android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: કચ્છના 6 રસ્તાઓ ફોરલેન બનાવવા 629 કરોડ રૂપિયા મંજૂર
calendar_today June 8, 2026

Gandhinagar News: કચ્છના 6 રસ્તાઓ ફોરલેન બનાવવા 629 કરોડ રૂપિયા મંજૂર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અતિ મહત્વના માર્ગોને ફોરલેન તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવ્યો છે.આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ 629 કરોડ રૂપિયા કચ્છ જિલ્લાના 6 રસ્તાઓના ફોરલેન માટે મંજૂર કર્યા છે.આ માર્ગોના વિકાસ થતાં કચ્છમાં પ્રવાસન ક્ષેત્રને પણ વધુ બળ મળશે અને લોકોનું ઈઝ ઓફ લિવિંગ પણ વધશે.6 રસ્તાઓ ફોરલેન બનાવવા 629 કરોડ રૂપિયા મંજૂરમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોને સુદ્રઢ રોડ કનેક્ટિવિટી મળી રહે તેવી જનહિતકારી નેમ સાથે આ જે માર્ગોને ચાર માર્ગીય કરવા માટે નાણાં ફાળવ્યા છે તેમાં મુન્દ્રા લુણી વડાલા રોડના 4.1 કિ.મી., વાઈડનીંગ અને ઈમ્પ્રુવમેન્ટ ઓફ દેશલપર સીરચા રોડ 5.1 કિ.મી., મુન્દ્રા ઝરપરા કાંડગરા ધ્રબ અને ઝરપરા ગામના બાયપાસ રોડના 5.5 કિ.મી., નાવીનલ ગામના બાયપાસ રોડના ૩.૩ કિ.મી, મોટા કાંડગરા ગામના 4.5 કિ.મી. અને મુન્દ્રા ઝરપરા કાંડગરા રોડ . 19થી 39 ના 20 કિ.મી.નો સમાવેશ થાય છે.ભારે વાહનો ઝડપથી અને સુરક્ષિત માલ પરિવન કરી શકશેઆ ફોરલેન માર્ગો બનવાના પરિણામે ગ્રામજનો માટે મહત્વપૂર્ણ અને સુવિધાયુક્ત બની રહેશે.એટલુ જ નહિ, બાયપાસ બનવાથી મુન્દ્રા પોર્ટ અને આસપાસના નાના-મોટા ઈન્ડસ્ટ્રીયલ કોમર્શીયલ વિસ્તારોમાં અવર-જવર કરતા ભારે વાહનો ઝડપથી અને સુરક્ષિત માલ પરિવન કરી શકશે.આ પણ વાંચોઃ Botad News: સરકારી ગોડાઉનમાં ખાડો કરીને 120 બોરી ચણાની ચોરસ, 6 આરોપીની ધરપકડ

Read Full Story arrow_forward
Rajkot STને મળશે નવી વોલ્વો બસોની ભેટ: આવતીકાલથી મુસાફરોની સેવામાં થશે કાર્યરત
calendar_today June 8, 2026

Rajkot STને મળશે નવી વોલ્વો બસોની ભેટ: આવતીકાલથી મુસાફરોની સેવામાં થશે કાર્યરત

રાજકોટ એસટી ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડેપોને ટૂંક સમયમાં જ પાંચ નવી અત્યાધુનિક વોલ્વો બસો ફાળવવામાં આવી છે, જે આવતીકાલથી સત્તાવાર રીતે રોડ પર દોડતી થશે. રાજકોટ શહેરના મેયરના વરદ હસ્તે આ તમામ હાઈટેક બસોને લીલી ઝંડી આપીને (ફ્લેગ ઓફ કરીને) પ્રસ્થાન કરાવવામાં આવશે. આ નવી સુવિધાથી લાંબા અંતરની સફર કરતા મુસાફરોની મુસાફરી વધુ આરામદાયક અને ઝડપી બનશે.ભુજ અને વડોદરા રૂટ પર નવી બસો દોડશે એસટી તંત્ર દ્વારા મુસાફરોના ટ્રાફિક અને રૂટની માંગને ધ્યાનમાં રાખીને આ નવી લક્ઝુરિયસ બસોનું સુઆયોજન કરવામાં આવ્યું છે. પાંચ નવી વોલ્વો બસોમાંથી 3 બસો રાજકોટથી ભુજ રૂટ પર અને 2 બસો રાજકોટથી વડોદરા રૂટ પર દોડાવવામાં આવશે. આ બંને રૂટ પર દૈનિક ધોરણે મુસાફરોની સંખ્યા ખૂબ જ વધારે રહેતી હોવાથી, આ નવી એરકન્ડિશન્ડ બસો શરૂ થતાં જ નોકરીયાત વર્ગ, વેપારીઓ અને પ્રવાસીઓને મોટી રાહત મળશે. મુસાફરોના ઘસારાને પહોંચી વળવા આગોતરું આયોજન રાજકોટ એસટી વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વેકેશનની સીઝન અને તહેવારો દરમિયાન આ રૂટો પર મુસાફરોનો ઘસારો બમણો થઈ જતો હોય છે. ખાનગી ટ્રાવેલ્સ ઓપરેટરો દ્વારા વસૂલવામાં આવતા તોતિંગ ભાડાની સામે એસટી તંત્ર સસ્તા દરે પ્રીમિયમ સુવિધા આપવા કટિબદ્ધ છે. આગામી દિવસોમાં મુસાફરોની સુખ-સુવિધા અને સુરક્ષાને સર્વોચ્ચ અગ્રિમતા આપીને અન્ય લોકપ્રિય રૂટો પર પણ આવી હાઈટેક બસોની સંખ્યા વધારવાનું આયોજન એસટી નિગમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Amreli News: જન્મનો દાખલો કાઢવા માંગી લાંચ, બાબરા નગરપાલિકાના જુનિયર ક્લાર્ક ઝડપાયો
calendar_today June 8, 2026

Amreli News: જન્મનો દાખલો કાઢવા માંગી લાંચ, બાબરા નગરપાલિકાના જુનિયર ક્લાર્ક ઝડપાયો

ભ્રષ્ટાચારીઓ સામે લાલ આંખ કરતા એન્ટી કરપ્શન બ્યુરોએ અમરેલી જિલ્લાના બાબરામાં એક સફળ ટ્રેપ ગોઠવીને લાંચિયા અધિકારીઓ પર ગાળિયો કસ્યો છે. બાબરા નગરપાલિકામાં ફરજ બજાવતા એક જુનિયર ક્લાર્ક જન્મ તારીખનો દાખલો કાઢી આપવા જેવી સામાન્ય કામગીરી માટે રૂ. 4,000ની લાંચ લેતા એસીબીના સકંજામાં આવી ગયા છે. એસીબીની આ કાર્યવાહીથી સરકારી કચેરીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.જન્મના દાખલા માટે કરી હતી લાંચની માંગણીઘટનાની મળતી માહિતી અનુસાર, આ કેસના ફરિયાદીને તેમના મિત્રની દીકરીના જન્મ તારીખનો દાખલો કઢાવવાનો હતો. આ સરકારી કામગીરી માટે તેઓ જ્યારે બાબરા નગરપાલિકા કચેરી ખાતે ગયા ત્યારે ત્યાં ફરજ બજાવતા જુનિયર ક્લાર્ક નનુભાઈ મામૈયાભાઈ ગમારા (ઉંમર વર્ષ 54) એ આ કામ કરી આપવાના બદલામાં શરૂઆતમાં રૂ. 5,000ની લાંચની માંગણી કરી હતી. જોકે, ફરિયાદી સાથે થયેલી વાતચીત અને રકઝકના અંતે રૂ. 4,000 આપવાનું નક્કી થયું હતું.એસીબીએ ગોઠવ્યું કેમિકલયુક્ત નોટોનું છટકુંફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે તાત્કાલિક એસીબીનો સંપર્ક સાધ્યો હતો અને કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે અમરેલી એસીબી પોલીસ સ્ટેશનના સ્ટાફ અને ભાવનગર એસીબીના મદદનીશ નિયામકના માર્ગદર્શન હેઠળ બાબરા ખાતે એક મજબૂત છટકું (ટ્રેપ) ગોઠવવામાં આવ્યું હતું.લાંચની રકમ રિકવર કરાઈઆજે ગોઠવાયેલા આ છટકા દરમિયાન નગરપાલિકા કચેરી ખાતે જુનિયર ક્લાર્ક નનુભાઈ ગમારાએ ફરિયાદી પાસેથી નક્કી થયેલી લાંચની રકમ રૂ. 4,000 સ્વીકારી હતી. ક્લાર્કે લાંચના નાણાં હાથમાં લેતા જ અગાઉથી વોચમાં ઉભેલી એસીબીની ટીમે તેને રંગેહાથ દબોચી લીધો હતો અને લાંચની રકમ રિકવર કરી લીધી હતી.આરોપી ક્લાર્કની અટકાયત, તપાસ તેજએસીબીની ટીમે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ આરોપી ક્લાર્ક નનુભાઈ ગમારાની અટકાયત કરી લીધી છે. તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને એસીબી અમરેલી દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. સામાન્ય જનતાના હકના સરકારી દસ્તાવેજો આપવા માટે પણ લાંચ માંગતા આવા તત્વો સામે એસીબીની આ સફળ કાર્યવાહીને સ્થાનિક લોકોએ બિરદાવી છે.આ પણ વાંચો - Amreli News: પ્રખ્યાત આગાહીકાર જયપ્રકાશ માઢકે કરી ચોમાસાની ભવિષ્યવાણી, જાણો ક્યારથી શરૂ થશે વાવણી

Read Full Story arrow_forward