android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Earthquake Video : ફિલિપાઇન્સમાં ભયાનક ભૂકંપ, વીડિયો જોયા પછી તમારા રૂંવાટા ઉભા થઇ જશે
calendar_today June 8, 2026

Earthquake Video : ફિલિપાઇન્સમાં ભયાનક ભૂકંપ, વીડિયો જોયા પછી તમારા રૂંવાટા ઉભા થઇ જશે

દક્ષિણ ફિલિપાઇન્સના મિંડાનાઓ ટાપુ પર માત્ર એક કલાકના ટૂંકા ગાળામાં ધરતી ત્રણ વાર ધ્રુજી ઉઠી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ ભૂકંપમાં 5 લોકોના મોત નીપજ્યા હતા. ત્યારબાદ દેશમાં અને પડોશી ઇન્ડોનેશિયા અને જાપાનમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. મીડિયા અહેવાલ અનુસાર ફિલિપાઇન્સમાં 3 ફૂટ ઊંચા મોજાં ફટકાવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો પરથી ભૂકંપની તીવ્રતા સમજી શકાય છે.ભૂકંપથી ડરી ગયેલા બાલકો https://x.com/whale_decentra/status/2063797820461846993?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2063797820461846993%7Ctwgr%5Ec13da18eb9c60d2e47fb4d3670f9bc2a4d204213%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fndtv.in%2Fworld-news%2Fphilippines-earthquake-viral-video-building-collapsed-death-toll-updates-tsunami-warnings-11605476ધ્વજવંદન દરમિયાન ભૂકંપhttps://x.com/ScopeReport_/status/2063778304767717473?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2063778304767717473%7Ctwgr%5Ec13da18eb9c60d2e47fb4d3670f9bc2a4d204213%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fndtv.in%2Fworld-news%2Fphilippines-earthquake-viral-video-building-collapsed-death-toll-updates-tsunami-warnings-11605476ઇમારત ધરાશાયી થવાનો ભયાનક વીડિયો https://x.com/volcaholic1/status/2063791114910355533?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2063791114910355533%7Ctwgr%5E11513bd548f9f2c23454e49210ed8f9444ef82ff%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.abplive.com%2Fnews%2Fworld%2Fphilippines-earthquake-video-school-mall-buildings-collapse-panic-destruction-3141753ઇમારત કાટમાળમાં ઘટીhttps://x.com/AZ_Intel_/status/2063786973630767113?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2063786973630767113%7Ctwgr%5E11513bd548f9f2c23454e49210ed8f9444ef82ff%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.abplive.com%2Fnews%2Fworld%2Fphilippines-earthquake-video-school-mall-buildings-collapse-panic-destruction-3141753ભૂકંપ પછી મોલમાં ગભરાટhttps://x.com/volcaholic1/status/1725483439464317430?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1725483439464317430%7Ctwgr%5E11513bd548f9f2c23454e49210ed8f9444ef82ff%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.abplive.com%2Fnews%2Fworld%2Fphilippines-earthquake-video-school-mall-buildings-collapse-panic-destruction-3141753લોકોને સાવધાની રાખવાની અપીલફિલિપાઇન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી એન્ડ વોલ્કેનોલોજીએ લોકોને સતર્ક રહેવા વિનંતી કરી છે. સંસ્થાએ જણાવ્યું હતું કે ભૂકંપ પછીના આંચકા આવવાની શક્યતા નકારી શકાય નહીં. નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અને સ્થાનિક અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં ટીમો મોકલવામાં આવી રહી છે.

Read Full Story arrow_forward
Patan News: હારીજ બેંકના ખાતાઓમાંથી 398 કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ, 14ની ધરપકડ
calendar_today June 8, 2026

Patan News: હારીજ બેંકના ખાતાઓમાંથી 398 કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ, 14ની ધરપકડ

ગુજરાતના પાટણ જિલ્લાની સાયબર ક્રાઇમ પોલીસે એક બહુ મોટા આંતરરાજ્ય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરીને સનસનાટી મચાવી દીધા છે. પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ અંતર્ગત કાર્યવાહી કરીને રૂ. 398 કરોડના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો શોધી કાઢ્યા છે. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 14 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય 6 આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.હારીજ નાગરિક સહકારી બેંકના ખાતાઓ શંકાના દાયરામાંપોલીસ તપાસ અનુસાર, આ સમગ્ર કૌભાંડનો દોરીસંચાર 'હારીજ નાગરિક સહકારી બેંક લિ. હારીજ' ખાતે ખોલાવવામાં આવેલા બેંક ખાતાઓ દ્વારા થતો હતો. આ ખાતાઓમાં દેશના વિવિધ રાજ્યોમાંથી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ હતી. બેંકના એકાઉન્ટ્સમાં ટૂંકા સમયમાં કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો થતાં સાયબર ક્રાઇમ પોલીસ એલર્ટ થઈ હતી અને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી.શું છે મ્યુલ એકાઉન્ટ?આ સાયબર ઠગોની મોડસ ઓપરેન્ડી ખૂબ જ ચોંકાવનારી હતી. તેઓ સામાન્ય અને ગરીબ લોકોને આર્થિક લાભ, રોકડ રકમ અથવા માસિક ફિક્સ કમિશન આપવાની લાલચ આપી તેમના નામે બેંક ખાતા ખોલાવતા હતા. આ પ્રકારના ખાતાઓને સાયબર ક્રાઇમની ભાષામાં 'મ્યુલ એકાઉન્ટ' કહેવામાં આવે છે. આવા કુલ 13 મ્યુલ એકાઉન્ટ્સમાંથી રૂ. 398 કરોડના ગેરકાયદેસર વ્યવહારો મળી આવ્યા છે.ઓનલાઈન જુગાર અને સટ્ટા સાથે કનેક્શનપોલીસના જણાવ્યા અનુસાર, આ કરોડો રૂપિયાની હેરાફેરી પાછળ ઓનલાઈન જુગાર અને ક્રિકેટ સટ્ટા જેવી દેશવિરોધી અને ગુનાહિત પ્રવૃત્તિઓ સંકળાયેલી હોવાની પ્રબળ આશંકા છે. ફ્રોડ દ્વારા મેળવેલા નાણાં આ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા અને ત્યાંથી સગેવગે કરી દેવાતા હતા.પોલીસની જાહેર જનતાને અપીલઆ મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ પાટણ પોલીસે નાગરિકોને ચેતવણી આપતા મહત્ત્વની સૂચના આપી છે કે, કોઈપણ વ્યક્તિએ નજીવા કમિશન કે આર્થિક લાભની લાલચમાં આવીને પોતાના બેંક ખાતા, એટીએમ કાર્ડ, ચેકબુક કે સીમકાર્ડ જેવી અંગત અને બેંકિંગ માહિતી અન્ય કોઈ અજાણ્યા વ્યક્તિને આપવી નહીં. આમ કરવું એ કાયદાકીય ગુનો બને છે અને તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.આ પણ વાંચો - Patan : લુખ્ખા ઝહીર ખોખરાને પોલીસે ખોખરો કર્યો, ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ફેરવાયું

Read Full Story arrow_forward
Anandના પેટલાદ સેવાસદનમાં ઘોર બેદરકારી: અધિકારીઓ ગાયબ રહેતા અરજદારોને ભારે હાલાકી
calendar_today June 8, 2026

Anandના પેટલાદ સેવાસદનમાં ઘોર બેદરકારી: અધિકારીઓ ગાયબ રહેતા અરજદારોને ભારે હાલાકી

આણંદના પેટલાદ સેવા સદનમાં વહીવટી તંત્રની એક મોટી બેદરકારી સામે આવી છે, જેના કારણે સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કચેરીમાં બપોરે 3 વાગ્યાના સમયે જ અચાનક 'હેલ્પ ડેસ્ક' બંધ કરી દેવામાં આવ્યું હતું. માર્ગદર્શન આપનાર કર્મચારીઓ જ સીટ પરથી ગાયબ થઈ જતાં દૂર-દૂરથી આવેલા અરજદારો અટવાઈ પડ્યા હતા અને કચેરી પરિસરમાં તેમની લાંબી લાઈનો જોવા મળી હતી.ખાલી ખુરશીઓ અને વીજળીનો વેડફાટ સેવાસદનમાં જ્યાં અરજદારોની મદદ માટે ટેબલ-ખુરશી મુકવામાં આવ્યા છે, ત્યાં કોઈ જ સ્ટાફ હાજર નહોતો. નવાઈની વાત એ છે કે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની ફરજ છોડીને ગાયબ હતા, પરંતુ તેમની કેબિનમાં લાઈટો અને પંખાઓ ચાલુ હાલતમાં મૂકી દેવાયા હતા. આમ, એક તરફ અરજદારો હાલાકી ભોગવી રહ્યા હતા અને બીજી તરફ સરકારી તંત્ર દ્વારા વીજળીનો બેફામ વેડફાટ થઈ રહ્યો હતો. તંત્રની નિષ્ક્રિયતા સામે જનરોષ આ સમગ્ર ઘટના સરકારી બાબુઓની ઘોર બેદરકારી અને આળસુ નીતિ છતી કરે છે. કચેરી સમય દરમિયાન જ અધિકારીઓની આવી ગેરહાજરીથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અરજદારોની માંગ છે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે કડક પગલાં લે જેથી ભવિષ્યમાં લોકોને આવી અસુવિધાનો સામનો ન કરવો પડે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward