android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Godhra: પાનમ નદી પરનો ચાર વર્ષથી બંધ બ્રિજ આખરે ખૂલ્લો મૂકાયો
calendar_today June 9, 2026

Godhra: પાનમ નદી પરનો ચાર વર્ષથી બંધ બ્રિજ આખરે ખૂલ્લો મૂકાયો

અમદાવાદ - ઇન્દોર હાઈવે પર મોરવા હડફ્ તાલુકાના સંતરોડ ગામ નજીક આવેલી પાનમ નદી પરનો બ્રિજ છેલ્લા ચાર વર્ષ ઉપરાંતના સમયથી બંધ હતો. જેનું સમારકામ પૂર્ણ થતાં આજે રાજ્યસભાના સાંસદ અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓની હાજરીમાં ફ્લેગઓફ આપીને બ્રિજને વાહનોની અવરજવર માટે પુનઃ ખુલ્લો મુકાયો હતો.અમદાવાદ ઇન્દોર નેશનલ હાઇવે માર્ગ પર મોરવા હડફના સંતરોડ નજીકની પાનમ નદી પર બે બ્રિજ આવેલા છે. આ બંને બ્રિજ પૈકી દાહોદ તરફ્ના ટ્રેક પરનો બ્રિજ ખૂબ જ જૂનો હોવાથી અને લોડ બેરિંગ ક્ષતિ કારણોસર ચાર વર્ષ પહેલા વાહનોની અવરજવર બંધ કરી, એક જ લેનના ટ્રાફ્કિ ડાયવર્ટ કરાયો હતો. જેના કારણે છેલ્લા ચાર વર્ષથી આ બ્રિજ પર રોજ ટ્રાફ્કિ જામની સમસ્યા સર્જાતી હતી, તેમજ બ્રિજના છેડે અકસ્માતોનું પ્રમાણ પણ વધી ગયું હતું. આ અંગે રાજ્યસભાના સાંસદ ડો.જશવંતસિંહ પરમારને કરાયેલી લોકરજૂઆત બાદ તેઓએ અંગત રસ દાખવી, નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમજ ટેક્નિકલ જાણકારી મેળવી બ્રિજની મરામત પૂર્ણ કરી વહેલી તકે બ્રિજને લોકો માટે ખુલ્લો કરવા સૂચન કર્યુ હતું, જેની પણ સમય મર્યાદા નક્કી કરાઈ હતી. જે બાદ હાઇવે ઓથોરિટીએ સમય મર્યાદા પૂર્વે કામગીરી પૂર્ણ કરી, બ્રિજનું ટેસ્ટિંગ પણ પૂર્ણ કર્યું હતું. જે બાદ આજે તા.8 જૂનના રોજ રાજ્યસભા સાંસદ ડો.જશવંતસિંહ પરમારની અધ્યક્ષતામાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ ઉપસ્થિત રહી ફ્લેગઓફ્ કરી બ્રિજને પુનઃ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુક્યો હતો. આ સમયે સ્થાનિક સરપંચ અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બ્રિજ શરૂ થતાં વાહનચાલકોને ટ્રાફ્કિ જામની સમસ્યામાંથી છુટકારો મળશે. આ માર્ગ પરથી વડોદરા, સુરત સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાંથી ઉજ્જૈન અને ઇન્દોર જતાં વાહનોની સતત અવરજવર રહેતી હોય છે. લિંક ટેક્સ્ટ: ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra: રૂપિયા 2.79 કરોડના ચકચારી કૌભાંડના બે આરોપીની ધરપકડ
calendar_today June 9, 2026

Godhra: રૂપિયા 2.79 કરોડના ચકચારી કૌભાંડના બે આરોપીની ધરપકડ

પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ હેઠળના સમગ્ર શિક્ષા અભિયાન વિભાગમાં રૂા.2.79 કરોડની ઉચાપતના કૌભાંડમાં ગોધરા બી ડીવીઝન પોલીસે તત્કાલિન હિસાબી અધિકારી સહિત કુલ બે આરોપીઓની ધરપકડ કરી બંનેને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિના હિસાબી અધિકારી આર.કે રાઠોડે ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથકે કુલ છ વ્યક્તિઓ સામે રૂા.2.79 કરોડની ઉચાપત અંગે ફરીયાદ નોંધાવી હતી. જે ગુનામાં પોલીસે મુખ્ય બે આરોપી તત્કાલીન હિસાબી અધિકારી પુજન રમેશચંદ્ર જોષી અને નિતિનકુમાર જયંતીભાઈ પટેલની ધરપકડ કરી છે. આ બંને સામે તત્કાલીન સરકારી ધારા ધોરણ મુજબની ખરીદી પ્રક્રીયા નહી કરી બનાવટી બીલો બનાવી ઉક્ત બીલોને સાચા તરીકે ઉપયોગ કરી જેના આધારે સરકારની ગ્રાંટ માંથી બીલો મુજબના નાણાં એજન્સીઓને ચુકવવામાં આવ્યા હોવાનો આરોપ છે. આ ઉપરાંત તમામ એજન્સીઓએ સાધનો નહી પુરા પાડી, સરકારી નાણાં કુલ રૂા.2,79,59,816ની ઉચાપત કરી હોવાનો આરોપ છે. પોલીસે બંનેની તેમના નિવાસ સ્થાનેથી ધરપકડ કરી હતી. લિંક ટેક્સ્ટ: ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra: ઉનાળુ વેકેશન બાદ શાળાઓ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠી
calendar_today June 9, 2026

Godhra: ઉનાળુ વેકેશન બાદ શાળાઓ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠી

રાજ્યના તમામ જિલ્લાઓમાં આજથી નવા શૈક્ષણિક વર્ષ 2026- 27 નો શુભારંભ થવા પામ્યો છે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર સહિત તમામ ગામો અને નગરોમાં આજ થી નવા શૈક્ષણિક સત્ર નો પ્રારંભ થતા જ છેલ્લા 35 દિવસથી ઉનાળા વેકેશન ના કારણે બંધ પડેલી શાળાઓ પુનઃ વિધાર્થીઓના કલરવ થી ગુંજી ઉઠી છે.ગોધરામાં વિવિધ શાળા પરિવારે વિધાર્થીઓને કુમકુમ તિલક કરી આવકાર આપી પ્રવેશ કરાવ્યો હતો. ગોધરા શહેરની તમામ શાળાઓમાં વહેલી સવારથી જ વિદ્યાર્થીઓની અભ્યાસ માટેની હાજરી જોવા મળી હતી. સ્કૂલનો આજે પ્રથમ દિવસ હોવાથી વાલીઓ પોતાના બાળકોને શાળાએ મૂકવા અને પરત લઈ જતા નજરે પડયા હતા. શૈક્ષણિક સત્ર નો પ્રારંભ થતા જ બાળકોના નોટ, ચોપડા, અન્ય સ્ટેશનરી, સ્કૂલ યુનિફેર્મ, સ્કૂલ બેગ, વોટર બોટલ તેમજ સૌથી મોટી વાલીઓની ચિંતા બાળકોની શાળાકીય ફી, વાન, ઓટો રિક્ષાની મથામણમાં વાલીઓ પોરવાઈ ગયા હતા. શહેરમાં વાલીઓ ધ્વારા એક અઠવાડિયા પહેલાથી જ બાળકોના અભ્યાસ ને લઈ ચિંતિત જોવા મળતા તેઓની અભ્યાસની સામગ્રી ની ખરીદી તેમજ સ્કૂલના યુનિફેર્મ સહિત ની ખરીદી કરતા છેક ગત રોજ પૂર્વ સંધ્યા સુધી શહેરની દુકાનોમાં જોવા મળ્યા હતા. લિંક ટેક્સ્ટ: ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward