android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
સરસપુર સ્વિમિંગ પૂલમાં રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો, વીડિયો વાયરલ
calendar_today June 8, 2026

સરસપુર સ્વિમિંગ પૂલમાં રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો, વીડિયો વાયરલ

સરસપુર વિસ્તારમાં આવેલા AMC સંચાલિત સ્વિમિંગ પૂલમાં રાત્રિના સમયે કેટલાક યુવકો પ્રવેશ્યા હોવાના દાવા સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઘટનાને પગલે સ્વિમિંગ પૂલની સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઊભા થયા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં 10થી 15 જેટલા યુવકો સ્વિમિંગ પૂલ પરિસરમાં પ્રવેશીને ગીતો વગાડતા અને પાણીમાં ન્હાતા જોવા મળતા હોવાના દાવા થયા છે. વીડિયોની સ્વતંત્રપુષ્ટિ થઈ નથી. ઘટનાને લઈને AMC અને પોલીસ તંત્રની સુરક્ષા વ્યવસ્થા ચર્ચામાં આવી છે.સ્થાનિક રજૂઆતો મુજબ પોટલીયા ચાર રસ્તા નજીક આવેલો AMC સંચાલિત સ્વિમિંગપૂલ રાત્રે નિયમ મુજબ બંધ રહે છે. તેમ છતાં કેટલાક લોકો મોડીરાત્રે પરિસરમાં પ્રવેશતા હોવાના આક્ષેપો અગાઉ પણ કરવામાં આવ્યા છે. સ્થાનિકોનો દાવો છે કે આવી ઘટનાઓ એકથી વધુ વખત બની ચૂકી છે. સ્થાનિક સ્તરે વારંવાર સુરક્ષા અંગે રજૂઆતો કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સાથે જ સ્વિમિંગ પૂલ પરિસરમાં CCTV કેમેરાની સુવિધા ન હોવાના મુદ્દે પણ સવાલો ઉઠી રહ્યા છે. ડેપ્યુટી કમિશનર નિલેશ પટેલે જણાવ્યું હતું કે ઘટનાની જાણ તંત્રને થઈ છે અને પોલીસ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. તેમના જણાવ્યા મુજબ અગાઉ સુરક્ષા માટે બાઉન્સરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ સ્થળે પહોંચી હતી, જોકે તે પહેલાં સંકળાયેલા લોકો ત્યાંથી નીકળી ગયા હોવાનું તેમણે જણાવ્યું. તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા શરૂ કરવામાં આવી છે. જરૂર જણાશે તો સ્વિમિંગ પૂલની પરિસર દિવાલ વધુ ઊંચી કરવાની સહિતના પગલાં અંગે વિચારણા કરવામાં આવશે. ઘટનાને લઈને સ્થાનિક રહીશોમાં પ્રતિક્રિયા નોંધાઈ રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ખોખરાની સોસાયટીઓના નળમાં દૂષિત પાણી આવ્યા, સ્થાનિકોમાં ભારે આક્રોશ
calendar_today June 8, 2026

ખોખરાની સોસાયટીઓના નળમાં દૂષિત પાણી આવ્યા, સ્થાનિકોમાં ભારે આક્રોશ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટીના ગમે તેટલા દાવા કરવામાં આવે, પરંતુ પૂર્વ વિસ્તારના નાગરિકો આજે પણ પ્રાથમિક સુવિધાઓ માટે ટળવળી રહ્યા છે. शहरના ખોખરા વોર્ડમાં આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં છેલ્લા એક સપ્તાહથી પીવાનું પાણી અત્યંત દૂષિત અને ગંદુ આવી રહ્યું હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા સ્થાનિક રહીશોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.સ્થાનિકોનું કહેવું છે કે સોસાયટીમાં છેલ્લા સાત દિવસથી ગટરના પાણી ભળ્યા હોય તેવું દુર્ગંધયુક્ત અને ગંદુ પાણી નળમાં આવી રહ્યું છે.અમે AMCની એપ્લિકેશન અને પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદો પણ નોંધાવવામાં આવી છે. જો કે, ડિજિટલ ઈન્ડિયા અને સ્માર્ટ સિટીની વાતો કરતું AMC તંત્ર આ ઓનલાઈન ફરિયાદો પર કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યું છે. ફરિયાદ કર્યાના દિવસો વીતી ગયા હોવા છતાં આજ દિન સુધી તંત્રનો એક પણ અધિકારી કે કર્મચારી લાઈન ચેક કરવા કે મુલાકાત લેવા ફરક્યો નથી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
વેકેશન પૂર્ણ થતાં જ શાળાઓ બાળમેળાના રંગે રંગાઈ
calendar_today June 8, 2026

વેકેશન પૂર્ણ થતાં જ શાળાઓ બાળમેળાના રંગે રંગાઈ

ઉનાળુ વેકેશનના લાંબા વિરામ બાદ આજથી શાળાઓના ઘંટ ફરિ રણકી ઊઠયા છે. પૂર્વ વિસ્તારની મોટાભાગની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. પહેલા જ દિવસે શાળાના પ્રાંગણો બાળકોના કિલકિલાટથી ગૂંજી ઊઠયા હતા. ખાસ કરીને, જીવનમાં પહેલીવાર શાળાના પગથિયાં ચડી રહેલા ભૂલકાંઓ માટે આજનો દિવસ ઉત્સવ જેવો બની રહ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward