android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Iran-Israel conflict વચ્ચે ભારત સરકારનું મોટું પગલું, ઈરાનમાં રહેતા ભારતીયો માટે જાહેર કર્યું હાઈ એલર્ટ!
calendar_today June 8, 2026

Iran-Israel conflict વચ્ચે ભારત સરકારનું મોટું પગલું, ઈરાનમાં રહેતા ભારતીયો માટે જાહેર કર્યું હાઈ એલર્ટ!

પશ્ચિમ એશિયામાં સતત વણસી રહેલી પરિસ્થિતિ અને વધતા જતા સૈન્ય તણાવ વચ્ચે, ભારત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ઈરાનમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારતે એક નવી એડવાઈઝરી (સલાહકાર) જારી કરી છે. આ એડવાઈઝરીમાં ભારતીયોને ઈરાનની મુસાફરી ન કરવાની કડક સૂચના આપવામાં આવી છે, તેમજ જે નાગરિકો હાલ ત્યાં હાજર છે તેમને ઉપલબ્ધ ટ્રાન્સપોર્ટ સુવિધાઓનો ઉપયોગ કરીને તાત્કાલિક ધોરણે ઈરાન છોડી દેવા માટે વિનંતી કરવામાં આવી છે.ભારતીય દૂતાવાસે આપી સત્તાવાર માહિતીઈરાન સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ અંગેની સત્તાવાર જાહેરાત કરી છે. દૂતાવાસે જણાવ્યું કે, "સમગ્ર વિસ્તારમાં તાજેતરમાં થયેલા ઘટનાક્રમોને જોતાં, દૂતાવાસ તમામ ભારતીય નાગરિકોને ઈરાનની મુસાફરી ટાળવા માટેની તેની અગાઉની સલાહનો પુનરોચ્ચાર કરે છે. આ ઉપરાંત, જે ભારતીયો અત્યારે ઈરાનમાં છે, તેમને ઉપલબ્ધ પરિવહનના સાધનો દ્વારા વહેલી તકે દેશ છોડી દેવાની સલાહ આપવામાં આવે છે".ભારતીય દૂતાવાસે કેમ જારી કરવું પડ્યું એલર્ટ?ઇરાનમાં રહેતા નાગરિકો દ્વારા ભારતીય દૂતાવાસ તરફી એલર્ટ જારી કરાયું. આ ગંભીર એલર્ટ પાછળનું મુખ્ય કારણ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે શરૂ થયેલો સીધો સૈન્ય સંઘર્ષ છે. સોમવાર, ૮ જૂનની વહેલી સવારે ઈરાને ઈઝરાયલ પર ત્રીજા તબક્કાના ભયાનક મિસાઈલ હુમલા કર્યા હતા. આ હુમલામાં ઈઝરાયલના બે મોટા સૈન્ય મથકો—નેવાટીમ અને ટેલ નોફ એરબેઝને નિશાન બનાવવામાં આવ્યા છે.ઈરાનની અર્ધલશ્કરી સંસ્થા 'રિવોલ્યુશનરી ગાર્ડ' દ્વારા આ હુમલાને 'ઓપરેશન નાસ્ર' (જેનો અર્થ "વિજય" થાય છે) નામ આપવામાં આવ્યું છે. ગાર્ડના જણાવ્યા અનુસાર, ઈઝરાયલે અગાઉ ત્રણ ઈરાની વિસ્તારોમાં આવેલા તેમના રડાર સ્ટેશનોને નિશાન બનાવ્યા હતા, જેના જવાબી પગલા રૂપે ઈરાને આ મિસાઈલો દાગી છે.પશ્ચિમ એશિયામાં ભયનો માહોલ, ભારતની ચાંપતી નજરઈરાન અને ઇઝરાયલ વચ્ચેની આ સીધી અથડામણોને પગલે સમગ્ર પશ્ચિમ એશિયા યુદ્ધના મુખમાં ધકેલાઈ ગયું છે અને તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ભારત સરકાર આ સમગ્ર પરિસ્થિતિ પર ખૂબ જ બારીકાઈથી અને નજીકથી નજર રાખી રહી છે. દૂતાવાસે આ પ્રદેશમાં રહેતા તમામ ભારતીયોને અત્યંત સાવચેત રહેવા, બિનજરૂરી હિલચાલ ટાળવા અને સુરક્ષા સંબંધી અદ્યતન અપડેટ્સ મેળવવા માટે સતત ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા અપીલ કરી છે.આ પણ વાંચો : Delhi TMC: દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે રાજીનામું આપીને પાર્ટી છોડી

Read Full Story arrow_forward
Gujarat Latest News live : દેશમાં ચોમાસાએ પકડી સ્પીડ, મહારાષ્ટ્ર, આંધ્ર અને તેલંગાણામાં મેઘરાજાની વિધિવત એન્ટ્રી
calendar_today June 8, 2026

Gujarat Latest News live : દેશમાં ચોમાસાએ પકડી સ્પીડ, મહારાષ્ટ્ર, આંધ્ર અને તેલંગાણામાં મેઘરાજાની વિધિવત એન્ટ્રી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 08JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gujarat Rajya Sabha Election 2026: : રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ચારેય ઉમેદવારોએ ભર્યા ફોર્મ, તમામ બિનહરીફ જીતે તેવી પ્રબળ શક્યતા!
calendar_today June 8, 2026

Gujarat Rajya Sabha Election 2026: : રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ચારેય ઉમેદવારોએ ભર્યા ફોર્મ, તમામ બિનહરીફ જીતે તેવી પ્રબળ શક્યતા!

ગુજરાતમાંથી ખાલી પડી રહેલી રાજ્યસભાની ચાર બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ગાંધીનગર ખાતે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ચારેય ઉમેદવારોએ આજે સત્તાવાર રીતે પોતાના નામાંકન પત્રો દાખલ કર્યા છે.રાજુ શુકલા, મુકેશ રાઠવા, જીતેન્દ્ર કણજરિયા અને માનસિંહ પરમારે ફોર્મ ભર્યા ભાજપ તરફથી મેદાનમાં ઉતરેલા ચાર મુખ્ય ચહેરાઓ- રાજુ શુકલા, મુકેશ રાઠવા, જીતેન્દ્ર કણજરિયા અને માનસિંહ પરમારે વિજયી મુહૂર્તમાં ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા. ઉમેદવારી પત્ર ભરતી વખતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ, તેમજ મંત્રીમંડળના વરિષ્ઠ સભ્યો અને મોટી સંખ્યામાં ધારાસભ્યો ખાસ હાજર રહ્યા હતા. નેતાઓએ ચારેય ઉમેદવારોને નવી ઇનિંગ્સ માટે શુભકામનાઓ પાઠવી હતી.  વિપક્ષ તરફથી કોઈ ઉમેદવાર મેદાનમાં નથી ગુજરાત વિધાનસભાના વર્તમાન સંખ્યાબળ અને સમીકરણોને જોતાં વિપક્ષ તરફથી કોઈ ઉમેદવાર મેદાનમાં ન હોવાથી ભાજપના આ ચારેય ઉમેદવારો બિનહરીફ વિજેતા બને તે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. ફોર્મ ભર્યા બાદ પ્રદેશ નેતાઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય નેતૃત્વએ પાયાના અને નિષ્ઠાવાન કાર્યકરો પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. આ ચારેય નેતાઓ સંસદના ઉપલા ગૃહમાં ગુજરાતના વિકાસના પ્રશ્નોને મજબૂતાઈથી વાચા આપશે. ફોર્મ ચકાસણી અને નામ ખેંચવાની મુદત પૂર્ણ થયા બાદ સત્તાવાર રીતે આ ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવશે, જેને લઈને અત્યારથી જ ભાજપ છાવણીમાં ઉત્સાહનો માહોલ છે.આ પણ વાંચો---     Gujarat Latest News live : કરજણ-પાદરા વચ્ચે ઉભેલી આર્ટિગા કારને ટેમ્પોએ ઉડાવી, 3 ના મોત

Read Full Story arrow_forward