android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch: તંત્ર દ્વારા લાખોનો ખર્ચ છતાં અછાલીયાનું તળાવ ખાલીખમ
calendar_today June 9, 2026

Bharuch: તંત્ર દ્વારા લાખોનો ખર્ચ છતાં અછાલીયાનું તળાવ ખાલીખમ

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના અછાલીયાના ગામના તળાવની સુધારણામાટે છેલ્લા ત્રણ દાયકા ઉપરાંતના સમયથી સરકારની વિવિધ યોજના અંતર્ગત લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં જળ વિહોણું રહેતા ગામમાં પાણીની તંગી અનુભવાઇ રહી છે. લોકોની માગ છે કે તંત્ર દ્વારા પાણી ભરવાની કામગીરી હાથ ધરવામાં આવે.અછાલીયા ગામના તળાવનું ક્ષેત્રફ્ળ બાર એકર છે. વિસ્તારનું સૌથી મોટુ તળાવ છે. સરકારના સિંચાઇ વિભાગ તથા મનરેગા યોજના કે જે હવે જી-રામજી તરીકે ઓળખાય છે તેવી યોજના દ્વારા રોજગારીની ખાત્રી આપતા કાર્યક્રમ હેઠળ તળાવ દર વર્ષે ઉંડું કરવાની કામગીરી કરવામાં આવે છે. વનવિભાગ દ્વારા વનીકરણ પણ થાય છે પણ પાણી ભરવા માટે તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે. તળાવની બાજુમાં વરસાદી પાણીની ખાડી આવેલી છે જેમાંથી ચોમાસા દરમ્યાન મોટી માત્રામાં નિર્મલ જળ વહી જાય છે ત્યારે સત્તાવાળાઓ ઈખાડી પર આડબંધ અથવા ચેકડેમ બાંધકામની કામગીરી કરી તળાવમાં પાણી નાંખી જળસંગ્રહ કરે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે રાજ્ય સરકાર શહેરના તળાવ ને બ્યુટીફીકેશન કરી રહી છે ત્યારે ગ્રામ્ય વિસ્તાર માટે પણ ગ્રાન્ટ આપે તો તળાવ રળિયામણા બની શકે તેમ છે તથા જળસંગ્રહ થી ફયદો થઈ શકે તેમ છે. લિંક ટેક્સ્ટ: ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Narmada: સરકારે 3 મહિનાથી ઇન્સેન્ટિવ આપ્યુ નહીં હોવાથી આશા વર્કરોમાં રોષ
calendar_today June 9, 2026

Narmada: સરકારે 3 મહિનાથી ઇન્સેન્ટિવ આપ્યુ નહીં હોવાથી આશા વર્કરોમાં રોષ

નર્મદા જિલ્લાની આશા વર્કર બહેનો આજે રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ હતી અને ઇન્સેન્ટિવ વધારાની માગણી સાથે સૂત્રોચાર કર્યા હતા જે બાદ જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.આશા બહેનોના જણાવ્યાં અનુસાર માત્ર 2000 નું ઇન્ટેન્સિવ મળે છે તે પણ છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી મળ્યુ નથી જેના કારણે આર્થિક મુશ્કેલીમાં મુકાયા છીએ. વધુમાં પગાર સાથે અમારા પ્રોત્સાહન રકમના પૈસા તેમજ 50% નો વધારો પણ અમને સમયસર મળવો જોઈએ. એ ઉપરાંત અતિ જોખમી સગર્ભાનું ડીલેવરીનું ઇન્સેન્ટિવ પણ આજદી સુધી અમને મળેલ નથી. એ ઉપરાંત ચૂંટણીની મહત્વની કામગીરીમાં આશા બહેનો સવારે 7 થી સાંજના સાત વાગ્યા સુધી ડયુટી આપવામાં આવે છે. એનું પણ આજ દિન સુધી ઇન્સેન્ટિવ મળેલ નથી. ત્યારે ઇન્સેન્ટિવ વધારવામાં આવે અને જો વધારો નહી કરવામાં આવે તો તમામ આશા વર્કર બહેનો કામગીરીથી અળગા રહેશે. નર્મદા જિલ્લાની 700 થી વધુ આશા વર્કર બહેનો સગર્ભા બહેનોથી માંડીને મહત્વની આરોગ્ય લક્ષી કામગીરી કરતી હોવા છતાં તેમને મહેનતાણું ન મળે એ ગંભીર બાબત કહેવાય. લિંક ટેક્સ્ટ: ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Narmada: ખુશીના લગ્નમાં કુંવરબાઇનું મામેરું યોજના લાવી અનોખી ખુશી
calendar_today June 9, 2026

Narmada: ખુશીના લગ્નમાં કુંવરબાઇનું મામેરું યોજના લાવી અનોખી ખુશી

દરેક પિતાનું સપનું હોય છે કે પોતાની દીકરીને એક રાજકુમારીની જેમ સાસરે વળાવે. પરંતુ, જ્યારે પરિવારની આર્થિક પરિસ્થિતિ નાજુક હોય ત્યારે પિતા માટે આ સપનું પૂરું કરવું એક મોટો પડકાર બની જતો હોય છે. આવા જ એક સામાન્ય પરિવારની ચિંતા હળવી કરીને ગુજરાત સરકાર નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રહેતા માછી પરિવાર માટે સાચા અર્થમાં માવતર બની છે.નાંદોદ તાલુકાના રાજપીપળામાં રહેતા યોગેશભાઈ માછીની 20 વર્ષીય દીકરી ખુશીના લગ્ન વર્ષ 2025 ના નવેમ્બર માસમાં લેવાયા હતા. યોગેશભાઈ છૂટક ફ્ળ વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મર્યાદિત આવક હોવાથી સમયની માંગ અને આર્થિક વાસ્તવિકતા સમજીને પરિવારે સમૂહ લગ્નમાં જોડાઈને દીકરીના લગ્ન કરાવવાનો નિર્ણય લીધો. સમૂહ લગ્નમાં જોડાવા છતાં, લગ્નસરાના અન્ય પરચૂરણ ખર્ચાઓ અને દીકરીને કરિયાવર આપવાની ભાવનામાં પિતાએ પોતાની બચત ખર્ચી નાખી અને તેમના પર થોડું દેવું પણ થઈ ગયું હતું. લગ્નના ગણતરીના દિવસોમાં જ ખુશીબેનને કુંવરબાઇનું મામેરું યોજના અંતર્ગત રૂ. 12,000 ની આર્થિક સહાય મળી ગઈ. ખુશી માછીએ ભાવુક સ્વરે જણાવે છે કે, પપ્પા પર લગ્નના ખર્ચનું દેવું થઈ ગયું હતું. પરંતુ, કુંવરબાઇનું મામેરું યોજના અંતર્ગત સરકાર તરફ્થી મળેલી સહાયથી પપ્પાનું એ દેવું ચૂકવવામાં અમને મદદ મળી છે. લિંક ટેક્સ્ટ: ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward