android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Godhra: ગોધરામાં અધિક માસ નિમિત્તે પ્રસિદ્ધ કથાકાર ધર્મેશ ત્રિવેદી શાસ્ત્રીનું સન્માન
calendar_today June 9, 2026

Godhra: ગોધરામાં અધિક માસ નિમિત્તે પ્રસિદ્ધ કથાકાર ધર્મેશ ત્રિવેદી શાસ્ત્રીનું સન્માન

ગોધરા : અધિક માસના પાવન અવસરે ગોધરા સ્થિત હનુમાનજી મંદિરે ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતાં. આ પ્રસંગે બ્રહ્મ સમાજ, ગોધરા દ્વારા પ્રસિદ્ધ કથાકાર ધર્મેશભાઈ ત્રિવેદી શાસ્ત્રીનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન ધર્મેશભાઈ ત્રિવેદી શાસ્ત્રીએ ધર્મ અને સંસ્કૃતિના મૂલ્યો અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ તેમના હસ્તે ધર્મના પ્રતિકરૂપે ખેસ ઓઢાડી ઉપસ્થિત સર્વે ભૂદેવોને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે વિનાયક શુક્લ, કકુલ પાઠક, પ્રકાશભાઈ દીક્ષિત, ડૉ.શ્યામસુંદર શર્મા, ડૉ.રાજેશભાઈ રાવલ, સ્મિતાબેન શુક્લ, નિધીબેન જોશી, ભૂમિબેન જોશી સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.લિંક ટેક્સ્ટ: ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra: મોજરી ગામનો વૈભવ નેશનલ સ્કૂલ બેડમિન્ટન સ્પર્ધામાં પ્રથમ
calendar_today June 9, 2026

Godhra: મોજરી ગામનો વૈભવ નેશનલ સ્કૂલ બેડમિન્ટન સ્પર્ધામાં પ્રથમ

ગોધરા : મોરવા હડફ્ તાલુકાની શ્રી સ્વામિનારાયણ સ્કૂલ મોજરીના પ્રતિભાશાળી વિદ્યાર્થી વૈભવ સર્જનભાઈ બારીઆએ 16મી ઓપન નેશનલ સ્કૂલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ - 2026માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ પ્રાપ્ત કર્યા બાદ હવે તેઓ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ માટે નેપાળ રમવા જઈ રહ્યા છે. શ્રી સ્વામિનારાયણ સ્કૂલ, મોજરી પરિવાર તરફ્થી તેમને શુભકામનાઓ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભાશિષ પાઠવી આગામી ઈન્ટરનેશનલ સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી છે.લિંક ટેક્સ્ટ: ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: પાદરાની શાળામાં વિદ્યાર્થીઓને સ્વાગત સાથે પ્રવેશ
calendar_today June 9, 2026

Vadodara: પાદરાની શાળામાં વિદ્યાર્થીઓને સ્વાગત સાથે પ્રવેશ

પાદરા : શાળા પ્રશાસનના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓ માત્ર શૈક્ષણિક ક્ષેત્રે જ નહીં પરંતુ રમતગમત, સાંસ્કૃતિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં પણ આગળ વધે તે માટે સતત પ્રયત્નશીલ છે. વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અને તેઓ આનંદપૂર્વક શાળાએ આવે તે સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ગીતાંજલિ વિદ્યાલય દ્વારા કરવામાં આવેલા આ ભવ્ય સ્વાગત કાર્યક્રમને વાલીઓએ પણ વધાવી લીધો હતો અને વિદ્યાર્થીઓ પ્રત્યેની સંસ્થાની લાગણી તથા શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને બિરદાવી હતી. નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે જ સમગ્ર શાળા પરિવાર ઉત્સાહ અને ઉર્જાથી છલકાતો જોવા મળ્યો હતો.લિંક ટેક્સ્ટ: ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward