android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
International Yoga Day 2026: શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી આપશે આ 3 હેલ્ધી ડ્રિંક્સ, જાણો યોગના અદભુત ફાયદા
calendar_today June 9, 2026

International Yoga Day 2026: શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી આપશે આ 3 હેલ્ધી ડ્રિંક્સ, જાણો યોગના અદભુત ફાયદા

આજની ભાગદોડભરી અને તણાવપૂર્ણ જીવનશૈલીમાં હેલ્ધી રહેવા માટે 'યોગ' એ રામબાણ ઈલાજ છે. દર વર્ષે 21 જૂને વિશ્વભરમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' (International Yoga Day) ઉજવવામાં આવે છે. આ વૈશ્વિક ઉજવણીની શરૂઆત વર્ષ 2015 થી થઈ હતી, જેનો મુખ્ય હેતુ દુનિયાભરના લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. ભારતમાં યોગની પરંપરા હજારો વર્ષ જૂની છે, જે શરીર અને મન બંનેને સ્વસ્થ રાખે છે.રોજ યોગ કરવાથી થતા અદભુત ફાયદાજો તમે રોજ નિયમિત રીતે યોગાસન કરો છો, તો તેનાથી સ્વાસ્થ્યને અગણિત ફાયદા થાય છે:માનસિક શાંતિ અને એકાગ્રતા: યોગ કરવાથી મન શાંત થાય છે અને ચિંતા (Anxiety) તેમજ ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાઓથી મુક્તિ મળે છે.વજન નિયંત્રણ: જે લોકો વધતા વજનથી પરેશાન છે, તેમના માટે યોગાસન વજન ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.દુખાવામાંથી રાહત: હાડકાં, સાંધાના દુખાવા, કમરનો દુખાવો કે સર્વાઈકલ (Cervical) ની તકલીફથી પીડાતા લોકો માટે યોગ આશીર્વાદ સમાન છે. તે સ્નાયુઓને મજબૂત અને ફ્લેક્સિબલ બનાવે છે.યોગ કર્યા પછી ડાયેટ કેમ મહત્વનું છે?યોગાભ્યાસ દરમિયાન શરીરમાંથી કેલરી બર્ન થાય છે અને પરસેવો નીકળે છે. તેથી, યોગ કર્યા પછી તમે શું આહાર લો છો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે યોગ કર્યા પછી નબળાઈ કે થાક અનુભવવા ન માગતા હોવ અને શરીરને હાઇડ્રેટેડ રાખવા માગતા હોવ, તો નીચે આપેલા 3 હેલ્ધી એનર્જી ડ્રિંક્સનું સેવન કરી શકો છો:1. લીંબુ પાણી (રોગપ્રતિકારક શક્તિ વધારે)યોગ કર્યા પછી શરીરમાં સોડિયમ અને પોટેશિયમનું સ્તર સંતુલિત કરવું જરૂરી છે. આ માટે એક ગ્લાસ નવશેકા પાણીમાં લીંબુ અને એક ચપટી સિંધવ મીઠું (Rock Salt) મિક્સ કરીને પીવો. લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી હોય છે, જે ઈમ્યુનિટી વધારે છે અને શરીરને દિવસભર એનર્જેટિક રાખે છે.2. નારિયેળ પાણી (કુદરતી હાઇડ્રેશન)નારિયેળ પાણીને શ્રેષ્ઠ નેચરલ ડ્રિંક માનવામાં આવે છે. યોગ પછી શરીરમાં થતી પાણીની અછત (Dehydration) ને દૂર કરવા માટે આ ઉત્તમ વિકલ્પ છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ, એમિનો એસિડ, એન્ઝાઇમ્સ અને વિટામિન-સી જેવા જરૂરી પોષક તત્વો હોય છે, જે શરીરને અંદરથી રિફ્રેશ કરે છે.3. આમ પન્ના (ઉનાળાનું સુપરફૂડ)કાચી કેરીમાંથી બનતું 'આમ પન્ના' ખાસ કરીને ઉનાળાની ઋતુમાં શરીર માટે ખૂબ ગુણકારી છે. તે ફાઈટો-ન્યુટ્રિઅન્ટ્સ અને એન્ટી-ઓક્સીડેન્ટ્સથી ભરપૂર હોય છે. યોગાભ્યાસ પછી તેને પીવાથી શરીરમાં ગુમાવેલી ઉર્જા તરત જ પાછી આવે છે અને પાચનતંત્ર પણ સારું રહે છે.આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ગુજરાતના ખેડૂતો માટે મુખ્યમંત્રીનો નિર્ણય, 11 જૂનથી સિંચાઈ માટે નર્મદાનું પાણી અપાશે
calendar_today June 9, 2026

Gujarat Latest News Live : ગુજરાતના ખેડૂતો માટે મુખ્યમંત્રીનો નિર્ણય, 11 જૂનથી સિંચાઈ માટે નર્મદાનું પાણી અપાશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 09JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gandhinagar : વધુ એક ભરતી કૌભાંડનો પર્દાફાશ, સગા બે ભાઈઓએ અલગ-અલગ જ્ઞાતિના સર્ટિફિકેટ કાઢી મેળવી સરકારી નોકરી
calendar_today June 9, 2026

Gandhinagar : વધુ એક ભરતી કૌભાંડનો પર્દાફાશ, સગા બે ભાઈઓએ અલગ-અલગ જ્ઞાતિના સર્ટિફિકેટ કાઢી મેળવી સરકારી નોકરી

ગુજરાતમાં સરકારી ભરતીઓમાં કૌભાંડો ઉજાગર કરવા માટે જાણીતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વધુ એક વખત 'લેટર બોમ્બ' ફેંકીને રાજ્યના વહીવટી તંત્ર અને સ્ક્રુટિની સિસ્ટમની પોલ ખોલી નાખી છે. આ વખતે યુવરાજસિંહે સરકારી ભરતીઓમાં ખોટા જ્ઞાતિ પ્રમાણપત્રો ના આધારે નોકરીઓ પચાવી પાડવાનું એક મોટું આંતરિક કૌભાંડ ઉજાગર કર્યું છે. આ આક્ષેપની સૌથી ચોંકાવનારી વાત એ છે કે એક જ પરિવારના બે સગા ભાઈઓએ સરકારી લાભો ખાતર અલગ-અલગ જાતિના સર્ટિફિકેટ રજૂ કરીને સરકારી નોકરીઓ મેળવી લીધી છે.યુવરાજસિંહ જાડેજાએ પુરાવા સાથે આક્ષેપ કર્યો છે યુવરાજસિંહ જાડેજાએ પુરાવા સાથે આક્ષેપ કર્યો છે કે, સરસૈયા પરિવારના બે સગા ભાઈઓએ કાયદાની આંખમાં ધૂળ નાખી છે. જેમાં મોટો ભાઈ હરેશ સરસૈયા ઓબીસી (OBC) પ્રમાણપત્રના આધારે હાલ મોરબી જિલ્લામાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યો છે. જ્યારે તેનો જ સગો નાનો ભાઈ નવઘણ સરસૈયા એસસી (SC) એટલે કે અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર રજૂ કરીને અમદાવાદ મહાનગરપાલિકા (AMC) માં ક્લાર્ક તરીકે સરકારી નોકરી મેળવવામાં સફળ રહ્યો છે. લોહીના સગા બે ભાઈઓની જ્ઞાતિ સરકારી ચોપડે અલગ-અલગ કેવી રીતે હોઈ શકે તે મોટો સવાલ છે. https://youtu.be/WlKeex-QpdQનવઘણ સરસૈયા સામે રાજકીય સ્તરે પણ મોટો આક્ષેપ આટલું જ નહીં, નાના ભાઈ નવઘણ સરસૈયા સામે રાજકીય સ્તરે પણ મોટો આક્ષેપ થયો છે. તે અગાઉ વર્ષ ૨૦૨૧માં વાંકાનેર ખાતે આવેલી અરણી ટીંબા બેઠક પરથી તાલુકા પંચાયતની ચૂંટણી પણ લડી ચૂક્યો છે. આ ચૂંટણીમાં તેણે વળી ત્રીજી જ જ્ઞાતિ એટલે કે એસટી (ST - અનુસૂચિત જનજાતિ) નું સર્ટિફિકેટ રજૂ કર્યું હોવાનો દાવો કરાયો છે. એક જ વ્યક્તિ નોકરી માટે SC અને ચૂંટણી માટે ST બને તે બાબતે હવે ચૂંટણી પંચની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે. યુવરાજસિંહે સરકારી ભરતીઓની નબળી ડોક્યુમેન્ટ વેરિફિકેશન સિસ્ટમ પર પ્રહારો કરી આ મામલે તટસ્થ તપાસ કરી બંને ભાઈઓ સામે કડક ફોજદારી પગલાં લેવાની માગ કરી છે.આ પણ વાંચો---     Gujarat Latest News Live : અમદાવાદ ધરપડાના સરપંચના પતિ .1.10 લાખની લાંચ લેતા ACB ટ્રેપમાં ઝડપાયા

Read Full Story arrow_forward