Mahisagarમાં સર્જાઈ મોટી દુર્ઘટના: નદીમાં નાહવા પડેલા બે યુવકો તણાયા
મહિસાગરના લુણાવાડાથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં મહીસાગર નદીના ધસમસતા પ્રવાહમાં નાહવા પડેલા બે આશાસ્પદ યુવાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ બંને યુવકો લુણાવાડાથી નજીક આવેલા લીંબોદરા ગામ પાસે નદીમાં નાહવા માટે આવ્યા હતા. ચોમાસાની શરૂઆતને પગલે નદીમાં પાણીનો પ્રવાહ તેજ હોવાથી નાહતી વખતે અચાનક આ અકસ્માત સર્જાયો હતો, જેને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.મિત્રને બચાવવા જતાં બીજો મિત્ર પણ તણાયો નદીના ઊંડા પાણીમાં નાહવા ઉતરેલા આઝમખાન નામના યુવાનનો પગ લપસતાં તે અચાનક પાણીમાં ડૂબવા લાગ્યો હતો અને બૂમાબૂમ કરી મૂકી હતી. પોતાના મિત્રને આ રીતે મરણિયા તરફડિયા મારતો જોઈને કિનારે ઉભેલો આસિફ નામનો બીજો યુવાન પણ તેને બચાવવા માટે નદીના પાણીમાં કૂદી પડ્યો હતો. જોકે, પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે આઝમખાનને બચાવવાના ચક્કરમાં આસિફ પોતે પણ કાળના ખપ્પરમાં હોમાઈ ગયો હતો અને બંને યુવકો જોતજોતામાં નદીમાં તણાઈ ગયા હતા. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા શોધખોળઆ હૃદયદ્રાવક ઘટનાની જાણ આસપાસના ગ્રામજનોને થતાં જ મોટી સંખ્યામાં લોકો નદી કિનારે એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોઈને લુણાવાડા ફાયર ફાઈટર્સની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થાનિક તરવૈયાઓની મદદથી નદીમાં સઘન શોધખોળ આદરી હતી. બચાવ કામગીરી દરમિયાન કોલવણ ગામ નજીકથી એક યુવક મળી આવ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે, જ્યારે અન્ય યુવકની શોધખોળ હજુ પણ યુદ્ધના ધોરણે ચાલુ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward