાં ખેડૂતો અને બાગાયત ક્ષેત્રમાં નવી આશા જાગી છે. ધારી તાલુકાના ગોવિંદપુર ગામે રહેતા પ્રગતિશીલ ખેડૂત નરેન્દ્રભાઈ વણપરિયાએ પોતાના બગીચામાં મિયાઝાકી કેરીનું સફળ વાવેતર કરીને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. નરેન્દ્રભાઈએ ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કર્યો છે અને મૂળ રાજકોટના રહેવાસી છે. હાલ તેઓ ગોવિંદપુર ખાતે પાંચ વીઘા જમીનમાં વિવિધ પ્રકારની કેરીનું વાવેતર કરે છે. સંપૂર્ણપણે ઓર્ગેનિક પદ્ધતિથી તેનું સંચાલનનરેન્દ્રભાઈએ તેમના બગીચામાં કેસર, બારમાસી સહિત લગભગ 50 જેટલી વિવિધ કેરીની જાતોનું સંવર્ધન કરવામાં આવ્યું છે. આ તમામ જાતોમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી જાપાનની મિયાઝાકી કેરી હાલમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે મિયાઝાકી કેરીનો પ્રથમ છોડ દક્ષિણ ભારતના એક વિસ્તારમાંથી આશરે 7000ના ખર્ચે મંગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના સંવર્ધન દ્વારા આજે પોતાના ખેતરમાં 100 જેટલા છોડ તૈયાર કરવામાં આવ્યા છે. આ છોડોની વિશેષ કાળજી લેવામાં આવે છે અને સંપૂર્ણપણે ઓર્ગેનિક પદ્ધતિથી તેનું સંચાલન કરવામાં આવે છે.દેશી ખાતર જેવા કુદરતી પોષક તત્વોમિયાઝાકી કેરીના છોડને જીવામૃત, ગોળ, છાશ અને દેશી ખાતર જેવા કુદરતી પોષક તત્વો આપવામાં આવે છે. રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ ટાળીને ઓર્ગેનિક પદ્ધતિથી ઉત્પાદન મેળવવામાં આવે છે. હાલ ત્રીજા વર્ષે આ છોડમાંથી ઉત્પાદન મળવાનું શરૂ થયું છે. ગયા વર્ષે આશરે 10 કિલોગ્રામ ઉત્પાદન મળ્યું હતું, જ્યારે આ વર્ષે 100 છોડમાંથી અંદાજે 25 કિલોગ્રામ જેટલું ઉત્પાદન પ્રાપ્ત થયું છે. વિશ્વ બજારમાં મિયાઝાકી કેરીને "એગ્સ ઓફ સન" તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની ગાઢ લાલ રંગની છાલ, ઉત્તમ મીઠાશ અને વિશિષ્ટ ગુણવત્તાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ભારે માંગ છે. આ કેરીનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિ કિલોગ્રામ 1.50 લાખથી લઈને 3 લાખ સુધી પહોંચે છે. તેથી તેને દુનિયાની સૌથી મોંઘી કેરીઓમાં સ્થાન મળ્યું છે.ગીર વિસ્તાર કેસર કેરી માટે વિશ્વભરમાં જાણીતો છેનરેન્દ્રભાઈ જણાવે છે કે મિયાઝાકી કેરીના છોડ ખૂબ જ સંવેદનશીલ હોવાથી તેની ખાસ દેખરેખ રાખવી પડે છે. યોગ્ય પોષણ, પાણીનું સંચાલન અને જીવાતોથી સુરક્ષા માટે સતત ધ્યાન આપવું જરૂરી બને છે. હાલમાં તેમણે હજુ સુધી આ કેરીનું વ્યાવસાયિક વેચાણ કર્યું નથી, પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી માહિતી પહોંચાડતાં અનેક લોકો ખરીદી માટે સંપર્ક કરી રહ્યા છે. ગીર વિસ્તાર કેસર કેરી માટે વિશ્વભરમાં જાણીતો છે, ત્યારે હવે મિયાઝાકી જેવી દુર્લભ અને ઉચ્ચ મૂલ્ય ધરાવતી કેરીનું ઉત્પાદન શરૂ થતાં અમરેલી જિલ્લાના ખેડૂતો માટે આવનારા સમયમાં નવી આવકના દ્વાર ખુલવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક સ્તરે થયેલી આ સફળતા અન્ય ખેડૂતોને પણ ઉચ્ચ મૂલ્ય ધરાવતા ફળોના વાવેતર તરફ પ્રેરણા આપશે.આ પણ વાંચોઃ Banaskantha News: દાંતામાં ચાલકે કાબુ ગુમાવતા જીપ સીધી જ પીક અપ સ્ટેન્ડમાં ઘૂસી, એકનું મોત 7 ઈજાગ્રસ્ત

Read Full Story arrow_forward
Rajkot News: બાલાજી વેફર્સ ફેક્ટરીના ગંદા પાણીથી પશુપાલન સાથે ખેતીને ભયંકર નુકસાન
calendar_today June 9, 2026

Rajkot News: બાલાજી વેફર્સ ફેક્ટરીના ગંદા પાણીથી પશુપાલન સાથે ખેતીને ભયંકર નુકસાન

રાજકોટ નજીક આવેલી જાણીતી બાલાજી વેફર્સ ફેક્ટરીમાંથી છોડાતા ગંદા અને પ્રદૂષિત પાણીના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પર્યાવરણીય કટોકટી સર્જાઈ છે. વડવાજડી સહિતના સાત જેટલા ગામો હાલ ફેક્ટરીના ઝેરી કેમિકલયુક્ત પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગ્રામજનોના આક્ષેપ અનુસાર, કંપની દ્વારા કોઈપણ પ્રકારના પ્રોસેસિંગ વિના દૂષિત પાણી સીધુ નદીઓ અને સ્થાનિક ખેતરોમાં વહાવી દેવામાં આવે છે, જેના કારણે કુદરતી જળસ્ત્રોતો ઝેરી બન્યા છે.લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર જોખમફેક્ટરીના આ બેજવાબદાર વલણને કારણે વડવાજડી, વીરડા વાજડી, વાજડી ગઢ, વેજગામ, રોણકી, ઈશ્વરીયા અને હરિપર જેવા ગામોમાં પીવાના અને સિંચાઈના બોરના પાણી પણ પ્રદૂષિત થઈ ચૂક્યા છે. જમીનની ફળદ્રુપતા નષ્ટ થવાના આરે છે. જેના કારણે સ્થાનિક ખેડૂતોની આજીવિકા છીનવાઈ રહી છે. ખેતી ઉપરાંત પશુપાલન અને સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર જોખમ ઊભું થયું છે. ગામના પશુઓ આ દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. જેનાથી રોગચાળો ફેલાવાની ભીતિ છે. GPCB સામે પણ લોકોમાં ભારે રોષસ્થાનિક અગ્રણીઓ અને પૂર્વ સરપંચોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, બાલાજી વેફર્સ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR)ના નામે માત્ર મોટો દેખાડો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં તેઓ ગ્રામજનોનું જીવવું હરામ કરી રહ્યા છે. નેતાઓ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે પણ લોકોમાં ભારે રોષ છે. ગ્રામજનોનો આરોપ છે કે અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં છે અને રાજકીય નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ મોઢું બતાવે છે, બાકીના સમયે તેઓ મોટા ઉદ્યોગગૃહો સામે નતમસ્તક થઈ જાય છે. જો આ પ્રદૂષણ પર તાત્કાલિક રોક લગાવવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં આ સમગ્ર વિસ્તાર રહેવાલાયક નહીં રહે તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે.આ પણ વાંચોઃ Banaskantha News: દાંતામાં ચાલકે કાબુ ગુમાવતા જીપ સીધી જ પીક અપ સ્ટેન્ડમાં ઘૂસી, એકનું મોત 7 ઈજાગ્રસ્ત

Read Full Story arrow_forward