android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vavના ભાટવર ગામે મોબાઈલની દુકાનમાં ચોરી: રોકડ અને રિપેરિંગ માટે આવેલા 30 મોબાઈલ ચોરાયા
calendar_today June 8, 2026

Vavના ભાટવર ગામે મોબાઈલની દુકાનમાં ચોરી: રોકડ અને રિપેરિંગ માટે આવેલા 30 મોબાઈલ ચોરાયા

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ભાટવર ગામે ચોરીની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ગામમાં આવેલી એક મોબાઈલ રિપેરિંગ અને સેલ્સ એન્ડ સર્વિસની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખોના મુદ્દામાલની મત્તા પાર કરી દીધી છે. 5 જૂનની રાત્રે બનેલી આ ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.રોકડ રકમ અને રિપેરિંગના મોબાઈલની ઉઠાંતરી તસ્કરો દુકાનનાં તાળાં તોડી અંદર પ્રવેશ્યા હતા અને ગલ્લામાં રાખેલી 10 હજાર રૂપિયાની રોકડ રકમની ચોરી કરી હતી. આટલું જ નહીં, દુકાનમાંથી મોંઘા મોબાઈલ ચાર્જર, નેકબેન્ડ, પાવર બેંક સહિતની કિંમતી એસેસરીઝની પણ ઉઠાંતરી કરવામાં આવી હતી. સૌથી મોટું નુકસાન એ થયું છે કે ગ્રાહકો દ્વારા રિપેરિંગ માટે મૂકવામાં આવેલા અંદાજે 30 જેટલા મોબાઈલ ફોન પણ ચોર ટોળકી ચોરી ગઈ છે, જેને પગલે દુકાનદારને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. એક જ વર્ષમાં એક જ દુકાનમાં બીજી વાર ચોરી ચોરીના સીસીટીવી ફૂટેજના આધારે પીડિત દુકાનદારે ભાટવર ગામના જ ડાયા ગોહિલ નામના શખ્સ વિરુદ્ધ વાવ પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ નોંધાવી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બરાબર એક વર્ષ પહેલાં પણ આ જ દુકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવી હતી અને તે ગુનો આજે પણ વણઉકેલાયેલો છે. આ જ દુકાનમાં વારંવાર ચોરીની ઘટનાઓ બનતા સ્થાનિક વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને પોલીસની રાત્રિ પેટ્રોલિંગની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. હાલમાં વાવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat News: સ્કૂલો ખૂલતા જ વાલીઓના ખીસ્સા પર બોજ વધ્યો, સ્કૂલવાનના ભાડામાં વધારો
calendar_today June 8, 2026

Gujarat News: સ્કૂલો ખૂલતા જ વાલીઓના ખીસ્સા પર બોજ વધ્યો, સ્કૂલવાનના ભાડામાં વધારો

ગુજરાતમાં આજથી સ્કૂલોમાં વેકેશન પૂર્ણ થતાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે. એક તરફ ઈંધણમાં ભાવ વધારો થયો છે જેના કારણે મોંઘવારીમાં વધારો થયો છે. ગેસના ભાવમાં પણ વધારો થતાં હવે સ્કૂલવાન ચાલકોએ ભાડામાં વધારો કરતાં વાલીઓમાં વધુ એક બોઝ આવ્યો છે. ગેસના ભાવ વધારા બાદ સ્કૂલવાનના ભાડામાં વધારો કરવા એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.  ઓટો રિક્ષામાં 100 રૂપિયા અને વાનમાં 200 રૂપિયાનો વધારોરાજ્યભરમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાંની સાથે જ વાલીઓ પર આર્થિક બોજમાં મોટો વધારો થયો છે.સ્કૂલો ખૂલતા જ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા સ્કૂલ વાન અને ઓટો રિક્ષાના માસિક ભાડામાં ધરખમ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ગેસ અને ઇંધણના ભાવમાં સતત થઈ રહેલા વધારાને પગલે એસોસિએશન દ્વારા આ આકરો નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યું છે.સ્કૂલ ફી,યુનિફોર્મ અને પુસ્તકોના ખર્ચ બાદ હવે ટ્રાન્સપોર્ટેશનનો આ નવો બોજ વાલીઓનું બજેટ ખોરવી નાખશે.નવા ભાવ વધારા અનુસાર,ઓટો રિક્ષાના ભાડામાં પ્રતિ કિલોમીટર ₹100 અને સ્કૂલ વાનના ભાડામાં પ્રતિ કિલોમીટર 200નો સીધો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. અંતર વધશે તેમ ભાડામાં વધારો થતો જશેઅગાઉ 1 કિલોમીટરના અંતર માટે રિક્ષાનું માસિક ભાડું 750 રૂપિયા હતું જે હવે વધીને 850 રૂપિયા થઈ ગયું છે.સ્કૂલ વાનમાં 1 કિલોમીટરના અંતર માટે અગાઉ વાલીઓએ ₹1200 ચૂકવવા પડતા હતા, જેના સ્થાને હવે ₹1400 વસૂલવામાં આવશે. જેમ અંતર વધશે તેમ દર કિલોમીટરે રિક્ષામાં 100 અને વાનમાં 200 રૂપિયાનો ઉમેરો થતો જશે.વાલીઓનું કહેવું છે કે,દરેક સત્રની શરૂઆતમાં જ આ પ્રકારે થતો ભાવવધારો અસહ્ય બની જાય છે. બીજી તરફ, સ્કૂલ વર્ધી ચાલકોનો તર્ક છે કે સીએનજી અને મેઇન્ટેનન્સના ભાવ વધવાને કારણે ભાડું વધાર્યા વગર તેમની પાસે કોઈ વિકલ્પ બચ્યો ન હતો.  આ પણ વાંચોઃ Panchmahal News: શહેરા ગોધરા હાઈવે પર પસનાલ ચોકડી પાસે હજારો લીટર પાણીનો વેડફાટ

Read Full Story arrow_forward
Surat News: ખરવર નગર BRTS સ્ટેશન પાસે ચાલતી કાર બની અગનગોળો
calendar_today June 8, 2026

Surat News: ખરવર નગર BRTS સ્ટેશન પાસે ચાલતી કાર બની અગનગોળો

સુરત શહેરમાંથી ચાલતી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠવાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત શહેરના વ્યસ્ત ગણાતા ખરવર નગર BRTS બસ સ્ટેશન પાસે આજે એક દોડતી કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે.BRTS સ્ટેશન સામે જ કાર બની આગનો ગોળોઘટનાની મળતી માહિતી અનુસાર, એક મહિન્દ્રા કંપનીની કાર ખરવર નગર BRTS બસ સ્ટેશન સામેથી પસાર થઈ રહી હતી, ત્યારે જ કારના બોનેટમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. કારમાં આગ લાગી હોવાની જાણ થતાં જ ચાલકે સમયસૂચકતા વાપરી ગાડી રોકી દીધી હતી, અને તાત્કાલિક બહાર નીકળી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. ચાલુ રોડ પર કાર ભડભડ સળગવા લાગતા આસપાસના વાહનચાલકોમાં દોડધામ મચી ગઈ હતી.એરપોર્ટ અને સ્ટેશન જતો રોડ ચક્કાજામઆ ઘટના મુખ્ય માર્ગ પર બની હોવાને કારણે એરપોર્ટ અને રેલવે સ્ટેશન તરફ જતા હાઇવે પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. કટોકટીના સમયે અચાનક લાગેલી આગને કારણે ઓફિસ અવર્સ દરમિયાન રોડ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેના લીધે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબૂઘટના અંગે સ્થાનીકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડનો કાફલો મિનિટોમાં જ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. જોકે, ફાયર ટીમ પહોંચે તે પહેલાં જ આગ એટલી ગંભીર હતી કે, મહિન્દ્રા કારનો આગળનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો. કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.આ પણ વાંચો - Surat News: ડેટિંગ એપ પર બોલાવી પૈસા પડાવતી ગેંગ ઝડપાઈ

Read Full Story arrow_forward