android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar News: પાલીતાણામાં વડીયા રોડ બાયપાસ સર્કલ પાસે આગ
calendar_today June 8, 2026

Bhavnagar News: પાલીતાણામાં વડીયા રોડ બાયપાસ સર્કલ પાસે આગ

ભાવનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણા શહેરમાંથી આગ લાગવાની એક ઘટના સામે આવી છે. પાલીતાણા શહેરના વડીયા રોડ પર આવેલા બાયપાસ સર્કલ નજીક અચાનક આગ ભભૂકી ઉઠતાં સ્થાનિકોમાં થોડો સમય માટે અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.શેરડીના કચરામાં લાગી આગ, ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યાઘટનાની મળતી માહિતી અનુસાર, વડીયા રોડ બાયપાસ સર્કલ પાસે ખુલ્લામાં પડેલા શેરડીના કચરાના ઢગલામાં કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ લાગી હતી. ઉનાળાની સિઝન અને સૂકો કચરો હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી તીવ્ર હતી કે, તેના કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં ઉડતા દેખાયા હતા, જેને પગલે આસપાસના વાહનચાલકો અને રહીશો એકઠા થઈ ગયા હતા.ફાયર બ્રિગેડે સમયસર આગ પર મેળવ્યો કાબૂઘટના અંગે સ્થાનિક લોકો દ્વારા પાલીતાણા નગરપાલિકાના ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડનો કાફલો ફાઈટર મશીન સાથે ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઈટરોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો અને તેને વધુ ફેલાતી અટકાવી હતી.મોટી હોનારત ટળી, કોઈ જાનહાનિ નહીંઆગ ઓલવાઈ જતાં સ્થાનિક તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ફાયર વિભાગની સમયસૂચકતાને કારણે આગ પર ઝડપથી કાબૂ મેળવી લેવાયો હતો, જેથી કોઈ મોટી હોનારત સર્જાઈ નહોતી અને આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથી.આ પણ વાંચો - Bhavnagar News: જુઓ Video પાલિતાણાના શેત્રુંજય પર્વત પર સિંહ યાત્રિકોની બેગ લઈને ભાગ્યો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live Update: જન્મનો દાખલો કાઢવા માંગી લાંચ, બાબરા નગરપાલિકાના જુનિયર ક્લાર્ક ઝડપાયો
calendar_today June 8, 2026

Gujarat Latest News Live Update: જન્મનો દાખલો કાઢવા માંગી લાંચ, બાબરા નગરપાલિકાના જુનિયર ક્લાર્ક ઝડપાયો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 08JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Dahodના ફતેપુરામાં ખાતર ડેપો બંધ રહેતા વહેલી સવારથી લાઈનમાં ઊભેલા ખેડૂતોમાં ભારે રોષ
calendar_today June 8, 2026

Dahodના ફતેપુરામાં ખાતર ડેપો બંધ રહેતા વહેલી સવારથી લાઈનમાં ઊભેલા ખેડૂતોમાં ભારે રોષ

દાહોદ જિલ્લાના ફતેપુરામાં ખાતર વિતરણને લઈને વહીવટી તંત્રની એક ગંભીર બેદરકારી સામે આવી છે, જેના કારણે સ્થાનિક જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાયો છે. ચોમાસાની સીઝન બિલકુલ માથે હોવાથી ખેડૂતો વાવણીની તૈયારીઓ માટે વહેલી સવારથી જ ફતેપુરાના સરકારી ડેપો ખાતે ખાતર લેવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જોકે, કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહેવા છતાં ડેપો બંધ રહેતા ખેડૂતોમાં વ્યાપક આક્રોશ અને અસંતોષ ફેલાયો હતો.કોઈ પણ સૂચના વગર ડેપો બંધ, ખેડૂતો ધક્કા ખાવા મજબૂર આજે ખાસ કરીને મોટીરેલ પૂર્વ ગામના ખેડૂતોનો ખાતર મેળવવાનો વારો નક્કી કરવામાં આવ્યો હતો. તેમ છતાં, વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ આગોતરી જાણ કે નોટિસ બોર્ડ માર્યા વગર જ સરકારી ડેપો અચાનક બંધ રાખવામાં આવ્યો હતો. પોતાના ખેતીના મહત્ત્વના કામધંધા છોડીને, દૂર-દૂરથી ભાડાના વાહનો કરીને આવેલા ગરીબ ખેડૂતો વહીવટી તંત્રની આ આળસુ નીતિ અને લાલિયાવાડીને કારણે કચેરીના ધક્કા ખાવા મજબૂર બન્યા હતા. તાત્કાલિક ખાતરનો સ્ટોક ઉપલબ્ધ કરાવી વિતરણ શરૂ કરવા માંગ ખેતીની મુખ્ય સીઝન હોવા છતાં તંત્ર દ્વારા દાખવવામાં આવેલી આ ઉદાસીનતા સામે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સમયસર ખાતર ન મળવાને કારણે વાવણી મોડી થવાનો અને પાકને નુકસાન થવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. પીડિત ખેડૂતોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને માંગ કરી છે કે, તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ડેપો પર ખાતરનો જરૂરી સ્ટોક ઉપલબ્ધ કરાવવામાં આવે અને કોઈ પણ વિલંબ વગર તેનું વ્યવસ્થિત વિતરણ ફરી શરૂ કરવામાં આવે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward