android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot : બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર વિવાદો વચ્ચે સંપન્ન, આયોજકો અને અંધશ્રદ્ધા વિરોધીઓ વચ્ચે આરપારની જંગ
calendar_today June 8, 2026

Rajkot : બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર વિવાદો વચ્ચે સંપન્ન, આયોજકો અને અંધશ્રદ્ધા વિરોધીઓ વચ્ચે આરપારની જંગ

રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે ચર્ચા અને વિવાદોના કેન્દ્રમાં રહેલો બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો 'દિવ્ય દરબાર' આખરે પૂર્ણ થયો છે. જોકે, કથા અને દરબારની પૂર્ણાહુતિ બાદ પણ વિજ્ઞાન અને ધર્મ વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. દરબારના છેલ્લા દિવસે મંત્રશક્તિના પ્રયોગો દરમિયાન કેટલાક શ્રદ્ધાળુઓ સ્વયંભૂ ધૂણવા લાગતા અંધશ્રદ્ધા વિરોધી સંસ્થાઓ મેદાને આવી છે, જ્યારે આયોજકો આ ઘટનાઓને સનાતન ધર્મની પરંપરા ગણાવી રહ્યા છે.પિતૃ કાર્યની જેમ અહીં પણ આત્માઓ આવી હોઈ શકે છે આ સમગ્ર વિવાદ અંગે કથાના મુખ્ય આયોજક મંગેશ દેસાઈએ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, "આદિ અનાદિ કાળથી મંત્ર શક્તિ દ્વારા આ બધું ચાલતું આવ્યું છે. પિતૃ કાર્યની જેમ અહીં પણ આત્માઓ આવી હોઈ શકે છે. મંત્રોચ્ચાર દરમિયાન આવી ઘટનાઓ બનવી સ્વાભાવિક છે. હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભૂત-પિશાચનો સ્વીકાર કરાયો છે અને કોઈના શરીરમાં આવી શક્તિઓ પ્રવેશી શકે છે." તેમણે ઉમેર્યું કે, ચર્ચ અને દરગાહોમાં પણ આવી ઘટનાઓ બને છે. વિજ્ઞાન અને ધર્મને કોઈ સીધો સંબંધ નથી. વિજ્ઞાન પોતે ધર્મમાંથી ઉદ્ભવ્યું છે, ધર્મ વિજ્ઞાનમાંથી નથી આવ્યો. વિજ્ઞાન જાથા પણ કાયદાકીય હથિયાર સાથે મેદાને બીજી તરફ, આ કાર્યક્રમનો પ્રબળ વિરોધ કરી રહેલા એડવોકેટ પુરુષોત્તમ પીપળીયા અને વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા સામે આયોજકો હવે કાનૂની લડાઈ લડવાના મૂડમાં છે અને આ મામલો કોર્ટ સુધી લઈ જવાની વાત કહી છે. તેની સામે વિજ્ઞાન જાથા પણ કાયદાકીય હથિયાર સાથે મેદાને ઉતર્યું છે. જાથાના મતે ધૂણવું એ કોઈ ચમત્કાર નથી પરંતુ એક માનસિક બીમારી છે. પોલીસ કમિશનરને લેખિત અરજી આપશે વિજ્ઞાન જાથા આ મામલે કાળા જાદુ નિવારણ અને નિર્મૂલન ધારો ૨૦૨૪ની કલમ ૨(૧)A અને કલમ ૩ (ચમત્કારના નામે અંધશ્રદ્ધા ફેલાવવી) હેઠળ ગુનો નોંધવા માટે રાજકોટ પોલીસ કમિશનરને લેખિત અરજી આપશે. જાથાએ બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ ખંડપીઠના ૨૦૨૧ના ચુકાદાનો હવાલો આપી, વૈજ્ઞાનિક મિજાજને નુકસાન પહોંચાડનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ હાઈપ્રોફાઈલ જંગ હવે આગામી દિવસોમાં કાનૂની વળાંક લે તેવા સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યા છે.આ પણ વાંચો----    Gujarat Latest News live : દેશમાં ચોમાસાએ પકડી સ્પીડ, મહારાષ્ટ્ર, આંધ્ર અને તેલંગાણામાં મેઘરાજાની વિધિવત એન્ટ્રી

Read Full Story arrow_forward
Anand: વિદેશ નોકરીનું મોટું કૌંભાડ, રશિયામાં 20 ભારતીયોને બંધક બનાવનાર એજન્ટ રિમ્પલ પટેલની ધરપકડ
calendar_today June 8, 2026

Anand: વિદેશ નોકરીનું મોટું કૌંભાડ, રશિયામાં 20 ભારતીયોને બંધક બનાવનાર એજન્ટ રિમ્પલ પટેલની ધરપકડ

આણંદ જિલ્લાના પેટલાદમાં વિદેશમાં ઊંચા પગારની નોકરી અપાવવાના બહાને આચરવામાં આવેલા એક મસમોટા આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ થયો છે. પેટલાદના સુંદરા ગામના કુખ્યાત એજન્ટ રિમ્પલ પટેલ દ્વારા સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા લોકોને ટેલરિંગની નોકરી અને માસિક 1.30 લાખના આકર્ષક પગારની લાલચ આપવામાં આવી હતી. આ જાળમાં ફસાવીને એજન્ટ દ્વારા મહિલાઓ સહિત 20 જેટલા નિર્દોષ ભારતીય નાગરિકોને રશિયા મોકલી દેવાયા હતા, જ્યાં તેઓ ગંભીર મુશ્કેલીમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે.તમામ ભારતીયોને ત્યાં બંધક બનાવી દેવામાં આવ્યા ભોગ બનનારાઓના પરિવારોનો આક્ષેપ છે કે રશિયા પહોંચ્યા બાદ આ તમામ ભારતીયોને ત્યાં બંધક બનાવી દેવામાં આવ્યા છે અને તેમની સાથે અમાનવીય વર્તન કરવામાં આવી રહ્યું છે. આ કૌભાંડનો ખુલાસો ત્યારે થયો જ્યારે રશિયામાં બંધક બનેલી લાચાર મહિલાઓનો એક હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.  ભારત સરકાર પાસે મદદની ગુહાર વીડિયોમાં મહિલાઓ પોતાની આપવીતી સંભળાવી ભારત સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહી છે. એટલું જ નહીં, રશિયાથી પરત આવવા માટે એજન્ટ અને તેના સાગરિતો દ્વારા વ્યક્તિ દીઠ 500 યુએસ ડોલરની ખંડણી જેવી રકમ માંગવામાં આવી રહી છે. પેટલાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એજન્ટ સામે ફરિયાદ આ છેતરપિંડીના ખેલમાં એજન્ટે ભોગ બનનાર પરિવારો પાસેથી પ્રોસેસિંગ ફી અને અન્ય બહાને કુલ ₹21 લાખ જેટલી માતબર રકમ પણ પડાવી લીધી હતી. આખરે મામલો પોલીસ મથકે પહોંચતા પેટલાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એજન્ટ રિમ્પલ પટેલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. https://youtu.be/pbXfQQJiQHU એજન્ટ રિમ્પલ પટેલની ધરપકડ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ તાત્કાલિક એક્શન મોડમાં આવીને એજન્ટ રિમ્પલ પટેલની ધરપકડ કરી લીધી છે. પોલીસ હવે આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આંતરરાષ્ટ્રીય તત્વો અને એજન્ટોના નેટવર્કને તોડી પાડવા માટે આગળની સઘન પૂછપરછ હાથ ધરી રહી છે. આ પણ વાંચો----    Gujarat Latest News live : દેશમાં ચોમાસાએ પકડી સ્પીડ, મહારાષ્ટ્ર, આંધ્ર અને તેલંગાણામાં મેઘરાજાની વિધિવત એન્ટ્રી

Read Full Story arrow_forward
Bharuch: જુમ્મા મસ્જિદમાં પુરાતત્વ વિભાગનું મોટું એક્શન, વિવાદાસ્પદ વજુખાનું સહિતના અનધિકૃત બાંધકામો તોડી પડાયા
calendar_today June 8, 2026

Bharuch: જુમ્મા મસ્જિદમાં પુરાતત્વ વિભાગનું મોટું એક્શન, વિવાદાસ્પદ વજુખાનું સહિતના અનધિકૃત બાંધકામો તોડી પડાયા

ભરૂચ શહેરમાં આવેલી જુમ્મા મસ્જિદમાં આજે વહેલી સવારથી જ વહીવટી તંત્ર અને પુરાતત્વ વિભાગ દ્વારા સંયુક્ત રીતે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ પુરાતત્વીય ઇમારતની અંદર નિયમોની વિરુદ્ધ જઈને કરવામાં આવેલા અનધિકૃત અને વધારાના બાંધકામોને તોડી પાડવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. પુરાતત્વ વિભાગ દ્વારા અગાઉ આપવામાં આવેલી કડક નોટિસ અને સૂચનાઓનું પાલન કરાવવા માટે તંત્રએ આ આકરું વલણ અપનાવ્યું છે.વજુખાનું સહિતના વાંધાજનક બાંધકામો તોડી પડાયામળતી સત્તાવાર વિગતો અનુસાર, ભરૂચની આ જુમ્મા મસ્જિદમાં છેલ્લા કેટલાક સમયથી અંદરના ભાગે વધારાનું બાંધકામ કરવામાં આવ્યું હોવાનો વિવાદ ચાલી રહ્યો હતો. પુરાતત્વ વિભાગ સંરક્ષિત આ સ્મારકમાં કોઈપણ પ્રકારના નવા બાંધકામ પર પ્રતિબંધ હોવા છતાં, ત્યાં વજુખાનું (નમાજ પૂર્વે હાથ-પગ ધોવાનું સ્થાન) અને અન્ય કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા. આ મામલે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, આજે ભારે મશીનરી સાથે તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વાંધાજનક વધારાના તમામ લોખંડી અને સિમેન્ટના માળખાઓને હટાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી.જૂનો ઐતિહાસિક વિવાદ અને દાવાઓ ફરી ચર્ચામાંઆ ડિમોલેશનને પગલે ભરૂચનો વર્ષો જૂનો ઐતિહાસિક વિવાદ ફરી એકવાર સોશિયલ મીડિયા અને જાહેર પ્લેટફોર્મ પર ટોક-ઓફ-ધી-ટાઉન બન્યો છે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક હિન્દુ સંગઠનો અને સંશોધકો દ્વારા આ સ્થળ મૂળ રીતે પ્રાચીન 'સમરી જૈન વિહાર' હોવાનો અને મહાનુભાવ 'ચક્રધર સ્વામીનું જન્મ સ્થળ' હોવાનો દાવો સતત કરવામાં આવી રહ્યો છે. આ ધાર્મિક અને ઐતિહાસિક દાવાઓને કારણે આ સ્થળ લાંબા સમયથી સંવેદનશીલ માનવામાં આવે છે.તકેદારીના ભાગરૂપે લોખંડી પોલીસ બંદોબસ્તઆ ડિમોલેશનની કામગીરી અત્યંત સંવેદનશીલ હોવાથી ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર, ઘટનાસ્થળ અને તેની આસપાસના સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. કોઈ અફવા ન ફેલાય અને શાંતિ સમિતિના સભ્યો વચ્ચે સુમેળ જળવાઈ રહે તે માટે પોલીસ ઉચ્ચ અધિકારીઓ પોતે ગ્રાઉન્ડ ઝીરો પર મોનિટરિંગ કરી રહ્યા છે. હાલમાં સ્થિતિ સંપૂર્ણપણે અંકુશ હેઠળ છે અને કોઈપણ અનિચ્છનીય બનાવ વિના તંત્ર દ્વારા કાનૂની ઓપરેશન આગળ વધારવામાં આવી રહ્યું છે.આ પણ વાંચો: Ahmedabad: ચાંદલોડિયામાં નવા રોડના પ્રોજેક્ટ માટે AMCએ સેંકડો દબાણો જમીનદોસ્ત કર્યા

Read Full Story arrow_forward