android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
CM યોગીની ચેતવણી,‘રામનો દ્રોહ કરનારાઓને ધરતી પર જગ્યા નથી,ભારત કોઈ ધર્મશાળા નથી’
calendar_today June 9, 2026

CM યોગીની ચેતવણી,‘રામનો દ્રોહ કરનારાઓને ધરતી પર જગ્યા નથી,ભારત કોઈ ધર્મશાળા નથી’

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રભુ શ્રીરામની આલોચના કરનારાઓ અને દેશવિરોધી તત્વો પર આકરા પ્રહારો કર્યા છે. લખનૌમાં આયોજિત ૯ દિવસીય રામકથા મહોત્સવના સમાપન સમારોહમાં રામભક્તોને સંબોધિત કરતા સીએમ યોગીએ બેતૂક શબ્દોમાં કહ્યું કે, જેમના મનમાં ભારત પ્રત્યે આસ્થા અને નિષ્ઠા નથી, તેઓ માટે ભારતની ધરતી ધર્મશાળા હોઈ શકે નહીં. પ્રભુ શ્રીરામ સાથે દ્રોહ કરનારાઓને આ ધરતી પર જગ્યા નથી.લવ જેહાદ સામે એકજૂથ થવા અપીલપોતાના સંબોધનમાં સીએમ યોગીએ ‘લવ જિહાદ’ અને ‘લેન્ડ જિહાદ’ ના જોખમો સામે સમાજને જાગૃત કરતા જણાવ્યું કે, આ પ્રકારની નકારાત્મક પ્રવૃત્તિઓ વિરુદ્ધ દેશના નાગરિકોએ એકજૂથ થઈને ઊભા રહેવું પડશે. તેમણે ઉમેર્યું કે, દેશને તોડનારી તાકાતો જ્ઞાતિ, ભાષા અને પ્રદેશના નામે સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરશે, પરંતુ ભારતના સંતોની શક્તિ સમાજને એક તાંતણે બાંધીને દેશને આગળ લઈ જવા માંગે છે.રામનામમાં દરેક સમસ્યાનું સમાધાનમુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, પૂર્વાગ્રહથી ગ્રસિત કેટલાક નકારાત્મક નામોને બાદ કરતાં, જેમનામાં પણ ભારતનું ડીએનએ (DNA) છે તે તમામ લોકોએ ભગવાન રામના આદર્શોને પોતાના જીવનનો હિસ્સો બનાવ્યા છે. મર્યાદા પુરુષોત્તમનું નામ ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધીના દરેક ભારતીયને જોડવાની ક્ષમતા ધરાવે છે. સંતોએ શ્રીરામ જન્મભૂમિ આંદોલનને પોતાના જીવન-મરણનો પ્રશ્ન બનાવ્યો હતો, કારણ કે રામ આપણા આદર્શ છે અને રામનામમાં જ દરેક સમસ્યાનું સમાધાન છે.અદાલતે પણ સ્વીકાર્યો સેંકડો વર્ષોનો અન્યાયસુપ્રીમ કોર્ટના વર્ષ ૨૦૧૯ ના ઐતિહાસિક ચુકાદાનો ઉલ્લેખ કરતા સીએમ યોગીએ કહ્યું કે, ૪૯૧ વર્ષ સુધી રામ જન્મભૂમિ આંદોલન ચાલ્યું. સુપ્રીમ કોર્ટના જસ્ટિસે પણ જગદ્ગુરુ સ્વામી રામભદ્રાચાર્યજીના સાક્ષ્યો અને નિવેદનો સાંભળીને સ્વીકાર્યું હતું કે સનાતન ધર્મીઓ સાથે સેંકડો વર્ષોથી અન્યાય થઈ રહ્યો હતો. તેમણે સંતોની સાધનાને રાષ્ટ્ર કલ્યાણ માટે અનિવાર્ય ગણાવી હતી. જગદ્ગુરુ રામભદ્રાચાર્ય દ્વારા વાચિત આ કથાના સમાપનમાં સીએમ યોગીએ સનાતન સંસ્કૃતિના રક્ષણનો દ્રઢ સંકલ્પ દોહરાવ્યો હતો.આ પણ વાંચો:HDFC બેંકે વધાર્યા લોનના દર,હોમ-કાર લોનની EMI વધશે,જાણો નવા રેટ્સ

Read Full Story arrow_forward
Tharad નજીક નર્મદા કેનાલમાંથી મળ્યો આધેડ મહિલાનો મૃતદેહ, સમગ્ર પંથકમાં મચી ચકચાર
calendar_today June 9, 2026

Tharad નજીક નર્મદા કેનાલમાંથી મળ્યો આધેડ મહિલાનો મૃતદેહ, સમગ્ર પંથકમાં મચી ચકચાર

બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ પંથકમાંથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. થરાદ નજીકથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાંથી એક આધેડ વયની મહિલાનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ મહિલાએ કોઈ અગમ્ય કારણોસર નર્મદા કેનાલના ઊંડા પાણીમાં ઝંપલાવીને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી.ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીકેનાલમાં મહિલાએ આત્મહત્યા કરી હોવાની ઘટનાની જાણ આસપાસના લોકોએ તાત્કાલિક સ્થાનિક પ્રશાસનને કરી હતી. બનાવની ગંભીરતાને પગલે થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તમામ સાધન-સામગ્રી સાથે મિનિટોમાં જ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટર્સ અને સ્થાનિક તરવૈયાઓએ કેનાલના ધસમસતા પ્રવાહમાં ભારે જહેમત આદરી હતી. સતત ૩૦ મિનિટની સઘન શોધખોળ બાદ ફાયરની ટીમને મહિલાના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.પોલીસે કાર્યવાહી હાથ ધરીમૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યા બાદ સ્થાનિક પોલીસને પણ વાકેફ કરવામાં આવી હતી. પોલીસે જરૂરી સરકારી અને કાનૂની કાગળોની કાર્યવાહી પૂર્ણ કરીને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો, અને ત્યારબાદ તેના વાલી-વારસદારો (પરિવારજનો) ને સોંપી દીધો હતો. મહિલાએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે મૃતકના પરિવાર સહિત સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
સાવલી ધારાસભ્યની કૃષિ મંત્રીને રજૂઆત: MSP મર્યાદા વધારવા માંગ
calendar_today June 9, 2026

સાવલી ધારાસભ્યની કૃષિ મંત્રીને રજૂઆત: MSP મર્યાદા વધારવા માંગ

વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પત્ર પાઠવીને ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. તેમણે માવઠાના કારણે ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાનને ધ્યાનમાં રાખીને MSP (લઘુત્તમ ટેકાના ભાવ) હેઠળ 100 મણની ખરીદી મર્યાદામાં તાત્કાલિક વધારો કરવાની માંગ કરી છે. ધારાસભ્ય ઇનામદારે સાવલી સહિત સમગ્ર રાજ્યના ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા અને ગત વર્ષના નિયમ મુજબ ખરીદી કરવા માટે ભલામણ કરી છે. આ રજૂઆતનો મુખ્ય હેતુ ખેડૂતોને આર્થિક સંકટમાંથી બહાર લાવવાનો અને તેમને યોગ્ય ટેકો પૂરો પાડવાનો છે, જેથી તેઓ નુકસાનની ભરપાઈ કરી શકે.ધારાસભ્ય કેતન ઇનામદારે કૃષિ મંત્રી જીતુ વાઘાણીને કરેલી રજૂઆતમાં વિગતવાર જણાવ્યું હતું કે, અણધાર્યા માવઠાને કારણે ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થયું છે, જેના પરિણામે તેમની આર્થિક સ્થિતિ કથળી છે. આ નુકસાનની ભરપાઈ કરવા અને ખેડૂતોને આર્થિક ટેકો પૂરો પાડવા માટે MSP હેઠળ પ્રતિ ખેડૂત 100 મણની ખરીદી મર્યાદા વધારવી અત્યંત આવશ્યક છે. તેમણે પોતાના પત્રમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે, સાવલી સહિત રાજ્યના તમામ ખેડૂતોને આ કપરા સમયમાં સરકારી મદદની તાતી જરૂરિયાત છે. ધારાસભ્ય ઇનામદારે કૃષિ મંત્રીને રૂબરૂ મળીને પણ ખેડૂતોને યોગ્ય સહાય કરવા ભલામણ કરી હતી. તેમણે ગત વર્ષના નિયમ મુજબ ખેડૂતોના ઉત્પાદનની ખરીદી કરવા પણ ભારપૂર્વક માંગ કરી છે, જેથી ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ મળી શકે અને તેઓ માવઠાના કારણે થયેલા નુકસાનમાંથી બહાર આવી શકે. આ પગલું ખેડૂતોને માવઠાના કારણે સર્જાયેલા આર્થિક સંકટમાંથી રાહત આપવા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

Read Full Story arrow_forward