android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat : સુમુલ ડેરીના પ્રતિષ્ઠાના જંગનું રણશિંગું ફૂંકાયું, 16 બેઠકો પર કોનું પલ્લું રહેશે ભારે?
calendar_today June 9, 2026

Surat : સુમુલ ડેરીના પ્રતિષ્ઠાના જંગનું રણશિંગું ફૂંકાયું, 16 બેઠકો પર કોનું પલ્લું રહેશે ભારે?

દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રના સૌથી મોટા અને પ્રતિષ્ઠાભર્યા જંગ ગણાતી સુરતની 'સુમુલ ડેરી' ની ચૂંટણીનું આખરે બ્યુગલ ફૂંકાઈ ગયું છે. લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે સુમુલ ડેરીની ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ આજે જાહેર કરી દેવામાં આવ્યો છે. ચૂંટણી અધિકારી દ્વારા આ અંગેનું વિધિવત જાહેરનામું પ્રસિદ્ધ કરાતા જ સુરત અને તાપી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.15 જુલાઈએ મતદાન જાહેર કરાયેલા સત્તાવાર કાર્યક્રમ અનુસાર, આગામી 15 જુલાઈના રોજ સુમુલ ડેરીના તમામ 16 મતદાર વિભાગો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ ૧17 જુલાઈના રોજ મતગણતરી થશે અને તે જ દિવસે સ્પષ્ટ થશે કે સુમુલ ડેરીની સત્તાનું સુકાન કોના હાથમાં જશે. 10 જૂનથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા આ પ્રતિષ્ઠાની લડાઈ માટે આગામી 10 જૂનથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. રાજકીય દાવપેચ વચ્ચે જો કોઈ ઉમેદવાર પોતાનું ફોર્મ પરત ખેંચવા માંગતા હોય તો તેના માટે 4 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે. ફોર્મ ખેંચવાની મુદત પૂરી થયા બાદ જ ખરાખરીના ખેલનું ચિત્ર સ્પષ્ટ થશે. કાંટાની ટક્કર સુમુલ ડેરીની આ ચૂંટણીમાં કુલ 16 મતદાર વિભાગોનો સમાવેશ થાય છે, જ્યાં પશુપાલકો અને સહકારી મંડળીના પ્રતિનિધિઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. દક્ષિણ ગુજરાતની આર્થિક કરોડરજ્જુ ગણાતી આ ડેરી પર વર્ચસ્વ જમાવવા માટે ભાજપ પ્રેરિત પેનલો અને અન્ય સહકારી નેતાઓ વચ્ચે કાંટાની ટક્કર થવાની પૂરેપૂરી સંભાવના છે. જાહેરનામું બહાર પડતાં જ અત્યારથી જ ઉમેદવારો નક્કી કરવા અને આંતરિક બેઠકોનો દોર તેજ બની ગયો છે. હવે જોવાનું એ રહેશે કે આ જંગમાં કોણ બાજી મારે છે અને કોનું પત્તું કપાય છે!આ પણ વાંચો----     Gujarat Latest News Live : રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી

Read Full Story arrow_forward
Anand: કલાલ પીપળ કુંભારવાડામાં જાહેરમાં ચાલતા જુગારધામ પર છાપો, 7 જુગારીઓ મુદ્દામાલ સાથે જેલભેગા
calendar_today June 9, 2026

Anand: કલાલ પીપળ કુંભારવાડામાં જાહેરમાં ચાલતા જુગારધામ પર છાપો, 7 જુગારીઓ મુદ્દામાલ સાથે જેલભેગા

આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર જુગારના અડ્ડાઓ પર નેસ્તનાબૂદ કરવા માટે સ્થાનિક પોલીસે કમર કસી છે. પેટલાદ શહેરના અત્યંત વ્યસ્ત અને ભરચક ગણાતા કલાલ પીપળ નજીક આવેલા કુંભારવાડા વિસ્તારમાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમી પેટલાદ શહેર પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને તેમની ટીમે ખાનગી રાહે વોચ ગોઠવીને કુંભારવાડા વિસ્તારમાં એકાએક રેડ કરી હતી.જાહેરમાં પત્તા ટીચતા જુગારીઓમાં મચી નાસભાગપોલીસ કાફલો અચાનક ત્રાટકતા જ કુંભારવાડાના ખુલ્લા મેદાનમાં કુંડાળું વળીને બેઠેલા જુગારીઓમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. જો કે, પોલીસે ચતુરતાપૂર્વક આખા વિસ્તારને કોર્ડન કરી લીધો હતો, જેના કારણે જુગાર રમી રહેલા ૭ ઈસમોને ભાગવાની કોઈ તક મળી ન હતી. પોલીસે સ્થળ પરથી જુનેદબેગ મિર્ઝા, ઉફરાન મલેક, ચિરાગ રાણા, મનીષ રાણા, વિરલ રાણા, ચંદ્રકાન્ત પ્રજાપતિ અને નવનીત રાણા નામના તમામ સાતેય આરોપીઓને કાયદેસર રીતે રાઉન્ડઅપ કરી લીધા હતા.રૂપિયા 6,820 નો મુદ્દામાલ જપ્ત, આગળની તપાસ તેજપોલીસે જુગારના પટમાંથી અને પકડાયેલા આરોપીઓની અંગઝડતી લેતા કુલ રૂપિયા 6,820 ની રોકડ રકમ, પત્તાની કૅટ અને અન્ય સાહિત્ય જપ્ત કર્યું છે. પેટલાદ શહેર પોલીસે તમામ સાત આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની ધરપકડ કરી છે. ભરચક રહેણાંક વિસ્તારમાં આ પ્રકારે ખુલ્લેઆમ જુગાર રમાતો હોવાની વિગત બહાર આવતા સ્થાનિક રહીશોએ પોલીસની આ ત્વરિત કામગીરીને બિરદાવી છે. પોલીસે આ વિસ્તારમાં અન્ય કોઈ સ્થાને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે કે કેમ તે અંગે પણ પેટ્રોલિંગ તેજ કર્યું છે.આ પણ વાંચો: Weather Update : કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે પવન-ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી!

Read Full Story arrow_forward
Morbi : ખેતરોમાં ખેતમજૂર મહિલાઓ પર દુષ્કર્મ આચરતી કુખ્યાત ગેંગના 4 નરાધમો ઝડપાયા, ખુલાસા સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ
calendar_today June 9, 2026

Morbi : ખેતરોમાં ખેતમજૂર મહિલાઓ પર દુષ્કર્મ આચરતી કુખ્યાત ગેંગના 4 નરાધમો ઝડપાયા, ખુલાસા સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ

મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતમજૂર મહિલાઓ પર આચરવામાં આવેલા દુષ્કર્મના બે ચકચારી અને હૃદયદ્રાવક ગુનાઓનો એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં જ પર્દાફાશ કર્યો છે. ખેતરોમાં હથિયારોના ધાકે આતંક મચાવતી કુખ્યાત દેવીપૂજક ગેંગના 3 મુખ્ય આરોપીઓ અને 1 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને પોલીસે દબોચી લીધા છે. આ નરાધમોની ધરપકડ સાથે જ મોરબી પંથકમાં ભયનો માહોલ ફેલાવનાર ગેંગના કાળા કારનામાઓ પરથી પડદો ઊંચકાયો છે.મહિલાના પતિની નજર સામે જ તેની પર દુષ્કર્મ આચર્યું પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, ગત 4 અને 5 જૂનના રોજ અલગ-અલગ ગ્રામ્ય વિસ્તારોમાં હેવાનીયતની તમામ હદો પાર કરતી બે ઘટનાઓ બની હતી. આ નરાધમો રાત્રિના સમયે લૂંટ કરવાના ઈરાદે ખેતરોમાં ત્રાટકતા હતા અને ત્યાં રહેતા શ્રમિક પરિવારોને હથિયાર બતાવી બાનમાં લેતા હતા. જેમાં ૪ જૂનના રોજ બનેલી એક ઘટનામાં આ ક્રૂર શખ્શોએ મહિલાના પતિની નજર સામે જ તેની પર દુષ્કર્મ આચર્યું હતું. અન્ય શ્રમિક મહિલા પર સામૂહિક દુષ્કર્મ જ્યારે 5 જૂનના રોજ બનેલી બીજી ઘટનામાં નરાધમોએ તમામ મર્યાદાઓ ઓળંગીને એક અન્ય શ્રમિક મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે સગીર સહિત ચારને ઝડપ્યા આ ચકચારી કેસની ગંભીરતાને જોતા મોરબી એલસીબીની ટીમે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કડીયાણા) ના રહેવાસી ત્રણ મુખ્ય આરોપીઓ નવઘણ વાઘેલા, દિલીપ ઉર્ફે દિપો વાજેલીયા અને મુન્નાભાઈ વાજેલીયા સહિત એક સગીરને ઝડપી પાડ્યા છે. પોલીસે આ આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી મોટરસાયકલ અને લૂંટાયેલા મોબાઈલ ફોન સહિત કુલ 50 હજાર નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ નરાધમોએ ભૂતકાળમાં અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ તે દિશામાં પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.  આ પણ વાંચો----    Gujarat Latest News Live : રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી

Read Full Story arrow_forward