android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : પાલડી જલારામ અંડરપાસમાં સળિયા દેખાયા,બ્રિજની ઉપરના ભાગે પણ પોપડા ઉખડ્યા
calendar_today June 8, 2026

Ahmedabad News : પાલડી જલારામ અંડરપાસમાં સળિયા દેખાયા,બ્રિજની ઉપરના ભાગે પણ પોપડા ઉખડ્યા

અમદાવાદ શહેરના વ્યસ્ત ગણાતા પાલડી વિસ્તારના જલારામ અંડરપાસની સુરક્ષા સામે ફરી એકવાર મોટા સવાલો ઊભા થયા છે.આ અંડરપાસના છતના ભાગેથી સિમેન્ટના મોટા પોપડા ઉખડી રહ્યા છે.જેના કારણે અંદરના લોખંડના સળિયા ખુલ્લા દેખાવા લાગ્યા છે.બ્રિજની ઉપરના ભાગેથી પોપડા ગમે ત્યારે નીચે ધસી પડે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે.આ અંડરપાસમાંથી દરરોજ હજારો વાહનચાલકો પસાર થાય છે.ત્યારે ચાલુ વાહને કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને લોકોના જીવ જોખમમાં મુકાય તેવી ભીતિ સેવાઈ રહી છે.બ્રિજની ઉપરના ભાગે પણ પોપડા ઉખડ્યાઆ સમગ્ર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રિ-મોન્સૂન અને મેઇન્ટેનન્સના કામોની પોલ ખુલ્લી પડી ગઈ છે.સ્થાનિકોના આક્ષેપ અનુસાર,અગાઉ પણ આ જ અંડરપાસમાં સળિયા દેખાયા હતા.પરંતુ તંત્ર દ્વારા માત્ર દેખાડો કરવા ખાતર અત્યંત હલકી ગુણવત્તાનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું.સળિયા ખુલ્લા હોવા છતાં તેનું વૈજ્ઞાનિક ઢબે યોગ્ય રિસરફેસિંગ કે મજબૂતીકરણ કરવામાં આવ્યું નથી.જેને કારણે અંડરપાસ ફરીથી બિસ્માર હાલતમાં આવી ગયો છે.વાહનચાલકોમાં ભારે રોષ અને ભયનો માહોલ એએમસીની આ ઘોર બેદરકારીને લીધે વાહનચાલકોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.ચોમાસાની ઋતુ નજીક છે ત્યારે જો આ નબળા પડી ગયેલા બ્રિજનું તાત્કાલિક યોગ્ય સમારકામ કરવામાં નહીં આવે.તો પાણીના લીકેજથી સ્ટ્રક્ચર વધુ નબળું પડી શકે છે.નાગરિકોની માંગ છે કે તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોયા વગર, ભ્રષ્ટાચાર મુક્ત અને ગુણવત્તાયુક્ત કાયમી કામગીરી હાથ ધરે જેથી નિર્દોષ વાહનચાલકોના જીવ બચાવી શકાય.આ પણ વાંચોઃ Gujarat News: સ્કૂલો ખૂલતા જ વાલીઓના ખીસ્સા પર બોજ વધ્યો, સ્કૂલવાનના ભાડામાં વધારો

Read Full Story arrow_forward
8 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર
calendar_today June 8, 2026

8 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો1. Ahmedabad News : પાલડી જલારામ અંડરપાસમાં સળિયા દેખાયા,બ્રિજની ઉપરના ભાગે પણ પોપડા ઉખડ્યા2. Yogasana Championship : ભારતીય ખેલાડીઓનો દબદબો, 102 સુવર્ણ ચંદ્રકો સાથે રચ્યો ઈતિહાસ3. Iran Israel Conflict: ઈરાન Lebanon માટે કેમ બધુ દાવ પર લગાવવા છે તૈયાર, જાણો શુ છે મહત્ત્વ?4. Philippines Earthquake : 2 કલાકમાં 138 આંચકા, ફિલિપાઈન્સમાં ભૂકંપ બાદ વેરાયો વિનાશ, 32 લોકોના મોત5. Gujarat News: સ્કૂલો ખૂલતા જ વાલીઓના ખીસ્સા પર બોજ વધ્યો, સ્કૂલવાનના ભાડામાં વધારો6. Team Indiaમાંથી બહાર થતા જ સૂર્યકુમારે મચાવી ધૂમ,200ના સ્ટ્રાઈક રેટથી ફટકાર્યા 72 રન7. Jaaved Jaaferiની પત્ની હબીબા સાથે 16 કરોડની છેતરપિંડી, BMCના આસિસ્ટન્ટ કમિશનર સસ્પેન્ડ8. Oman Ship Attack: જહાજ પર ડ્રોન હુમલો થતા લાગી આગ, તમામ 24 ભારતીય ખલાસીઓ સુરક્ષિત9. Supreme Court : લગ્ન પહેલાં શારીરિક સંબંધ સામાન્ય બાબત છે ક્રાઇમ નથી, સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો10. Jamnagar: રાજકોટમાં 14 વર્ષની કિશોરીનું હાર્ટ અટેકથી કરૂણ મોત, દીકરી રમતા રમતા બેભાન થઈ ઢળી પડી

Read Full Story arrow_forward
Surat News: પાલમાં વિશાલ આર્કેડના ચોથા માળે સફાઈ કરવા ગયેલો યુવક ફસાયો
calendar_today June 8, 2026

Surat News: પાલમાં વિશાલ આર્કેડના ચોથા માળે સફાઈ કરવા ગયેલો યુવક ફસાયો

સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલી એક આર્કેડમાં સાફ-સફાઈ દરમિયાન એક યુવક ઊંચાઈ પર ફસાઈ જતાં હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. પાલના વિશાલ આર્કેડ શોપિંગ કોમ્પ્લેક્સના ચોથા માળે દિવાલની બહારની સાઈડ સાફ કરવા ગયેલો એક યુવક ત્યાં જ અટવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડની ટીમ આધુનિક સાધનો સાથે દોડી ગઈ હતી અને દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી યુવકનો આબાદ બચાવ કર્યો હતો.સફાઈ કરવા ગયો ને પરત ફરવાનો રસ્તો બંધ થયોમળતી માહિતી મુજબ, પાલ ખાતે આવેલા 'વિશાલ આર્કેડ' નામના શોપિંગ કોમ્પ્લેક્સમાં એક યુવક સફાઈ કામ માટે આવ્યો હતો. બિલ્ડિંગના ચોથા માળે બહારની બાજુએ આવેલી દિવાલની સાઈડ સાફ કરવા માટે તે અતિ જોખમી રીતે બહાર તો નીકળી ગયો, પરંતુ સફાઈ કર્યા બાદ ત્યાંથી પરત ફરી શકાય તેમ ન હોવાથી તે ચોથા માળે જ હવામાં ફસાઈ ગયો હતો. નીચે ઉતરી શકાય તેમ ન હોવાથી યુવકનો જીવ તાળવે ચોંટ્યો હતો અને આસપાસના લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને કંટ્રોલ રૂમ પર જાણ કરી હતી.સેફ્ટી બેલ્ટ અને ટર્ન ટેબલ લેડર (TTL) વડે ઓપરેશનઘટનાની ગંભીરતાને જોતા ફાયર ઓફિસર વાનખેડે સહિતની ફાયર ટીમ તાત્કાલિક હાઈડ્રોલિક પ્લેટફોર્મ અને ટર્ન ટેબલ લેડર (TTL) જેવા આધુનિક વાહનો સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. ચોથા માળે યુવક સંતુલન ગુમાવીને નીચે ન પડી જાય તે માટે ફાયરના જવાનોએ સૌથી પહેલા તેને 'સેફ્ટી બેલ્ટ' પહેરાવી સુરક્ષિત કર્યો હતો.કોમ્પ્લેક્સના કાચ તોડીને બહાર કઢાયોયુવક જ્યાં ફસાયો હતો ત્યાં બિલ્ડિંગના ફિક્સ ગ્લાસ (કાચ) આડા આવતા હોવાથી ફાયર બ્રિગેડની ટીમે સમયસૂચકતા વાપરી કોમ્પ્લેક્સના કાચ તોડી નાખ્યા હતા. ત્યારબાદ ટર્ન ટેબલ લેડરની મદદથી યુવકને અત્યંત સાવચેતીપૂર્વક સહી-સલામત નીચે ઉતારવામાં આવ્યો હતો. ફાયર વિભાગની અડધા કલાકની ભારે જહેમત અને કુશળતાને કારણે યુવકનો જીવ બચી ગયો હતો. સુરક્ષિત નીચે ઉતારતા જ યુવકે અને ત્યાં હાજર લોકોએ ફાયર ટીમનો આભાર માન્યો હતો.આ પણ વાંચો - Surat News: ખરવર નગર BRTS સ્ટેશન પાસે ચાલતી કાર બની અગનગોળો

Read Full Story arrow_forward