android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને સરકારી જમીન લેવી ભારે પડી, હાઈકોર્ટે કહ્યું જમીન ખાલી કરો
calendar_today June 8, 2026

Ahmedabad News: પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને સરકારી જમીન લેવી ભારે પડી, હાઈકોર્ટે કહ્યું જમીન ખાલી કરો

વડોદરાની વિવાદિત જમીન મામલે પૂર્વ ક્રિકેટર અને TMCના સાંસદ યુસુફ પઠાણની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે.ગુજરાત હાઈકોર્ટની ડબલ જજની બેન્ચ સમક્ષ આજે યોજાયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે યુસુફ પઠાણની ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું હતું કે, કોઈ કાયદેસરનું એલોટમેન્ટ થયું જ નથી.હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે,જો ફોર્માલિટી પૂર્ણ ન થઈ હોય કે કોઈ લીઝ ડીડ ન થઈ હોય અને તમે એક પણ રૂપિયો ચૂકવ્યો ન હોય તો જમીન પર ગેરકાયદેસર કબજો કેવી રીતે કર્યો? સરકારી જમીન લેવી યુસુફ પઠાણને ભારે પડીહાઈકોર્ટે આ કૃત્યને ગુનો ગણાવતા કહ્યું કે તમે અભણ નથી એક ઈન્ટરનેશનલ ક્રિકેટર પાસેથી આવી આશા રાખી શકાય નહીં.સુનાવણી દરમિયાન હાઈકોર્ટે વડોદરા કોર્પોરેશનની કામગીરી અને પારદર્શિતા સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.હાઈકોર્ટે ટકોર કરી હતી કે કોર્પોરેશન કોઈ વ્યક્તિને મનસ્વી રીતે પસંદ કરીને સરકારી પ્લોટ આપી શકે નહીં.તેના માટે ખુલ્લી હરાજી અને પારદર્શક પોલિસી હોવી જરૂરી છે.કોર્પોરેશને મંજૂરી માટે દરખાસ્ત સરકારને મોકલી હતી અને રાજ્ય સરકારે વર્ષ 2024માં આ અરજી નકારી કાઢી હતી. આ બાબતે હાઈકોર્ટે યુસુફ પઠાણના વકીલને સવાલ કર્યો હતો કે, તમને આ જમીનનો કબજો કયા અધિકારીએ આપ્યો તેનું નામ આપો, જેથી તેની સામે પણ તપાસનો હુકમ કરી શકાય. વડોદરાની જમીન મુદે હાઈકોર્ટે ટિપ્પણી કરી હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે જો તમે જમીન વાપરતા ન હોવ તો પણ તે તમારા કબજામાં હોવાથી માર્કેટ કિંમતે ભાડું ચૂકવવું પડશે અને સરકારી જમીન પર અનધિકૃત ફેન્સિંગ કરવા બદલ દંડ પણ થઈ શકે છે.યુસુફ પઠાણ વતી હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે વર્ષ 1999ની રાજ્ય સરકારની પોલિસી મુજબ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે તેઓ જમીન મેળવવા હકદાર છે.વર્ષ 2012થી આ પ્રક્રિયા ચાલતી હતી અને જમીન વર્ષ 2014થી તેમના કબજામાં છે, તો તંત્રે વર્ષ 2024માં કેમ નોટિસ આપી? જો કે, હાઈકોર્ટે આ દલીલો નકારી કાઢીને જણાવ્યું કે જો પખવાડિયામાં જમીન ખાલી કરવામાં નહીં આવે તો કોર્ટ ઓથોરિટીને પઝેશન લેવાનો હુકમ કરશે.આ હાઈપ્રોફાઈલ કેસની વધુ સુનાવણી આગામી 15 જૂનના રોજ નિયત કરી છે.આ પણ વાંચોઃ 

Read Full Story arrow_forward
વાંચો 9 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે
calendar_today June 8, 2026

વાંચો 9 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે

9 જૂન 2026નો દિવસ ભારતની રાજનીતિ, ઇતિહાસ, સુરક્ષા અને આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે. આજે સમગ્ર દેશમાં વડાપ્રધાન મોદીના શાસનકાળથી લઈને કુદરતી આફતો અને સ્થાનિક વહીવટી ફેરફારો સુધીની અનેક મોટી હલચલ જોવા મળશે. આવો જાણીએ આજે બનનારી તમામ મહત્વની ઘટનાઓ વિશે વિગતવાર...વડપ્રધાન મોદીના નામે નોંધાશે મહાકીર્તિમાન અને ભાજપની બ્રીફિંગકેન્દ્રમાં મોદી સરકારના સફળ શાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં વિશેષ કાર્યક્રમો ચાલી રહ્યા છે, પરંતુ 9 જૂનનો દિવસ ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે લખાશે. કારણ કે, વડાપ્રધાન મોદી ભારતના સૌથી લાંબા સમય સુધી શાસન કરનારા વડાપ્રધાન બનવાની દિશામાં વધુ એક મોટો આંકડો પાર કરશે. આ ઐતિહાસિક ક્ષણ પહેલા આજે ભાજપ અધ્યક્ષ અને મંત્રીઓ સરકારની સિદ્ધિઓ અંગે એક ઓફ-ધ-રેકોર્ડ બ્રીફિંગ આપશે.હાઈ-ટેક બનશે દેશના ભૂમિ બંદરો, અમિત શાહ કરશે લોન્ચિંગસીમા પ્રબંધનને વધુ મજબૂત અને ડિજિટલ બનાવવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 9 જૂનના રોજ 'લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ' લોન્ચ કરશે. આ ડિજિટલ પ્લેટફોર્મ દેશના તમામ ભૂમિ બંદરોને જોડશે. આ સાથે જ તેઓ મેઘાલય અને ત્રિપુરાના લેન્ડ પોર્ટ્સ પર નવી સુવિધાઓનું ઉદ્ઘાટન પણ કરશે.હવામાન વિભાગનું એલર્ટ: 15 રાજ્યોમાં આંધી અને ભારે વરસાદની આફત9 જૂનના રોજ દેશના અનેક વિસ્તારોમાં કુદરતનો પ્રકોપ જોવા મળી શકે છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 21 કલાકમાં ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના 15 રાજ્યોમાં 90 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. પૂર્વીય રાજ્યોમાં વીજળી પડવાની પણ સંભાવના છે, જેથી ખેડૂતો અને સામાન્ય જનતાને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.રાજકીય ગરમાવો: TMCના બાગી સાંસદો9 જૂનના રોજ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના 20 નારાજ સાંસદોનો બાગી જૂથ લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળીને અભિષેક બેનર્જીના સ્થાને કાકોલી ઘોષને પોતાના નેતા તરીકે માન્યતા આપવા રજૂઆત કરી શકે છે. IRCTC કૌભાંડ પર નિર્ણય9 જૂનના રોજ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ IRCTC કૌભાંડના મની લોન્ડરિંગ કેસમાં લાલુ યાદવના પરિવાર પર આરોપો નક્કી કરવા અંગે પોતાનો ચુકાદો સંભળાવશે.ગુજરાતમાં વીજકાપ: આ વિસ્તારોમાં પુરવઠો બંધ રહેશેટોડા જ્યોતિગ્રામ ફીડર: લાઠી પેટા વિભાગ હેઠળ વાયર બદલવાની કામગીરીના કારણે 9 જૂનના રોજ સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી પાવર કટ રહેશે. હેપી રિસોર્ટ, હોલીડે વોટરપાર્ક અને આસપાસની મિલો પ્રભાવિત થશે.ધનસુરા સબ સ્ટેશન: વૃક્ષોની ડાળીઓ કાપવા અને મેન્ટેનન્સ માટે 9 જૂનના રોજ સવારે 7 થી બપોરે 1 વાગ્યા સુધી 13 ફીડરો (જ્યોતિગ્રામ, ઔદ્યોગિક અને કૃષિ)માં વીજ પુરવઠો બંધ રહેશે.સંરક્ષણ: બંગાળની ખાડીમાં મિસાઈલ ટેસ્ટિંગનો છેલ્લો દિવસઓડિશાના અબ્દુલ કલામ દ્વીપ અને બંગાળની ખાડીમાં ભારતીય નૌસેના દ્વારા ચાલી રહેલા લાંબા અંતરની મિસાઈલ અને હથિયારોના પરીક્ષણનો 9 જૂનના રોજ છેલ્લો દિવસ છે. સુરક્ષાના ભાગરૂપે આશરે 390 થી 470 કિલોમીટરના દરિયાઈ વિસ્તારમાં 'નો-ફ્લાય ઝોન' (NOTAM) જાહેર કરાયેલો છે.રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આજનો વિશેષ દિવસPMSMA ના 10 વર્ષ - 9 જૂનના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) ના સફળ 10 વર્ષ પૂર્ણ થવા પર દેશવ્યાપી ઉજવણીની શરૂઆત કરશે.ગાયત્રી જયંતી - 9 જૂનના રોજ જેઠ સુદ દશમના દિવસે વેદમાતા ગાયત્રીનો પ્રાગટ્યોત્સવ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે.બિરસા મુંડા શહીદ દિવસ9 જૂન 1900ના રોજ મહાન આદિવાસી સ્વતંત્રતા સેનાની અને લોકનાયક ભગવાન બિરસા મુંડાનું રાંચીની જેલમાં અવસાન થયું હતું (એવું માનવામાં આવે છે કે, અંગ્રેજો દ્વારા તેમને ઝેર આપવામાં આવ્યું હતું). તેમણે અંગ્રેજી હુકુમત સામે આદિવાસીઓના હક માટે 'ઉલગુલાન' (મોટો વિદ્રોહ) શરૂ કર્યો હતો. જેની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવશે.આંતરરાષ્ટ્રીય આર્કાઇવ્સ દિવસદસ્તાવેજો અને ઐતિહાસિક રેકોર્ડના સંરક્ષણનું મહત્વ સમજાવવા માટે દર વર્ષે 9 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય આર્કાઇવ્સ દિવસ ઉજવવામાં આવે છે.'આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ' વર્કશોપ9 જૂનના રોજ ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ગાંધીનગરમાં એક મોટો આઉટરીચ વર્કશોપ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતની ગ્રામ પંચાયતો અને બ્લોક પંચાયતોને આર્થિક રીતે આત્મનિર્ભર અને આવક ઊભી કરતી કરવા માટેના રોડમેપ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.જાણીતી હસ્તીઓના જન્મદિવસકિરણ બેદી: ભારતના પ્રથમ મહિલા આઈપીએસ (IPS) અધિકારી અને પુડુચેરીના પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર કિરણ બેદીનો જન્મ 9 જૂન 1949ના રોજ થયો હતો. તેઓ દેશની કરોડો મહિલાઓ માટે પ્રેરણારૂપ છે.સોનમ કપૂર: બોલિવૂડ અભિનેતા અનિલ કપૂરની પુત્રી અને જાણીતી અભિનેત્રી સોનમ કપૂરનો જન્મ 9 જૂન 1985ના રોજ થયો હતો.અમીષા પટેલ: 'ગદર' અને 'કહો ના પ્યાર હૈ' ફેમ બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલનો જન્મ પણ 9 જૂન 1975ના રોજ થયો હતો.આ પણ વાંચો - 8 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર

Read Full Story arrow_forward
Gujarat Latest News Live Update: જામનગરના ધૂડશિયા ગામમાં 1.57 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
calendar_today June 8, 2026

Gujarat Latest News Live Update: જામનગરના ધૂડશિયા ગામમાં 1.57 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 08JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward