android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: સરસપુરના સ્વિમિંગ પૂલ પર અધિકારીઓએ સુરક્ષાની સમીક્ષા કરી
calendar_today June 8, 2026

Ahmedabad News: સરસપુરના સ્વિમિંગ પૂલ પર અધિકારીઓએ સુરક્ષાની સમીક્ષા કરી

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નાગરિકો માટે સ્નાનાગાર તૈયાર કરાયા છે. લોકો અહીં ગરમીની સિઝનમાં સ્વીમીંગ શીખવા માટે આવતા હોય છે. આ સ્વીમીંગપુલમાં હવે રાતના સમયે કેટલાક અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા હોવાની ફરિયાદ ગઈકાલે સામે આવી છે. સરસપુરમાં સ્થિત સ્વીમીંગ પુલમાં રાતના સમયે કેટલાક ઘૂસણખોરોએ ગેરકાયદેસર રીતે ઘૂસીને આતંક મચાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંકસરસપુર વિસ્તારના આ સ્વીમિંગપુલમાં 10થી 15 જેટલા યુવકો બળજબળી પૂર્વક ઘૂસ્યા હતાં. મોટા અવાજે સ્પીકર પર ગીતો વગાડીને પાણીમાં ધૂબાકા મારતા હોવાનો વીડિયો વાયરલ થયો છે.રાતના સમયે આ સ્વીમિંગપુલ આમતો બંધ કરી દેવામાં આવે છે.તે છતાંય કેટલાક માથાભારે તત્વોએ મોડી રાત્રે આ સ્વીમિંગપુલની પાછળની દિવાલ પરથી કૂદીને અંદર પ્રવેશી આતંક મચાવ્યો હતો.આ તત્વોએ સિક્યુરિટી ગાર્ડને પણ ધમકીઓ આપી હોવાનું જાણવા મળ્યું છે. શહેરની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા થયાં છે. જરૂર પડશે તો દીવાલ ઊંચી કરાશેઆ સમગ્ર ઘટનાને લઈને નાયબ મ્યુનિસિપલ કમિશનર નિલેશ પટેલે કહ્યું હતું કે, આ ઘટના અંગેની ફરિયાદ મળી છે. અહીં અગાઉ સુરક્ષા માટે બાઉન્સર ગોઠવાયા હતાં. જ્યારે આ ઘટનાની માહિતી મળી ત્યારે પોલીસ પહોંચે તે પહેલા જ લોકો ભાગી ગયા હતાં. પોલીસ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી છે. સુરક્ષા વ્યવસ્થાની પણ સમિક્ષા હાથ ધરાઈ છે. જરૂર પડશે તો દીવાલ ઊંચી કરાશે.  આ પણ વાંચોઃ Bharuch: જુમ્મા મસ્જિદમાં પુરાતત્વ વિભાગનું મોટું એક્શન, વિવાદાસ્પદ વજુખાનું સહિતના અનધિકૃત બાંધકામો તોડી પડાયા

Read Full Story arrow_forward
Morbi News: જેતપરમાં વીજ કંપનીની દાદાગીરી સામે હલ્લાબોલ, પોલીસ અને ખેડૂતો આમનેસામને
calendar_today June 8, 2026

Morbi News: જેતપરમાં વીજ કંપનીની દાદાગીરી સામે હલ્લાબોલ, પોલીસ અને ખેડૂતો આમનેસામને

મોરબી જિલ્લાના જેતપર ગામે વીજપોલ ઊભા કરતી કંપનીની કથિત દાદાગીરી સામે સ્થાનિક ખેડૂતોએ ઉગ્ર આક્રોશ સાથે હલ્લાબોલ કર્યો છે. મંજૂરી વગર ખેતરોમાં ખાડા ખોદી નાખવામાં આવતા મામલો બિચક્યો હતો અને ધોમધખતા તાપ વચ્ચે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને પોલીસ આમનેસામને આવી ગયા હતા.અન્યના ખેતરમાં ખાડા ખોદી નાખતા વિવાદ વકર્યોઘટનાની મળતી માહિતી અનુસાર, જેતપર ગામે વીજપોલ ઊભા કરવાનું કામ કરતી કંપની દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરીને ખેડૂતોની સંમતિ વિના જ તેમના ખેતરમાં વીજપોલ માટેના મોટા ખાડા ખોદી નાખવામાં આવ્યા હતા. પોતાના ઊભા પાક અને જમીનને નુકસાન થતું જોઈને ખેડૂતોનો પિત્તો ગયો હતો. કંપનીના આ મનસ્વી વલણ સામે આજુબાજુના વિસ્તારના ખેડૂતો એકઠા થઈ ગયા હતા અને કંપની વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરીને કામ અટકાવી દીધું હતું.ખેડૂત નેતા પાલભાઈ આંબલીયા મેદાનેઆ વિવાદની જાણ થતાં જ ખેડૂત નેતા પાલભાઈ આંબલીયા પણ ખેડૂતોના સમર્થનમાં આવ્યા હતા. તેમણે વીજપોલ કંપનીની આવી જોહુકમી સામે આકરા પ્રહારો કર્યા હતા અને કંપનીની આ નીતિઓ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. પાલભાઈ આંબલીયા અને સ્થાનિક ખેડૂતોએ આવી મનમાની કરતી કંપની સામે તાત્કાલિક ધોરણે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.તાપ વચ્ચે પોલીસ અને ખેડૂતો આમનેસામનેબીજી તરફ, વિરોધ પ્રદર્શન અને હલ્લાબોલની સ્થિતિને પગલે સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. કાળઝાળ ગરમી અને ધોમધખતા તાપ વચ્ચે પોતાની જમીન બચાવવા મથી રહેલા ખેડૂતો અને કાયદો-વ્યવસ્થા જાળવવા મથતી પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને બંને પક્ષો આમનેસામને આવી ગયા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે, કંપની વહીવટી તંત્ર અને પોલીસના જોરે ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે.હાલમાં જેતપર ગામે ખેડૂતો અને કંપની વચ્ચેનો આ વિવાદ ભારે ચર્ચાનો વિષય બન્યો છે, અને ખેડૂતો પોતાની જમીનમાં ગેરકાયદે કામ ન થવા દેવા માટે મક્કમ દેખાઈ રહ્યા છે.આ પણ વાંચો - Morbi News: હળવદમાં સંદેશ ન્યૂઝના અહેવાલની વ્યાપક અસર, કલેક્ટરની ફટકાર બાદ પાલિકા તંત્ર દોડતું થયું

Read Full Story arrow_forward
Monsoon 2026: ક્યાં પહોંચ્યુ ચોમાસુ? જાણો કયા રાજ્યોમાં થશે વરસાદની એન્ટ્રી
calendar_today June 8, 2026

Monsoon 2026: ક્યાં પહોંચ્યુ ચોમાસુ? જાણો કયા રાજ્યોમાં થશે વરસાદની એન્ટ્રી

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે પશ્ચિમ-મધ્ય અને પૂર્વ-મધ્ય અરબી સમુદ્રના વધુ કેટલાક વિસ્તારો તેમજ મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં પહોંચી ગયું છે. આ સાથે જ 8 જૂનના રોજ તેલંગાણાના કેટલાક ભાગોમાં પણ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. ચાલો જાણીએ કે હવે વાદળો કયા રાજ્યો તરફ આગળ વધી રહ્યા છે. ચોમાસુ ક્યાં છે? ભારતીય હવામાન વિભાગે માહિતી આપી છે કે ચોમાસું હવે પૂરતી ગતિ પકડી ચૂક્યું છે અને ઝડપથી આગળ વધી રહ્યું છે. મધ્ય અને દક્ષિણ ભારતના ખેડૂતો તેમજ સામાન્ય નાગરિકો માટે ચોમાસાની આ ઝડપ ખુશીના સમાચાર લઈને આવી છે. આગામી ચાર મહિનાની ચોમાસાની સીઝનની શરૂઆત યોગ્ય સમયે થઈ રહી છે, જેનાથી કૃષિ ક્ષેત્રને મોટો ફાયદો થશે. અત્યાર સુધી ક્યાં-ક્યાં પહોંચ્યું ચોમાસું? IMD દ્વારા જાહેર કરાયેલા નકશા (Map) મુજબ, 8 જૂન 2026 સુધીમાં ચોમાસાની ઉત્તરીય રેખા (Northern Limit of Monsoon) નોંધપાત્ર રીતે આગળ વધી છે અરબી સમુદ્ર અને દક્ષિણ ભારત: ચોમાસાની લાઇન હાલમાં હરનાઈ, સોલાપુર, કલબુરગી (ગુલબર્ગા), નંદ્યાલ અને ચેન્નાઈ થઈને આગળ વધી રહી છે. બંગાળની ખાડી અને પૂર્વોત્તર: બંગાળની ખાડી તરફથી પણ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. પૂર્વોત્તર રાજ્યોમાં તે કૈલાશહર અને નોર્થ લખીમપુર સુધી પહોંચી ગયું છે. હવામાન વૈજ્ઞાનિકોના મતે ચોમાસું તેની સામાન્ય ગતિએ અથવા અમુક સ્થળોએ તેનાથી પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. આગામી 2-3 દિવસમાં ચોમાસું વધુ વેગ પકડશે હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દરિયાઈ પવન અને વાતાવરણની સ્થિતિ ચોમાસા માટે ખૂબ જ સાનુકૂળ છે. આગામી બે થી ત્રણ દિવસમાં ચોમાસું મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશના બાકીના ભાગોને પણ સંપૂર્ણપણે આવરી લેશે. આ સાથે જ તમિલનાડુ અને બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં પણ ચોમાસું દસ્તક દેશે. પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં ટૂંક સમયમાં આગમન બંગાળની ખાડીમાંથી ઉત્તર તરફ આગળ વધી રહેલા ચોમાસાને કારણે આગામી 48 થી 72 કલાકમાં પૂર્વ અને પૂર્વોત્તર ભારતના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે. છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક ભાગોમાં ચોમાસું ટૂંક સમયમાં જ સક્રિય થઈ જશે. બીજી તરફ, પૂર્વોત્તરના રાજ્યોમાં પહેલેથી જ સારો વરસાદ થઈ રહ્યો છે, જે હવે આગામી દિવસોમાં વધુ તીવ્ર બનશે અને લોકોને ગરમીથી રાહત મળશે. ખેડૂતો માટે એડવાઇઝરી: ચોમાસાની પ્રારંભિક ગતિ સારી હોવા છતાં, ખેડૂતોને વાવણીના આયોજન માટે હવામાન વિભાગની સત્તાવાર માર્ગદર્શિકાને અનુસરવાની સલાહ આપવામાં આવી છે. દક્ષિણ અને મધ્ય ભારત બાદ હવે ઉત્તર ભારતના લોકો પણ ચોમાસાના ઠંડા પવનો અને વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?

Read Full Story arrow_forward