android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Morbiના જેતપર ગામે હાઈટેન્શન વીજપોલની કામગીરી સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ
calendar_today June 9, 2026

Morbiના જેતપર ગામે હાઈટેન્શન વીજપોલની કામગીરી સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ

મોરબી તાલુકાના જેતપર ગામમાંથી ખેડૂતોના આક્રોશ અને પોલીસ પ્રશાસન વચ્ચેના ગંભીર ઘર્ષણના સમાચાર સામે આવ્યા છે. ગામમાં ખાનગી કંપની દ્વારા નાખવામાં આવી રહેલા હાઈટેન્શન વીજપોલ (ટાસ્ક લાઈન) ની કામગીરી સામે સ્થાનિક ખેડૂતોમાં છેલ્લા કેટલાય દિવસોથી ઉગ્ર અસંતોષ જોવા મળી રહ્યો હતો. આ વિરોધ પ્રદર્શને આજે ત્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું જ્યારે મોટી સંખ્યામાં ખેડૂતો કંપનીનું કામ અટકાવવા માટે પ્રત્યક્ષ મેદાનમાં ઉતરી આવ્યા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તૈનાત પોલીસ કાફલા અને ખેડૂતો વચ્ચે ઘટનાસ્થળે ભારે ખેંચતાણ અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.ખોટી રીતે કામગીરી થતી હોવાનો આક્ષેપસ્થાનિક ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે વીજપોલ ઊભા કરવાની આ સમગ્ર કામગીરી નિયમો વિરુદ્ધ અને ખોટી રીતે કરવામાં આવી રહી છે, જેનાથી ભવિષ્યમાં તેમની કિંમતી ખેતીની જમીનને મોટું નુકસાન પહોંચશે. અગાઉ પણ અનેક રજૂઆતો કરવા છતાં કંપની દ્વારા બળજબરીથી કામ ચાલુ રખાતા આજે ખેડૂતો આક્રમક બન્યા હતા. જોકે, કાયદો અને વ્યવસ્થા જાળવવાના નામે પોલીસે વિરોધ કરી રહેલા અને કામ અટકાવવાનો પ્રયાસ કરી રહેલા જગતના તાત સામે આકરો અભિગમ અપનાવ્યો હતો. પોલીસે અગમચેતીના ભાગરૂપે પ્રદર્શન કરી રહેલા અગ્રણી ખેડૂતોની અટકાયત (ડિટેઈન) કરવાનું શરૂ કર્યું હતું.ખેડૂતોને ડિટેઈન કરી પોલીસ સ્ટેશન ખસેડાતા તણાવ વધ્યોપોલીસ તંત્ર દ્વારા વિરોધ કરી રહેલા તમામ ખેડૂતોને બળપૂર્વક ડિટેઈન કરીને પોલીસ વાનમાં ભરી સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ પોલીસ કાર્યવાહીને પગલે સમગ્ર જેતપર ગામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂત સંગઠનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ખેડૂતોના અધિકારો અને જમીનની સુરક્ષા માટે શરૂ થયેલો આ શાંતિપૂર્ણ વિરોધ હવે પોલીસિયા દમનને કારણે વધુ ઉગ્ર બને તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. હાલમાં ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ગ્રામ્ય પંથકમાં ભારે તણાવભરી શાંતિ જોવા મળી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Nuclear Weopons: ભારતમાં વધી પરમાણુ હથિયારની સંખ્યા, જાણો હવે કેટલી છે?
calendar_today June 9, 2026

Nuclear Weopons: ભારતમાં વધી પરમાણુ હથિયારની સંખ્યા, જાણો હવે કેટલી છે?

રિપોર્ટ અનુસાર, ભારતે પોતાની પરમાણુ ક્ષમતામાં ક્રમિક વધારો કર્યો છે. 2026ની શરૂઆત સુધીમાં ભારત પાસે અંદાજિત 190 પરમાણુ હથિયાર ( વોરહેડ્સ) છે, જે પાકિસ્તાનના કુલ પરમાણુ જથ્થા કરતાં પણ વધુ હોવાનું અહેવાલમાં જણાવાયું છે.ભારત હાલમાં પોતાના પરમાણુ હથિયારો અને તેને વહન કરતી પ્રણાલીઓ (ડિલિવરી સિસ્ટમ્સ) નું આધુનિકીકરણ કરી રહ્યું છે. નવી દિલ્હીનું મુખ્ય ધ્યાન ચીન જેવા દૂરના દેશોના વ્યૂહાત્મક વિસ્તારો સુધી પહોંચવા માટે લાંબી રેન્જની મિસાઈલ ક્ષમતા વિકસાવવા પર છે, જ્યારે પાકિસ્તાન સાથે પ્રાદેશિક સંતુલન જાળવી રાખવાની નીતિ પર પણ કામ થઈ રહ્યું છે.'ઓપરેશન સિંદૂર' અને પ્રથમ વખત સાયબર યુદ્ધનો ઉપયોગSIPRI ના અહેવાલમાં મે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા 'ઓપરેશન સિંદૂર' (Operation Sindhu) નો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંસ્થાએ તેને તાજેતરના વર્ષોની સૌથી ગંભીર લશ્કરી કટોકટી ગણાવી છે. આ ગજગ્રાહ દરમિયાન ભારતે પાકિસ્તાનના એવા એરબેઝ અને મિસાઈલ લોન્ચિંગ સેન્ટરોને નિશાન બનાવ્યા હતા, જે પરમાણુ હથિયારો સાથે સંબંધિત હોવાની આશંકા હતી. જોકે, બંને પક્ષોએ ભારે સંયમ રાખીને સ્થિતિને પરમાણુ યુદ્ધમાં બદલાતા અટકાવી હતી.આ સંઘર્ષની સૌથી મોટી અને ચિંતાજનક બાબત એ રહી કે બંને દેશો વચ્ચે પરંપરાગત લડાઈની સાથે પ્રથમ વખત સત્તાવાર રીતે સાયબર ઓપરેશન્સ (Cyber Warfare) નો પણ યુદ્ધના હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આનાથી સ્પષ્ટ થાય છે કે ભવિષ્યના યુદ્ધોમાં સાયબર હુમલા મહત્વની ભૂમિકા ભજવશે.સંરક્ષણ પાછળ ખર્ચ કરવામાં ભારત વિશ્વમાં પાંચમા સ્થાનેવૈશ્વિક સ્તરે હથિયારોની ખરીદી અને લશ્કરી ખર્ચ મામલે ભારત અગ્રેસર રહ્યું છેસંરક્ષણ બજેટ: વર્ષ 2025માં ભારતનું લશ્કરી બજેટ 8.9% ના વધારા સાથે 92.1 અબજ ડોલર થયું છે, જે ભારતને વિશ્વનો 5મો સૌથી મોટો ડિફેન્સ બજેટ ધરાવતો દેશ બનાવે છે.હથિયારોની આયાત: વર્ષ 2021-25ના સમયગાળા દરમિયાન ભારત વિશ્વનો બીજો સૌથી મોટો શસ્ત્ર આયાતકાર દેશ રહ્યો છે, જે વૈશ્વિક હથિયારોની કુલ આયાતમાં 8.2% નો હિસ્સો ધરાવે છે.નૌકાદળ આધારિત પરમાણુ ક્ષમતા (Sea-based Deterrence) પર ભારભારત પોતાની ત્રિપાંખીયો પરમાણુ તાકાત (Nuclear Triad) ને વધુ સખત બનાવી રહ્યું છે, જેમાં અત્યારે સમુદ્ર આધારિત પરમાણુ પ્રતિરોધક ક્ષમતા પર સૌથી વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. સબમરીનમાંથી છોડી શકાય તેવી બેલિસ્ટિક મિસાઈલો (SLBM) ભારત માટે અત્યંત મહત્વની છે, કારણ કે તે દુશ્મન દેશના પ્રથમ પરમાણુ હુમલા બાદ પણ વળતો પ્રહાર (Second-strike capability) કરવાની અતૂટ ગેરંટી આપે છે.વૈશ્વિક સ્તરે પરમાણુ હથિયારોની સ્થિતિ: એક નજરSIPRI ના આંકડા અનુસાર, 2026ની શરૂઆતમાં વિશ્વના 9 પરમાણુ સંપન્ન દેશો (અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, ચીન, ભારત, પાકિસ્તા, ઉત્તર કોરિયા અને ઈઝરાયેલ) પાસે કુલ મળીને આશરે 12,187 પરમાણુ હથિયારો છે.સૈન્ય ભંડારમાં: 9,745 પરમાણુ હથિયારો સક્રિય સૈન્ય સ્ટોકમાં છે.ઓપરેશનલ સ્થિતિમાં: આશરે 4,012 હથિયારો તૈનાત છે.હાઈ એલર્ટ: તેમાંથી 2,100 થી 2,200 જેટલા પરમાણુ વોરહેડ્સ અત્યંત હાઈ-એલર્ટ મોડ પર સીધા બેલિસ્ટિક મિસાઈલો પર ગોઠવીને રાખવામાં આવ્યા છે.એશિયા-પ્રશાંત (Asia-Pacific) ક્ષેત્રમાં ચીન અને અમેરિકા વચ્ચે વધી રહેલી આર્થિક અને લશ્કરી સ્પર્ધા વચ્ચે, ભારત પોતાની સાર્વભૌમત્વની રક્ષા માટે લશ્કરી ક્ષમતાઓનું સતત વિસ્તરણ કરી રહ્યું છે. આગામી સમયમાં વૈશ્વિક સુરક્ષા માહોલ બદલાતા આ શસ્ત્ર સ્પર્ધા વધુ તીવ્ર બને તેવી સંભાવના છે.આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?

Read Full Story arrow_forward
Plastic Currency India:હવે આવશે પ્લાસ્ટિકની નોટો? જે ના ફાટશે, ના પાણીમાં બગડશે
calendar_today June 9, 2026

Plastic Currency India:હવે આવશે પ્લાસ્ટિકની નોટો? જે ના ફાટશે, ના પાણીમાં બગડશે

ખિસ્સામાં રાખેલી ચલણી નોટ પાણીમાં પલળી જવાનો કે ફાટી જવાનો ડર હવે ટૂંક સમયમાં ભૂતકાળ બની શકે છે. ભારતમાં પણ હવે વિશ્વના અન્ય દેશોની જેમ 'પ્લાસ્ટિક' એટલે કે પોલિમરના કરન્સી નોટો લાવવા પર ગંભીરતાથી વિચારણા શરૂ કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે આ પ્રકારની મજબૂત નોટો લાવવાનો પ્રસ્તાવ હાલમાં કેન્દ્રીય બેંક સમક્ષ વિચારણા હેઠળ છે. જો કે, આ યોજના અત્યારે તેના પ્રારંભિક તબક્કામાં છે.RBI ના ગવર્નરનું શું કહેવું છે?હાલમાં જ આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું છે કે પોલિમરથી બનેલી નોટો લાવવાનો પ્રસ્તાવ કેન્દ્રીય બેંક સમક્ષ રજૂ કરાયો છે અને હાલમાં આ વિચાર તદ્દન પ્રાથમિક તબક્કામાં છે. આ અંગે હજુ સુધી કોઈ આખરી નિર્ણય લેવામાં આવ્યો નથી અને આરબીઆઈ તમામ પાસાઓનું મૂલ્યાંકન કરી રહી છે. આ અંગે યોગ્ય નિર્ણય લેવાયા બાદ સત્તાવાર માહિતી શેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ફેબ્રુઆરી 2014માં પણ સરકારે 10 રૂપિયાની 1 અબજ પોલિમર નોટોનું કોચ્ચિ, મૈસૂર, જયપુર, શિમલા અને ભુવનેશ્વર જેવા પાંચ શહેરોમાં ટ્રાયલ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ તકનીકી અને ઓપરેશનલ સમસ્યાઓને કારણે તે પ્રોજેક્ટ અટકાવી દેવાયો હતો.આ નોટો કયા મટિરિયલમાંથી બને છે?જે નોટોની ચર્ચા થઈ રહી છે તેને ટેકનિકલ ભાષામાં 'પોલિમર નોટ' કહેવામાં આવે છે. આ નોટો કપાસ અને લિનનથી બનતા સામાન્ય કાગળના બદલે એક વિશેષ પ્રકારની પાતળી અને ફ્લેક્સિબલ પ્લાસ્ટિક ફિલ્મથી બનાવવામાં આવે છે. આ નોટો થોડી લીસી હોય છે અને તેને બનાવવામાં BOPP એટલે કે બાયએક્સિલી ઓરિએન્ટેડ પોલીપ્રોપાઈલિન (Polypropylene) નો ઉપયોગ થાય છે. આ મટિરિયલ સામાન્ય કેરી બેગ કે પીવીસી પ્લાસ્ટિક જેવું નથી હોતું, જેથી તે ખિસ્સાની ગરમી કે તડકાથી પીગળતું કે સંકોચાતું નથી.આ ખાસ ફિલ્મ પર શાહી બરાબર ચોંટી રહે તે માટે ખાસ પ્રકારનું કોટિંગ કરવામાં આવે છે. વિશ્વમાં સૌથી પહેલા પોલિમર નોટોની શરૂઆત ઓસ્ટ્રેલિયામાં થઈ હતી. ત્યારબાદ યુનાઇટેડ કિંગડમ (UK), કેનેડા, ન્યુઝીલેન્ડ અને સિંગાપોર જેવા દેશોએ પણ આ ટેકનોલોજી અપનાવી છે અને હવે ભારત પણ આ દિશામાં આગળ વધી રહ્યું છે.આ  પણ વાંચો:Lawrence Bishnoi:અમેરિકા-કેનેડામાં બિશ્નોઈ ગેંગનો આતંક,4 વર્ષમાં 20 કેસ

Read Full Story arrow_forward