android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ambaji: યાત્રાધામની કાયાપલટ માટે પ્રશાસન દ્વારા દબાણો તોડવાની કામગીરી તેજ, 30 મોટા ગેરકાયદે માળખાઓ જમીનદોસ્ત
calendar_today June 8, 2026

Ambaji: યાત્રાધામની કાયાપલટ માટે પ્રશાસન દ્વારા દબાણો તોડવાની કામગીરી તેજ, 30 મોટા ગેરકાયદે માળખાઓ જમીનદોસ્ત

અંબાજીને વૈશ્વિક કક્ષાનું તીર્થધામ બનાવવા માટે મહાત્વાકાંક્ષી કોરિડોર પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટના સુચારૂ અમલીકરણ માટે આજે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'ઓપરેશન દબાણ ૨.૦' શરૂ કરવામાં આવ્યું છે. ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી (DySP) સહિતના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ સવારથી જ અંબાજીના અલગ-અલગ ચાર વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો પર જેસીબી અને બુલડોઝર ફેરવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.રેવન્યુ અને પંચાયતની જમીનો કરાશે લાઇન-ક્લિયરતંત્રના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ કામગીરી મુખ્યત્વે મહેસૂલ વિભાગ (રેવન્યુ) અને અંબાજી ગ્રામ પંચાયત હસ્તકની જમીનો પર થયેલા ગેરકાયદે ધાંધા-ધાપા હટાવવા માટે કરવામાં આવી રહી છે. આજે એક જ દિવસમાં ૩૦થી વધારે મોટા કોમર્શિયલ અને રહેણાંક પાકા દબાણો તેમજ રસ્તા નડતરરૂપ નાના ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ કોરિડોરની શરૂઆતી કામગીરીમાં રબારી વાસ વિસ્તારમાંથી રેકોર્ડબ્રેક 85 જેટલા મોટા દબાણો સફળતાપૂર્વક હટાવી દેવાયા હતા, જેના કારણે હવે આગળનો માર્ગ મોકળો બન્યો છે.શાંતિપૂર્ણ માહોલમાં કામગીરી પૂર્ણ કરવા કડક બંદોબસ્તદબાણ હટાવવાની આ પ્રક્રિયા દરમિયાન સ્થાનિક સ્તરે કોઈ વિરોધ ન થાય અથવા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે અંબાજી પોલીસ અને વધારાની એસઆરપી (SRP) ની ટુકડીઓ સહિતનો કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પ્રશાસન અને પોલીસની સંયુક્ત ટીમો 4 મોરચે વહેંચાઈને અત્યંત શાંતિપૂર્ણ પરંતુ મક્કમતાથી કામગીરી આગળ ધપાવી રહી છે. કોરિડોર બન્યા બાદ અંબાજી આવતા લાખો માઈભક્તોને ટ્રાફિક જામ અને સાંકડા રસ્તાઓથી કાયમી મુક્તિ મળશે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર કોઈપણ દબાવમાં આવ્યા વગર આ ઝુંબેશ ચલાવી રહ્યું છે.આ પણ વાંચો: Mehsana: દાતાની ભક્તિ પર વેપાર હાવી! બસ સ્ટેન્ડનું બોર્ડ કપડાથી ઢાંકીને સરકારી મિલકત ખાનગી પેઢી બનાવી દીધી

Read Full Story arrow_forward
Gujarat Rajya Sabha Election 2026: પેમ્ફલેટ વહેંચવાથી રાજ્યસભા ઉમેદવાર સુધી, વાંચો મુકેશ રાઠવાની રાજકીય સફર
calendar_today June 8, 2026

Gujarat Rajya Sabha Election 2026: પેમ્ફલેટ વહેંચવાથી રાજ્યસભા ઉમેદવાર સુધી, વાંચો મુકેશ રાઠવાની રાજકીય સફર

ગુજરાત ભાજપના રાજ્યસભા ઉમેદવાર મુકેશ રાઠવાએ પોતાની રાજકીય કારકિર્દી અંગે મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે. સંદેશ ન્યૂઝ સાથેની ખાસ વાતચીત દરમિયાન તેમણે કાર્યકરથી લઈને રાજ્યસભાના ઉમેદવાર સુધીની પોતાની સફર વિશે મન ખોલીને વાત કરી હતી.શરૂઆત ભાજપ માટે પેમ્ફલેટ વહેંચવાથી થઈ મુકેશ રાઠવાએ જણાવ્યું કે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત ભાજપ માટે પેમ્ફલેટ વહેંચવાથી થઈ હતી. શરૂઆતના દિવસોમાં તેઓ ચૂંટણી દરમિયાન પાર્ટીના પ્રચારમાં સક્રિય રીતે જોડાતા હતા. વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે માઈકમાં નારા લગાવવાથી લઈને વિવિધ સંગઠનાત્મક જવાબદારીઓ પણ સંભાળી હતી.  રાજકારણમાં સક્રિય પ્રવેશ તેમણે જણાવ્યું કે તત્કાલીન ધારાસભ્ય જયંતિ રાઠવા સાથે કામ કરવાની તક મળી હતી, જેના કારણે રાજકારણની વધુ સમજ પ્રાપ્ત થઈ. ઉપરાંત ABVPના તત્કાલીન અધ્યક્ષ પ્રદીપસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ રાજકારણમાં સક્રિય પ્રવેશ કર્યો હતો. નેતાઓ સાથે બેઠકોમાં ભાગ લેતા મુકેશ રાઠવાએ યાદ કર્યું કે શરૂઆતના સમયમાં તેઓ તત્કાલીન કાર્યકરો અને નેતાઓ સાથે બેઠકોમાં ભાગ લેતા હતા. તેમણે જણાવ્યું કે તે સમય દરમિયાન હાલના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ સંગઠનના વિવિધ કાર્યક્રમો અને બેઠકોમાં જોડાતા હતા. પ્રભાવશાળી નેતા બનવાની ઈચ્છા હતી તેમણે પોતાની રાજકીય સફરને યાદ કરતાં કહ્યું કે રાજકારણમાં આગળ વધીને લોકો વચ્ચે ઓળખ બનાવવાની અને પ્રભાવશાળી નેતા બનવાની ઈચ્છા હતી. સતત મહેનત અને સંગઠન પ્રત્યેની નિષ્ઠાના કારણે આજે રાજ્યસભા ઉમેદવાર તરીકે પાર્ટીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.  દિગ્ગજ નેતા સુખરામ રાઠવા સામે જીત મેળવી ચૂક્યા છે મુકેશ રાઠવા પાંચ ટર્મથી વિજેતા રહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા સુખરામ રાઠવા સામે જીત મેળવી ચૂક્યા છે. હવે રાજ્યસભા ઉમેદવાર તરીકે તેમની પસંદગીને લઈને ભાજપ કાર્યકરોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો----     Gujarat Latest News live : રાજકોટમાં બાબા બાગેશ્વર દરબાર મુદ્દે વિવાદ, પોલીસને સુઓમોટો દાખલ કરવા અરજી કરાશે

Read Full Story arrow_forward
Gujarat Policeને નવા બોસ મળ્યા, જી.એસ. મલિકે સંભાળ્યો DGPનો ચાર્જ
calendar_today June 8, 2026

Gujarat Policeને નવા બોસ મળ્યા, જી.એસ. મલિકે સંભાળ્યો DGPનો ચાર્જ

ગાંધીનગરમાં ગુજરાત પોલીસ તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર થયો છે. 1993 બેચના IPS અધિકારી જી.એસ. મલિકે ગુજરાતના પોલીસ મહાનિદેશક (DGP) તરીકે ચાર્જ સંભાળી લીધો છે. છેલ્લા પાંચ મહિનાથી DGPનો ચાર્જ ડૉ. કે.એલ.એન. રાવ પાસે હતો, પરંતુ હવે રાજ્ય પોલીસની કમાન સત્તાવાર રીતે જી.એસ. મલિકને સોંપવામાં આવી છે.વરિષ્ઠ IPS અધિકારીઓમાં સ્થાન ધરાવે છે જી.એસ. મલિક રાજ્યના અનુભવી અને વરિષ્ઠ IPS અધિકારીઓમાં સ્થાન ધરાવે છે. તેઓ છેલ્લા 22 મહિનાથી અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. 31 જુલાઈ 2023ના રોજ તેમને અમદાવાદના પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાના અનેક પડકારોને સફળતાપૂર્વક સંભાળ્યા હતા. મહત્વના જિલ્લાઓમાં પણ વિવિધ જવાબદારીઓ નિભાવી જી.એસ. મલિકે પોતાની લાંબી પોલીસ કારકિર્દી દરમિયાન ડાંગ, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં SP તરીકે સેવા આપી છે. ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય, ભરૂચ અને કચ્છ જેવા મહત્વના જિલ્લાઓમાં પણ વિવિધ જવાબદારીઓ નિભાવી છે. તેમની કામગીરીને કારણે તેઓ પોલીસ વિભાગમાં એક સક્ષમ અને અનુભવી અધિકારી તરીકે ઓળખાય છે.IG તરીકે પણ ફરજ બજાવી છે તેમણે અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોમાં IG તરીકે પણ ફરજ બજાવી છે. બોર્ડર રેન્જ IG તરીકેની જવાબદારી ઉપરાંત તેઓ પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે ત્રણ વખત નિમાઈ ચૂક્યા છે. કેન્દ્ર સરકારમાં પણ તેઓ પાંચ વર્ષ સુધી ડેપ્યુટેશન પર રહી મહત્વની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. આ પણ વાંચો---     Gujarat Latest News live : રાજકોટમાં બાબા બાગેશ્વર દરબાર મુદ્દે વિવાદ, પોલીસને સુઓમોટો દાખલ કરવા અરજી કરાશે

Read Full Story arrow_forward