Ahmedabadમાં ACBનો મોટો સપાટો: ધરપડા ગામના સરપંચના પતિ રૂ.1.10 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
અમદાવાદ જિલ્લામાંથી ભ્રષ્ટાચારનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ACBએ મોટી કાર્યવાહી કરીને એક ગ્રામ પંચાયતના જવાબદાર હોદ્દેદારના પતિને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. અમદાવાદના ધરપડા ગ્રામ પંચાયતના સરપંચના પતિ વધુજી સુરાજી સોલંકી રેતી અને માટી ખનનની મંજૂરી આપવાના બહાને એક ફરિયાદી પાસેથી લાખો રૂપિયાની લાંચની માંગણી કરી રહ્યા હતા. આ અંગે જાગૃત ફરિયાદીએ એસીબીનો સંપર્ક સાધતાં તંત્ર દ્વારા તાત્કાલિક છટકું ગોઠવવામાં આવ્યું હતું.ઢુવા ચોકડી રોડ પર એસીબીની સફળ ટ્રેપસરપંચના પતિ વધુજી સોલંકીએ ફરિયાદી પાસે માટી ખોદકામની વહીવટી મંજૂરી અપાવવા માટે રૂ. 1,10,000ની લાંચ માંગી હતી અને આ રકમ આપવા માટે તેમને ઢુવા ચોકડી નજીક જાહેર રોડ પર બોલાવ્યા હતા. એસીબીની ટીમે આયોજનબદ્ધ રીતે આ સ્થળે વોચ ગોઠવી દીધી હતી. જેવો જ આરોપી વધુજી ફરિયાદી પાસેથી લાંચની રૂ.1.10 લાખની રોકડ રકમ સ્વીકારવા ગયો, કે તરત જ છુપાઈને ઉભેલા એસીબીના અધિકારીઓએ તેને રંગેહાથ દબોચી લીધો હતો.સંપૂર્ણ રકમ કબજે, ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂએસીબીની ટીમે સરપંચના લાંચિયા પતિ પાસેથી લાંચની રૂ.1.10 લાખની સંપૂર્ણ રકમ સ્થળ પર જ જપ્ત કરી લીધી છે. એન્ટી કરપ્શન એક્ટ હેઠળ આરોપી વધુજી સુરાજી સોલંકી વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. ગ્રામ્ય વિસ્તારમાં વિકાસના કામો અને મંજૂરીઓ માટે ચાલતા આવા ભ્રષ્ટાચાર સામે એસીબીના આ સફળ ઓપરેશનથી સ્થાનિક સ્તરે લાંચિયા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward