android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sabarkantha News: પોશીના નજીક જાનૈયાઓથી ભરેલી જીપ ખાડામાં ખાબકી, 20થી વધુ લોકો થયા ઈજાગ્રસ્ત
calendar_today June 8, 2026

Sabarkantha News: પોશીના નજીક જાનૈયાઓથી ભરેલી જીપ ખાડામાં ખાબકી, 20થી વધુ લોકો થયા ઈજાગ્રસ્ત

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના રાજેટા ગામ પાસે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. કલછાવડ ગામથી લગ્ન પ્રસંગ પતાવીને કાંલીકાર પરત ફરી રહેલી જાનૈયાઓથી ખિચોખિચ ભરેલી એક કમાંડર જીપ અચાનક ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા રોડ સાઈડના ખાડામાં ખાબકીને પલટી મારી ગઈ હતી. જીપ પલટી જતાં જ લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી અને ઘટનાસ્થળે કલ્પાંત અને ચીસાચીસ મચી ગઈ હતી, જેને સાંભળીને સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.ઈજાગ્રસ્ત જાનૈયાઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા આ ભયાનક અકસ્માતમાં જીપમાં સવાર 20થી વધુ લોકોને નાની-મોટી ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ ત્રણ જેટલી 108 એમ્બ્યુલન્સ વાન ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક લોકો અને એમ્બ્યુલન્સની મદદથી તમામ લોહીલુહાણ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની પોશીના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હોસ્પિટલમાં ડોક્ટર ગેરહાજર રહેતા સ્થાનિકોમાં રોષ અકસ્માત બાદ જ્યારે ઈજાગ્રસ્તોને પોશીના સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા, ત્યારે ત્યાં કોઈ સરકારી ડોક્ટર હાજર ન હોવાની ચોંકાવનારી બાબત સામે આવી હતી. ઈમરજન્સીના સમયે જ ડોક્ટર ન મળતાં ઘાયલોની હાલત વધુ કફોડી બની હતી, જેને પગલે નછૂટકે દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં અને વધુ સારવાર માટે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવા પડ્યા હતા. હોસ્પિટલ તંત્રની આ ઘોર બેદરકારી અને સંવેદનહીનતાને કારણે સ્થાનિક રહીશો અને ઇજાગ્રસ્તોના સગા-સંબંધીઓમાં ભારે જનરોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live Update: વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં ભારતનો દબદબો, 102 ગોલ્ડ સહિત કુલ 114 મેડલ જીતીને બન્યું ચેમ્પિયન
calendar_today June 8, 2026

Gujarat Latest News Live Update: વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં ભારતનો દબદબો, 102 ગોલ્ડ સહિત કુલ 114 મેડલ જીતીને બન્યું ચેમ્પિયન

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 08JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Panchmahal News: શહેરા ગોધરા હાઈવે પર પસનાલ ચોકડી પાસે હજારો લીટર પાણીનો વેડફાટ
calendar_today June 8, 2026

Panchmahal News: શહેરા ગોધરા હાઈવે પર પસનાલ ચોકડી પાસે હજારો લીટર પાણીનો વેડફાટ

પંચમહાલ જિલ્લામાં પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે.જ્યાં પાનમ ડેમની મુખ્ય લાઈનમાંથી છેલ્લા કેટલાક દિવસોથી હજારો લીટર પાણીનો બેફામ બગાડ થઈ રહ્યો છે.શહેરા ગોધરા હાઈવે પર આવેલી પસનાલ ચોકડી નજીક આ ઘટના બની છે.જ્યાં પાઇપલાઇનમાં મોટું ભંગાણ સર્જાવાને કારણે પાણી રસ્તા પર વહી રહ્યું છે.એક તરફ ઉનાળાની શરૂઆતમાં આસપાસના વિસ્તારોમાં પીવાના પાણીની સખત તંગી વર્તાઈ રહી છે. બીજી તરફ આ પ્રકારે થઈ રહેલા પાણીના વેડફાટને કારણે સ્થાનિક નાગરિકોમાં વહીવટી તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.પીવાના પાણી માટે વલખાં ઉનાળાની ધોમધખતી ગરમીમાં આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં લોકોને પીવાના પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે.જ્યારે પસનાલ ચોકડી પાસે તંત્રની આંખ આડા કાન કરવાની નીતિને લીધે નદીઓની જેમ પાણી વહી રહ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, કેટલાક દિવસોથી આ સમસ્યા સર્જાઈ હોવા છતાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.સરકારી તંત્રની આ આળસુ નીતિને કારણે દરરોજ લાખો લીટર શુદ્ધ પાણી ગટરમાં વહી રહ્યું છે, જે એક ચિંતાનો વિષય બન્યો છે.રહીશોમાં તંત્ર વિરૂદ્ધ ઉગ્ર રોષ ફાટી નીકળ્યોઆ ગંભીર પરિસ્થિતિને પગલે સ્થાનિક રહીશોમાં તંત્ર વિરૂદ્ધ ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે.લોકોની માંગ છે કે પાણી પુરવઠા વિભાગ આ મામલાની ગંભીરતા સમજે અને યુદ્ધના ધોરણે પાઇપલાઇનનું તાત્કાલિક સમારકામ હાથ ધરે.જો વહેલી તકે આ ભંગાણ સરખું કરવામાં નહીં આવે,તો આગામી દિવસોમાં શહેરા અને ગોધરાના અનેક ગામોમાં પીવાના પાણીનું મોટું સંકટ ઊભું થઈ શકે છે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે.આ પણ વાંચોઃ Botad News: સરકારી ગોડાઉનમાં ખાડો કરીને 120 બોરી ચણાની ચોરસ, 6 આરોપીની ધરપકડ

Read Full Story arrow_forward