android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch: મંજૂરી વગર બનાવેલું વજુખાનું પુરાતત્વ વિભાગે તોડી પાડયું
calendar_today June 9, 2026

Bharuch: મંજૂરી વગર બનાવેલું વજુખાનું પુરાતત્વ વિભાગે તોડી પાડયું

ભરૂચમાં આવેલી જામા મસ્જિદને ઐતિહાસિક ધરોહર જાહેર કરાઈ છે અને તેનું સંચાલન પુરાતત્વખાતુ કરી રહ્યું છે. છેલ્લાં કેટલાંક સમયથી ઐતિહાસિક ધરોહરની માલિકીને લઈને બે કોમ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન સોમવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પુરાતત્વ વિભાગ દ્વારા કેટલાંક વાંધાજનક ગણાતાં બાંધકામો દૂર કરવાની કવાયત હાથ ધરી હતી. ટીમે મસ્જીદમાં બનાવેલું વજુખાનું તોડી નાંખ્યું હતું. ઉપરાંત મસ્જિદનો પાછળનો દરવાજાને કાયમી તાળું મારી દીધું હતું. જો કે, પુરાતત્વ વિભાગનું કહેવું છે કે તેમના દ્વારા સમગ્ર કામગીરી નિયમોનુસાર કરી હતી.ભરૂચમાં આવેલાં જામા મસ્જિદને લઈને માનવામાં આવી રહ્યું છે કે, 14મી સદીમાં બનેલી આ મસ્જિદ પ્રાચિન જૈન મંદિરના અવશેષોમાંથી બનાવવામાં આવી હતી અને છેલ્લા એકાદ વર્ષથી જામા મસ્જિદ આ વિવાદના કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. આ સ્મારકને કેટલાંક હિન્દુ સંગઠનો દ્વારા જૈન સ્મારક કે જૈન સમરી વિહાર તેમજ ચક્રધર સ્વામીનું જન્મ સ્થળ હોવાના દાવા કરવામાં આવે છે. દરમિયાનમાં છેલ્લાં છ મહિના ઉપરાંતથી કેટલાંક હિન્દુ સંગઠનો દ્વારા વિવિધ સ્તરે રજૂઆતો, વિરોધ તેમજ આંદોલન કરવામાં આવ્યાં હતા અને આ ધાર્મિક સ્થળને પુનઃ તેના મુળ સ્વરૂપમાં પુનઃ સ્થાતિત કરવાની માગ કરવામાં આવી રહી હોવાને કારણે વાતાવરણ તંગ બની રહ્યું છે. દરમિયાનમાં ઐતિહાસિક વિરાસત એવી જામા મસ્જિદમાં પુરાતત્વ વિભાગની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે મસ્જિદ પરિસરમાં બનાવાયેલાં વાંધાજનક બાંધકામોની તપાસ શરૂ કરી હતી. અરસામાં મસ્જિદમાં બનાવાયેલું વજુખાનું તેમણે તોડી પાડયું હતું. ઉપરાંત હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવેલાં આક્ષેપો મુજબ જુમા મસ્જિદના બે દરવાજા છે. જે પૈકીના આગળના દરવાજા પર પુરાતત્વ વિભાગ દ્વારા તૈનાત કરાયેલી પોલીસ દ્વારા અંદર આવતાં જતાં લોકોની નોંધણી કરવામાં આવે છે. જ્યારે પાછળના દરવાજામાંથી આવતાં - જતા લોકોની કોઈ નોંધ થતી નથી. જેના પગલે ટીમે તે અંગેની વિગત મેળવી તેમણે પાછળના દરવાજાને કાયમી ધોરણે બંધ કરી દીધો હતો. લિંક ટેક્સ્ટ: ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Narmada: ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત SoU ખાતે સાઈકલ રેલી યોજાઇ
calendar_today June 9, 2026

Narmada: ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત SoU ખાતે સાઈકલ રેલી યોજાઇ

ફ્ટિ ઇન્ડિયા અભિયાન અંતર્ગત એકતા નગર ખાતે SRP,NCC અને નમદા પોલીસના સંયુક્ત ઉપક્રમે સાયકલ રેલીનું આયોજન કરાયુ હતું.નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે રવિવારના રોજ એકતા નગર SRP,NCC અને નર્મદા પોલીસના સંયુક્ત ઉપક્રમે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અધિકારીઓ, કર્મચારીઓ, NCC કેડેટ્સ તથા અન્ય સહભાગીઓએ ઉત્સાહભેર ભાગ લાઈ ફ્ટિ ઇન્ડિયાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારી દ્વારા સૌને સ્વાસ્થ્ય જાળવવા માટે નિયમિત કસરત, યોગ, રમતગમત અને સાયકલિંગને જીવનનો અભિન્ન ભાગ બનાવવા અપીલ કરવામાં આવી હતી. ત્યારબાદ લીલી ઝંડી બતાવી સાયકલ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. એકતા નગરના સુંદર અને હરિયાળા વાતાવરણમાં યોજાયેલી આ રેલી દરમિયાન સહભાગીઓએ ફ્ટિનેસ, પર્યાવરણ સંરક્ષણ અને સ્વસ્થ જીવનશૈલીના સંદેશ સાથે લોકોમાં જાગૃતિ ફેલાવી હતી. આ સાયકલ રેલીનો મુખ્ય હેતુ આજના આધુનિક અને ટેક્નોલોજી આધારિત યુગમાં વધતા મોબાઇલ એડિક્શન, શારીરિક નિષ્ક્રિયતા અને જંકફૂડની આદતો જેવી જીવનશૈલી સંબંધિત સમસ્યાઓ પ્રત્યે લોકોને જાગૃત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન એકતા નગર SRPના કમાંન્ડન્ટ, જ્યોતિ પટેલે (IPS)જણાવ્યુ હતુ કે, એકતા નગર SRP,NCC અને નર્મદા પોલીસના સંયુક્ત ઉપક્રમે એકતા દ્વાર થી સ્ટેચ્યુ ઓફ્ યુનિટી સુધી સન્ડે ઓન સાયકલિંગ કરવામાં આવ્યું હતું.નર્મદા પોલીસ, SRP જૂથ-18 અને NCC દ્વારા આયોજિત આ સાયકલ રેલી માત્ર એક કાર્યક્રમ પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ સમાજમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને ફ્ટિ ઇન્ડિયા, હેલ્ધી ઇન્ડિયાના રાષ્ટ્રીય સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો એક સફ્ળ પ્રયાસ સાબિત થઈ હતી. લિંક ટેક્સ્ટ: ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ankleshwar: અંકલેશ્વર પાલિકાએ 3 જર્જરિત ઇમારતોને જમીનદોસ્ત કરી
calendar_today June 9, 2026

Ankleshwar: અંકલેશ્વર પાલિકાએ 3 જર્જરિત ઇમારતોને જમીનદોસ્ત કરી

અંકલેશ્વર નગરપાલિકાએ શહેરમાં જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચોમાસા પહેલાં ત્રણ અતિ જર્જરિત ઇમારતોને જમીનદોસ્ત કરવામાં આવી છે, જ્યારે 20 જેટલા જર્જરિત મકાનોના માલિકોને નોટિસ પાઠવવામાં આવી છે.અંકલેશ્વરમાં આવેલી જર્જરિત ઇમારતો ચોમાસામાં તુટી પડે અને જોખમ ઉભુ કરે તે પહેલા પાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે જેના પ્રથમ તબક્કામાં 3 જર્જરિત ઇમારત જમીનદોસ્ત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, શહેરમાં આવેલા અન્ય 20 અતિ જર્જરિત મકાનોના માલિકોને પણ નોટિસ પાઠવવામાં આવી છે. નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર કેશવલાલ કોલડીયાએ નોટિસ પ્રાપ્ત કરનાર મકાન માલિકોને વહેલી તકે તેમના જર્જરિત મકાનો ઉતારી લેવા સૂચના આપી છે. નગરપાલિકા તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ત્રણ જોખમી ઇમારતોને સંપૂર્ણપણે ઉતારી લેવામાં આવી છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન સંભવિત ચીફ્ ઓફ્સિરે જણાવ્યું હતું કે, જો નિર્ધારિત સમયમર્યાદામાં મકાન માલિકો દ્વારા કાર્યવાહી નહીં કરવામાં આવે, તો નગરપાલિકા દ્વારા નિયમ મુજબ કડક પગલાં લેવામાં આવશે અને મકાનો ઉતારી પાડવામાં આવશે. તંત્ર બાકીના જોખમી મકાનો અંગે પણ સતત કાર્યવાહી કરી રહ્યું છે. લિંક ટેક્સ્ટ: ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward