android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: રાજ્યમાં ગરમી અને અસહ્ય બફારાથી જનતા બેહાલ, આગામી દિવસોમાં તાપમાનનો પારો 40 થી 41 ડિગ્રી રહેવાની શક્યતા
calendar_today June 8, 2026

Ahmedabad: રાજ્યમાં ગરમી અને અસહ્ય બફારાથી જનતા બેહાલ, આગામી દિવસોમાં તાપમાનનો પારો 40 થી 41 ડિગ્રી રહેવાની શક્યતા

ગુજરાતમાં હાલ હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે, જેમાં નાગરિકો એકસાથે બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. એકતરફ ચોમાસા પહેલાં અસહ્ય ગરમી અને બફારો લોકોને બેહાલ કરી રહ્યો છે, તો બીજી તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં આગામી દિવસોના વાતાવરણને લઈને એક મહત્વની આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 થી 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે, જેને કારણે લોકોને અસહ્ય ઉકળાટ અને ગરમીનો સામનો કરવો પડશે.નાગરિકો માટે વરસાદના રાહતના સમાચારજો કે, આ કાળઝાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતના નાગરિકો માટે વરસાદના રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. વલસાડ, નવસારી, તાપી અને ડાંગ જિલ્લા સહિત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારોમાં આગામી સમયમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 12 જૂનથી 14 જૂન દરમિયાન ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેને કારણે દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજા ફરીથી ધમાકેદાર હાજરી પુરાવી શકે છે.રાજ્યના કેટલાક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન વરસાદી ઝાપટાંઆ વરસાદી માહોલ અને વાતાવરણમાં થઈ રહેલા ફેરફાર વચ્ચે પવનની ગતિ પણ સામાન્ય કરતાં વધુ રહેવાની ધારણા છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ દિવસો દરમિયાન વાતાવરણમાં 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આમ, આગામી અઠવાડિયા સુધી રાજ્યમાં ગરમી, બફારો અને વરસાદ બંનેની મિશ્ર સ્થિતિ યથાવત જોવા મળશે. વાતાવરણમાં આવી રહેલા આ મોટા બદલાવને પગલે દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ પણ પોતાના પાકને સુરક્ષિત કરવા માટે આગોતરા આયોજન શરૂ કરી દીધા છે.આ પણ વાંચો: Dholka: દરબાર જીન વિસ્તારમાં પરપ્રાંતીય યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા

Read Full Story arrow_forward
Ahmedabad: ચાંદલોડિયામાં નવા રોડના પ્રોજેક્ટ માટે AMCએ સેંકડો દબાણો જમીનદોસ્ત કર્યા
calendar_today June 8, 2026

Ahmedabad: ચાંદલોડિયામાં નવા રોડના પ્રોજેક્ટ માટે AMCએ સેંકડો દબાણો જમીનદોસ્ત કર્યા

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા અને નવા રસ્તાઓના નેટવર્કને મજબૂત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એક્શન મોડમાં આવ્યું છે. અમદાવાદના પશ્ચિમ ઝોનમાં આવેલા ચાંદલોડિયા વિસ્તારના મહાદેવનગરમાં આજે સવારથી જ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ (TP) શાખા દ્વારા મેગા ડિમોલેશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. આ વિસ્તારમાં નવા પ્લાન થયેલા રોડના આયોજનમાં અડચણરૂપ બનતા અનેક ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા માટે એએમસીની ટીમો જેસીબી (JCB) અને બુલડોઝર સાથે ત્રાટકી હતી.મકાનો તૂટતા જ રહીશોનો આક્રોશજેવી કોર્પોરેશનની ટીમે કાચા-પાકા મકાનો અને ગેરકાયદેસર શેડ તોડવાની પ્રક્રિયા શરૂ કરી, કે તુરંત જ સ્થાનિક રહીશો અને મહિલાઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. વર્ષો જૂના આશરા છીનવાઈ જતાં લોકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ અને આક્રંદ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ ભેગા મળીને તંત્રની આ કામગીરીનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને “પહેલા અમને વૈકલ્પિક મકાન આપો, પછી અમારા ઘર તોડો” તેવા સૂત્રોચ્ચાર કરીને કામગીરી રોકવાનો પ્રયાસ કર્યો હતો. લોકોનો આક્ષેપ છે કે ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે/ચાલુ છે ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના જ ઘર તોડી પડાતા અનેક ગરીબ પરિવારો ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે.ચુસ્ત પોલીસ અને ફાયર પ્રોટેક્શન વચ્ચે કાર્યવાહી પૂર્ણકોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં તે માટે એએમસી દ્વારા અગાઉથી જ પોલીસ પ્રોટેક્શન મંગાવવામાં આવ્યું હતું. સ્થાનિક પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને એસઆરપીના જવાનો સ્થળ પર તૈનાત કરી દેવાયા હતા. આ ઉપરાંત, ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડની ટીમો પણ વોટર બ્રાઉઝર સાથે ગ્રાઉન્ડ ઝીરો પર હાજર રહી હતી. ભારે હોબાળા અને વિરોધ વચ્ચે પણ પોલીસે પ્રદર્શનકારીઓને હટાવીને એએમસીની ટીમને સુરક્ષા પૂરી પાડી હતી, જેના કારણે નવા રોડના માર્ગમાં આવતા તમામ નાના-મોટા દબાણોને સંપૂર્ણપણે દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.આ પણ વાંચો: Ahmedabad: રાજ્યમાં ગરમી અને અસહ્ય બફારાથી જનતા બેહાલ, આગામી દિવસોમાં તાપમાનનો પારો 40 થી 41 ડિગ્રી રહેવાની શક્યતા

Read Full Story arrow_forward
Indian Railway: રેલવેમાં મુસાફરીનું પ્લાનિંગ કરવુ સરળ, ઑગષ્ટથી આ સિસ્ટમમાં થશે ફેરફાર
calendar_today June 8, 2026

Indian Railway: રેલવેમાં મુસાફરીનું પ્લાનિંગ કરવુ સરળ, ઑગષ્ટથી આ સિસ્ટમમાં થશે ફેરફાર

ભારતીય રેલવે આગામી ઓગસ્ટ મહિનાથી મુસાફરોની સુવિધા માટે એક મોટો કાયાકલ્પ કરવા જઈ રહ્યું છે. રેલવે છેલ્લા 40 વર્ષથી ચાલી આવતી ટિકિટ બુકિંગની જૂની વ્યવસ્થાને સંપૂર્ણપણે બંધ કરીને અદ્યતન રિઝર્વેશન સિસ્ટમ અમલમાં મૂકશે.ઓગસ્ટથી તબક્કાવાર ફેરફાર શરૂ થશેરેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં જ રેલ ભવન ખાતે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને કડક સૂચના આપી છે કે જૂની સિસ્ટમમાંથી નવી સિસ્ટમમાં ટ્રાન્સફર થતી વખતે સામાન્ય મુસાફરોને કોઈ પણ પ્રકારની હાલાકી ભોગવવી ન પડે. આ યોજના અંતર્ગત ઓગસ્ટ મહિનાથી તબક્કાવાર રીતે ટ્રેનોને આ નવી ટેકનોલોજી પર શિફ્ટ કરવામાં આવશે.1986થી કાર્યરત હતું જૂનું માળખુંહાલમાં જે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS)નો ઉપયોગ થઈ રહ્યો છે, તેની શરૂઆત વર્ષ 1986માં થઈ હતી. વિતેલા ચાર દાયકામાં તેમાં નાના-મોટા ફેરફાર જરૂર થયા, પરંતુ તેનું મૂળ ટેકનિકલ માળખું એ જ રહ્યું હતું.વર્ષ 2002માં રેલવેએ ઓનલાઇન ટિકિટિંગની શરૂઆત કરી હતી અને આજે પરિસ્થિતિ એ છે કે દેશની લગભગ 88 ટકા ટિકિટો ઇન્ટરનેટના માધ્યમથી બુક થાય છે. ડિજિટલ બુકિંગના આ જંગી ભારણને પહોંચી વળવા માટે જ આ આધુનિક સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે.સર્વર ડાઉનની સમસ્યામાંથી મળશે મુક્તિતહેવારોની સીઝનમાં કે તત્કાલ બુકિંગના સમયે રેલવેની વેબસાઇટ ધીમી પડી જવી કે સર્વર ક્રેશ થવાની ફરિયાદો અવારનવાર સામે આવે છે. નવી સિસ્ટમની ક્ષમતા વર્તમાન સિસ્ટમ કરતાં ઘણી વધારે છે, જેના કારણે સર્વર પરનું દબાણ ઘટશે અને યુઝર્સ વેબ કે એપ પર ખૂબ જ સરળતાથી અને અટક્યા વગર ટિકિટ બુક કરાવી શકશે.'RailOne' એપ રચશે નવો રેકોર્ડરેલવેના આ ડિજિટલ પરિવર્તનમાં જુલાઈ 2025માં લોન્ચ થયેલી 'RailOne' એપ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. એક વર્ષથી પણ ઓછા સમયમાં આ એપને 3.5 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. આ એપ પર મુસાફરો ટિકિટ બુકિંગ, કેન્સલેશન, ટ્રેનનું લાઈવ લોકેશન, પ્લેટફોર્મ અને કોચની સ્થિતિ જેવી વિગતો મેળવી શકે છે. હાલમાં આ એપ દ્વારા રોજની અંદાજે 9.29 લાખ ટિકિટો બુક થઈ રહી છે, જેમાં 7.2 લાખ અનરિઝર્વ્ડ અને 2.09 લાખ રિઝર્વ્ડ ટિકિટોનો સમાવેશ થાય છે.AI ટેકનોલોજી આપશે ચોક્કસ અનુમાનઆ નવી વ્યવસ્થાની સૌથી મોટી વિશેષતા તેમાં રહેલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ફીચર છે. જો તમારી ટિકિટ વેઇટિંગમાં હશે, તો આ સિસ્ટમ તે કન્ફર્મ થવાની શક્યતા (Prediction) દર્શાવશે. અગાઉ આ અનુમાનની સચોટતા માત્ર 53 ટકા હતી, જે હવે નવી ટેકનોલોજીના કારણે વધીને 94 ટકા સુધી પહોંચી ગઈ છે. આનાથી મુસાફરો પોતાની મુસાફરીનું પ્લાનિંગ વધુ સારી રીતે કરી શકશે.વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્કમાં સામેલ ભારતીય રેલવેનો આ નિર્ણય કરોડો મુસાફરો માટે ગેમ-ચેન્જર સાબિત થશે. 40 વર્ષ જૂની પ્રણાલીને અલવિદા કહીને રેલવે હવે સંપૂર્ણપણે સ્માર્ટ, સેફ અને હાઈ-સ્પીડ ડિજિટલ યુગમાં પ્રવેશવા જઈ રહ્યું છે.

Read Full Story arrow_forward