android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: VNSGUમાં એડમિશન રેશિયો ગગડ્યો, માત્ર 11 ટકા વિદ્યાર્થીઓએ જ બેઠકો કન્ફર્મ કરાવી
calendar_today June 9, 2026

Surat: VNSGUમાં એડમિશન રેશિયો ગગડ્યો, માત્ર 11 ટકા વિદ્યાર્થીઓએ જ બેઠકો કન્ફર્મ કરાવી

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) માં પ્રથમ રાઉન્ડની એડમિશન પ્રક્રિયાના સત્તાવાર આંકડા જાહેર થતાં જ શિક્ષણ જગતમાં અનેક ચર્ચાઓ જાગી છે. આ વર્ષે ડિગ્રી કોર્સિસમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવામાં વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ દાખવ્યો હતો અને રેકોર્ડબ્રેક ફોર્મ ભરાયા હતા. પરંતુ, જ્યારે પ્રથમ રાઉન્ડના અંતે કોલેજ ફી ભરીને એડમિશન કન્ફર્મ કરાવવાની વાત આવી ત્યારે વિદ્યાર્થીઓનો પ્રતિસાદ સાવ નહિવત જેવો રહ્યો છે.71 હજાર ફોર્મ સામે માત્ર 8 હજાર એડમિશનVNSGU ના એડમિશન સેલ તરફથી મળતી સત્તાવાર માહિતી મુજબ, વિવિધ અંડરગ્રેજ્યુએટ (UG) કોર્સ માટે કુલ 71,474 વિદ્યાર્થીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન ફોર્મ સબમિટ કર્યા હતા. જો કે, પ્રથમ મેરિટ યાદી બહાર પડ્યા બાદ તેમાંથી માત્ર 8,003 વિદ્યાર્થીઓએ જ પોતાની બેઠકો બુક કરાવીને એડમિશન ફાઇનલ કર્યું છે. આ આંકડો કુલ ફોર્મના માત્ર 11 ટકા જેટલો જ થાય છે. બાકીના 89 ટકા વિદ્યાર્થીઓએ કાં તો પ્રવેશ પ્રક્રિયાથી અંતર જાળવી રાખ્યું છે અથવા ફોર્મ ભર્યા બાદ અન્યત્ર મોહભંગ થયો છે.રાજ્યની અન્ય યુનિવર્સિટીઓ કરતાં ગ્રાફ નીચોશૈક્ષણિક વિશ્લેષકોના મતે, ગુજરાતની અન્ય અગ્રણી યુનિવર્સિટીઓ (જેમ કે ગુજરાત યુનિવર્સિટી અથવા એમ.એસ. યુનિવર્સિટી) માં પ્રથમ રાઉન્ડમાં જ ૪૦ થી ૫૦ ટકા બેઠકો ભરાઈ જતી હોય છે, જ્યારે તેની તુલનામાં નર્મદ યુનિવર્સિટી આ વર્ષે ઘણી પાછળ જોવા મળી રહી છે. આ આશ્ચર્યજનક નીરજતા પાછળનું મુખ્ય કારણ એ હોઈ શકે કે ઘણા વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગ, મેડિકલ અથવા સેલ્ફ-ફાઇનાન્સ પ્રોફેશનલ કોલેજોમાં સમાંતર ફોર્મ ભર્યા હોય અને ત્યાં પ્રવેશ મળતાં જ VNSGU ની બેઠકો જતી કરી હોય. આ ઉપરાંત સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમની જટિલતા પણ જવાબદાર હોવાનું મનાય છે. હાલમાં હજારો બેઠકો ખાલી હોવાથી યુનિવર્સિટી તંત્ર હવે ખાલી બેઠકોનો આંકડો મેળવીને ટૂંક સમયમાં જ બીજા રાઉન્ડની જાહેરાત કરશે, જેથી બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓને મોકો મળી શકે.આ પણ વાંચો: Anand: કલાલ પીપળ કુંભારવાડામાં જાહેરમાં ચાલતા જુગારધામ પર છાપો, 7 જુગારીઓ મુદ્દામાલ સાથે જેલભેગા

Read Full Story arrow_forward
Rajkot એરપોર્ટ પર ફ્લાઇટ ટેકઓફ થતાં જ સર્જાયો ભારે ફફડાટ, આકાશમાં જ પક્ષી અથડાતાં 124 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
calendar_today June 9, 2026

Rajkot એરપોર્ટ પર ફ્લાઇટ ટેકઓફ થતાં જ સર્જાયો ભારે ફફડાટ, આકાશમાં જ પક્ષી અથડાતાં 124 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

રાજકોટના હિરાસર એરપોર્ટ પરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટથી દેશની રાજધાની દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ સાથે ટેકઓફ દરમિયાન જ એક મોટી દુર્ઘટના ઘટતા ટળી છે. વિમાન હજુ આકાશમાં ઉડાન ભરી રહ્યું હતું તે જ સમયે અચાનક પક્ષી અથડાવાની (બર્ડ હિટ) ઘટના સામે આવી હતી. આ ઘટનાને પગલે વિમાનમાં તાત્કાલિક ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે પાયલોટે ભારે સતર્કતા દાખવીને ફ્લાઇટનું હિરાસર એરપોર્ટ પર જ ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. ફ્લાઇટમાં કુલ 124 જેટલા મુસાફરો સવાર હતા મળતી માહિતી મુજબ, એર ઇન્ડિયાની આ ફ્લાઇટમાં કુલ 124 જેટલા મુસાફરો સવાર હતા. વિમાન હવામાં ફંટાયું કે તુરંત જ પક્ષી એન્જિનના પંખા સાથે અથડાયું હતું, જેના કારણે એરલાઇન્સના પંખાના બ્લેડને મોટું નુકસાન પહોંચ્યું હતું. પક્ષી અથડાવાની સાથે જ પાયલોટને એન્જિનમાં ટેક્નિકલ ખામીની જાણ થઈ ગઈ હતી. સદનસીબે પાયલોટની સમયસૂચકતા અને કુશળતાના કારણે વિમાનને સુરક્ષિત રીતે રનવે પર પાછું ઉતારી લેવામાં આવ્યું હતું, જેથી મોટી હોનારત ટળી હતી અને તમામ 124 મુસાફરોનો આબાદ બચાવ થતાં એરપોર્ટ પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો. ટેક્નિકલ ટીમ દ્વારા ફ્લાઇટનું રિપેરિંગ કામ શરૂ આ ઘટના બાદ એર ઇન્ડિયાની ટેક્નિકલ ટીમ દ્વારા ફ્લાઇટનું રિપેરિંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. એરપોર્ટના સત્તાધીશોના જણાવ્યા અનુસાર, વિમાન સંપૂર્ણ રિપેર થઈ ગયા બાદ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન ની ખાસ ટીમ દ્વારા તેની બારીકાઈથી ચકાસણી અને તપાસ કરવામાં આવશે.  વૈકલ્પિક વ્યવસ્થા  ડીજીસીએની મંજૂરી બાદ એરક્રાફ્ટનું પ્રોપર ફ્લાઇટ ઇન્પેક્શન અને ટ્રાયલ લેવામાં આવશે, અને તમામ સેફ્ટી માપદંડો યોગ્ય જણાશે ત્યારબાદ જ આ વિમાનને ફરી આકાશમાં ઉડાન ભરવા માટેની લીલી ઝંડી આપવામાં આવશે. ત્યાં સુધી મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ પણ વાંચો----    Gujarat Latest News Live : રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી

Read Full Story arrow_forward
Weather Update: આ 20 રાજ્યમાં હવામાનમાં આવશે પલટો, 11 જૂનથી દિલ્હીમાં યલો એલર્ટ
calendar_today June 9, 2026

Weather Update: આ 20 રાજ્યમાં હવામાનમાં આવશે પલટો, 11 જૂનથી દિલ્હીમાં યલો એલર્ટ

દિવસભર ગરમ પવનો લોકોને પરેશાન કરી શકે છે. જોકે, આગામી 48 કલાક પછી હવામાનમાં ફેરફારના સંકેતો જોવા મળી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 11 અને 12 જૂન માટે દિલ્હીમાં વરસાદનું યેલો એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ સાથે તેજ પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે તાપમાનમાં 1થી 2 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. હવામાનમાં આ બદલાવથી લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે.હરિયાણા, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 11થી 14 જૂન દરમિયાન હરિયાણા, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ દરમિયાન તેજ આંધીઓ, વીજળીના કડાકા અને 50થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. વરસાદને કારણે તાપમાનમાં 1થી 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળશે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં કેવું રહેશે હવામાન? ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં પણ વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં 14 જૂન સુધી વચ્ચે-વચ્ચે વરસાદ પડી શકે છે. 11 અને 12 જૂને આ વિસ્તારોમાં આંધીઓ, વીજળી પડવાની તેમજ કેટલાક સ્થળોએ કરા પડવાની (ઓલાવૃષ્ટિ) ચેતવણી પણ આપવામાં આવી છે. આસામ, મેઘાલય અને નાગાલેન્ડમાં પણ બદલાશે હવામાન પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં આગામી કેટલાક દિવસો સુધી વ્યાપક વરસાદની શક્યતા છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 14 જૂન સુધી વરસાદ અને તેજ પવનોનો દોર ચાલુ રહી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે 11 જૂનથી ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં હવામાનનો મિજાજ બદલાવા લાગશે, જેના કારણે ભીષણ ગરમીથી લોકોને થોડી રાહત મળવાની આશા છે.

Read Full Story arrow_forward