android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch: એક્સિસ બૅંક દ્વારા રૂા.1.08 કરોડનો ક્લેમ અર્પણ કરાયો
calendar_today June 9, 2026

Bharuch: એક્સિસ બૅંક દ્વારા રૂા.1.08 કરોડનો ક્લેમ અર્પણ કરાયો

ભરૂચ જિલ્લાના એ.ડીવીઝન અંકલેશ્વર પોલીસ મથકે ફરજ બજાવતા સ્વ.જયદેવભાઈ ડાભીનું અકસ્માતમાં દુઃખદ અવસાન થતા તેમના પરિવારને એક્સિસ બેંક દ્વારા પોલીસ સેલરી એકાઉન્ટ યોજના અંતર્ગત રૂા.1.08 કરોડનો વીમા ક્લેમ અર્પણ કરવામાં આવ્યો હતો.એક્સિસ બેંક સાથે થયેલા એમઓયુ તથા સેલરી એકાઉન્ટ યોજના અંતર્ગત ક્લેમની પ્રક્રીયા પુર્ણ થતાં બેંક દ્વારા રૂા.1.08 કરોડનો ક્લેમ મંજૂર કરવામાં આવ્યો હતો. આ ક્લેમનો ચેક ભરૂચ જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાના હસ્તે પરીવારજનોને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમણે સ્વ.જયદેવભાઈ ડાભીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યકત કરી હતી. કાર્યક્રમ દરમ્યાન એક્સિસ બેંકના કલસ્ટર હેડ નવીન પરીખ, એરિયા હેડ દીપક સોની, ગર્વનમેન્ટ કવરેજ આરએમ પ્રણવ શાહ, બ્રાન્ચ હેડ વિવેક નેગાણી, સેલરી હેડ હાર્દિક પટેલ સહિત બેંકના અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ એસપી અક્ષયરાજ મકવાણાએ ક્લેમ પ્રક્રિયા ઝડપી પુર્ણ કરવા બદલ એકસિસ બેંકની કામગીરીની પ્રસંશા કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, આવી યોજનાઓ મુશ્કેલ સમયમાં કર્મચારીઓના પરિવારજનોને મહત્વપુર્ણ આર્થિક સહારો પુરો પાડે છે. લિંક ટેક્સ્ટ: ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: અધિક માસ નિમિત્તે જંબુસરમાં આયોજિત શ્રી વિષ્ણુયાગ સંપન્ન
calendar_today June 9, 2026

Bharuch: અધિક માસ નિમિત્તે જંબુસરમાં આયોજિત શ્રી વિષ્ણુયાગ સંપન્ન

પવિત્ર અધિક માસ નિમિત્તે જંબુસર ખાતે શ્રી કાછિયા પટેલ સમાજની ત્રણ પંચ વાડીમાં આયોજિત બે દિવસીય શ્રી વિષ્ણુયાગ મહોત્સવ ભક્તિભાવ, વૈદિક પરંપરા અને ધાર્મિક ઉત્સાહના અનોખા માહોલ વચ્ચે સફ્ળતાપૂર્વક સંપન્ન થયો હતો. સમગ્ર મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો, શ્રાદ્ધાળુઓ અને ધર્મપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહી યજ્ઞદર્શનનો લાભ લીધો હતો.આ પ્રસંગે ડૉ. દીપકભાઈ રાઠોડ, સામાજિક કાર્યકર પ્રતાપભાઈ સોની, ભાજપ આગેવાન સંજયસિંહ યાદવ, ગણપતિ મંદિરના ટ્રસ્ટી સંજય પટેલ, કલ્પેશ પટેલ, વિશાલભાઈ પટેલ, યોગેશ પુરાણી, દત્ત સંદીપ ભાઈ પટેલ સહિત અગ્રણીઓ તથા યજમાનો ઉપસ્થિત રહ્યા હતા.યજ્ઞ દરમિયાન વૈદિક મંત્રોના ગુંજારવ અને હવનના પવિત્ર ધુમાડાથી સમગ્ર યજ્ઞસ્થળે આધ્યાત્મિક અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. સમગ્ર મહોત્સવ દરમિયાન નમો ભગવતે વાસુદેવાય મહામંત્રની સવા લાખ આહુતિઓ અર્પણ કરવામાં આવી હતી. યજ્ઞ દ્વારા વિશ્વ કલ્યાણ, સુખ-શાંતિ, સમૃદ્ધિ અને લોકમંગળ માટે વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. મહોત્સવ ના પ્રથમ દિવસે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ એચ. કે. પટેલ, દત્ત સેવા મંડળના મોભી ઠાકોરભાઈ અમનપુરવાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે બીજા દિવસે યોજાયેલી પૂર્ણાહુતિ વિધિ દરમિયાન તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, એપીએમસીના ચેરમેન વનરાજસિંહ મોરી, સંજયસિંહ યાદવ, નીતિનભાઈ પટેલ (ભોલાભાઈ), પિન્ટુભાઈ પઢીયાર (કારેલી), શહેરના આગેવાનો, નગરપાલિકાના સદસ્યો તેમજ વિશાળ સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી યજ્ઞની પૂર્ણાહુતિના દર્શનનો લાભ લીધો હતો. લિંક ટેક્સ્ટ: ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Narmada: શ્રામિકોને 67,703 માનવ દિવસ રોજગારી પૂરી પાડવામાં આવી
calendar_today June 9, 2026

Narmada: શ્રામિકોને 67,703 માનવ દિવસ રોજગારી પૂરી પાડવામાં આવી

દેડિયાપાડા તાલુકા વિકાસ અધિકારી યોગેશભાઈ જે. તડવી અને ચિકદા તાલુકા વિકાસ અધિકારી ભાવેશભાઈ વાય. વસાવાના માર્ગદર્શન હેઠળ દેડિયાપાડા - ચિકદા તાલુકામાં કુલ.46 ગ્રામ પંચાયતમાં વિકસિત ભારત ગેરંટી ફેર રોજગાર એન્ડ આજીવિકા મીશન ગ્રામિણ યોજના (જી રામ જી) અંતર્ગત - વ્યક્તિગત કામો, જેમાં પથ્થર પાળા, જમીન સમતલ અને પ્રધાન મંત્રી આવાસના યોજના અંતર્ગત લાભાર્થીઓને બાંધકામ માટે રોજગારી પુરી પાડવામાં આવે છે. ઉપરાંત તળાવ ઉંડા કરવા અને ચેકડેમ ઉંડા કરવા સામૂહિક કામો દ્વારા રોજગારી આપવામાં આવી રહી છે. દેડિયાપાડા અને ચિકદા તાલુકામાં 67,703 શ્રામિકોને માનવ દિવસ ઉત્પન્ન રોજગારી પુરી પાડવામાં આવે છે. શ્રામિકો રોજગારી મળતાં ખુશખુશાલ થઇ ગયા છે.દેડિયાપાડા - ચિકદા તાલુકામાં ધકધકતો તાપમાં અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં શ્રામિકો રોજગારી મેળવી રહ્યા છે. એક તરફ્ ગરમીએ માઝા મુકી છે. બીજી તરફ્ શ્રામિકો કામગીરી કરી રહ્યા છે. શ્રામિકોની હાલત અત્યંત દયનીય અને કફેડી હાલત બની છે. તેમ છતાં શ્રામિકો રોજગારી મેળવી રહ્યા છે. રોજગારી મળતાં શ્રામિકો ખુશખુશાલ થઇ ગયા છે. સરકારની 125 દિવસની રોજગારી મળતાં શ્રામિકોને આર્થિક ફયદો થઈ રહ્યો છે. રોજગારીથી મળતાં પૈસા ખેડૂતો પોતાના ખેતરમાં કપાસ ડાંગર તુવેર પાપડી મકાઈ અને શાકભાજીના બિયારણો ખરીદીને પોતાના ખેતરમાં બિયારણોનું વાવેતર કરી રહ્યા છે. દેડિયાપાડા અને ચિકદા તાલુકામાં વિકસિત ભારત ગેરંટી ફેરરોજગાર એન્ડ આજીવિકા મીશન ગ્રામિણ યોજના આ વિસ્તારમાં આશીર્વાદ રૂપ સાબિત થઇ છે. શ્રામિકો આ રોજગારી મેળવીને ઘર માટે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરી રહ્યા છે. લિંક ટેક્સ્ટ: ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward