android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
TCS Share Price: ઘટી રહેલા શેરના ભાવ અંગે શેરધારકે કર્યો સવાલ તો ચેરમેને સમજાવ્યુ ગણિત, જાણો શું કહ્યુ?
calendar_today June 9, 2026

TCS Share Price: ઘટી રહેલા શેરના ભાવ અંગે શેરધારકે કર્યો સવાલ તો ચેરમેને સમજાવ્યુ ગણિત, જાણો શું કહ્યુ?

એક સમયે, IT જાયન્ટનો શેર 4 હજારને સ્પર્શી રહ્યો હતો. પરંતુ છેલ્લા એક વર્ષમાં, તે ઝડપથી ઘટીને 2200થી 2500ની રેન્જમાં છે. બે મુખ્ય કારણ જવાબદાર કંપનીની 31મી વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકે પૂછ્યું કે, મજબૂત પરિણામો છતાં શેરનો ભાવ આટલો ઝડપથી કેમ ઘટ્યો. ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને પરિસ્થિતિ સમજાવી. ચંદ્રશેખરને જવાબ આપ્યો અને આ પાછળના બે મુખ્ય કારણો છે. ઓગસ્ટ-સપ્ટેમ્બર 2024માં નેશનલ સ્ટોક એક્સચેન્જ પર TCSના શેર 4289.85ની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. ત્યારથી, આ ઘટાડો ચાલુ રહ્યો છે. અને મંગળવારના રોજ તેનો શેર 0.02% ઘટીને રૂપિયા 2151 પર બંધ થયો. આ ઘટાડો 50 ટકાથી થોડો વધારે દર્શાવે છે. હાલમાં, તે સપ્ટેમ્બર 2020ના ભાવે પહોંચ્યો છે. સ્પષ્ટપણે, રોકાણકારો આનાથી નાખુશ છે. યુદ્ધો અને ભૂ-રાજકીય તણાવ ચેરમેન એન. ચંદ્રશેખરને શેરધારકોને ખાતરી આપી હતી કે શેરના ભાવમાં આ ઘટાડો TCS પૂરતો મર્યાદિત નથી. પરંતુ વૈશ્વિક IT ક્ષેત્ર હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. તેમણે પ્રથમ મુખ્ય કારણ વિશ્વના ઘણા ભાગોમાં ચાલી રહેલા યુદ્ધો અને ભૂ-રાજકીય તણાવને કારણે બગડતા વ્યવસાયિક વાતાવરણ તરીકે ટાંક્યું હતું. જેણે સપ્લાય ચેઇન પર ગંભીર અસર કરી છે. કંપનીઓ હાલમાં નવા સાહસો શરૂ કરવાને બદલે તેમના હાલના વ્યવસાયોને સુરક્ષિત કરવા અને તેમની સપ્લાય ચેઇનને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. AI સૌથી મોટું સંકટ ઘટાડાનું બીજું અને સૌથી મહત્વનું કારણ સમજાવતા, એન. ચંદ્રશેખરન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉલ્લેખ કરે છે. તેમણે કહ્યું કે આજે શેરબજારમાં IT કંપનીઓને ઘેરાયેલો સૌથી મોટો ભય AI છે. રોકાણકારો આશ્ચર્ય પામી રહ્યા છે: જો AI કમ્પ્યુટર કોડ લખી શકે છે, સોફ્ટવેરનું પરીક્ષણ કરી શકે છે અને ઘણા તકનીકી કાર્યો સ્વતંત્ર રીતે સંભાળી શકે છે, તો TCS જેવી IT સેવા કંપનીઓનું ભવિષ્ય શું હશે? આ ડરને કારણે, માત્ર TCS જ નહીં, પરંતુ વિશ્વભરમાં IT સેવાઓ, સોફ્ટવેર અને SaaSમાં સંકળાયેલી લગભગ બધી કંપનીઓ ઇન્ટરનેટ દ્વારા સીધી રીતે પહોંચાડવામાં આવતી સોફ્ટવેર સેવાઓમાં, તેમના શેરમાં 35% થી 45% નો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ પણ વાંચોઃ Iran યુદ્ધમાં Israel થયુ એકલું, UAEથી લઈને America સુધી બધાએ છોડ્યો સાથ, જાણો કેમ?

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : સુરતમાં ભૂતિયા ડિમોલેશન મામલે ડેપ્યુટી મેયરનું નિવેદન, તપાસ બાદ કસૂરવાર અધિકારી સામે પગલાં લેવાશે
calendar_today June 9, 2026

Gujarat Latest News Live : સુરતમાં ભૂતિયા ડિમોલેશન મામલે ડેપ્યુટી મેયરનું નિવેદન, તપાસ બાદ કસૂરવાર અધિકારી સામે પગલાં લેવાશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 09JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Surat News: ભૂતિયા ડિમોલિશન મામલે તપાસ થશે, કસૂરવાર અધિકારી સામે પગલાં લેવાશેઃ ડેપ્યુટી મેયર
calendar_today June 9, 2026

Surat News: ભૂતિયા ડિમોલિશન મામલે તપાસ થશે, કસૂરવાર અધિકારી સામે પગલાં લેવાશેઃ ડેપ્યુટી મેયર

સુરતમાં નાસિરનગર ખાતે થયેલા ભૂતિયા ડિમોલિશન મામલે મનપા સામે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોએ મનપાની કચેરી બહાર ધરણાં કર્યા હતાં અને વિરોધ નોંધાવ્યો હતો. અધિકારી સામે કાર્યવાહીની માગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. લોકોના વિરોધને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ ઘટનાને લઈને સુરત મનપાના ડેપ્યુટી મેયરે કહ્યું હતું કે, તપાસ બાદ કસૂરવાર અધિકારી સામે પગલાં લેવાશે. યોગ્ય તપાસ માટે નિર્ણય કરવામાં આવ્યોસુરતમાં ભૂતિયા ડિમોલિશન મુદ્દે ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીએ કહ્યું હતું કે, આ ઘટનાને લઈને ઔપચારિક બેઠક કરવામાં આવી છે. જેમાં પીડિતોને યોગ્ય ન્યાય મળે તેની ચર્ચા કરાઈ છે. આ મિટિંગમાં યોગ્ય તપાસ માટે નિર્ણય કરવામાં આવ્યો છે. તપાસ બાદ કસુરવાર અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. યોગ્ય લાગશે તો ફરિયાદ પણ કરવામાં આવશે. રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવીસુરતના કતારગામ વેડ દરવાજા નજીક આવેલા નાસીરનગર વિસ્તારમાં કોઈ પણ પ્રકારની પૂર્વ લેખિત નોટિસ આપ્યા વિના જ એકાએક 100થી વધુ મકાનો પર બુલડોઝર ફેરવી દેવાનો વિવાદ હવે અત્યંત ગંભીર વળાંક લઈ ચૂક્યો છે. આ આખી ઘટના કોઈ સરકારી ઓર્ડર વિના જ 'મિસ્ટર ઈન્ડિયા' સ્ટાઈલમાં થઈ હોવાથી તેને 'ઘોસ્ટ ડિમોલિશન' તરીકે જોવામાં આવી રહ્યું છે. આ સમગ્ર વિવાદના તાર હવે છેક સચિવાલય ગાંધીનગર સુધી જોડાતા રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી છે અને ગુપ્ત રાહે તપાસના આદેશો છૂટ્યા છે.આ પણ વાંચોઃ Plastic Currency India:હવે આવશે પ્લાસ્ટિકની નોટો? જે ના ફાટશે, ના પાણીમાં બગડશે

Read Full Story arrow_forward