android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dahod: દાહોદમાં પુસ્તકની પરબ : જ્ઞાનની જ્યોત જગાવવાનો અનોખો પ્રયાસ
calendar_today June 9, 2026

Dahod: દાહોદમાં પુસ્તકની પરબ : જ્ઞાનની જ્યોત જગાવવાનો અનોખો પ્રયાસ

આજના ડિજિટલ અને ટેકનોલોજીના યુગમાં જ્યારે યુવા પેઢી પુસ્તકોથી દૂર થઈ રહી છે, ત્યારે દાહોદ શહેરમાં સાહિત્યપ્રેમીઓની એક ટીમ દ્વારા પુસ્તક સંસ્કૃતિને પુનઃજીવિત કરવાનો પ્રશંસનીય પ્રયાસ હાથ ધરાયો છે. વાંચન સંસ્કૃતિનો વ્યાપ વધારવાના ઉમદા હેતુ સાથે ગોધરા રોડ સ્થિત દેસાઈવાડામાં ગોવર્ધનનાથજીની હવેલી પાસે દર મહિનાના પ્રથમ રવિવારે સવારે 8 થી 10:30 દરમિયાન પુસ્તક પરબ યોજાયો હતો. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ફરીથી પુસ્તકો તરફ્ વાળવાનો અને તેમના જીવનમાં વાંચનનું મહત્વ સમજાવવાનો છે.આ પુસ્તક પરબની વિશેષતા એ છે કે અહીં વાંચકોને કોઈપણ પ્રકારના શુલ્ક વિના પુસ્તકો વાંચવા માટે આપવામાં આવે છે. નિયમ મુજબ, વાંચકો પુસ્તક ઘરે લઈ જઈ શકે છે અને વાંચન પૂર્ણ થયા બાદ તેને પરત જમા કરાવવાનું રહે છે, જેથી અન્ય કોઈ જિજ્ઞાસુ વાચક પણ તે પુસ્તકનો લાભ લઈ શકે. આ પ્રકારની વ્યવસ્થાથી પુસ્તકોની આપ-લેની એક સાંકળ રચાય છે. જો કોઈ વ્યક્તિ પાસે પુસ્તકોનો સંગ્રહ હોય અને તેઓ તે બીજાને વહેંચવા ઈચ્છતા હોય, તો પુસ્તક પરબમાં દાન સ્વરૂપે પુસ્તકો સ્વીકારવામાં પણ આવે છે. આ પ્રોજેક્ટને સફ્ળ બનાવવામાં નીલમ જાદવ, અમીષાબેન પંચાલ, જહુરુદીન શેખ, રવિન્દ્રભાઈ પ્રજાપતિ, રમેશભાઈ પરમાર અને રીતેશભાઈ સોનીની ટીમ નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહી છે. આ તમામ સભ્યોનો એકમાત્ર ધ્યેય સમાજમાં વાંચનનું વાતાવરણ ઉભું કરવાનો છે. આધુનિક યુગમાં જ્યારે લોકો મોબાઈલ અને સ્ક્રીન પાછળ કલાકો વિતાવે છે, ત્યારે પુસ્તક પરબ જેવી પહેલ યુવાનો અને બાળકોમાં પુસ્તકો પ્રત્યેની રુચિ ફરી જગાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. લિંક ટેક્સ્ટ: ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahisagar: ફિટ ઈન્ડિયા અંતર્ગત મહીસાગર પોલીસ દ્વારા સાઈકલ રેલી યોજાઇ
calendar_today June 9, 2026

Mahisagar: ફિટ ઈન્ડિયા અંતર્ગત મહીસાગર પોલીસ દ્વારા સાઈકલ રેલી યોજાઇ

નાગરિકો અને પોલીસ કર્મચારીઓમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે અને શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી મહીસાગર પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ફ્ટિ ઈન્ડિયા અભિયાન અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સાયકલ રેલીનું પ્રસ્થાન મહીસાગરના નાયબ પોલીસ અધિક્ષક (DySp) કમલેશ વસાવાએ લીલી ઝંડી બતાવી કરાવ્યુ હતું. રેલીમાં જિલ્લાના વિવિધ પોલીસ મથકોના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, મહિલા પોલીસ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા. ફ્ટિ ઈન્ડિયા અને સ્વસ્થ ભારતના સંદેશાને જન-જન સુધી પહોંચાડવો તેમજ સતત ફરજ પર રહેતા પોલીસ કર્મચારીઓ પોતાની ફ્ટિનેસપ્રત્યે સજાગ બને તે માટે આ પ્રેરણાદાયી આયોજન કરાયું હતું. લિંક ટેક્સ્ટ: ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra: જ્વાલા યુવા સંગઠન દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
calendar_today June 9, 2026

Godhra: જ્વાલા યુવા સંગઠન દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

ગોધરા : ગોધરા ખાતે જ્વાલા યુવા સંગઠન ઇન્ટરનેશનલ ગ્રુપ દ્વારા ભાટિયા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તા.6ના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો. જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ, ગોધરા એપીએમસી પ્રમુખ માલવદીપસિંહ રાઉલજી, પાલિકા પ્રમુખ જશોદાબેન પ્રજાપતિ, ઉપપ્રમુખ ઇશાંત સોની, કારોબારી અધ્યક્ષ આનંદ ઘડીયાળી સહિત ભાટિયા અગ્રણીઓ, વડીલો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.લિંક ટેક્સ્ટ: ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward