android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Valsad : લવ જેહાદ મામલે જૈન સમાજ અને VHP લાલઘૂમ, મહારાષ્ટ્રના કાયદાનો આડછોડ લઈ વિધર્મીઓએ લગ્ન કર્યાનો આક્ષેપ
calendar_today June 9, 2026

Valsad : લવ જેહાદ મામલે જૈન સમાજ અને VHP લાલઘૂમ, મહારાષ્ટ્રના કાયદાનો આડછોડ લઈ વિધર્મીઓએ લગ્ન કર્યાનો આક્ષેપ

ગુજરાતના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં લવ જેહાદના એક કથિત કિસ્સાને લઈને વિશ્વ હિન્દુ પરિષદ અને સમગ્ર જૈન સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. હિન્દુ અને જૈન સમુદાયની યુવતીઓને નિશાન બનાવીને વિધર્મી યુવકો દ્વારા સુનિયોજિત ષડયંત્ર રચવામાં આવી રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ વલસાડમાં કરવામાં આવ્યો છે. તાજેતરમાં મહારાષ્ટ્રના બોરડી વિસ્તારની બે જૈન સમાજની યુવતીઓએ સંજાણના વિધર્મી યુવકો સાથે લગ્ન કરી લેતાં આ વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે.ગુજરાત અને મહારાષ્ટ્રના કાયદાનો તફાવત આ વિવાદ પાછળ ગુજરાત અને મહારાષ્ટ્રના કાયદાનો તફાવત જવાબદાર હોવાનું સામે આવ્યું છે. જૈન સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ, ગુજરાતમાં લવ મેરેજની નોંધણી માટે માતા-પિતાની સહી અને સંમતિ કાયદાકીય રીતે ફરજિયાત બનાવવામાં આવી છે. જોકે, પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં આ પ્રકારનો કોઈ કડક નિયમ ન હોવાથી, વિધર્મી યુવકો સ્થાનિક કાયદાની છટકબારી શોધીને યુવતીઓને મહારાષ્ટ્ર લઈ જઈ લગ્ન કરી લે છે. આ પ્રકારે કાયદાનો દુરુપયોગ કરીને જૈન યુવતીઓને ફસાવવામાં આવી રહી હોવાનો દાવો કરાયો છે.  જિલ્લા પોલીસ વડાને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું આ ગંભીર બાબતને લઈને વિશ્વ હિન્દુ પરિષદ અને જૈન સમાજના અગ્રણીઓએ એકત્રિત થઈ વલસાડ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનમાં માંગ કરવામાં આવી છે કે  નિકાહ કરનારા વલસાડ જિલ્લાના સંજાણ પંથકના વિધર્મી યુવકો સામે તાત્કાલિક કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. હિન્દુ સંગઠનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો દીકરીઓને ન્યાય નહીં મળે અને આવા તત્વો સામે કડક પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. હાલમાં આ મામલે વલસાડ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.આ પણ વાંચો----     Gujarat Latest News Live : બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં વાતાવરણમાં પલટો, કાળા ડિબાંગ વાદળો છવાયા

Read Full Story arrow_forward
Bhavnagar: કાળિયાબીડમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓનું વાહન ચેકિંગ, 22 વાહનચાલકો દંડાયા
calendar_today June 9, 2026

Bhavnagar: કાળિયાબીડમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓનું વાહન ચેકિંગ, 22 વાહનચાલકો દંડાયા

ભાવનગર શહેરમાં સગીર વયના વિદ્યાર્થીઓ દ્વારા બેફામ રીતે વાહનો ચલાવવાને કારણે અવારનવાર સર્જાતા અકસ્માતોને રોકવા માટે સ્થાનિક આરટીઓ પ્રશાસન કડક બન્યું છે. ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે ભાવનગર આરટીઓ વિભાગની જુદી-જુદી ટીમો દ્વારા આજે સતત બીજા દિવસે પણ કાળિયાબીડ જેવા ભરચક રહેણાંક અને શૈક્ષણિક વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સવારના સમયે શાળા અને કોલેજ જતા તેમજ બપોરે છૂટતા વિદ્યાર્થીઓના વાહનોને અટકાવીને તેમના ડ્રાઇવિંગ લાયસન્સ, હેલ્મેટ અને વાહનના જરૂરી દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.સગીરોના વાહન ચલાવવા બદલ વાલીઓ પણ સકંજામાં આવશેઆરટીઓ ચેકિંગ દરમિયાન સામે આવ્યું હતું કે, અનેક સ્કૂલના સગીર વયના વિદ્યાર્થીઓ (18 વર્ષથી ઓછી ઉંમરના) ગિયરવાળા બાઇક અને એક્ટિવા જેવા વાહનો લઈને બિન્ધાસ્ત ઘૂમી રહ્યા હતા, જેમની પાસે સત્તાવાર લાયસન્સ ન હતું. આરટીઓ તંત્રએ આવા કાયદાનો ભંગ કરનારા કુલ ૨૨ વાહનચાલકો સામે આરટીઓ એક્ટ હેઠળ ગુનો નોંધી કેસ કર્યા છે. આ ૨૨ કેસ અંતર્ગત અંદાજે રૂપિયા 1.20 લાખ જેટલો માતબર દંડ વસૂલવામાં આવ્યો છે. આરટીઓ અધિકારીઓના જણાવ્યા મુજબ, મોટર વહીકલ એક્ટના નવા નિયમો અનુસાર જો સગીર બાળક વાહન ચલાવતા પકડાશે, તો તેના વાલી સામે પણ કાયદેસરના પગલાં લેવાની જોગવાઈ છે, જેથી વાલીઓએ જાગૃત થવાની તાતી જરૂર છે.આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ સપાટો બોલાવાશેઆરટીઓ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ કોઈ હંગામી પ્રક્રિયા નથી. વિદ્યાર્થીઓની રોડ સેફ્ટી અને કિંમતી જીવ બચાવવા માટે આ ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારો જેવા કે વાઘાવાડી રોડ, સરદારનગર, અને હિલડ્રાઇવ વિસ્તારની શાળાઓ અને ટ્યુશન ક્લાસીસની બહાર પણ આ પ્રકારનું આકસ્મિક ચેકિંગ કરવામાં આવશે. આરટીઓની આ સતત બીજા દિવસની કાર્યવાહીથી નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો અને લાયસન્સ વિના ફરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.આ પણ વાંચો: Vav -Tharad: સુઈગામ સરહદી વિસ્તારમાં પાણી ચોરી, પાઇપલાઇનમાંથી 25થી વધુ ગેરકાયદેસર કનેક્શન કાપી નંખાયા

Read Full Story arrow_forward
UN: અફઘાનિસ્તાનમાં હુમલો નરસંહાર, પાખંડ.. UNમાં ભારતે પાકિસ્તાનને ખુલ્લુ પાડ્યુ
calendar_today June 9, 2026

UN: અફઘાનિસ્તાનમાં હુમલો નરસંહાર, પાખંડ.. UNમાં ભારતે પાકિસ્તાનને ખુલ્લુ પાડ્યુ

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં અફઘાનિસ્તાનની સુરક્ષા સ્થિતિ અંગે યોજાયેલી ઉચ્ચ સ્તરીય ચર્ચા દરમિયાન ભારતે પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર ખુલ્લું પાડી દીધું છે. યુએન (UN) માં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે પાકિસ્તાનની નીતિઓ પર આકરા પ્રહારો કરતા અફઘાનિસ્તાનની ધરતી પર તેના દ્વારા કરવામાં આવતા સરહદ પારના હુમલાઓને "નરસંહાર" સમાન ગણાવ્યા હતા. તેમણે સ્પષ્ટ આક્ષેપ કર્યો કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યું છે.દંભનું ઉત્કૃષ્ટ ઉદાહરણ- ભારત ભારતીય પ્રતિનિધિએ ઉમેર્યું કે, પાકિસ્તાન આતંકવાદ વિરોધી કાર્યવાહીના બહાના હેઠળ નિર્દોષ નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે, જે તેના "દંભનું ઉત્કૃષ્ટ ઉદાહરણ" છે. માત્ર લશ્કરી કાર્યવાહીનું લેબલ લગાવી દેવાથી કોઈપણ દેશ તેના દ્વારા કરવામાં આવેલા નિર્દોષોના નરસંહારના પાપમાંથી મુક્ત થઈ શકતો નથી.રમઝાન માસમાં નિર્દોષોની હત્યા અને આર્થિક નાકાબંધીભારતે યુએન સમક્ષ અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર સહાય મિશન (UNAMA) ના સત્તાવાર આંકડા રજૂ કરીને પાકિસ્તાનની ક્રૂરતાનો પર્દાફાશ કર્યો:નાગરિકોની જાનહાનિ: વર્ષ 2026 ના પ્રથમ ત્રણ મહિનામાં જ અફઘાનિસ્તાનમાં 372 સામાન્ય નાગરિકોએ જીવ ગુમાવ્યા છે, જેમાંથી મોટાભાગના મોતના કિસ્સા પવિત્ર રમઝાન માસ દરમિયાન નોંધાયા હતા.વેપારી માર્ગોમાં અવરોધ: અફઘાનિસ્તાન ચારેય બાજુથી જમીનથી ઘેરાયેલો (Landlocked) દેશ હોવાનો ફાયદો ઉઠાવીને પાકિસ્તાન તેના પરંપરાગત વેપાર માર્ગોને રોકી રહ્યું છે. અફઘાન માલસામાન પર પ્રતિબંધો લાદીને પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય વેપાર નિયમો અને યુએન ચાર્ટરના ધજાગરા ઉડાવ્યા છે. સંકટના સમયમાં અફઘાનિસ્તાનનો સાચો સાથી બન્યું ભારતએક તરફ જ્યાં પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં અસ્થિરતા ફેલાવી રહ્યું છે, ત્યાં બીજી તરફ ભારતે મુશ્કેલ સમયમાં અફઘાન જનતાની પડખે ઊભા રહીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પી. હરીશે વર્ષ 2021 થી ભારત દ્વારા મોકલવામાં આવેલી સહાયની વિગતો રજૂ કરી:સહાય સામગ્રી વિગત જથ્થોઅનાજ પુરવઠો 50,000 ટન ઘઉંતબીબી સહાય 420 ટન આવશ્યક દવાઓ અને રસીઓકૃષિ સુરક્ષા 40,000 લિટર જંતુનાશકોવધુમાં, આ વર્ષે એપ્રિલ મહિનામાં પણ ભારતે રસીઓ અને પૂર રાહત સામગ્રીનો મોટો જથ્થો કાબુલ મોકલ્યો હતો.અફઘાનિસ્તાનના વિકાસમાં ભારતનું યોગદાનમાનવતાવાદી સહાય ઉપરાંત, નવી દિલ્હી અફઘાનિસ્તાનના તમામ 34 પ્રાંતોના સર્વાંગી વિકાસ માટે લાંબા ગાળાના પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે. હાલમાં દેશમાં 500 થી વધુ ભારતીય પ્રોજેક્ટ્સ કાર્યરત છે:આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ: ભારતે અફઘાનિસ્તાનના પક્તિકા, પક્તિયા અને ખોસ્ત પ્રાંતમાં આધુનિક મેટરનિટી ક્લિનિક્સ (પ્રસૂતિ ગૃહો) બનાવ્યા છે.મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર: કાબુલ સ્થિત વિખ્યાત 'ઇન્દિરા ગાંધી બાળ આરોગ્ય સંસ્થા'ના આધુનિકીકરણ સાથે ભારતે ત્યાં એક ટ્રોમા સેન્ટર, ઓન્કોલોજી સેન્ટર અને 30 બેડની અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કર્યું છે.રમતગમત પ્રોત્સાહન: રમતગમતના સંબંધો મજબૂત કરવાના ભાગરૂપે ભારત ટૂંક સમયમાં જ દ્વિપક્ષીય શ્રેણી માટે અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમની યજમાની કરવાનું છે.ભારતનો સ્પષ્ટ સંદેશ: વૈશ્વિક મંચ પર ભારતનું વલણ સ્પષ્ટ કરતા પી. હરીશે છેલ્લે જણાવ્યું હતું કે, અમારા અફઘાન ભાઈઓ અને બહેનો પાકિસ્તાની શોષણથી ઘણું વધુ સારું જીવન અને સન્માન મેળવવાના હકદાર છે.આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?

Read Full Story arrow_forward