android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat News: ચૂંટણી પૂરી થઈ ગઈ પણ ભાજપ અને કોંગ્રેસના સંગઠનમાં નિમણૂકો હજી બાકી છે
calendar_today June 9, 2026

Gujarat News: ચૂંટણી પૂરી થઈ ગઈ પણ ભાજપ અને કોંગ્રેસના સંગઠનમાં નિમણૂકો હજી બાકી છે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે. લગભગ મોટાભાગની સંસ્થાઓમાં ભાજપનું શાસન છે. ત્યારે રાજ્યના મુખ્ય બે રાજકીય પક્ષોમાં સંગઠનની કામગીરી હજી અધૂરી છે. ભાજપમાં મહિલા મોરચા સહિત અનેક સેલમાં નિમણૂકો બાકી છે. જ્યારે કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ સિવાય લગભગ તમામ પ્રકારની નિમણૂંકો હજુ અટવાયેલી છે. બંને પક્ષો ટૂંક સમયમાં સંગઠનની કામગીરી પૂર્ણ કરવાની વાતો કરે છે.એક પક્ષ કહે છે કે ચર્ચા ચાલી રહી છે, બીજો પક્ષ કહે છે કે પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ કાર્યકરોને તો બસ એક જ રાહ છે નિમણૂક ક્યારે આવશે?ચહેરાઓ નક્કી કરવામાં હજુ મંથન ચાલી રહ્યું છેગુજરાતના રાજકારણમાં ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજાને સંગઠનને લઈને સલાહો આપે છે. પરંતુ હાલમાં સ્થિતિ એવી છે કે બંને પક્ષો પોતાનું જ સંગઠન પૂર્ણ કરવામાં વ્યસ્ત થયા છે. ભાજપમાં પ્રદેશ પ્રમુખ અને તેમની ટીમ જાહેર થઈ ચૂકી છે. મોરચાના પ્રમુખોની નિમણૂક પણ થઈ ગઈ છે, પરંતુ મહિલા મોરચા સહિત અનેક સેલ, પ્રકોષ્ઠ અને ડિપાર્ટમેન્ટમાં હજુ હોદ્દેદારોની નિમણૂક બાકી છે. ભાજપનું કહેવું છે કે પાર્ટીમાં દરેક નિર્ણય ચર્ચા-વિચારણા અને સર્વાનુમતે લેવાય છે. રાજકીય ભાષામાં કહીએ તો ખુરશીઓ ઘણી છે પરંતુ તેના માટેના ચહેરાઓ નક્કી કરવામાં હજુ મંથન ચાલી રહ્યું છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે નિમણૂકો અટકી હતીભાજપના મુખ્ય પ્રવક્તા અનિલ પટેલે કહ્યું હતું કે, હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે નિમણૂકો અટકી હતી અને હવે ભાજપના નેતૃત્વની ચર્ચાઓ બાદ તેની તબક્કાવાર કામગીરી કરવામાં આવશે. સંગઠન હવે વધુ વિસ્તર્યું છે અને અનેક પ્રકોષ્ઠો વ્યવસાયિક તથા પ્રોફેશનલ ક્ષેત્ર સાથે જોડાયેલા હોવાથી યોગ્ય વ્યક્તિની પસંદગી માટે સમય લાગી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસની સ્થિતિ પણ કંઈ બહુ અલગ નથી. કોંગ્રેસે સંગઠન સૃજન અભિયાન હેઠળ જિલ્લા, તાલુકા અને શહેરની બોડીઓ જાહેર કરી દીધી છે. પરંતુ પ્રદેશ સ્તરે હજુ અનેક નિમણૂકો બાકી છે. જિલ્લા અને તાલુકામાં તબક્કા વાર સંગઠનની નિમણૂકોકોંગ્રેસનું કહેવું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે પ્રક્રિયામાં વિલંબ થયો હતો અને હવે પ્રભારી સાથે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ટૂંક સમયમાં બાકી રહેલી નિમણૂકો પૂર્ણ કરવામાં આવશે. કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ કહ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસનો સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ થયો છે. જિલ્લા અને તાલુકામાં તબક્કા વાર સંગઠનની નિમણૂકો થઈ રહી છે. જ્યાં નિમણૂકો બાકી છે ત્યાં પણ તબક્કાવાર કરવામાં આવી રહી છે. આ પણ વાંચોઃ Plastic Currency India:હવે આવશે પ્લાસ્ટિકની નોટો? જે ના ફાટશે, ના પાણીમાં બગડશે

Read Full Story arrow_forward
Salman Khan: મિત્રની અંતિમ વિદાયમાં ભાવુક થયા સલમાન ખાન, દુઃખની ઘડીમાં સમગ્ર પરિવાર જોવા મળ્યો એકસાથે
calendar_today June 9, 2026

Salman Khan: મિત્રની અંતિમ વિદાયમાં ભાવુક થયા સલમાન ખાન, દુઃખની ઘડીમાં સમગ્ર પરિવાર જોવા મળ્યો એકસાથે

સલમાનના પારિવારિક મિત્ર કુમુદ રાણે અને તેમના પતિ એકબીજાની ખૂબ જ નજીક હતા. નિકટના મિત્રનું નિધન થતા તેઓ ભાવુક થયા હતા. હેરસ્ટાઇલિસ્ટનું નિધન સલમાન કુમુદના મૃત્યુથી ખૂબ જ દુઃખી દેખાયા હતા. કુમુદ રાણેના પતિ પણ સલમાન ખાનના નજીકના મિત્ર છે. તેમનું નામ જગ્ગી રાણે છે. કુમુદ હેરસ્ટાઇલિસ્ટ હતા અને મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સલૂન ધરાવતા હતા. કુમુદ કેન્સરથી પીડાતી હતી. હવે તે જીવનની લડાઈ હારી ગઈ છે. સલમાન જ નહીં, પરંતુ અરબાઝ ખાન, સોહેલ ખાન, તેમની માતા સલમા અને હેલન, સોહેલનો પુત્ર નિર્વાન અને અરબાઝ ખાનનો પુત્ર અરહાન પણ તેમના અંતિમ દર્શન કરવા આવ્યા હતા. નિર્વાન ખાન પણ દેખાયો ભાવુક નિર્વાન અને અરહાન ભાવુક જોવા મળ્યા હતા અને એકબીજાને સાંત્વના આપી રહ્યા હતા. કુમુદ રાણે સલમાન ખાનના આખા પરિવારની ખૂબ નજીક હતી. તેના નિધનથી સલમાનના આખા પરિવારને આઘાત લાગ્યો છે. 2025 માં, કુમુદ રાણે અને તેના પતિ જગ્ગી રાણેએ સલમાન ખાન સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી. કુમુદે ઇન્સ્ટાગ્રામ પર સલમાન સાથેનો એક ફોટો પણ શેર કર્યો હતો. સલમાન કઇ ફિલ્મોમાં ચમકશે ?  સલમાન ખાન હાલમાં વામશી પૈદિપલ્લી દ્વારા નિર્દેશિત એક્શન-ડ્રામા ફિલ્મ પર કામ કરી રહ્યા છે. નયનતારા આ ફિલ્મમાં સલમાનની વિરુદ્ધ જોવા મળશે. ફિલ્મનુંશૂટિંગ ચાલી રહ્યું છે, અને આ ફિલ્મ આવતા વર્ષે ઈદ પર સિનેમાઘરોમાં આવશે. નિર્માતાઓએ હજુ સુધી ફિલ્મનું નામ જાહેર કર્યું નથી. સલમાનની "માતૃભૂમિ" પણ આ વર્ષે રિલીઝ થવાની છે. મૂળ 17 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ ફિલ્મ મુલતવી રાખવામાં આવી હતી. હજુ સુધી નવી રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી નથી. આ પણ વાંચોઃ કેમ મહત્વનું છે China માટે North Korea?, Xi Jinpingએ કહ્યું, Kim Jong Un સાથેના અમારા સંબંધો અતૂટ 

Read Full Story arrow_forward
West Bengal Politics: બંગાળમાં હાઈવોલ્ટેજ ડ્રામા, મમતા બેનર્જીના નિવાસે પહોંચી CID
calendar_today June 9, 2026

West Bengal Politics: બંગાળમાં હાઈવોલ્ટેજ ડ્રામા, મમતા બેનર્જીના નિવાસે પહોંચી CID

પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી એક સનસનાટીપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મંગળવારે રાજ્યની તપાસ એજન્સી CIDની એક ટીમ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સુપ્રીમો મમતા બેનર્જીના કાલિઘાટ સ્થિત ખાનગી નિવાસે પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, CIDની આ ટીમ પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીને એક હાઈ-પ્રોફાઈલ કેસમાં નોટિસ આપવા માટે આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાક્રમ એવા સમયે થયો છે જ્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી દિલ્હીના પ્રવાસે છે અને તેમણે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી.શું છે સમગ્ર મામલો અને શા માટે પહોંચી CID?CIDના અધિકારીઓ, સ્થાનિક કાલિઘાટ પોલીસ અને મહિલા પોલીસ કર્મચારીઓ સાથે બપોરના સમયે 30B હરીશ ચેટર્જી સ્ટ્રીટ સ્થિત ટીએમસીના કેન્દ્રીય કાર્યાલયે પહોંચ્યા હતા. આ કાર્યવાહી પાછળનું મુખ્ય કારણ ધારાસભ્યોની નકલી સહીઓનું કૌભાંડ છે:વિવાદિત પ્રસ્તાવ: પક્ષના વરિષ્ઠ નેતા સોવનદેવ ચટ્ટોપાધ્યાયને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કરવા માટે સ્પીકરને એક પત્ર સોંપવામાં આવ્યો હતો, જેમાં આશરે 70 ધારાસભ્યોની સહીઓ હતી.બનાવટી સહીઓનો આરોપ: અસંતુષ્ટ ધારાસભ્યો રીતાબ્રત બેનર્જી અને સંદીપન સાહાએ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી કે આ પ્રસ્તાવ પર તેમની સહીઓ નકલી કરવામાં આવી છે, જેના આધારે FIR નોંધાઈ હતી.અભિષેક બેનર્જીનું નિવેદનCID અધિકારીના જણાવ્યા મુજબ, અગાઉની નોટિસના જવાબમાં અભિષેક બેનર્જીએ લેખિતમાં જણાવ્યું હતું કે આ તમામ સહીઓ પક્ષની હરીશ ચેટર્જી સ્ટ્રીટ સ્થિત ઓફિસમાંથી જ મેળવવામાં આવી હતી. આ નિવેદનની ખરાઈ કરવા માટે જ ટીમ તપાસ કરવા પહોંચી હતી.પરિસરમાં પ્રવેશવા પર હોબાળો: તપાસ ટીમને કાર્યાલયની અંદર પ્રવેશવાની મનાઈ કરવામાં આવી હતી, જેના કારણે કલાકો સુધી તણાવનો માહોલ સર્જાયો હતો. ટીએમસીના પૂર્વ સાંસદ સુભાષિશ ચક્રવર્તીએ સ્પષ્ટ કર્યું કે, "અભિષેક બેનર્જીની ગેરહાજરીમાં અમે સર્ચ ઓપરેશન કરવા દઈશું નહીં. તેઓ પાછા આવશે ત્યારબાદ જ તપાસ થઈ શકશે."ટીએમસીના ઇતિહાસમાં 1998 પછીના સૌથી મોટા ભાગલાપશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતાની પસંદગીને લઈને ટીએમસીની અંદર આંતરિક બળવો ચરમસીમાએ પહોંચ્યો છે. પક્ષના કુલ 80 ધારાસભ્યોમાંથી 58 ધારાસભ્યોએ ખુલ્લેઆમ બળવો પોકાર્યો છે:નેતૃત્વનો બહિષ્કાર: આ બળવાખોર જૂથે મમતા બેનર્જીના સત્તાવાર ઉમેદવાર સોવનદેવ ચટ્ટોપાધ્યાયનો વિરોધ કર્યો છે.નવા નેતાની વરણી: અસંતુષ્ટ જૂથે વિધાનસભા પક્ષ પર પોતાનો કબજો જમાવીને, પક્ષમાંથી હાંકી કાઢવામાં આવેલા ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીને પોતાના નેતા તરીકે ચૂંટી કાઢ્યા છે.સ્પીકરની માન્યતા: વિધાનસભા અધ્યક્ષે પણ બળવાખોર જૂથના નેતા ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે સત્તાવાર માન્યતા આપી દીધી છે.વર્ષ 1998 માં તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના થયા બાદ પક્ષના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે મમતા બેનર્જીના નેતૃત્વ સામે આટલો મોટો ભંગાણ પડ્યો હોય અને પક્ષ બે ભાગમાં વહેંચાઈ ગયો હોય.આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?

Read Full Story arrow_forward